ગુજરાતી ન્યૂઝ Health

Bubble Tea: ગુગલ ડુગલ દ્વારા સેલીબ્રેટ કરવામાં આવી બબલ ટી

bubble tea google doodle
Written by Gujarat Info Hub

Bubble Tea or Green Tea: હા બબલ ટી આજ કાલ ખૂબ ચર્ચામાં છે . કારણકે ગૂગલ દ્વારા તેના મુખ્ય પેજ ના સર્ચ એન્જીન પાસે ડૂડલ મૂકવામાં આવ્યું છે . તે બબલ ટી (Bubble Tea) નુ છે.  આપણે ઘણા પ્રકારની ચા પીધી છે .પરંતુ ક્યારેય બબલ ટી પીધી નથી . તમે પણ પીધી છે કે નહી . પરતું તારીખ 29 જાન્યુયારીના ગૂગલ ડૂડે ને લીધે ચર્ચામાં છે. ગૂગલ ખાસ મોકા પર અને જુદાજુદા મહત્વના દિવસોએ ડૂડે મૂકીને તે દિવસના મહત્વને ઉજાગર કરી લોકોને ખાસ પ્રસંગ કે મોકાની યાદ અપાવે છે . તો ચાલો આપણે બબલ ટી વિષે વધુ જાણીએ .તે શેમાં થી બને છે .અને તેને પીવાથી શો ફાયદો થાય છે .

ગૂગલે ડૂડલ એટલા માટે બનાવ્યું છે કે 29 જાન્યુઆરી 2020 ના વર્ષમાં એક એમોજી રૂપે જાહેર કર્યું હતું . અને ઇમોજી  બનાવ્યું હતું .તેથી એ તારીખ 29 જાન્યુઆરી એ ગૂગલે ડૂડે મૂકીને બબલ ટી તરફ સૌનું ધ્યાન ખેચ્યું છે . આમતો આ બબલ ટી નવી નથી 1880 ના સમયમાં તેનો ઉપયોગ થયો હતો અને કહેવાય છે કે તાઇવાનમાં તેનો પીવામાં ઉપયોગ થાય છે. બબલ ટી (Bubble Tea)  ને દુનિયાના જુદા જુદા દેશોમાં લોકો અલગ અલગ નામથી ઓળખે છે . પર્લ શેક ,પર્લ ટી ,પર્લ બ્લેક ટી , તેમાં ગ્રીન ટી અને સાબુદાણા નાખવામાં આવે છે . કદાચ એટલે જ તેનું નામ બબલ ટી નામ પડ્યું હશે .

બબલ ટી ના ફાયદા  – Bubble Tea in Gujarati

કહે છે ગ્રીન ટી કે બબલ ટી પીવાના અનેક ફાયદા પણ છે . બબલ ટી (Bubble Tea)  રુધિરમા રહેલા ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે . તેથી હ્રદય સ્વસ્થ્ય રહે છે .અને હાર્ટ એટેક આવવાનું જોખમ ઘટે છે . અને હ્રદય સબંધી અન્ય બીમારીઓ થવાની શક્યતાઓ પણ ઘટે છે . બબલ ટી (Bubble Tea)  માં વપરાતી લીલી ચા રુધિરાભિસરણ તંત્રને નિયંત્રણ માં રાખે છે . તેથી બ્લડ પ્રેશર જેવી તકલીફો થતી નથી .

આજકાલ કેન્સર જેવા રોગોનું પ્રમાણ પણ ઘણું વધી ગયું છે . માનવ શરીરના કોષોને નકામા કરનાર કેન્સરનો રોગ વધુ પ્રમાણમાં જોવા મળે છે ॰બબલ ટી કેંસર જેવા રોગો થવાની શક્યતાને ઓછી કરે છે .

બબલ ટી માં નાખવામાં આવતી ગ્રીન ટી ખૂબ ફાયદા કારક છે . ગ્રીન ટી એન્ટીઓક્સિડેંટ જેવા ગુણો ધરાવે છે .  તેથી શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે . તેથી તે ફાયદા કારક છે . આ ઉપરાંત બબલ ટી માં સ્ટ્રોબેરીનો પણ ઉપયોગ થાય છે. સ્ટ્રોબેરીમાં વિટામીન સી નું પ્રમાણ હૉય છે તેથી પણ તે વિટામીન આપના શરીરને પૂરું પાડે છે તેથી શરીરની રોગ પ્રતિકારક શક્તિને જાળવી રાખે છે .પરિણામે રોગો થવાની શક્યતાને ઓછી કરે છે .

આ ઉપરાત તેમાં સુગર હોવાને લીધે . સુગર શરીરને એનર્જી બુસ્ટર તરીકે કામ કરે છે . એટલા માટે કામ કરવાને લીધે લાગેલા થાકને દૂર કરી સ્ફુર્તી આપે છે . તેથીજ તે તાઈવાનના લોકોમાં ખૂબ લોકપ્રિય બની છે .

અગત્યની નોધ :  અહીં આપવામાં  માહીતી અમને જુદાં જુદાં માધ્યમોમાંથી  મળતી હોઈ  તે સંકલન કરીને માત્ર જાણકારી અને જનરલ નોલેજ ના હેતુ થી અહી, લખવામાં આવે છે . અમે તેની સત્યતા માટે કોઈ ગેરંટી આપતા નથી . આ માટે જે તે વિષયના ઘંધાદારી નિષ્ણાત વ્યક્તિ કે તમારા ફેમીલી ડોક્ટરની સલાહ લેવી.  

About the author

Gujarat Info Hub

Leave a Comment