Bajra : બાજરી વિશે માહિતી :- આશરે 3500 વર્ષ પહેલાં સિંધુ ખીણની સંસ્કૃતિમાં બાજરીની ખેતી થતી હોવાના પુરાવાઓ મળ્યા છે . ભુલાતાં જતાં આ અનાજના ઉપયોગ પ્રત્યે વિશ્વને જાગૃત કરવાની પ્રેરણા ભારતના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી એ આપી છે. ભારતે હમેશાં વિશ્વને પ્રેરણા અને માર્ગદર્શન પુરું પાડયું છે. બાજરીના આંતર રાષ્ટ્રીય વર્ષ ની ઉજવણીનો ઉદ્ઘાટન સમારોહ રોમમાં ઉજવવામાં આવ્યો હતો. તેમાં ભારતના પ્રતિનિધિ તરીકે હાજર રહેલાં કેન્દ્રીય કૃષિ ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી સુશ્રી સોભા કરંદલાજે એ ઉપસ્થિત જન મેદનીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રમોદીનો સંદેશ વાંચી શંભળાવ્યો હતો .
આપ સૌ જાણો છો તેમ માનનીય પ્રધાનમંત્રી ની દરખાસ્તને માન્ય રાખી સંયુક્ત રાષ્ટ્રે બાજરીને આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરી તે બાબતને આજે પણ પ્રધાનમંત્રી શ્રીએ તેમની ‘મનકી બાત’ માં યાદ કરતાં કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રે ઇન્ટરનેશનલ યોગ દિવસ અને આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ 2023 (International Year of Millet) બંનેનો નિર્ણય ભારતના પ્રસ્તાવ પછી લીધો છે યોગ પણ સ્વાસ્થ્ય થી જોડાયેલો છે . અને Millets ની પણ આરોગ્યમાં મહત્વની ભૂમિકા છે . સમતોલ આહારમાં બાજરી સમૃધ્ધ સ્રોત છે . પ્રધાનમંત્રીએ સૌને મિલેટ્સ માઇન્ડ ફૂલનેસ માટે જાગૃતિ ફેલાવવાના આપેલા સંદેશને આવો આપણે સૌ આગળ વધારીએ.
બાજરી એ ખૂબ આરોગ્ય પ્રદ સુપર ફૂડ છે . તેના અનેક ફાયદા છે . તે વાત વિશ્વે સ્વીકારી છે . અને તેને આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ તરીકે સ્વીકારી છે . અને તેને આંતર રાષ્ટ્રીય વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરી . વિશ્વના 70 કરતાં વધુ દેશોએ આ પ્રસ્તાવને સમર્થન આપી આ ઠરાવને પસાર કરાયો છે .
બાજરી : International Year of Millet 2023
ભારતીય સંસ્કૃતિમાં આદર્શ જીવન માટે ઋષિઓએ જીવન જીવવાની રીતભાત અને સ્વાસ્થ્ય પ્રદ ખોરાક નો સમન્વય કરી નિરામય આરોગ્ય અને સુખી જીવન માટે જગતને હમેશાં માર્ગદર્શન આપ્યું છે વર્ષો પહેલાં આપણી થાળીમાં અનાજની વૈવિધ્ય સભર વાનગીઓ પીરસાતી ,દરેક ઋતુ મુજબ ઉજવાતા તહેવારની એક ચોક્કસ વાનગી સાથે જોડી માનવના સ્વાસ્થ્ય અને આરોગ્ય નો ખ્યાલ રાખવામાં આવ્યો . ઉતરાણ માં તલની વાનગી , શીતળા સાતમ ના તહેવારે દહી અને બાજરીને ખાંડીને બનાવવામાં આવતો ઠૂંબરો તો શરદ પુર્ણિમાએ દૂધ પૌઆ. તેની પાછળનો હેતુ આરોગ્ય સાથે જોડાયેલો હતો . લોકો શશક્ત અને નીરોગી હતા. એનું કારણ સ્વાસ્થ્ય પ્રદ ખોરાક હતું . પહેલાં ના જમાનમાં આપણા વડવાઓ બાજરી, જુવાર ,નાગલી એવાં અનાજને મિશ્ર કરી રોટલા બનાવતા હતા .
