Banaskantha District: બનાસકાંઠા જિલ્લો એ ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલ અને રાજસ્થાન સાથે બોર્ડર ધરાવતો સૌથી મોટો જીલ્લો છે. બનાસકાંઠા જીલ્લાની પુર્વમાં મહેસાણા તથા સાંબરકાંઠા, દક્ષિણ માં પાટણ અને પશ્વિમ માં કચ્છ સાથે સરહદ ધરાવે છે. આંમ બનાસકાઠા એ ૧૪ તાલુકા સાથે ગુજરાતના સૌથી વધુ તાલુકા ધરાવતો જીલ્લો છે. જેની રચના ૧ મે ૧૯૬૦ ના રોજ કરવાંમાં આવી હતી.
આજે આપણે અહિં બનાસકાંઠા ના તાલુકા ના નામ, મહત્ત્વનાં સ્થળો, બનાસકાંઠા નો ઇતિહાસ, ક્ષેત્રફળ અને વસ્તી, મુખ્ય મથકો વગેરે ની ચર્ચા વિગતવાર કરીશું.
બનાસકાંઠા જિલ્લો :
બનાસકાંઠા જિલ્લા નું નામ બનાસ નદી પરથી પડેલ છે. જેનો કુલ વિસ્તાર ૧૦૭૫૭ ચોરસ કિમી છે જે કચ્છ બાદ ગુજરાતનો બીજા નંબરનો સૌથી મોટો જીલ્લો છે અને વસ્તીની દ્રષ્ટ્રીએ ગુજરાતનો ૫ મો સૌથી મોટો જીલ્લો છે. બનાસકાંઠા વાહન નોધણી નંબર GJ-08 છે. હવે અહી આપણે Banaskantha Jilla ની સંપુર્ણ વિગત નિચેથી જોઈશું.
બનાસકાંઠા જિલ્લા સીમા ક્ષેત્રફળ અને વસ્તી :
જિલ્લાની ઉતરે રાજસ્થાન રાજ્ય પશ્ચિમે કચ્છ જિલ્લો પશ્ચિમમાં સાબરકાંઠા અને મહેસાણા જિલ્લો તેમજ દક્ષિણમાં પાટણ અને મહેસાણા જિલ્લો આવેલો છે બનાસકાંઠાનું ક્ષેત્રફળ 10757 ચો કિમી અને વસતિ 3116045 છે તેમજ વસતિ ગીચતાનું માપ 936 છે . લીંગ પ્રમાણ 936 અને સાક્ષરતા દર 66.39 ધરાવે છે .
બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક :
બનાસકાંઠાનું મુખ્ય મથક પાલનપુર છે . પાલનપુર ફૂલોની નગરી ,અત્તરનું શહેર અને પાતાળેશ્વર મહાદેવ સિધ્ધરાજ જયસિંહનું જન્મ સ્થાન છે .પાલનપુરે ઘણા સાહિત્યકારો આપ્યા છે . પ્રસિધ્ધ લેખક ચન્દ્રકાન્ત બક્ષી અને શૂન્ય પાલનપુરી પાલનપુરના હતા . પાલનપુર હીરા ઉધોગનું કેન્દ્ર ગણાય છે . પાલનપુરમાં આવેલી બનાસકાંઠાની બનાસડેરી સમગ્ર એશિયામાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતી મહત્વની ડેરી છે .
