જનરલ નોલેજ એજ્યુકેશન

બંધારણના અગત્યના પ્રશ્નો – Bharat Nu Bandharan Important MCQ

બંધારણના અગત્યના પ્રશ્નો
Written by Gujarat Info Hub

Bharat Nu Bandharan MCQ in Gujarati: નમસ્તે મિત્રો ,સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં બંધારણ એક અતિ મહત્વનો વિષય છે . તમને દરેક પરીક્ષામાં ઉપયોગી થાય તેવા બંધારણના અગત્યના પ્રશ્નો અહી મુકવામાં આવ્યા છે . તેના જવાબો માટે ખૂબ ચોકસાઇ કરી લખવામાં આવ્યા છે .છતાં જવાબ માટે આપનું કોઈ સૂચન હોયતો અચૂક સુધારીશ . આવા બીજા બંધારણ ના પ્રશ્નો pdતેમજ ભારત બંધારણ પ્રશ્નો pdf માટે અમારી વેબ સાઇટ નિયમિત જોતા રહેશો .

Bharat Nu Bandharan Important MCQ – બંધારણના અગત્યના પ્રશ્નો

પ્રશ્ન 1. ભારતના બંધારણના આમુખને ભારતની રાજકીય જન્મકુંડળી તરીકે ઓળખાવનાર કોણ હતા ?  

(A) ડોક્ટર બાબા સાહેબ આંબેડકર

 (B) કનૈયાલાલ મુનશી

 (c) પંડિત જવાહરલાલ નહેરુ

 (D) દાદાભાઈ નવરોજી

પ્રશ્ન 2. બંધારણની કઈ કલમ અસ્પૃશ્યતા નાબૂદ કરે છે અને તેના આચરણ પર પ્રતિબંધ ફરમાવે છે?

 (A) 16    

(B)  17    

 (c)  18  

(D)  19

પ્રશ્ન 3. ભારતના પ્રથમ નાણાપંચના અધ્યક્ષ કોણ હતા ?

(A) શ્રી મોરારજીભાઈ દેસાઈ  

(B) શ્રી નીયોગી

(c)  મોંટેકસિંહ આલુવાલિયા  

(D) શ્રી આઈ .જી .પટેલ

પ્રશ્ન 4. ભારતના સંવિધાનની કઈ કલમથી અનુસૂચિત જાતિઓને વિશેષ લાભ પ્રાપ્ત થયેલ છે ?

(A)   કલમ 341  

(B) કલમ 342  

(c) કલમ 343 

 (D) કલમ 344

પ્રશ્ન5. ભારતની રાજનીતિ સંદર્ભે નીચેના પૈકી કઈ જોડી સાચી નથી ?

  (A)   મોરારજીભાઈ દેસાઈ -પહેલાં નાયબ કલેકટર પછી વડાપ્રધાન

  (B)    સરદાર વલ્લભભાઈ પટેલ પહેલાં વકીલાત પછી ભારતના ગૃહ પ્રધાન પછી નાણાપ્રધાન

  (c)   હીરૂભાઈ એમ પટેલ પહેલા ભારત સરકારના નાણાં સચિવ અને પછી નાણાં પ્રધાન

  (D) કનૈયાલાલ મુનશી ભારત સરકારના મંત્રીમંડળમાં રહ્યા અને પછી કર્ણાટકના રાજ્યપાલ બન્યા

 પ્રશ્ન 6. ભારતીય બંધારણના અનુચ્છેદ 356 હેઠળ લાદવામાં આવતા રાષ્ટ્રપતિ શાસનનો મહત્તમ સમય કેટલા વર્ષ સુધી હોઈ શકે ?

 (A) 3 વર્ષ         

(B) 2.5 વર્ષ       

(c) 1.5 વર્ષ     

(D)  1 વર્ષ

પ્રશ્ન7. મહાભારતના કયા પર્વમાં રાજ્ય સંબંધે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે ?

(A)  દ્રોણપર્વ  

(B) સ્ત્રી પર્વ  

(c) શાંતિ પર્વ    

(D) કર્ણપર્વ

પ્રશ્ન8. ભારતના બંધારણમાં સમાજવાદી શબ્દનો બંધારણના આમુખમાં ઉલ્લેખ થવા સંબંધમાં નીચેના પૈકી કઈ બાબત સાચી નથી ?