અનાજમાં બાજરી ,જુવાર ,મકાઇ ,નાગલી ,બંટી વગેરેનો ભરપૂર ઉપયોગ થતો ,બંટીમાં થી બનતી ઘેંસ સવારે નાસ્તામાં તો બપોરે બાજરીના રોટલા, આમ પરંપરાગત જાડાં અનાજનો ઉપયોગ આપણા ભોજનમાં હતાં ,પરિણામ સ્વરૂપ વાવેતર વિસ્તાર અને ઉત્પાદન પણ વધારે હતું ,આજના બદલાતા યુગમાં આપણી ખાનપાનની રીતો માં ઘણો બદલાવ આવ્યો . ઘઉં અને ચોખાનો ઉપયોગ વધતો ગયો એમાંય છેલ્લા દસકાઓમાં તો મેંદા માંથી બનતી વાનગીઓ ,ફાસ્ટફૂડ ખાવાની ટેવો શહેરી વિસ્તારો માં ખૂબ વધી. પરિણામે લોકોના આરોગ્યના ઘણા પ્રશ્નો ઊભા થયા છે . યુવાવસ્થાની ઉંમર માં જ અતિશય મેદસ્વીતા નો ભોગ બનેલાં બાળકો આપણને જોવા મળે છે . મેંદા યુક્ત ખોરાકનું પ્રમાણ વધતાં કોલેસ્ટ્રોલ અને હ્રદય રોગ , બ્લડપ્રેશર અને ડાયાબીટીશ જેવા રોગો નું પ્રમાણ વધ્યું છે.
Bajra in Gujarati : બાજરા
બાજરી સમતોલ આહારનો ખૂબ સમૃધ્ધ સ્રોત છે . તે ભારતમાં મોટાભાગનાં રાજ્યોમાં વત્તા ઓછા પ્રમાણમાં થતો અગત્યનો પાક છે . ભારતમાં દરવર્ષે 170 લાખ મેટ્રીક ટનથી વધુ ઉત્પાદન થાય છે જે સમગ્ર એશિયાના કુલ ઉત્પાદનના 80 ટકા જેટલું છે . 2023 ના વર્ષને International Year Of Millets તરીકે જાહેર થતાં ખેડૂતો આ પાકની વધુ વાવણી કરવા ઉત્સુક છે . એટલે સ્વાભાવિક રીતે આ વર્ષે ઉત્પાદન માં નોધપાત્ર વધારો થવાની આશા છે . તેમજ વર્તમાનમાં ખેડૂતોને બાજરીના પોષણક્ષમ ભાવ પણ મળી રહ્યા છે .
બાજરીની ખેતી સબંધી વાત કરીએ તો બાજરી ઉનાળુ અને ચોમાસુ એમ બે સિઝનમાં લેવામાં આવતો પાક છે. ઉનાળાનું ગરમ વાતાવરણ કે ચોમાસાનું ભેજવાળું વાતાવરણ અનુકૂળ છે. લગભગ બધાજ પ્રકારની જમીન એટલે કે ઓછી ફળદ્રુપ અને હલકી કે રેતાળ જમીન પણ બાજરીના પાકને અનુકૂળ આવે છે .મધ્યમસર નો ભેજ હોયતો બાજરીના પાકને તે વધુ અનુકૂળ રહે છે . વળી બાજરીને સિચાઈ માટે વધારે પ્રમાણમાં પાણી ની જરૂર રહેતી નથી .અથવા ચોમાસુ સિઝનમાં મધ્યમ સરનો વરસાદ કે ઓછો વરસાદ હોયતો પણ અનુકૂળ રહે છે . બાજરીમાં ખાસ કોઈ રોગ કે ચૂસીયા પ્રકારની જીવાતો નો સામનો કરવો પડતો નથી . જો ખાતર તરીકે છાણીયું ખાતર કે વર્મી કંપોસ્ટનો ઉપયોગ કરવામાં આવેતો ખૂબ સારું ઉત્પાદન મળી શકે છે .તેમજ રાસાયણિક ખાતરો અને રોગ નિયંત્રક દવાઓ વાપરવામાં ના આવતી હોવાથી સપૂર્ણ કુદરતી અને આરોગ્યપ્રદ ખોરાક બાજરી સ્વરૂપે આપણને મળી રહે છે .
બાજરીનો અંગ્રેજી અર્થ શુ છે
- Bajari Meaning in English is Pearl Millet
- બાજરીને અંગ્રેજીમાં Pearl Millet કહેવાય છે.
વર્ષ 2023 International Year Of Millets ની ઉજવણીનો હેતુ બાજરી ખોરાક માટે સમતોલ ગુણો ધરાવતું સુપર અનાજ છે .તેના પ્રત્યે વિશ્વનું ધ્યાન દોરી તેના વપરાશને વધારવાનું છે .સાથે સાથે તેના પ્રોસેસીગ યુનિટો ઊભા થાય . અને બાજરી પકવવા માટે ખેડૂતો પણ પ્રોત્સાહિત થાય . આમ તો બાજરીનો ઉપયોગ વિશ્વમાં અનેક રીતે થાય છે .પરંતુ ખોરાક માટે બાજરી એક ઉત્તમ અનાજ છે .તે બાબતે વિશ્વનું ધ્યાન દોરવાના અને પ્રોસેસિંગ અને ઉત્પાદન સહિત વધારો કરી વિશ્વની ખોરાકની જરૂરીયાતોને પૂરી કરવાનો હેતુ વર્ષ 2023 International Year Of Millets નો છે .
બાજરીના ફાયદા == Bajarina Fayada
બાજરી ખાવાના ફાયદા : બાજરીમાં રહેલું ભરપુર પ્રોટીન આખા દિવસ દરમ્યાન ગરમી અને શક્તિ આપે છે .એટલા માટે જ શારિરીક શ્રમ કરતા ખેડૂતો વધુ પ્રમાણમાં ખોરાકમાં બાજરીનો ઉપયોગ કરે છે .
બાજરી ગરમ તાસીર ધરાવતી હોઈ દમ ,શ્વાસના રોગો અને વા જેવા રોગોમાં રાહત આપે છે .
બાજરીમાં પ્રોટીન અને એમીનો એસીડ પણ સારી માત્રામાં હોય છે . તેમાં વિટામીન બી અને આયરન નો સ્રોત પણ ભરપુર હોય છે . તેથી લોહીની ઉણપ ,એનીમીયા દૂર કરવામાં બાજરી ઉત્તમ ગણાય છે . તેથીજ બાજરી ખાવા ના ફાયદા Bajari khavana Fayada ઘણા છે .
આજકાલ લોકો કોલેસ્ટ્રોલ લેવલ વધવાથી ચિંતિત છે તેવા લોકો બાજરીના સેવન થી કોલેસ્ટ્રોલ ઓછું કરતી અથવા કોલેસ્ટ્રોલ લેવલ જાળવી રાખતી બાજરી હ્રદય રોગના જોખમને ઘટાડે છે . બાજરી ખાવાના ફાયદા (bajari khavana fayada) ઘણા છે.
બાજરી ગરમ તાસીર ધરાવતી હોવાથી વ્યક્તિએ પોતાના શરીરની પ્રકૃતિ અને શારિરીક સ્થિતિ અનુસાર ઉપયોગ કરવો જોઈએ .
બાજરીમાં રહેલાં વિટામીન – Bajra ma rahela vitamin
બાજરીમાં વિટામીન બી ,આર્યન ,મેગ્નેશિયમ અને પ્રોટીનનું પ્રમાણ રહેલું છે
બાજરીની વિવિધ જાતો (bajarini vividh jato) બાજરી સામાન્ય રીતે ની મુખ્ય બે જાતો છે .જેમાં એક દેશી બાજરી જેને ઉત્તર ગુજરાતમાં ઘુતરી બાજરી પણ કહે છે .તે સ્વાદમાં મીઠી અને તેનો દાણો ખૂબ ઝીણો હોય છે .જ્યારે હાઇબ્રીડ બાજરી ચમકતી આછા પીળા કલરની અને દેશી કરતાં સહેજ દાણો મોટો હોય છે . દેશી બાજરીનું ઉત્પાદન હાઇબ્રીડ બાજરીની સરખામણી એ ખૂબ ઓછું હોય છે .
હાઇબ્રીડ બાજરીની સુધારેલી જાતો :
ગુજરાત હાઇબ્રીડ બાજરી 558
ગુજરાત હાઇબ્રીડ બાજરી 577
ગુજરાત હાઇબ્રીડ બાજરી 538
ગુજરાત હાઇબ્રીડ બાજરી 719
આ સિવાય બાજરીની ઘણી જાતો ઉપલબ્ધ છે તમારે ગુજરાત રાજય બીજ નિગમ દ્વારા સર્ટીફાઇડ બીજ વાપરવાં જોઈએ .
બાજરી બીજનું પ્રમાણ અને બીજ માવજત – Bajari Bij Praman
વાવેતર માટે હાઈબ્રીડ બાજરીનું બીજ પ્રમાણ એક એકરમાં 1 કિલો થી લઈ 1.25 કિલો લેવું જોઈએ .તેમ છતાં જમીનનો પ્રકાર ધ્યાને લઈ બીજ પ્રમાણ નક્કી કરી શકો છો .
બીજામૃત બનાવવાની રીત
વાવણી કરતા પહેલા બિયારણની માવજત કરવા માટે બીજામૃત નો પટ આપવો ખૂબ જરૂરી છે. બીજામૃત બનાવવા માટે દેશી ગાયનું છાણ પાંચ કિલો, ગૌમુત્ર 5 લીટર, કળીચૂનો 250 ગ્રામ પાણી 20 લીટર, અને મુઠ્ઠીભર ખેતરની સારી માટી . આ બધા પદાર્થો ને પાણીમાં ભેળવીને 24 કલાક સુધી રાખો દિવસમાં બે વાર લાકડીથી હલાવી મિશ્રણ કરો .વાવણી પહેલાં બીજની ઉપર બીજામૃત નો છંટકાવ કરીને બીજ ને છાંયડામાં સૂકવી દો . હવે આ બીજ વાવણી માટે તૈયાર છે .
- આ પણ વાંચો :– વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવાની રીત
ઉનાળુ બાજરીની ખેતી – Unalu Bajarini Kheti
જો તમે શિયાળુ પાક લીધા પછી તે જમીનમાં બાજરીનું વાવેતર કરવા માગતા હોવતો તરતજ વાવેતર કરી દેવું જોઈએ .અને વહેલી પાકતી બીયારણની જાત પસંદ કરવી જોઈએ કેમકે મોડું વાવેતર કરવાને લીધે વરસાદ નો સમય આવી જાય અને બાજરીની લણણી વખતે પાક લેવામાં બગાડ થઈ શકે તેથી વ્હેલાસર વાવેતર કરવું .
બાજરીના વાવેતર માટે જમીન તૈયાર કરવી : બાજરીના પાક માટે જમીન તૈયાર કરવા એચએએલ કે ટ્રેક્ટર થી બરાબર ખેડ કરવી જમીનમાં ઘાસનો ઉપદ્રવ વધારે હોયતો રોટાવેટર થી ખેડ કરવી ત્યારબાદ રોપ ચલાવવી . હવે તમારી જમીન તૈયાર છે .જો તમે છાણીયા ખાતરનો ઉપયોગ કરવા માગતા હોતો તમારે ખેડતા પહેલાં જ ખાતર આખા વાવેતર વિસ્તારમાં એક સરખું પડે તેમ નાખી દેવાનું છે . જો તેમાં તમે ઘન જીવામૃતનો ઉપયોગ કરવાના હોતો તમે તેને પુંખીને વાવેતર પહેલાં કે વાવેતર પછી પણ કરી શકો છો . ઘન જીવામૃત વિષે તમે જાણવા માગતા હો તો મે અગાઉ પ્રાકૃતિક કૃષિ વિષે લખેલ આર્ટીકલ વાંચી જશો . હવે વાવણીયા દ્વારા એકરમાં 1 થી 1.25 કિલો અથવા તમારી જમીન અને વાવેતર સમય ધ્યાને લઈ બીજ વધારે ઓછું કરી શકશો .
બાજરીમાં પિયત ꠰ Bajarima Piyat : ઉનાળુ બાજરીના વાવેતરમાં જમીન ખેડયા પહેલાં પિયત કરી બાજરીનું વાવેતર કર્યુ હશે . બાજરી ઉગીને સામાની રીતે ત્રણ થી ચાર ઈંચની થાય અને પાણી ની જણાતી હોય ત્યારે પિયત આપવું .પિયત ઘોરીયા વાતે અથવા સ્પ્રીંકલર પદ્ધધતિ(ફુવારા) બંને રીતે પિયત આપી શકો છો . 15 થી 20 દિવસના અંતરે જમીનમાં ભેજ ની સ્થિતિ જોઈ પિયત કરી શકો છો .
ચોમાસુ બાજરીની ખેતી – Chomasu Bajarini Kheti
ચોમાસુ બાજરીની ખેતી (chomasu Bajarini kheti) વાવેતર કરવા માટે ફેબ્રુઆરી ના બીજા સપ્તાહમાં અથવા વાતાવરણ માં ગરમી શરૂ થાય ત્યારે વાવેતર કરવું જોઈએ .જો ઠંડી ના સમયમાં વાવેતર કરવામાં આવશેતો બાજરીના ઉગવામાં ફેર પડશે જો તમારે બાજરીના વાવેતર કરેલ જમીનમાં શિયાળુ પાક લેવો હોય તો ગરમી શરૂ થતાં તરતજ અને શિયાળુ પાક લેવાનો ના હોયતો માર્ચના પ્રથમ કે બીજા અઠવાડીયા સુધી વાવેતર કરી શકો છો . સૌ પ્રથમ જમીનમાં છાણીયું ખાતરનાખી તેને સપ્રમાણ જમીનમાં ફોલી દેવું ત્યારબાદ બરાબર પિયત કરવું અને વરાપ થાય એટલે વાવણીયા દ્વારા બાજરીનું વાવેતર કરી દેવું જો તમે વરસાદ આધારિત છો તો તમારે ખાતર નાખી બરાબર ખેડ કરી દેવી વરસાદ પડયા પછી વરાપ થાય કે તરતજ બાજરીનું વાવેતર કરી દેવું જોઈએ . મોડા વરસાદને કારણે બાજરીનો પાક મોડો તૈયાર થવાના લીધે મોટાભાગના ખેડૂતો પિયત આપીને વરસાદ પહેલાં બાજરીને ઉગાડી દે છે . જેથી શિયાળુ વાવેતર માટે જમીનને વહેલી તૈયાર કરી શકાય .
