સરકારી યોજનાઓ ખેતી પદ્ધતિ

Tabela Loan in Gujarat: પશુપાલન વ્યવસાય માટે તબેલા લોન યોજના ઓનલાઈન ફોર્મ ભરો.

Tabela Loan in Gujarat
Written by Gujarat Info Hub

Tabela Loan in Gujarat 2023: ગુજરાત સરકારના આદિજાતી વિભાગ દ્વારા પશુપાલન વ્યવસાય ને મદદ કરતી તબેલા લોન યોજના શરૂ કરવામાં આવી છે. Tabela mate Loan in Gujarat અંતર્ગત તમારે ગાયો અને ભેંસો માટે તબેલો બનાવવાની લોન માટે અરજી કરવાની રહેશે. આ યોજનાનો લાભ લેવા માટે તમારા પાસે તબેલો બનાવવા માટે પતાના માલિકીની જમીન હોવી જરૂરી છે. જે મુજબ તબેલા માટે લોન યોજનાનો લાભ ગુજરાતનાં અનુસૂચિત જન જાતિના નાગરિકો મેળવી શકે છે. આ યોજના ગુજરાત સરકારના આદિજાતી વિભાગ દ્વારા ચાલવવામાં આવે છે.

તબેલા લોન યોજના હેઠળ સરકાર દ્વારા 4 લાખ સુધીની લોન સસ્તા વ્યાજ દરે આપવામાં આવે છે. તો ચાલો જાણીએ Tabela loan in Gujarat માં ઓનલાઇન અરજી કેવી રીતે કરવી અને ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડશે તેની સુપર્ણ માહિતી મેળવીએ.

Tabela Loan in Gujarat 2023 Online

યોજનાનું નામTabela loan in Gujarat 2023
લાભ કોને મળશે ?ગુજરાત ના આદિજાતી(ST) વર્ગના લોકોને
કેટલી લોન મળેશેદરેક અરજદારને 4 લાખ સુધીની લોન મળવા પાત્ર રહેશે
લોનનો વ્યાજદર વાર્ષિક4 ટકા અને 2% પેનલ્ટી વ્યાજ ચુકવવું પડશે જો વ્યાજ ચૂકવવામાં વિલંબ થાય તો
કેટેગરીસરકારી યોજના
અરજીનો પ્રકારઓનલાઈન
સત્તાવાર સાઈટhttps://adijatinigam.gujarat.gov.in/

તબેલા લોન યોજના ની પાત્રતા

મિત્રો, Tabela loan in Gujarat 2023 યોજના ગુજરાતના અનુસુચિત જાતીના લોકો માટે છે, જે લોકો આદિજાતી વર્ગમાં આવે છે અને ગુજરાતના નાગરીક છે, તેઓ તબેલા સહાય યોજનામાં ઓનલાઈન અરજી કરી શકે છે, પરંતુ તે પહેલા સરકાર દ્વારા આ લોન યોજના માટે અમુક ધારા ધોરણો નક્કી કરવામાં આવેલ છે, જો તમે તે લાયકાત કે પાત્રતા મુજબ લાભ મેળવા પાત્ર છે તો તમે તબેલા લોન યોજના ગુજરાત માટે અરજી કરી શકો છો.

  • લાભાર્થી અનુસુચિત જાતી (ST) જાતિનો હોવા અંગેનો દાખલો/ પ્રમાણપત્ર રજુ કરવું આવશ્ય્ક છે.
  • અરજદારની ઉંંમર ૧૮ વર્ષથી ઓછી અને ૫૫ વર્ષથી વધુ ન હોવી જોઇએ.
  • જે લાભાર્થી તબેલા માટે લોન મેળવવાં માગે છે, તેણે તબેલા અંગેનું જ્ઞાન હોવું જરુરી છે અને ઓછામાં ઓછા એક કે બે દુધાળા પશુ પાળેલ હોવા જરુરી છે.
  • લાભાર્થી દુધ મંડળીનો સભ્ય હોવો જોઈએ અને છેલ્લા ૧૨ મહિનાથી ગામની દુધ મૂડળીમાં દુધ ભરેલ હોય તેની પગાર સ્લિપ રજુ કરવાની રહેશે.
  • લાભાર્થી કે તેના કુટુબનો કોઈપણ સભ્ય IDDP યોજના હેઠળ જીટીડીસીમાંથી લાભ લિધેલ ના હોવો જોઈએ.
  • ગ્રામ્ય વિસ્તારમાં કુટુબની વાર્ષિક આવક ૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તારમાં કુટુબની વાર્ષિક આવક ૧,૫૦,૦૦૦ થી વધુ ના જોવી જોઈએ.
  • અરજદારનું પોતાનું આધારકાર્ડ અને ચુટણી કાર્ડ હોવું જરુરી છે.

તબેલા લોન અરજી માટે જરુરી ડોક્યુમેન્ટ

તબેલા માટે લોન મેળવવાની ઓનલાઈન અરજી કરતા પહેલા નિચે મુજબના જરુરી દસ્તાવેજ અપલોડ કરવાન રહેશે.