 (A)   ભારતીય બંધારણના આમુખમાં સમાજવાદી શબ્દ બંધારણમાં અમલમાં આવ્યું ત્યારથી અસ્તિત્વમાં હતો

(B)  ભારતીય બંધારણના આમુખમાં સમાજવાદી શબ્દ બંધારણના 42 માં સુધારાથી ઉમેરવામાં આવ્યો (c)  ભારતીય બંધારણના આમુખમાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો તે વખતે ભારતના વડાપ્રધાન તરીકે શ્રીમતી ઇન્દિરા ગાંધી હતા

(D)  ભારતીય બંધારણના આમુખમાં સમાજવાદી શબ્દ અને 1976 માં સામેલ થયેલ છે

પ્રશ્ન9. ભારતની બંધારણ સભાના ચૂંટાયેલા અધ્યક્ષ કોણ હતા ?

 (A) ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન

(B)  ડોક્ટર બાબા સાહેબ આંબે

(c) ડોક્ટર ઝાકીર હુસેન

 (D) ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ

પ્રશ્ન10 . બંધારણ ની કલમ 243બી અનુસાર નગરપાલિકાઓના અધ્યક્ષના હોદ્દા વિધાનમંડળ કાયદાથી જોગવાઈ કરે તેવી રીતે નીચેનામાંથી કોના માટે અનામત રાખવા જોઈએ નહીં ?

 (A)  અનુસૂચિત જાતિઓ

(B) અનુસૂચિત આદિજાતિઓ

 (c) સ્ત્રીઓ   

(D) માજી સૈનિકો

 પ્રશ્ન11. કોની સાથે વિચાર વિનિમય કર્યા પછી રાષ્ટ્રપતિ કોઈ ન્યાયાધીશ ની એક ઉચ્ચ ન્યાયાલયમાંથી બીજા ઉચ્ચ ન્યાયાલયમાં બદલી કરી શકે છે?

 (A) મુખ્ય ન્યાયમૂર્તિ

 (B) એડવોકે ટજનરલ   

(c) વડાપ્રધાન   

 (D) ઉપરાષ્ટ્રપતિ

 પ્રશ્ન12. ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક ની નિમણૂક કોણ કરે છે ?

(A)  રાષ્ટ્રપતિ      

(B)  વડાપ્રધાન    

 (c)  મુખ્ય ન્યાયમૂર્તિ     

(D)  એટર્ની જનરલ

પ્રશ્ન 13.રાષ્ટ્રપતિ ના રાજીનામાની જાણ ઉપરાષ્ટ્ર પતિએ  …………. ને તરત કરવી પડશે ?

 (A) લોકસભાના અધ્યક્ષ  

(B) સર્વોચ્ચ અદાલતનામુખ્ય ન્યાયાધીશ

(c)  વડાપ્રધાન

  (D) સંસદીય બાબતોના મંત્રી

 પ્રશ્ન14. રાષ્ટ્રપતિ ઉપર સંવિધાનના ઉલ્લંઘન માટે મહા આરોપ મૂકવાના કિસ્સામાં નીચેના પૈકી કયું સાચું નથી ?

(A)  સંસદના બેમાંથી કોઈ પણ ગૃહ બહુમત મૂકી શકે છે.

 (B) બહુમત મુકવાની દરખાસ્ત વાળો ઠરાવ ગૃહના સભ્યોની કુલ સંખ્યા ના ઓછામાં ઓછો એક ચતુર્થાંશ સભ્યોની સહી સાથેનો હોવો જોઈએ.

(c)    આવો ઠરાવ ઓછામાં ઓછી સાત દિવસની લેખિત નોટિસ આપ્યા બાદ રજૂ કરવામાં આવ્યો હોવો જોઈએ.  

(D) આવો ઠરાવ ગૃહની કુલ સભ્ય સંખ્યાની ઓછામાં ઓછી બે તૃતીયાંશ બહુમતીથી પસાર થયેલો હોવો જોઈએ.

 પ્રશ્ન15. મંત્રી મંડળે રાષ્ટ્રપતિને કોઈ સલાહ આપી હતી કે કેમ અને આપી હોય તો શી આપી હતી એ પ્રશ્નની………

 (A)   ફક્ત સર્વોચ્ચ ન્યાયાલય તપાસ કરી શકે.

 (B)  ફક્ત સર્વોચ્ચ ન્યાયાલયના હુકમના આધારે સર્વોચ્ચ ન્યાયાલયના નિવૃત્ત થયેલા ન્યાયધીશ તપાસ કરી શકશે

(c) તકેદારી આયુક્ત તપાસ કરી શકશે  

(D)  કોઈ ન્યાયાલયમાં તપાસ કરી શકાશે નહીં

પ્રશ્ન16.  સંસદના રાજ્યકક્ષાના મંત્રી ખાલી …………… મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવશે ?

(A) જે તે ખાતાના કેબિનેટ કક્ષાના મંત્રી  

(B) વડાપ્રધાન  

(c) રાષ્ટ્રપતિ    

(D) ઉપરના પૈકી કોઈ નહીં

 પ્રશ્ન17.  ભારતના એટર્ની જનરલ ને …………….નક્કી કરે તે મહેનતાણું મળશે ?

 (A)  રાષ્ટ્રપતિ     

(B) વડાપ્રધાન  

 (c)સર્વોચ્ચ અદાલત 

 (D) કાયદાપ્રધાન

પ્રશ્ન 18. લોકસભા રાજ્યોમાંના પ્રાદેશિક મતદાર મંડળમાંથી સીધી ચૂંટણીથી ચૂંટાયેલા વધુમાં વધુ ………..સભ્યોની બનશે ?

 (A) 552         

 (B) 550      

(c) 530     

 (D) 544

પ્રશ્ન19. સંસદ કાયદો કરીને કટોકટીની ઘોષણા નો અમલ બંધ થયા પછી કોઈ સંજોગોમાં સંસદની મુદત …………વધુ લંબાવી શકાશે નહીં ?

(A) 3 મહિના    

(B) 6 મહિના     

(c) 9 મહિના     

(D) 1 વર્ષ

 પ્રશ્ન 20. લોકસભાનું વિસર્જન થાય ત્યારે વિસર્જન પછીની લોકસભાની પહેલી બેઠક મળે ત્યાં સુધી અધ્યક્ષ…….

 (A)  પોતાનો હોદ્દોખાલી કરી શકશે નહીં.

 (B)  નો હોદો ખાલી કરશે

(c)  નો હોદો રાજ્યપાલના ઉપસભાપતિ સંભાળશે

(D)  ઉપરના પૈકી કોઈ નહીં

પ્રશ્ન 21. સંસદના બે માંથી કોઈ ગૃહનો સભ્ય કોઈપણ ગેર લાયકાતને આધીન બન્યો છે કે કેમ તે સંબંધી કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો તે પ્રશ્ન …………..ને નિર્ણય અર્થે લખી મોકલવામાં આવશે અને તેમનો નિર્ણય આખરી ગણાશે ?

(A) રાષ્ટ્રપતિ  

 (B) લોકસભાના અધ્યક્ષ

 (c) સર્વોચ્ચ ન્યાયાલય 

(D) કાયદા મંત્રાલય

પ્રશ્ન 22  મંત્રી પરિષદ ભલે સામુહિક રીતે લોકસભાને જવાબદાર હોય પરંતુ વ્યક્તિગત રીતે મંત્રીઓ બંધારણીય રીતે કોને જવાબદાર છે ?

(A) પ્રધાનમંત્રી            

(B) રાષ્ટ્રપતિ        

(c) અધ્યક્ષ/ સ્પીકર    

(D) ઉપરના પૈકી કોઈ નહીં

પ્રશ્ન 23. કેન્દ્રીય સૂચના આયોગ ભારત સરકારના ……………. મંત્રાલય હેઠળ આવે છે ?

 (A)ગૃહ       

(B) મહેકમ જાહેર ફરિયાદ અને પેન્શન   

 (c)  માહિતી અને પ્રસારણ     

(D) કાયદા

 પ્રશ્ન24. લેખાનું દાન અને વચગાળાના અંદાજપત્ર વચ્ચે શું ભેદ છે ?

 1. લેખાનુદાન ની જોગવાઈ કાયદેસરની નિયમિત સરકાર દ્વારા કરવામાં આવે છે. જ્યારે વચગાળાના અંદાજપત્ર ની જોગવાઈ રખેવાળ સરકાર દ્વારા કરવામાં આવે છે.

2. લેખાનું દાન સરકારના અંદાજપત્રનો ખર્ચ સાથે સંબંધિત છે. જ્યારે વચગાળાના અંદાજપત્રમાં ખર્ચ અને વસૂલી બંને સમાવિષ્ટ હોય છે.

