E-Nirman Card Gujarat: આપણા ગુજરાત રાજ્યમાં રહેતા જે મજદૂર વર્ગના લોકો જેવા કે કડિયા, ધાબા ભરનારા, સુથાર, વાયર ફીટીંગ વાળા આવા લોકોને ગુજરાત સરકાર દ્વારા અમુક સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે તો આવા લોકો ઇ નિર્માણ કાર્ડ દ્વારા આ સુવિધાઓનો લાભ ઉઠાવી શકે છે
ઈ નિર્માણ કાર્ડ કઢાવેલા આવા મજદૂર વર્ગના લોકોને જ્યારે કોઈ મુસીબત આવે છે ત્યારે તેમને સહાય પૂરી પાડવામાં આવે છે અને સરકાર દ્વારા અનેક સરકારી યોજનામાં તેમને લાભ આપવામાં આવે છે
E Nirman card benefits in Guajarati
ઈ નિર્માણ કાર્ડ કઢાવેલા મજદૂરોને ઘણી બધી સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે
જેવી કે…….
- પ્રસ્તુતિ દરમિયાન સ્ત્રીને 17,500 ની સહાય આપવામાં આવે છે
- ₹10 પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે
- પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના નું પ્રીમિયમ લાભથી બેંકમાં પૈસા પાછા આપવાની સહાય આપવામાં આવે છે
- શિક્ષણમાં બાળકોને સહાય આપવામાં આવે છે
- અનેક રોગો અને બીમારીઓ થાય તો ત્રણ લાખ સુધીની સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે
- અંત્યેષ્ઠિ સહાય યોજના નો લાભ પણ આપવામાં આવે છે
આ સિવાય બીજી પણ ઘણી બધી સહાયો આપવામાં આવે છે જેની સંપૂર્ણ માહિતી ઓફિસિયલ સાઇટ પરથી મેળવી શકો છો.
ઈ નિર્માણ કાર્ડ કોણ કઢાવવી શકે
ઈ નિર્માણ કાર્ડ કઢાવવા માટે ઉંમર 18 થી 60 વર્ષની હોવી જોઈએ અને પાછલાં 90 દિવસ કામ કરેલું હોય એનું પ્રમાણપત્ર હોવું જોઈએ તથા કડિયા, લુહાર, સુથાર, વાયરમેન, ધાબા ભરનારા આવા વર્ગના લોકોને આપવામાં આવે છે
E-Nirman card document
જે લોકો ઈ નિર્માણ કાર્ડ કઢાવવા માટેની પાત્રતા ધરાવે છે તેઓને અરજી સમયે નીચેના ડોક્યુમેન્ટ ની જરૂરિયાત પડે છે જેવા કે….
- આધાર કાર્ડ ની ઝેરોક્ષ
- આવકનો દાખલો
- રેશનકાર્ડ ની ઝેરોક્ષ
- બેંકની પાસબુક ની ઝેરોક્ષ
- પાછલા 90 દિવસ કામ કર્યું હોય તેનું પ્રમાણપત્ર
- પાસપોર્ટ સાઇઝના બે ફોટા
આ પણ વાંચો:- ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન કરાવો ઘરે બેઠા
E-Nirman card ક્યાં કઢાવવું?
E-Nirman Card કઢાવવા માટે તમે ઓનલાઈન અરજી કરી શકો છો જેના માટે સરકાર દ્વારા સત્તાવાર પોર્ટલ જાહેર કરાયેલ છે અને ઓફલાઇન પણ અરજી કરી કઠાવી શકો છો જેની માહિતી નીચે મુજબ છે.
ઈ નિર્માણ કાર્ડ ઓફલાઇન કઠાવવા માટે તમારે નજીકના CSC સેન્ટર પર જઈ ઉપરોક્ત જરૂરી ડૉક્યુમેન્ટ જોડી અરજી કરવાની રહેશે.
ઈ નિર્માણ કાર્ડ ઓનલાઈન અરજી કરવા માટે સતવાર પોર્ટલ પર જઈ અરજી કરી શકો છો અથવા E-Nirman મોબાઈલ એપ્લીકેશન ડાઉનલોડ કરી સ્વનોધણી કરાવી શકો છો.
ઉપરોક્ત પોર્ટલ અને ઈ નિર્માણ કાર્ડ માટે ની મોબાઈલ એપ્લીકેશન ની લિન્ક નીચે મુજબ છે.
અગત્યની લિન્ક
E-Nirman મોબાઈલ એપ્લીકેશન માટે | અહીં ક્લિક કરો |
ઈ નિર્માણ કાર્ડ રજીસ્ટ્રેશન માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |
Google News પર ફોલોવ કરવા માટે | અહીં ક્લિક કરો |
FAQ’s
ઈ નિર્માણ કાર્ડ કોણ કઢાવી શકે ?
ઈ નિર્માણ કાર્ડ કઢાવવા માટે ઉંમર 18 થી 60 વર્ષની હોવી જોઈએ અને પાછલાં 90 દિવસ કામ કરેલું હોય એનું પ્રમાણપત્ર હોવું જોઈએ તથા કડિયા, લુહાર, સુથાર, વાયરમેન, ધાબા ભરનારા આવા વર્ગના લોકોને આપવામાં આવે છે
ઈ નિર્માણ કાર્ડ ના ફાયદા શું છે?
ઈ નિર્માણ કાર્ડ કઢાવેલા મજદૂરોને ઘણી બધી સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે
જેવી કે…….
પ્રસ્તુતિ દરમિયાન સ્ત્રીને 17,500 ની સહાય આપવામાં આવે છે
₹10 પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે
શિક્ષણમાં બાળકોને સહાય આપવામાં આવે છે
અનેક રોગો અને બીમારીઓ થાય તો ત્રણ લાખ સુધીની સહાય
અંત્યેષ્ઠિ સહાય યોજના નો લાભ પણ આપવામાં આવે છે
E nirman Card માટે સત્તાવાર પોર્ટલ કયું છે?
ઈ નિર્માણ કાર્ડ ની સંપૂર્ણ માહિતી અને અરજી કરવા માટેનું પોર્ટલ https://enirmanbocw.gujarat.gov.in/ છે
Vasani Rasilaben Ravibhai