જાણવા જેવું Trending

PUC Download Online: વાહન પ્રદૂષણ પ્રમાણપત્ર (PUC) ઑનલાઇન કેવી રીતે ડાઉનલોડ કરવું, આ એક સરળ પ્રક્રિયા છે

PUC Download Online
Written by Gujarat Info Hub

PUC Download online પિયુસી સર્ટિફિકેટ ડાઉનલોડ: ઓનાલાઈન: મિત્રો, આજના યુગમાં જો તમે રસ્તા પર વાહન ચલાવો છો, તો તમારી પાસે આર.સી. બુક, વીમા પોલિસી, ડ્રાઈવિંગ લાઇસન્સ અને પોલ્યુશન સર્ટિફિકેટ હોવા જરૂરી છે. જો ઉપરોક્ત ડૉક્યુમેન્ટ તમે ડિજિટલ કોપીમાં DG Locker માં રાખો તો પણ ચાલે પરતું PUC સર્ટિફિકેટ તમે ડિજિટલ એપમાં એડ કરી શકતા નથી . જેથી તમને આ એક સેર્ટિફિકેટ ના લીધે મેમો ભરવો પડે તેવું બની શકે. પરતું જો તમે પીયુસી સર્ટિફિકેટ ઓનલાઈન ડાઉનલોડ કરી તમારા મોબાઇલમાં સેવ કરી રાખો જેથી ગમે તે જગ્યાએ બતાવવામાં કામ આવે, તો આજે આપણે PUC Online Download કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી આ બ્લોગના માધ્યમથી મેળવીશું.

PUC Certificate Download online

પોસ્ટપોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ ડાઉનલોડ
વિભાગ રોડ અને ટ્રાન્સપોર્ટ વિભાગ
સુવિધા PUC Certificate Download
સત્તાવાર સાઇટhttps://puc.parivahan.gov.in

PUC સર્ટિફિકેટ શું છે?

પીયુસી (PUC) નું પૂરું નામ પોલ્યુશન અંડર કંટ્રોલ પ્રમાણપત્ર છે. આ પ્રમાણપત્ર દ્વારા તમારું વાહન કેટલું પ્રદૂષણ કરે છે તેની તમામ માહિતી આપે છે. ભારત સરકાર ના રોડ અને ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા વાતાવરણમાં થતું પ્રદૂષણ અટકાવવા માટે આ સર્ટિફિકેટ બહાર પાડવામાં આવેલ છે, PUC Certificate ને તમે કોઈપણ નજીકના PUC સેન્ટર પરથી કઢાવી શકો છો.

પેટ્રોલ અને ડીઝલ એન્જિનના વાહનોમાંથી નીકળતો ધુમાડો પર્યાવરણને પ્રદૂષિત કરે છે. તેને નિયંત્રિત કરવા માટે જ PUC પ્રમાણપત્ર જરૂરી છે. આ પ્રમાણપત્ર મેળવતી વખતે, જો વાહન નિષ્ફળ જાય, તો તમે તેની સર્વિસ કરાવી શકો છો અને ફરીથી પરીક્ષણ કરી શકો છો. જે વાહનોનો ધુમાડો હાનિકારક નથી તે જ લોકો તેને લઈ શકે છે. આ સિવાય ઇલેક્ટ્રિક કાર, સ્કૂટર કે બાઇક માટે પ્રદૂષણ પ્રમાણપત્રની જરૂર નથી.

આ જુઓ:- રેશનકાર્ડ વિભાજન ફોર્મ અને નવા રેશનકાર્ડ માટે અરજી કરવાની માહિતી

PUC સર્ટિફિકેટ ઓનલાઈન ડાઉનલોડ

મિત્રો તમે તમારા 4 વિહલર વાહનનું પીયુસી કઢાવવા જાઓ છો ત્યારે વાહનના પાછળની નંબર પ્લેટનો ફોટો પાડવામાં આવે છે અને તમારા એકઝોસ્ટ સ્મોક પેરામીટર ના મદદથી વાહનનું પ્રદૂષણ ચકાશવામાં આવે છે. આ પ્રકિયામાં સરળ અને ટૂક સમયની છે.