(A ) ફક્ત 1   

(B) ફક્ત 2         

(C) 1 અને 2     

(D ) 1 અને 2 માંથી કોઈ નહીં

પ્રશ્ન 25.  રાજ્ય સભાના અધ્યક્ષ સંદર્ભે નીચે આપેલા વિધાનોમાંથી કયું અથવા કયાં વિધાનો ખરાં છે ?

1. તેઓ સંસદના બે ગૃહોની સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કરી શકતા નથી.

2. તેઓ ગૃહના સભ્ય છે પણ પ્રથમ તે મત આપી શકે નહીં .

3. જ્યારે તેમના નિરસન માટેનો ઠરાવ વિચારણા હેઠળ હોય ત્યારે તેઓ નિવેદન કરી શકે છે. અને કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે. પરંતુ તેમને મતાધિકાર મળતો નથી.

(A) ફક્ત 1 અને 2             

 (B) 2 અને 3         

 (c) ફક્ત 3         

(D) ફક્ત 1 અને 3

પ્રશ્ન 26. બંધારણ ની કલમ 15(3) શેનો નિર્દેશ કરે છે ?

(A)14 વર્ષથી નીચેનાં બાળકોને નોકરીએ રાખી શકાશે નહીં .

(2)બાળકની નાની ઉમરનો ગેરલાભ ઉઠાવી તેમની ગરીબીને કારણે તેમનું શોષણકરી શકાશે નહી .

(C) સ્ત્રીઓ અને બાળકોના લાભાર્થે કરેલા કાયદાઓ સાર્વત્રિક રીતે માન્ય ગણાશે અને ભેદભાવને કારણે તેને પડકારી શકાશે નહી .

બાળકોના પોષણ નું સ્તર અને જીવન ધોરણ ઊંચું લાવવું એ પણ રાજ્યની ફરજ રહેશે .

(D) બાળકોના પોષણનું સ્તર અને જીવન ધોરણ ઊંચું લાવવું એ પણ રાજ્યની ફરજ રહેશે.

પ્રશ્ન 27.અનુચ્છેદ 331 અંતર્ગત રાષ્ટ્રપતિ કેટલા સભ્યો નીમે છે ?

(A)  2    

(B) 3      

(c) 12             

 (D) 20

પ્રશ્ન 28. જાહેર હિસાબ સમિતિ સંદર્ભે કઈ બાબત સાચી નથી .

(A) 15 સભ્યોની બનેલી હોય છે .

(B) વાણીજ્ય મંત્રી તેના સભ્ય હોય છે .

(C) કોંપ્ટ્રોલર જનરલ અને ઓડિટર જનરલ નો અહેવાલ ધ્યાનમાં લે છે .

(D)દરેક નાણાંકિય વર્ષના સબંધમાં પોતાનો અહેવાલ સાંસદને સુપરત કરે છે .

પ્રશ્ન29. સંસદમાં કોઈ પણ ગૃહના સભ્ય પરવાનગી વિના કેટલા દિવસ ગેરહાજર રહેતો ગૃહ, બેઠક ખાલી જાહેર કરી શકે ?

(A) 30 દિવસ    

(B) 60 દિવસ     

(c ) 90 દિવસ   

(D ) 120 દિવસ 

પ્રશ્ન 30. બંધારણના કયા અનુચ્છેદ અનુસાર હિંદીને રાષ્ટ્ર ભાષાનો દરજ્જો પ્રાપ્ત થયો છે ?

 (A )અનુચ્છેદ 348   

(B )અનુચ્છેદ 355   

(C  )અનુચ્છેદ 360  

 (D  )અનુચ્છેદ 343

આ પણ વાચો :- પંચાયતી રાજ મહત્વના પ્રશ્નો

મિત્રો, જો તમને અમારા આ ભારતના બંધારણ ના પ્રશ્નોતરી પસંદ આવી હોય તો તમે તમારા મિત્રો સાથે સેર કરી શકો જે આવનારી સરકારી ભરતી માટે કામ આવશે. જો મિત્રો જનરલ નોલેજ ના આવા પ્રશ્નો જોતાં રહેવા માટે અમારા વોટસઅપ ગ્રૂપ માં જોડાઈ શકો અને કોઈપણ પ્રકારની ભૂલ આ બંધારણના અગત્યના પ્રશ્નો માં થઈ હોય તો તમે કોમેન્ટ કરી જણાવી શકો.

About the author

Gujarat Info Hub

Leave a Comment