બનાસકાંઠા જિલ્લાના ના તાલુકા ના નામ
બનાસકાંઠાના તાલુકા ના નામ ની વાત કરીએ તોબનાસકાંઠા સૌથી વધુ 14 તાલુકાઓ ધરાવે છે . જે મુજબ ઉતરથી ગણતાં દાંતા, અમીરગઢ, વડગામ ,પાલનપુર ,ડીસા ,ધાનેરા ,દાંતીવાડા,લાખણી, થરાદ ,વાવ,સૂઈગામ ,ભાભર,દિયોદર કાંકરેજ
બનાસકાંઠા જિલ્લાના ખેતીના પાક :
બનાસકાંઠા બાજરીના ઉત્પાદનમાં ગુજરાતમાં પ્રથમ ક્રમે છે .તેમજ બટાટા ઉત્પાદનમાં પણ બનાસકાંઠા જિલ્લો પ્રથમ ક્રમે આવે છે . જુવારમાં પાલનપુર તાલુકો ડીસા બટાટા નગરી તરીકે ઓળખ મળી છે. આ ઉપરાત જીરું ,એરંડા ,કપાસ ,તમાકુ ઘઉં ,તેલીબિયાં જેવા રોકડિયા પાકો ની ખેતી બનાસકાંઠામાં કરવામાં આવે છે . હવે પપૈયાં ,દાડમ અને ડ્રેગનફ્રૂટ ની ખેતી પણ બનાસકાંઠામાં કરવામાં આવે છે . ખેતી સાથે મધમાખી ઉછેર પણ ઘણા ખેડૂતોએ અપનાવી છે બનાસડેરી દ્વારા મધ ખરીદ કરવામાં આવી રહ્યું છે . ખેતી અને પશુપાલન આ જીલ્લાના લોકોનો મુખ્ય વ્યવસાય છે .
આત્મા ગુજરાત અને રાજ્યપાલ આદરણીય દેવવ્રતજી ની પ્રેરણાથી ઘણા ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવી ગાય આધારીત જીરો બજેટ ખેતી કરી રહ્યા છે .બનાસડેરી ખેડૂતોએ પકવેલ ઓર્ગેનિક ઘઉં ખરીદી તેને દળીને લોટ બનાવવાનો પ્લાન્ટ સ્થાપી રહી છે .
બનાસકાંઠા જિલ્લો મહત્ત્વનાં સ્થળો:
અંબાજી (Ambaji) આરાસુરી અંબાજી માતા મંદિર
અંબાજી મંદિર Ambaji Mandir બનાસકાંઠાના દાંતા તાલુકામાં આવેલું અંબાજી મંદિર માં અંબાનું 51 શક્તિ પીઠ પૈકીનું એક મહત્વ ધરાવતું પવિત્ર પ્રાચીન શક્તિપીઠ છે . માત્ર ગુજરાતનું જ નહી પરંતુ સમગ્ર વિશ્વના હિન્દુઓનું પવિત્ર અને આસ્થાનું યાત્રા ધામ છે . જે સમુદ્રની સપાટીથી અંદાજે 1600 ફૂટ ઊંચાઈ ધરાવે છે . અને જે સરસ્વતી નદીના કિનારે આરાસુરની ટેકરીઓમાં આબુરોડ નજીક આવેલું છે . આબુ રોડ થી 20 કિમી અને પાલનપુર થી 58 કિમી ઇડર થી 74 કિમી અને અમદાવાદ થી 185 કિમી સડક માર્ગથી જોડાયેલું છે . અંબાજીને હવાઈ માર્ગથી જોડવાની શકયતાઓ વિચારણા હેઠળ છે .
મહાદેવ શિવે તાંડવ કર્યું ત્યારે સતીનું હ્રદય અહી પડયું હતું તેથી અંબાજી શક્તિપીઠ બધા શક્તિપીઠોમાં મહત્વનું ગણાય છે . આરાસુરી અંબાજી મંદિરમાં કોઈ મૂર્તિ કે છબીની નહી પરંતુ વિસાયંત્રની પૂજા કરવામાં આવે છે . આ વિસા યંત્રને એ રીતે પૂજારી દ્વારા વાઘા અને આભૂષણ પહેરાવવામાં આવે છે કે દર્શન કરનારને માની મુર્તિનાં દર્શન નો અહેસાસ થાય છે .આ પવિત્ર વિસાયંત્ર ને સીધેસીધું જોઈ શકાતું નથી પૂજારી પણ પુજા કરતી વખતે પોતાની આંખે પાટા બાંધી દે છે વિસા યંત્રના ફોટા પણ પાડવાની મનાઈ હોય છે . દર મહિનાની આઠમના દિવસે વિશેષ પુજા કરવામાં આવે છે . અંબાજી મંદિર ખૂબ કલાત્મક કોતરણી વડે બનાવવામાં આવ્યું છે .હાલમાં શ્રધ્ધાળુઓના દાન થકી મંદિરને સોનાના પતરા વડે મઢવામાં આવી રહ્યું છે .
અંબાજી ગબ્બર : મા અંબાનું નું મુખ્ય સ્થાનક અરવલ્લી રેન્જના ગબ્બર પર્વત પર આવેલું છે .અંબાજી મંદિર ગબ્બર સુધી જવા માટે સુંદર પગથિયાં અને રોપ વે (ઉડન ખટોલા ) ની સુવિધા છે . અંબાજી ગબ્બર પર્વતને ફરતાં 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગ પણ દર્શનીય છે . અહી દૂર દૂર થી સમગ્ર ભારતભર માંથી શ્રધ્ધાળુઓ આવે છે . પૂનમના દિવસે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શને આવે છે .
ભાદરવી પૂનમનો મેળો અંબાજી ભારતના સૌથી મોટા ધાર્મિક મેળાઓમાં ગણાય છે. ભાદરવા સુદ અગિયારસ થી પુનમ સુધીનો હોય છે લોકો દૂર દૂરથી પગપાળા માતાના દર્શને આવે છે . તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવે છે જિલ્લાનું સમગ્ર વહીવટી તંત્ર અને બનાસકાંઠા પોલીસ સ્ટેન્ડ બાય રહી ભાદરવી પૂનમનો મેળો અંબાજી ખૂબ ભક્તિભાવ અને શ્રધ્ધાપૂર્વક સંપન્ન થાય તે માટે અજોડ સેવાઓ આપે છે . અંબાજી નજીક માનસરોવર આવેલું છે .ત્યાં ભગવાન કૃષ્ણની ચૌલ ક્રીયા કરવામાં આવેલી હોવાનું મનાય છે . અહી કોટેશ્વર અને કુંભારીયાનાં આરસનાં કલાત્મક જૈન મંદિરો આવેલાં છે .
અંબાજી મંદિર નો વહીવટ આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે . જેના વહીવટદાર અધિકારી તરીકે કલેક્ટર ને નિમવામાં આવેલ છે .
આ પણ જુઓ :- અંબાજી મંદિર દર્શન સમય 2023
અંબાજી Ambaji ખાતે ઘણાં ગેસ્ટ હાઉસ ,વિવિધ સમાજોની ધર્મશાળાઓ અને સરકારી રેસ્ટહાઉસ તેમજ હોસ્પિટલ અને વાહન વ્યવહારની સુવિધાઓ પણ ખૂબ સારી છે.
બનાસકાંઠાનાં યાત્રાધામો અને પર્યટક સ્થળો :
બનાસકાંઠામાં અંબાજી માં આવેલ કોટેશ્વર ,માનસરોવર ,કુંભારિયાના દેરા જૈન દેરાસર આવેલાં છે . ઈકબાલગઢ પાસે આવેલું વિશ્વેશ્વર મહાદેવ,કેદારનાથ મહાદેવ બનાસનદીના કિનારે બાલારામ પ્રાકૃતિક સ્થળ,તેમજ બાલારામ અભયારણ્ય અને બાલારામ પેલેસ ,બાલારામ મહાદેવ માટે જાણીતું છે . વાવ તાલુકામાં આવેલું ધરણીધર ભગવાનનું મંદિર ઢીમા, ભાભર પાસે આવેલું વિશ્વકર્મા મંદિર કટાવ , નડાબેટ Nadabet પાસે આવેલું નડેશ્વરી માતાનું મંદિર અને સેના દ્વારા કરવામાં આવતો નડાબેટ સીમા દર્શન ,કાંકરેજ તાલુકામાં આવેલ ઝાઝાવડા મહાદેવ મંદિર . લાખણી પાસે આવેલું ગેળા હનુમાન દાદાનું મંદિર શ્રીફળ મંદિર તરીકે પ્રખ્યાત ગેળા હનુમાન મંદિર દર્શન લાયક સ્થળો છે .
બનાસકાંઠા ના અભયારણ્ય :
જેસોર રીંછ અભયારણ્ય અરવલ્લીની ગિરિમાળાઓમાં જેસોરની ટેકરીયોમાં થરના રણની દક્ષિણે આવેલું છે . ગુજરાત રાજ્ય વન ખાતા દ્વારા વસવાટ અને જાતિ પ્રબંધન હેઠળ રીછ માટેનું રક્ષિત અભયારણ્ય છે . જે 180.66 ચો.કિમી વિસ્તારમાં ફેલાયેલું છે . જેસોર રીંછ અભયારણ્ય રીછ ઉપરાંત ઝરખ ,નીલગાય માટેનું વસવાટ અભયારણ્ય છે . જેસોર રીંછ અભયારણ્ય ઇકબાલગઢ થી 9.2 કિમીના અંતરે આવેલું છે . વર્તમાનમાં રીછ ની સંખ્યા ભયજનક સ્થિતિમાં છે . કેદારનાથ મહાદેવનું મંદિર અહી આવેલું છે .
બનાસકાંઠા ખનીજ સંપતિ :
બનાસકાંઠાના દાંતા તાલુકામાં તાંબુ ,જસત અને સીસુ મળી આવેલ છે .અંબાજીમાં આરસપહાણ ની ખાણો આવેલી છે .પાલનપુર તાલુકામાં વુલેસ્ટોનાઈટ મળી આવેલ છે . કેલ્સાઇટ અને ચૂનાનો પત્થર પણ અહી મળી આવેલ છે .
બનાસકાંઠા જીલ્લા વિશે વિવિધ માહિતી :
- સરદારકૃષિ યુનિવર્સિટી (દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી) સૌ પ્રથમ બનાસકાંઠામાં 1973 માં સ્થાપવામાં આવેલી છે . જે કઠોળ સંસોધન કેન્દ્ર અને વિભાગીય સાંસોધન કાર્ય કરે છે .
- પાલનપુર પાસેના મોરીયા ગામે બનાસ મેડીકલ કોલેજ આવેલી છે .
- બનાસકાંઠાની કાંકરેજી ગાય વિશ્વભરમાં વખણાય છે . કાંકરેજ તાલુકાના થરા મુકામે પશુ ઉછેર કેન્દ્ર (કાંકરેજી ગાય)માટેનું સાંસોધન કેન્દ્ર આવેલું છે .
- ડીસા અગત્યનું વેપારી મથક બટાટા નગરી જાણીતું છે . ડીસામાં બટાટા સંસોધન કેન્દ્ર અને કૃષિ સંસોધન આવેલું છે .
- ઢીમા માં ધરણીધર ભગવાનનું મંદીર આવેલું છે .તેમજ ઢીમા પશુ મેળા માટે જાણીતું છે .
- કાંકરેજના થરા મુકામે ગ્વાલીનાથ મહાદેવ ઝાઝાવાડા નું પ્રખ્યાત મંદિર આવેલું છે .
- કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી મુકામે ગાયમાતા નું મંદિર આવેલું છે .
- પાલનપુર ,ડીસા,ધાનેરા ,પાંથાવાડા,થરા,થરાદ,ભાભર અગત્યનાં વેપારી મથકો છે .
- નડાબેટNadabet ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલું છે . ત્યાં સૈન્ય દ્વારા સીમા દર્શન કાર્યક્રમ દર શનિવાર રવિવારના રોજ યોજવામાં આવે છે . નડાબેટ માં નડેશ્વરી માતાનું મંદિર આવેલું છે .
- બનાસકાંઠા માંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ 27 National Highway પસાર થાય છે .
- અંબાજી ભાદરવી પુનમનો મેળો જગ વિખ્યાત છે .
- થરા લાલ મરચાંના વેપાર માટે પ્રખ્યાત છે .
મિત્રો બનાસકાંઠા જિલ્લો , બનાસકાંઠાના તાલુકા ના નામ, અને બનાસકાંઠાના યાત્રાધામ અંબાજી ની માહિતી આપને કેવી લાગી તે અમને કોમેંટમાં અચૂક જણાવશો . આભાર !
નમસ્કાર મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસનાર ઉમેદવારો અને જીજ્ઞાસુઓને ઉપયોગી થાય તે માટે અમે આજે ગુજરાતના જિલ્લા , ગુજરાતના જિલ્લા અને તાલુકા ની જીલ્લા વાઇઝ માહિતી અહી રજૂ કરી છે આશા રાખું છું કે આપને તે ખૂબ ગમશે અને પરીક્ષામાં ખૂબ ઉપયોગી થશે.
Banaskantha District – FAQ’s
ગુજરાતમાં સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો કયો છે ?
ગુજરાતમાં સૌથી વધુ તાલુકા ધરાવતો જીલ્લો બનાસકાંઠા છે જે ૧૪ તાલુકા ધરાવે છે ત્યારબાદ બીજા ક્રમે ૩ જિલ્લા રાજકોટ, મહેસાણા અને અમરેલી આવે છે જે ૧૧ તાલુકા ધરાવે છે.
ગુજરાતમાં સૌથી વધુ ગામડા ધરાવતો જિલ્લો કયો છે ?
ગુજરાતમાં સૌથી વધુ ગામડા ધરાવતો જિલ્લો બનાસકાંઠા છે, ત્યારે સૌથી ઓછા ગાંમડા ધરાવતો જીલ્લો પોરબંદર છે.
બનાસકાંઠા જિલ્લો મહત્ત્વનાં સ્થળો ક્યાં ક્યાં છે ?
બનાસકાંઠા જિલ્લો મહત્ત્વનાં સ્થળો નિચે મુજબ છે.
જગપ્રસિધ્ધ શકિતપીઠ, અંબાજીમંદિર, તા.દાંતા,જિ.બનાસકાંઠા
કુંભારીયા જૈન દેરાસર, અંબાજી તા. દાંતા, જિ.બનાસકાંઠા
ધરણીધર ભગવાના ઢીમા તા.વાવ
કીર્તિસ્તંભ – પાલનપુર
પ્રાકૃતિક ધામ બાલારામ
નડેશ્વરી માતાનું મંદિર, નડાબેટ તા.વાવ
કટાવ ધામ તા.વાવ
રીંછ અભયારણ જાસોર હીલ તા.અમીરગઢ
નાના અંબાજી મંદિર, સણાદર તા.દિયોદર
બનાસકાંઠા જિલ્લાને કયા કયા જિલ્લાની સરહદ સાથે જોડાયેલ છે ?
બનાસકાંઠા ની સરહદ ઉત્તરમાં રાજસ્થાન રાજ્યને સ્પર્શે છે. બનાસકાંઠા જીલ્લાની પુર્વમાં મહેસાણા તથા સાંબરકાંઠા, દક્ષિણ માં પાટણ અને પશ્વિમ માં કચ્છના રણ અને પાકિસ્તાન સાથે સરહદ ધરાવે છે.
બનાસકાંઠા જીલ્લાનું મુખ્ય મથક કયું છે ?
બનાસકાંઠા જિલ્લા (Banaskantha Jilla) નું મુખ્ય મથક પાલનપુર છે.