2017 પહેલા નોંધાયેલા તમામ વાહનોનું પ્રદૂષણ પ્રમાણપત્ર દર 3 મહિને રિન્યુ કરાવવું જરૂરી છે.જ્યારે નવા વાહનને 1 વર્ષ માટે PUC પ્રમાણપત્ર ની રિન્યૂની અવધિ હોય છે. તેને પાસ કર્યા પછી, તમે તેને ઑનલાઇન પણ ડાઉનલોડ કરી શકો છો. આ માટે તમારી પાસે ચેસીસ નંબર હોવો જરૂરી છે. તમે આને RC પર ચકાસી શકો છો. આ સિવાય તે વાહનની ચેસીસ પર પણ રેકોર્ડ કરવામાં આવે છે. એટલું જ નહીં, માલિકનું નામ અને વાહન નંબર નાખ્યા પછી, તમે તેને સરળતાથી ડાઉનલોડ કરી શકશો.

PUC પ્રમાણપત્રમાં દર્શાવેલ માહિતી

  • PUC પ્રમાણપત્ર નંબર
  • નોંધણીની તારીખ
  • વાહન ના નોંધણી નંબર
  • મોબાઈલ નંબર
  • ફયુલનો પ્રકાર
  • ઉત્સર્જન નામ
  • PUC કોડ
  • PUC કઢાવ્યા તારીખ
  • PUC કઢાવ્યાનો સમય
  • PUCની માન્યતા તારીખ
  • વાહનની નંબર પ્લેટ
  • જે ટેસ્ટ કરવામાં આવ્યા એની માહિતી

આ જુઓ:જાતિનો દાખલો કઢાવવા માટે ફોર્મ અને જરૂરી પુરાવા 

આ રીતે પોલ્યુશન સર્ટિફિકેટ (PUC) ઓનલાઈન ડાઉનલોડ કરો

PUC Download Online: જે મિત્રો PUC સર્ટિફિકેટ ઓનલાઈન ડાઉનલોડ કરવા માગે છે તેઓ નીચે આપેલ સ્ટેપ ફોલોવ કરી પોતાનું PUC પ્રમાણપત્ર મેળવી શકશે.

  • તમારા વાહનનું પ્રદૂષણ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટે, પરિવહન વિભાગની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
  • PUC ની સત્તાવાર વેબસાઇટ પર જવા માટે, Google પર https://puc.parivahan.gov.in સર્ચ કરો.
  • અહીં તમે પોલ્યુશન સર્ટિફિકેટ (PUC) ડાઉનલોડ કરવાનો વિકલ્પ જોશો.
  • હવે રજીસ્ટ્રેશન નંબર, ચેસીસ નંબર દાખલ કરો. આ પછી કેપ્ચા કોડ દાખલ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો.
  • આ પછી PUC ડિટેલ પર ટેપ કરો. PUC સર્ટિફિકેટ ખોલ્યા પછી, ચોક્કસ સમાપ્તિ તારીખ તપાસો.
  • હવે તમે તેને ડાઉનલોડ કરીને પ્રિન્ટ આઉટ લઈ શકો છો.

PUC Online Download ત્યારે જ કરી સકાશે જ્યારે તમે તમારું PUC પ્રમાણપત્ર રિન્યૂ કરાવેલ હોય, જો તમને PUC સર્ટિફિકેટ અથવા વાહનને લગતા બીજા ડોકયુમેન્ટની માહિતી મેળવવા માંગતા હોવ તો નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવી શકો છો.

PUC Download online Link

PUC Download Online Linkઅહી ક્લિક કરો
હોમપેજ પર જવા માટે અહી ક્લિક કરો

PUC એટલે શું?

પેટ્રોલ અને ડીઝલ એન્જિનના વાહનોમાંથી નીકળતો ધુમાડો પર્યાવરણને પ્રદૂષિત કરે છે. તેને નિયંત્રિત કરવા માટે જ PUC પ્રમાણપત્ર જરૂરી છે.

PUC Certificate Download કરવાની વેબસાઇટ કઇ છે ?

https://parivahan.gov.in/parivahan/

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment