સરકારી યોજનાઓ

Vidhva Sahay Yojana 2023 Registration Form PDF | ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના

Vidhva-Sahay-Yojana-ગુજરાત-વિધવા-સહાય-યોજના
Written by Gujarat Info Hub


Vidhva Sahay Yojana 2023: ગુજરાત વિધવા સહાય યોજનાનું નવુ નામ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના પાડવામાં આવેલ છે. આ યોજના ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા લાગૂ કરાવામાં આવી છે. આપણે આજે આ અર્ટિકલ માં Gujarat Ganga Swarupa Arthik Sahay Yojana Application કેવી રીતે કરવી અને તેના સાથે કયા કયા ડોક્યમેન્ટ ની જરૂર પડ્શે તેની વિસ્તૃત માહીતી અહીથી મેળવીશુ.

ગુજરાત ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના ખાલી ગુજરાતની મહીલાઓ પુરતી છે. આ યોજના અંતરગત વિધવા મહીલાઓને દર મહિને રૂ ૧૨૫૦ સહાય તરીકે મળશે. Gujarat Vidhava Sahaya Yojana નો લાભ જે મહીલાઓના પતી દેહાત પામેલ છે અને તેઓએ બીજા લગ્ન કરેલ નથી. તેવી મહીલાઓ વિધવા સહાય યોજના નો લાભ મેળવી શકે છે.

ગુજરાત વિધવા સહાય પેન્શન યોજના – Vidhva Sahay Yojana

ગુજરાત સરકાર લાભાર્થીઓને પેન્શનની રાશી દર મહીને DBT Mode ના માધ્યમ થકી દરેક લાભાર્થીઓના બેંક અકાઉન્ટ માં જમા કરાવે છે. આ યોજનાનો મુખ્ય ઉદેશ જરૂરત મંદ અને અસહાય મહીલાઓને સહાય કરવાનો છે. યોજનાનો લાભ લેવા માટે મહીલાની ઉમર ૧૮ થી ૬૦ વર્ષ સુધીની હોવી જરુરી છે. અત્યાર સુધી આશરે કુલ ૪ લાખ વિધવા મહીલાઓ આ વિધવા સહાય પેન્શન યોજના નો લાભ લહી રહી છે.

આર્ટીકલVidhva Sahay Yojana Registration Form
યોજનાનું નામ વિધવા સહાય યોજના અથવા ગંગા સ્વરૂપ સહાય
લાભાર્થી ગુજરાતની વિધવા મહીલાઓ
ઓફીસિયલ વેબસાઇટ digitalgujarat.gov.in

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના માટેની પાત્રતા

જો તમે Vidhva Sahay Yojana યોજના માટે ઓનલાઈન અથવા ઓફલાઈન અરજી કરવા માગો છો, તો તેના માટે પ્રથમ તમે આ અરજી કરવા પાત્ર છો કે નહી તે સકાસવુંં જોઇએ તે માટે નિચે જણાવેલ વિગત વચો.

 • આ યોજનામાં ગુજરાતની વિધવા મહીલાઓ જ અરજી કરી શકે છે.
 • વિધવા મહીલાની ઉમર ૧૮ વર્ષ થી લઈને ૬૦ વર્ષ સુધીની હોવી જરૂરી છે.
 • જો પતિના મરણ બાદ મહિલા પુન: લગ્ન કરે તો તે અરજી કરવા પાત્ર નથી.
 • જો વિધવા મહિલા પેહલાથી સરકારની અન્ય કોઇ યોજના નો લાભ લઈ રહી હોય તો તે ગંગા સ્વરૂપા આર્થિક સહાય માં લાભ મેળવી શકશે નહી.
 • વિધવા મહિલાની કુટુંબની વાર્ષીક આવક રૂ. ૧,૨૦,૦૦૦ (ગ્રામ્ય વિસ્તાર માટે) અને રુ. ૧,૫૦,૦૦૦ ( શહેરી વિસ્તાર માટે) સુધી હોવી જોઇએ .

