Gujarat Forest Guard Syllabus pdf | ગુજરાત વન રક્ષક ભરતી સિલેબસ
મિત્રો જે મિત્રોએ ધોરણ :12 સુધીનો અથવા સમકક્ષ અભ્યાસ કરેલ છે .અને જેઓ નોકરી ઇચ્છી રહ્યા છે. અને શારિરીક રીતે ખૂબ સારી ફીટનેશ ધરાવે છે . તેમના માટે જંગલ ખાતાની વનરક્ષક એટલે કે (Forest Guard )બીટ ગાર્ડ ની ભરતી ખૂબ સારી તક છે. ગુજરાત રાજ્ય વન ખાતા ના અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ના નેજા હેઠળની અલગ અલગ જીલ્લાઓ માં આવેલ કચેરીઓ ખાતે જીલ્લા દીઠ વન રક્ષક વર્ગ : ૩ ની ખાલી જગ્યા માટે નિમણૂંક કરવા કુલ ૮૨૩ ખાલી જગ્યાઓ માટે લઘુતમ લાયકાત એચ .એસ.સી ( ધોરણ : ૧૨) અથવા તેને સમકક્ષ લાયકાત ધરાવતા લાયક ઉમેદવારો પાસેથી ઓન લાઇન અરજી કરવા માટેની જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવેલ હતી . આ જગ્યાઓ માં વધ ઘટ પણ થઈ શકે છે. ફોરેસ્ટ ગાર્ડ માટે ઉમેદવારોને તેમનું અરજીપત્ર પત્ર ભરવાની છેલ્લી તારીખ 15/11/2022 હતી. અને ઘણા ઉમેદવારોએ વનરક્ષક ભરતી પરીક્ષા માટે તેમનું અરજી પત્રક ભરેલું છે. તેમના માટે હેતુલક્ષી પ્રશ્નો વાળી 200 ગુણ ની 100 પ્રશ્નો ની લેખીત કસોટી અને શારિરીક ક્ષમતા કસોટી એમ બંને કસોટીઓ માં ઉમેદવારે ઉત્તીર્ણ થવું જરૂરી છે . જે ઉમેદવારો લેખિત કસોટીમાં ઓછામાં ઓછા 40% ગુણ પ્રાપ્ત કરી શકશે તેમનેજ બીજા તબક્કાની શારીરીક કસોટીમાં ઉપસ્થિત રહી શકશે .આ માટે ઉમેદવારો પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા હશે . પધ્ધતિસર અને પરીક્ષાના Forest Guard Bharti Syllabus અર્થાત અભ્યાસક્રમ મુજબ તૈયારી કરવામાં આવેતો સફળતા મળી શકે છે . આ માટે અમે અમારી વેબ સાઇટમાં વન રક્ષક અભ્યાસ ક્રમ અહી મૂકવામાં આવ્યો છે .તેમજ ઉમેદવારો ને ઉપયોગી થાય તેવા પ્રશ્નો ની ચર્ચા પણ Bit Guard Exam 2022 માટે અનુકૂળતાએ મૂકવાનું વિચારી રહ્યા છીએ .
Forest Guard Syllabus | વન રક્ષક અભ્યાસક્રમ
અ.નં | વિષય | ટકા % |
૧ | સામાન્ય જ્ઞાન | 25 % |
2 | સામાન્ય ગણિત | 12.5% |
૩ | ગુજરાતીભાષા | 12.5% |
૪ | કુદરતી પરિબળો જેવા કે પર્યાવરણ તથા ઇકોલોજી ,વનસ્પતિ વિષયક જ્ઞાન ,વન્યજીવ ,જળ ,જમીન ,ઔષધિય વનસ્પતિ,લાકડું તથા લાકડાં આધારિત ઉધોગો,ભૂભૌગોલીકપરિબળો | 50% |
5 | કુલ | 100% |
ગુજરાત વન રક્ષક ભરતી શારીરીક ક્ષમતા કસોટી
Van Rakshak Physical Test : વન રક્ષક ભરતીમાં પાસ થવા માટે શારીરીક ક્ષમતા કસોટી પણ સફળતા પૂર્વક પાસ કરવાની જરૂર રહે છે . આ શારીરીક ક્ષમતા કસોટી માં સફળતા માટે લેખિત પરીક્ષાની તૈયારીની સાથે સાથે શારીરીક કસોટીમાં ઉત્તીર્ણ થવા માટે નિયમિત પ્રેકટીશ કરતાં રહેવું ખૂબ જરૂરી છે શારીરીક કસોટીના માપદંડ મુજબ સફળ થવા માટે નું ધોરણ નીચે દર્શાવ્યા મુજબ રહેશે . આ ધોરણ પુરુષ અને મહિલા ઉમેદવારો અને માજી સૈનિક માટે અલગ અલગ નીચે મુજબ છે . આમ લેખિત કસોટીમાં સફળ થયેલા ઉમેદવારો માંથી ભરવાપાત્ર ખાલી જગ્યા ઉપર જીલ્લા પ્રમાણે અને કેટેગીરી પ્રમાણે ઉમેદવારોને શારીરીક ક્ષમતા કસોટીમાં હાજર રહેવા બોલાવવામાં આવશે
Forest Guard Physical Test | શારીરીક કસોટી માપદંડ
Van Rakshak Physical Test for Men
પુરુષ ઉમેદવારો માટે | |||
અ.નં | શારીરીક કસોટી માપદંડ વિગત | સમય અને માપ | |
માજી સૈનિક સિવાય | માજી સૈનિક | ||
1 | 100 મીટર દોડ | 6 મિનિટ | 6.30 મિનિટ |
2 | ઊંચો કૂદકો | 4 ફૂટ અને 3 ઇંચ | 4 ફૂટ |
3 | લાંબો કૂદકો | 15 ફૂટ | 14 ફૂટ |
4 | પુલપ્સ (હથેળી પોતાની તરફ રહે તે રીતે . | ઓછામાં ઓછા 8 | ઓછામાં ઓછા 8 |
5 | રસ્સા ચઢ | 18 ફૂટ | 18 ફૂટ |
Women Forest Guard Physical Test
મહિલા ઉમેદવારો માટે | |||
અ.નં | શારીરીક કસોટી માપદંડ વિગત | સમય અને માપ | |
માજી સૈનિક સિવાય | માજી સૈનિક | ||
1 | 800 મીટર દોડ | 4 મિનિટ | 4.20 મિનિટ |
2 | ઊંચો કૂદકો | 3 ફૂટ | 2.ફૂટ 9 ઇંચ |
3 | લાંબો કૂદકો | 9 ફૂટ | 8 ફૂટ |
વનરક્ષક ભરતી વોકિંગ ટેસ્ટ
વન રક્ષક ભરતી માટે ઉમેદવારો લેખિત અને શારીરીક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા છે અને જે ઉમેદવારો પસંદગી લાયક છે . તેમણે કોઈ મૌખિક ઇન્ટરવ્યુ આપવાનું નથી. પરંતુ તેમણે વોકિંગ ટેસ્ટ પાસ કરવો પડશે . આ ટેસ્ટ માટેનાં ધોરણો એટલે કે માપદંડ પણ શારીરીક કસોટીની જેમ પુરુષ ઉમેદવારો ,મહિલા ઉમેદવારો અને માજી સૈનિકોની જેમ અલગ અલગ રહેશે . જે નીચે મુજબના રહેશે.
- પુરુષ ઉમેદવારોએ 4 કલાક ના સમયમાં 25 કિલોમીટરનું અંતર કાપવાનું રહેશે .
- મહિલા ઉમેદવારોએ 4 કલાકમાં 14 કિલોમીટરનું અંતર કાપવાનું રહેશે .
આ વોકિગ ટેસ્ટ પ્રથમ પ્રયત્ન માં પાસ નાં કરી શકનાર અથવા ગેરહાજર રહેનાર ઉમેદવારને બીજી તક પણ આપવામાં આવશે પરંતુ બે વખતથી વધારે તકો આપવામાં આવશે નહી .
Read More :- બિન સચિવાલય ક્લાર્ક સિલેબસ 2023
Read More :- તલાટી કમ મંત્રી પરીક્ષા તારીખ
Read More :- Forest Guard Syllabus in English
સમગ્રતહ ઉમેદવારો પરીક્ષાના Forest Guard Syllabus અભ્યાસક્રમના માળખાને ધ્યાને લઈ ખૂબ સારી મહેનત કરવાની સાથે સાથે શારીરીક કસોટી માં ઉત્તીર્ણ થવા અને વોકિગ ટેસ્ટમાં પાસ થવા નિયમિત મહાવરો કરતાં રહે એ પાન વનરક્ષક ભરતીમાં સફળ થવા માટે ખૂબ જરૂરી છે .
ઉમેદવારી નોધાયેલ ઉમેદવારોએ વન રક્ષક પરીક્ષા માટે અને પોતાને જરૂરી માર્ગદર્શન અને વખતો વખતની સૂચનાઓ થી માહિતગાર રહેવું પણ ખૂબ જરૂરી છે તેમજ વિગતવાર સૂચનો માટે જાહેરાત ક્રમાંક: FOREST/202223/1 ના નોટી ફીકેશનનો ધ્યાન પૂર્વક અભ્યાસ કરવો જરૂરી છે
Forest Guard Bharti 2022 – FAQ’s
પ્રશ્ન ૧ : વન રક્ષક ની કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી છે ?
જવાબ : ફોરેસ્ટ ગાર્ડ ભરતી માં કુલ ૮૨૩ જગ્યાઓ માટે પરીક્ષા લેવામાં આવસે.
પ્રશ્ન ૨ : વન રક્ષક પેપર કુલ કેટલા માર્ક ની રહેશે ?
જવાબ : ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા કુલ ૨૦૦ માર્ક ની રહેશે ત્યારબાદ શારીરિક કસોટી લેવામાં આવશે.
પ્રશ્ન ૩ : વન રક્ષક પરીક્ષા ક્યારે લેવામાં આવશે ?
જવાબ : બીટ ગાર્ડ પરીક્ષા માર્ચ અથવા મે ૨૦૨૩ માં લેવામાં આવશે.
મિત્રો અમારો આ Forest Guard Syllabus ,Forest Gauard Bharati , ફોરેસ્ટ ગાર્ડ સીલેબસ, Beat Guard Bharati, બીટ ગાર્ડ ભરતી આર્ટીકલ આપને કેવો લાગ્યો તે અચૂક જણાવશો ,અને બીજા આવા આર્ટીકલ વાંચવા અમારી વેબ સાઇટ જોતા રહેશો .