Admissions એજ્યુકેશન

RTE Admission Form 2024: RTE હેઠળ ધોરણ 1 માં પ્રવેશ મેળવવા માંગતા વિધાર્થીઓ માટે એડ્મીશન કાર્યક્રમ ડિકલેર

RTE Admission Form 2024
Written by Gujarat Info Hub

RTE Admission Form 2024: Right to Education એક્ટ હેઠળ જે વિધાર્થીઓ ધોરન ૧ માં પ્રવેશ મેળવવા માંગતા હોય તેઓ માટે એડ્મીશન કાર્યક્રમ ડિકલેર થઈ ગયેલ છે. જે બાળકો નબળા અને આર્થિક રીતે પછાત અથવા વંચિત વર્ગમાં આવે છે તેઓ રાઈટ ટુ એડ્યુકેશન એક્ટ હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળોમાં ૨૫% મુજબ વિનામુલ્યે ધોરણ ૧ માં પ્રવેશ મેળવવા માંગે છે તેઓ માતે આ યોજનાના અરજી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયેલ છે. આ યોજના હેઠળ વંચીત વર્ગના બાળકોને સરકાર દ્વારા ધોરણ ૧ થી ૮ સુધી મફતમાં શિક્ષણ મેળવવાની સુવિધા પ્રદાન કરવામાં આવે છે.

RTE Admission Form 2024

પોસ્ટRTE Admission Process
લાભ ધોરણ 1 માં મફત પ્રવેશ
અરજીની શરૂઆત14/03/2024
અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ26/03/2024
સત્તાવાર સાઈટhttps://rte.orpgujarat.com/

આ યોજનાનો લાભ કોણ મેળવી શકે છે.

  • અનાથ બાળકો
  • બાલગ્રુહના બાળકો
  • સંભાળ અને સંરક્ષણની જરૂરીયાતવાળુ બાળક
  • બાળા મજુર અથવા સ્થળાંતરીત મજુર બાળકો
  • શારિરીક રીતે વિકલાંગ અને વિકલાંગ ધારા ૨૦૧૬ ની કલમ ૩૪(૧) માં દર્શાવ્યા મુજબના તમામ દિવ્યા%ગ બાળકો
  • ફરજ દરમિયાન શહિદ લશકરી, અર્ધલશક્રી પોલિસદળના જવાનના બાળકો
  • જે માતા પિતાને એક માત્ર દિકરી હોય
  • ૦-૨૦ સુધીના સ્કોર ધરાવતા BPL કુટુબના બાળકો
  • SC અને ST કેટેગરીના બાળકો
  • અન્ય તમામ કેટેગરીના બાળ્કો

ઉપરોક્ત તમામ બાબતોને અગ્રતા મુજબ ધ્યાનમાં લેવામાં આવશે અને અન્ય કેટેગરી અને SC/ST કેટેગરીમાં કુટબની આવક ગ્રામ્ય વિસ્તારમાં ૧ લાખ ૨૦ અને શહેરી વિસ્તારમા ૧ લાખ ૫૦ હજાર હોય તેવા બાળકોને કેટેગરીની અગ્રતા, આવકની અગ્રતા અને વાલીએ પસંદ કરેલ શાળાબી અગ્રતાને ધ્યાનમાં લઈને પ્રવેશ આપવામાં આવશે.

અરજી ફોર્મ ભરવાની રીત

  • પ્રવેશ મેળવવા માંગતા બાલકોના વાલીઓ તારીખ ૧૪/૦૩/૨૦૨૪ થી લઈને ૨૬/૦૩/૨૦૨૪ દરમિયાન અરજી ફોર્મ ભરી શકશે જે માટે સત્તાવાર સાઈટ https://rte.orpgujarat.com/ ની મુલાકાત લઈ શકે છે.
  • અરજી ફોર્મ ભરતા વખતે અરજદારે જરુરી આધાર પુરવા જોડવા પડશે જેવા કે જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ/કેટગરીનો દાખલો, તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, ઈનકમટેક્ષ રીટર્ન, જો ઈન્કમટેકક્ષ ના ભરેલ હોય તો તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોય તે અંગેનુ સેલ્ફ ડિકલેરેશન( લાગુ પડતુ હોય ત્યાં) વગેરે ડોક્યુમેન્ટ ઓનલાઈન જમા કરાવવાના રહેશે.
  • અરજદારે ફોર્મની પ્રિંટ નિકાળી પોતાની પાસે રાખવાની રહેશે.
  • ઓનલાઈન ભરેલ ફોર્મ કયાંય જમાં કરાવવાનું રહેશે નહી.

મિત્રો, ધ્યનામાં રાખવુ કે જ્યારે પણ તમે અરજી ફોર્મ ભરો છો અને સાથે જે ડોક્યુમેન્ટ અપલોડ કરો છો તેને એવી રીતે સ્કેન કરજો કે સારી રીતે વંચાય અને તમામ જરૂરી ડોક્યુમેન્ટ્નું લિસ્ટની લિક, સત્તાવાર સાઈટની લિંક અમે નિચે શેર કરેલ છે, જેની મદદથી તમે કઈ કેટેગરીના બાળકને કયાં વધારે ડોક્યુમેન્તટની જરુર રહેશે તેની માહિતી મેળવી શકો.

આ જુઓ:- School Transportation Scheme: શાળા પરિવહન યોજના અને તેના લાભ વિશે જાણો અહીથી

અગત્યની લિંક

સત્તાવાર સાઈટ પર જવા માટેઅહિં ક્લિક કરો
જરૂરી ડોક્યુમેન્ટ લિસ્ટ જોવા માટેઅહિં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહિં ક્લિક કરો
અમેન ગુગલ ન્યુઝ પર ફોલો કરોઅહિં ક્લિક કરો
Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment