Bank of Baroda Bharti: બેંક ઓફ બરોડામાં 250 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ ભરતી માટે ઓનલાઈન મોડમાં અરજીઓ મંગાવવામાં આવી છે. ઓનલાઈન અરજીઓ 6 ડિસેમ્બરથી શરૂ થઈ છે અને તેની છેલ્લી તારીખ 26 ડિસેમ્બર છે.
બેંક ઓફ બરોડા દ્વારા નવી ભરતીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. બેંક ઓફ બરોડાએ સિનિયર મેનેજરની કુલ 250 જગ્યાઓ માટે નવી ભરતી બહાર પાડી છે. આ ભરતી માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી ખાલી જગ્યાઓ માટે ૬ ડિસેમ્બરથી 26મી ડિસેમ્બર સુધી ભરવામાં આવશે. કોઈપણ ઉમેદવાર જે અરજી કરવા માંગે છે તેમણે અરજી કરતા પહેલા સત્તાવાર સૂચના કાળજીપૂર્વક વાંચવી જોઈએ.
Bank of Baroda Bharti
સંસ્થા | બેંક ઓફ બરોડા |
પોસ્ટ | સિનિયર મેનેજર |
કુલ જગ્યાઓ | ૨૫૦ |
અરજી કરવાની શરૂઆત | ૬ ડિસેમ્બર ૨૦૨૩ |
અરજી કરવાની છેલ્લી તારીખ | ૨૬ ડિસેમ્બર ૨૦૨૩ |
ઓફિશીયલ વેબસાઈટ | https://ibpsonline.ibps.in/ |
બેંક ઓફ બરોડા ભરતી અરજી ફી
બેંક ઓફ બરોડાની ભરતી માટેની અરજી ફી સામાન્ય શ્રેણી, અન્ય પછાત વર્ગો અને આર્થિક રીતે નબળા વર્ગો માટે ₹600 રાખવામાં આવી છે અને અન્ય ઉમેદવારો માટે અરજી ફી ₹100 રાખવામાં આવી છે. અરજી ફી ઓનલાઈન માધ્યમથી ચૂકવવાની રહેશે.
ભરતી માટે વય મર્યાદા
બેંક ઓફ બરોડાની ભરતી માટે વય મર્યાદા લઘુત્તમ 28 વર્ષ અને મહત્તમ 37 વર્ષ રાખવામાં આવી છે.આ ઉપરાંત તમામ ઉમેદવારોને સરકાર તરફથી મળેલી છૂટ મુજબ વય મર્યાદામાં પણ છૂટછાટ આપવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત
બેંક ઓફ બરોડામાં સિનિયર મેનેજર માટે 250 જગ્યાઓ રાખવામાં આવી છે. જનરલ કેટેગરી માટે 103 જગ્યાઓ, EWS કેટેગરી માટે 25 જગ્યાઓ, OBC કેટેગરી માટે 67 જગ્યાઓ, ST કેટેગરી માટે 18 જગ્યાઓ અને SC કેટેગરી માટે 37 જગ્યાઓ છે.
બેંક ઓફ બરોડાની ભરતી માટે, અરજદારે 60% કે તેથી વધુ ગુણ સાથે સ્નાતક પાસ કરવું ફરજિયાત છે. આ સાથે, અરજદાર માટે 8 વર્ષનો સંબંધિત કામનો અનુભવ હોવો પણ ફરજિયાત છે.
બેંક ઓફ બરોડા ભરતીની અરજી પ્રક્રિયા
બેંક ઓફ બરોડા ભરતી માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે, તેથી તમામ ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવી જોઈએ, ત્યારબાદ તેમના તમામ દસ્તાવેજો અપલોડ કરવા, બધી માહિતી યોગ્ય રીતે ભરવી, તેમની ફી ચૂકવવી અને છેલ્લે ફાઈનલ સબમિટ પર ક્લિક કરવું. આ કર્યા પછી, અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ લો.
જે ઉમેદવારો Bank of Baroda Bharti માટે અરજી કરવા માંગે છે તેઓ નીચે આપલ લિંકની મદદથી ઓનલાઈન ફોર્મ ભરી શકે છે અને ઓફિશિયલ નોટીફિકેશન પણ વાંચી શકે છે જેથી તેઓ લાયકાત અને ભરતી વિશેની સંંપુર્ણ માહિતી મેળવી શકે.
આ વાંચો:- Birth Certificate Online: જન્મ પ્રમાણપત્ર ઓનલાઇન બનાવવા માટે અહીં જુઓ
અગત્યની લિંક
જાહેરાત જોવા માટે | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |
ગુગલ ન્યુઝ પર અમને ફોલો કરો | અહીં ક્લિક કરો |
Job