વિધવા સહાય યોજના ૨૦૨૩ ના જરૂરી દસ્તાવેજો – Required Documents

જે વિધવા બહેનો Vidhava Sahay Yojana માં અરજી કરવા માગતા હોય અને જો તે અરજી કરવા પાત્ર હોય, તો તેઓને નિચે પ્રમાણે ના જરૂરી દસ્તાવેજો (vidhva sahay yojana documents gujarati ) સાથે નજીકની કચેરીમાં અરજી કરવાની રહેશે.

 • વિધવા સહાયમાં લાભ લેવા માગતા અરજદારની અરજી સાથે નિચેના દસ્તાવેજો જોડવા.
 • આવકનો દાખલો (આવક મર્યાદા પાત્રતામાં જુઓ )
 • પતિનો મરણનો દાખલો
 • પતિના નામથી પેઠિનામું (બધા વારસદાર દર્શાવાવ)
 • અરજદારના રેશનકાર્ડ અને આધાર કાર્ડ ની નકલ
 • અરજદારના બે પાસપોર્ટ સાઇઝના ફોટા
 • અરજદારની બેંક અથવા પોસ્ટ પાસબુક ની નકલ
 • અરજદારના બાળકોની ઉમરના પુરાવા અથવા જન્મના દાખલા.
 • દસ વર્ષથી વધુ સમયથી ગુજરાતમાં વસવાટ કરતા હોય તે અંગેનું પ્રમાણપત્ર.
 • પુનઃ લગ્ન કરેલ નથી તે બદલનું પ્રમાણપત્ર. (તલાટીશ્રીની રૂબરૂમાં કરાવેલ)
 • Vidhva Sahay Yojana Application Form pdf

ગુજરાત ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના લાભો – Benefits

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત કયા કયા લાભો મહિલાઓને મળે છે તેના વિશે વિગતવાર માહિતિ નિચે દર્શાવેલ છે.

 • આ યોજના અંતર્ગત ગુજરાત સરકાર મહિલાઓને અથિક સહાય રુપે પૈસા ની રકમ આપે છે.
 • વિધવા મહિલાઓને દરેક મહિને કુલ ૧૨૫૦ રુપિયા આપવામાં આવે છે.
 • આ રકમ વિધવા મહિલાના બેંક અથવા પોસ્ટ અકાઉન્ટ માં ડાયરેક્ટ જમાં થાય છે.
 • આ યોજના અંતર્ગત કુલ મહિલા લાભાર્થીઓની સંખ્યા ૩.૭૦ લાખ સુધી પોહ્ચી ગઇ છે.
 • આ યોજનાનો લાભ ગુજરાતના દરેક જીલ્લાની વિધવા બહેન આસાનીથી મેળવી શકે છે.

વિધવા સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી ? – How to Apply

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનું કોર્મ કેવી રિતે ભરવું તેના પ્રશ્નો ઘણા લોકો પુછતા હોય છે. કે ” How to Apply in Ganga Swaroopa Arthik Sahay Yojana ? તો આવો આપણે અહી જોઇએ કે તમારુ વિધવા સહાયનું ફોર્મ તમે કેવી રીતે ભરશો અને ક્યા જમા કરાવાનુ રહેશે.

 • અરજદારે સૌપ્રથમ વિધવા સહાય નું અરજી ફોર્મ ( Gujarat Vidhva Sahay Yojana form pdf ) નીચે આપેલ લીક થી ડાઉનલોડ કરવું.
 • ત્યારબાદ એપ્લીકેશન ફોર્મ માં માગેલી વિગત ભરવી.
 • અમોએ ઉપર દર્શાવેલ તમામ જરૂરી દસ્તાવેજો સાથે તલાટી પાસે જવું.
 • ત્યારબાદ ત્યાં પંચો રૂબરૂ મૈયત પતિ નું પેઠીનામું લખાવું.
 • તથા પુનઃ લગ્ન નથી કરેલ તેનો દાખલો અને બીજી માગેલ વિગત તલાટી પાસે ભરાવી.
 • ત્યારબાદ ફોર્મ ગામના વી.સી. પાસે જઈ ઓનલાઈન અરજી કરી શકો છો
 • જો તમે શહેરી વિસ્તારમાં રહેતા હો તો તમારે તમારા તાલુકાની મામલતદાર કચેરી ખાતે જઈ ફોર્મ જમા કરવાનું રહેશે.

Gujarat Vidhva Sahay Yojana Online Check Status

જે અરજદાર વિધવા સહાય માં અરજી કરી દીધા બાદ તેઓ જો તે આર્થિક સહાય ની અરજી નું સ્ટેટસ જાણવા માગતા હોય તો અમારા નીચે આપેલા સ્ટેપ જુઓ. ગંગા સ્વરૂપા આર્થિક સહાય નું Online Status તમે તમારા મો. નંબર, એપ્લિકેશન નંબર તથા તમારા નામ દ્વારા જાણી શકો છો.

 • સૌ પ્રથમ તમારે NSAP ની વેબસાઇટ ઓપન કરો
 • વેબસાઇટ ના હોમ પેજ પર રિપોર્ટ મેનૂ તેના પર ક્લિક કરો
 • ત્યારબાદ રિપોર્ટ મેનૂ માં “Beneficiary Search, Track and Pay” માં ” Pension Payment Details(New) ” પર ક્લિક કરો.
 • ત્યારબાદ નવું પેજ ખુલશે તેમાં તમારો અરજી નંબર નાખો
 • કેપચા નાખો અને “Submit” પર ક્લિક કરો.

Ganga Swaroop Yojana By @WCDGujarat

વિધવા સહાય યોજના ફોર્મ PDF – Vidhava Sahay Yojana Application Form

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાની સંપૂણ માહિતી હવે તમને મળી ગઈ હશે. જો તમે વિધવા સહાય માટે પાત્રતા ધરાવતા હોવ તો નીચે આપેલ લીક થી ગંગા સ્વરૂપા આર્થિક સહાય અરજી ફોર્મ PDF તથા ઈન્‍દિરા ગાંધી નેશનલ વિડો પેન્‍શન સ્કીમ નુ અરજી ફોર્મ ડાઉનલોડ કરો અને અરજી કરી દર મહિને રૂ ૧૨૫૦ સહાય મેળવી શકો છો. આ બને સ્કિમમાં મળવા પાત્ર રકમ એક જ છે, તમે કોઇ પણ એક યોજનામાં તમારી પાત્રતા પ્રમાણે અરજી કરી શકો.

ઈન્‍દિરા ગાંધી નેશનલ વિડો પેન્‍શન સ્કીમ (IGNWPS) Download Form Here


ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના ફોર્મ PDF ડાઉનલોડ કરોગુજરાત મહિલા અને બાળ વિકાસ વિભાગ :- Click Here

Ganga Swaroop Yojana – FAQ’s

પ્રશ્ન ૧ : ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનામાં સહાય રકમ કેટલી છે ?
જવાબ :- વિધવા સહાયમાં વિધવા મહિલાને દર મહિને કુલ રુપિયા ૧૨૫૦ સહાય પૈકી મળે છે.

પ્રશ્ન ૨ : ગંગા સ્વરૂપા સહાય યોજના કોના દ્વારાચલાવવામાં આવે છે.
જવાબ :- આ યોજના ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ (WCD Department) દ્વારા ચલાવવામાં આવે છે.

પ્રશ્ન ૩ : આ યોજનાની અરજી ફિ કેટલી છે.
જવાબ :- વિધવા સહાય યોજના ની અરજી ફી માત્ર ૨૦ રુ છે.

પ્રશ્ન ૪ :- વિધવા સહાય યોજના ને હાલ કયા નામ થી ઓળખાય છે.
જવાબ :-વિધવા સહાય હાલ ગંગા સ્વરુપ આર્થીક સાહાય યોજના નામે પણ ઓળખાય છે.

Spread the love

About the author

Gujarat Info Hub

1 Comment

Leave a Comment