બાજરીમાં રોગ નિયંત્રણ ꠰ Bajarima Rogniyantran
બાજરીમાં રોગ નિયંત્રણ ꠰ Bajarima Rogniyantran : સામાન્યરીતે બાજરીમાં રોગનું પ્રમાણ નહીવત હોય છે .છતાં જરૂર પડેતો પ્રાકૃતિક કૃષિ લેખમાં ફૂગનાશક અને બીજાં પ્રાકૃતિક રોગ નિયંત્રક નો ઉપયોગ કરી શકો . જે તદ્દન બીન ખર્ચાળ અને રસાયણોથી મુક્ત છે .
બાજરીનું ઉત્પાદન ꠰ Bajarinu Utpadan
બાજરીનું ઉત્પાદન ꠰ Bajarinu Utpadan : સામાન્ય રીતે બાજરીનું ઉત્પાદન જમીન ,કુદરતી ખાતર અને પિયત પધ્ધતિ ઉપર આધાર રાખે છે . છે દરેક જમીનમાં બાજરીનું ઉત્પાદન થાય છે એક એકરમાં 1000 કિલો 1200 કિલો સરેરાશ ઉત્પાદન જોવા મળેલ છે .
બાજરીની વાનગી ꠰ Bajarinuni Vanagi
બાજરીની વાનગી ꠰ Bajarinuni Vanagi : બાજરીમાંથી રોટલા ,બાજરી અને મેથીનાં ઢેબરાં ,થેપલાં ,બાજરીની રાબ ,બાજરીની ખિચડી ,બાજરી અને દાળ ,બાજરીના ખાખરા વગેરે બનાવી શકાય છે.
- આ પણ વાંચો :- ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કેવી રીતે શરૂ કરવી ?
બાજરી વિશે માહિતી
જૂના સમયથી બાજરી વિષે સમાજમાં પ્રચલીત દુહો :
બલિહારી તુંજ બાજરી ,જેનાં લાંબાં પાન
ઘોડે પાંખું આવીયું ,બુઢ્ઢા થયા જવાન
- બાજરીના સૌથી વધુ વાવેતર( bajarinu sauthi vadhu Vavetar) વિસ્તારની દ્રષ્ટિએ ભારતમાં રાજસ્થાન પ્રથમક્રમે છે .જ્યારે બાજરીના સૌથી વધુ ઉત્પાદનમાં( bajarinu sauthi Vadhu Utpadan) ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને છે .
- ગુજરાતમાં વાવેતર વિસ્તાર અને બાજરીના ઉત્પાદનમાં Gujaratma bajarinu utpadan ) બનાસકાંઠા જીલ્લો પ્રથમ ક્રમે છે .
- ગુજરાતમાં બાજરીનું ઉત્પાદન કરતા જીલ્લાઓમાં બનાસકાંઠા ,પાટણ ,મહેસાણા સૌથી મોખરે છે તેમ છતાં તમામ જીલ્લામાં વધતા ઓછા પ્રમાણમાં બાજરીનો પાક લેવામાં આવે છે .
- બાજરીનો અંગ્રેજી અર્થ : Bajari Meaning in English : Pearl Millet
- સામાન્ય રીતે બાજરીનો પાક 80 થી 90 દિવસમાં તૈયાર થઈ જાય છે . જે બીયારણ ની જાત પર પણ આધાર રાખે છે .
અમારો આ બાજરી વિશે માહિતી નો લેખ કેવો લાગ્યો તે તમે અમને કોમેંટમાં જણાવી શકો છો અને આવા બીજ લેખ વાંચવા અમારી વેબ સાઇટ Gujaratinfohub નિયમિત જોતાં રહેશો અને અમારા લેખ નિયમિત મેળવવા માટે તમે અમારા WhatsApp ગ્રૂપમાં જોડાઈ શકો છો . અમારો આ લેખ વાંચવા બદલ આભાર !
Bajara