સરકારી યોજનાઓ

સોલાર રૂફટોપમાં 78000 રૂપિયાની સબસિડી, સરકારીની પીએમ સૂર્ય ઘર વીજળી યોજનાનો લાભ લો.

પીએમ સૂર્ય ઘર વીજળી યોજના
Written by Gujarat Info Hub

તાજેતરમાં જ સરકારે પીએમ સૂર્ય ઘર વીજળી યોજના શરૂ કરી છે. જેમાં એક કરોડ ઘરોમાં સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવા સાથે 300 યુનિટ મફત વીજળીની સુવિધા આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. અને આ યોજનાને કેબિનેટમાં મંજૂરી આપવામાં આવી છે. તમે તમારા ઘરની છત પર સોલાર પેનલ લગાવવા માટે આ સરકારી યોજનાનો લાભ લઈ શકો છો. અને હવે આ યોજના હેઠળ પોસ્ટ ઓફિસના પોસ્ટમેન પણ રજીસ્ટ્રેશનમાં મદદ કરશે. આ યોજના હેઠળ 29 ફેબ્રુઆરીએ 75,021 કરોડ રૂપિયાની બજેટ જોગવાઈ કરવામાં આવી છે.

78 હજારની સબસીડી

સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ યોજના હેઠળ, સરકાર સોલર રૂફટોપ ઇન્સ્ટોલ કરવા માટે સબસિડીની સુવિધા પૂરી પાડે છે. 1 KW સિસ્ટમ માટે 30,000 રૂપિયા, 2 KW સિસ્ટમ માટે રૂપિયા 60,000 અને 3 KW અથવા તેનાથી વધુ માટે 78,000 રૂપિયાની સબસિડી હશે. પરિવારો દર મહિને 300 યુનિટ મફત વીજળી મેળવી શકશે.

કોને મળશે લાભ?

કોઈપણ ભારતીય નાગરિક આ સરકારી યોજનાનો લાભ લઈ શકે છે. આ માટે ઘરની છત પર પૂરતી જગ્યા હોવી જોઈએ. આ સાથે માન્ય વીજ જોડાણ અને જે વ્યક્તિ તેનો લાભ લઈ રહી છે. તેણે અથવા તેના પરિવારે અગાઉ કોઈપણ અન્ય સબસિડી સુવિધાનો લાભ લીધો ન હોવો જોઈએ. સૌપ્રથમ રસ ધરાવતા ગ્રાહકે રાષ્ટ્રીય પોર્ટલ www.pmsuryagarh.gov.in પર નોંધણી કરાવવી પડશે.

જેમાં તમારે તમારું રાજ્ય, વીજળી બોર્ડ વગેરે પસંદ કરવાનું રહેશે. આ પછી તમને ડિસ્કોમ તરફથી મંજૂરી મળશે અને પછી આગળની પ્રક્રિયા પૂર્ણ થશે. મંજૂરી મળ્યા પછી, તમે વિતરણ કંપનીમાં નોંધાયેલા વિક્રેતા પાસેથી સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરી શકો છો. વિક્રેતાઓની યાદી વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

આ જુઓ:- Credit Card Rules: ક્રેડિટ કાર્ડના નવા નિયમો, RBIના નવા નિર્દેશ જારી

Spread the love

About the author

Gujarat Info Hub

1 Comment

Leave a Comment