  • અનુસુચિત જાતીનો દાખલો ( મામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી કે સક્ષમ અધિકારીનો દાખલો હોવો જરુરી છે)
  • આધારકાર્ડની નકલ
  • ચુટણીકાર્ડની નકલ
  • તમારી માલિકીની જમીનની નકલ (૭/૧૨ તથા ૮ અ ની નકલ અને નબંર ૬ જેમાં દર્શાવેલ બોજા ની નોધો)
  • ૨ જામીનદાર ના આધારકાર્ડ અને તેમના ૭/૧૨ અને ૮ અ ની નકલ
  • દુધ મંડળીનો દાખલો

આ પણ વાંચો :- ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન કરાવો ઘરે બેઠા – e Shram Card Registration Online

તબેલા બનાવવા માટેની લોન યોજનામાં વ્યાજદર અને ફાળો

Tabela loan in Gujarat 2023 : આ યોજનામાં લાભર્થીને કેટલા ટકા ફાળો આપવાનો રહેશે અને કેટલા ટકા વાર્ષિક વ્યાજદર ભરવાનું રહેશે તેની માહિતી નિચે આપેલ છે.

  • સરકાર દ્વારા લાભાર્થીને ૪ લાખ ની લોન મળશે.
  • લાભાર્થીને આ ધિરાણ મેળવવા માટે ૧૦ ટકા ફાળો આપવાનો રહેશે.
  • લાભાર્થીને કુલ લોનના વાર્ષિક ૪ ટકા દરે વ્યાજ ચુકવવું પડશે.
  • જો લાભાર્થી લોન ચુકવાવામાં વિલંબ કરે અથવા લોન પરત ના કરી શકે તો લોન પર વધુ ૨ ટકા પેન્લટી વ્યાજ ચુકવવું પડશે.
  • તબેલા લોન યોજનામાં લોનના હપ્તાની ચુકવણી ૩ માસિક હપ્તામાં કરવાની રહેશે.

How to Apply Online in Tabela Loan Yojana 2023

મિત્રો, ગુજરાતના આદિજાતી વિભાગ દ્વારા અનુસુચિત જાતિના લોકો માટે અલગ અલગ યોજનાઓ ચલાવવામાં આવે છે. જેનાથી આદિજાતીના લોકો અરજી કરી સ્વરોજગારી મેળવી શકે અને પોતાના પગભર થઈ શકે. તો આજે આપણે અહીં તબેલા લોન યોજનામાં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપુર્ણ માહિતી મેળવીશું.

  • સૌ પ્રથમ આદિજાતી વિભાગની સત્તાવાર સાઈટ પર જવા અહીં ક્લિક કરો.
  • હવે તમને હોમપેજ પર ઉપર “APPLY FOR LOAN” નો ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો.
  • હવે તમારી સામે જીટીડીસી દરખાસ્તનું પેજ ખુલશે, જેમાં અલગ અલગ લોન યોજના દેખાશે.
  • અહીં તમારે “તબેલા” પર માઉસ લઈ જતા “દરખાસ્ત કરો” તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ નવુંં લોગીન પેજ ખુલશે જેમાં તમારે “અહીં નોધણી કરો” ઓપ્શન પસંદ કરવાનો રહેશે.
  • હવે તમારી સામે નિચે મુજબનુંં નવો “સાઈનઅપ” પેજ ખુલશે.
તબેલા લોન યોજના ફોર્મ

અહીં માંગ્યા મુજબની સંપુર્ણ માહિતી ભરી “સાઈનઅપ બટન” પર ક્લિક કરો.

  • હવે તમારા ID અને Password જનરેટ કર્યા પછી લોગીન બટન પર ક્લિક તમારા “ID” અને “Password” નાખી લોગીન કરો.
  • ત્યારબાદ “My Applicants” માં “Apply Now” બટન પર ક્લિક કરો.
  • હવે ત્યાં “Self Employment” ની શરતો ધ્યાનપુર્વક વાંચી “Apply” પર ક્લિક કરો.
  • ત્યારબાદ “My Application” પર ક્લિક કરતા તમારી સામે તબેલા લોન યોજના ફોર્મ ખુલશે.
  • જ્યાં તમારે અરજી વિગત, લોનની વિગત, મિલ્કતની વિગત, જામીનદારોની વિગત વગેરે માહિતી ભરવાની રહેશે.
  • ત્યાં લોનના પ્રકાર પસંદગીમાં “Tabela loan yojana” પસંદ કરવાની રહેશે.
  • ત્યારબાદ બેન્ક ખાતાની વિગત અને જરુરી દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે.
  • બધા ૧૧ જેટલા ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ “SAVE” બટન પર ક્લિક કરો.
  • હવે છેલ્લે તમારી Tabela mate loan in Gujarat form સબમીટ કરતા સાથે તમારો અરજી નંબર તમને મળશે, જે સેવ કરી લો અથવા તેની પ્રિન્ટ નીકાળી રાખો.

આ પણ જુઓ :- પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના 2023

મિત્રો, અમે આશા રાખીએ છીએ કે તમને અહીથી તબેલા લોન યોજના ૨૦૨૩ ની સંપુર્ણ માહિતી મળી ગઈ હશે. જો tabela mate loan in gujarat મેળવતા સમયે અથવા અરજી કરવામાં કોઈપણ પ્રકારની મુઝવણ હોય તો તમે નીચે કોમેન્ટ કરી જણાવી શકો છો, વધુમાં તમે અમારી આ વેબસાઈટ પરથી ગુજરાત સરકાર દ્વારા ચાલતી સરકારી યોજનાઓ ના તમામ લાભો ની માહિતી મેળવી શકશો અને અમારા વોટસઅપ ગ્રુપમાં જોડાઈ દરેક માહિતી સૌથી પહેલા મેળવી શકો છો, આભાર.

About the author

Gujarat Info Hub

Leave a Comment