નોકરી & રોજગાર

Forest Guard Syllabus & Exam Pattern – ગુજરાત વન રક્ષક ભરતી સિલેબસ

Written by Gujarat Info Hub

Gujarat Forest Guard Syllabus pdf | ગુજરાત વન રક્ષક ભરતી સિલેબસ  

મિત્રો જે  મિત્રોએ  ધોરણ :12 સુધીનો અથવા સમકક્ષ  અભ્યાસ કરેલ છે .અને  જેઓ નોકરી ઇચ્છી રહ્યા છે.  અને શારિરીક રીતે ખૂબ સારી ફીટનેશ  ધરાવે છે . તેમના માટે જંગલ ખાતાની વનરક્ષક એટલે કે (Forest Guard )બીટ ગાર્ડ ની ભરતી ખૂબ સારી તક છે.  ગુજરાત રાજ્ય વન ખાતા ના અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ના  નેજા  હેઠળની અલગ અલગ જીલ્લાઓ માં આવેલ  કચેરીઓ ખાતે જીલ્લા દીઠ વન રક્ષક વર્ગ : ૩ ની ખાલી જગ્યા માટે નિમણૂંક કરવા  કુલ  ૮૨૩  ખાલી જગ્યાઓ માટે લઘુતમ લાયકાત  એચ .એસ.સી ( ધોરણ : ૧૨)  અથવા તેને સમકક્ષ લાયકાત ધરાવતા  લાયક ઉમેદવારો પાસેથી ઓન લાઇન અરજી કરવા માટેની જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવેલ હતી . આ જગ્યાઓ માં વધ ઘટ પણ થઈ શકે છે. ફોરેસ્ટ ગાર્ડ માટે  ઉમેદવારોને  તેમનું અરજીપત્ર  પત્ર ભરવાની છેલ્લી તારીખ 15/11/2022 હતી. અને ઘણા ઉમેદવારોએ  વનરક્ષક ભરતી પરીક્ષા માટે તેમનું અરજી પત્રક ભરેલું છે. તેમના   માટે  હેતુલક્ષી પ્રશ્નો વાળી  200 ગુણ ની 100 પ્રશ્નો  ની લેખીત કસોટી  અને શારિરીક ક્ષમતા કસોટી એમ બંને કસોટીઓ માં  ઉમેદવારે ઉત્તીર્ણ થવું જરૂરી છે . જે ઉમેદવારો લેખિત કસોટીમાં ઓછામાં ઓછા 40% ગુણ પ્રાપ્ત કરી શકશે તેમનેજ બીજા તબક્કાની શારીરીક કસોટીમાં ઉપસ્થિત રહી શકશે .આ માટે ઉમેદવારો પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા હશે . પધ્ધતિસર અને પરીક્ષાના Forest Guard Bharti Syllabus અર્થાત અભ્યાસક્રમ મુજબ તૈયારી કરવામાં આવેતો સફળતા મળી શકે છે . આ માટે અમે અમારી વેબ સાઇટમાં વન રક્ષક અભ્યાસ ક્રમ અહી મૂકવામાં આવ્યો છે .તેમજ  ઉમેદવારો ને ઉપયોગી થાય તેવા પ્રશ્નો ની ચર્ચા પણ Bit Guard Exam 2022 માટે અનુકૂળતાએ મૂકવાનું વિચારી રહ્યા છીએ .

Forest Guard Syllabus | વન રક્ષક અભ્યાસક્રમ

અ.નં                                                        વિષયટકા %
સામાન્ય જ્ઞાન25 %
2સામાન્ય ગણિત12.5%
ગુજરાતીભાષા12.5%
૪  કુદરતી પરિબળો જેવા કે પર્યાવરણ તથા ઇકોલોજી ,વનસ્પતિ વિષયક જ્ઞાન ,વન્યજીવ ,જળ ,જમીન ,ઔષધિય વનસ્પતિ,લાકડું તથા લાકડાં આધારિત ઉધોગો,ભૂભૌગોલીકપરિબળો50%
5  કુલ100%
Bit Guard Syllabus 2023

ગુજરાત વન રક્ષક ભરતી  શારીરીક ક્ષમતા કસોટી   

Van Rakshak Physical Test : વન રક્ષક ભરતીમાં પાસ થવા માટે   શારીરીક ક્ષમતા કસોટી પણ સફળતા પૂર્વક પાસ કરવાની જરૂર રહે છે . આ શારીરીક ક્ષમતા કસોટી માં સફળતા માટે લેખિત પરીક્ષાની તૈયારીની સાથે સાથે શારીરીક કસોટીમાં ઉત્તીર્ણ થવા માટે  નિયમિત પ્રેકટીશ કરતાં રહેવું ખૂબ જરૂરી છે શારીરીક કસોટીના માપદંડ મુજબ સફળ થવા માટે નું ધોરણ નીચે દર્શાવ્યા મુજબ રહેશે . આ ધોરણ પુરુષ અને મહિલા ઉમેદવારો અને માજી સૈનિક માટે અલગ અલગ નીચે મુજબ છે .  આમ લેખિત કસોટીમાં સફળ થયેલા ઉમેદવારો માંથી ભરવાપાત્ર ખાલી જગ્યા ઉપર જીલ્લા પ્રમાણે અને કેટેગીરી પ્રમાણે ઉમેદવારોને  શારીરીક ક્ષમતા કસોટીમાં હાજર રહેવા બોલાવવામાં આવશે

Forest Guard Physical Test | શારીરીક કસોટી માપદંડ

Van Rakshak Physical Test for Men

 પુરુષ ઉમેદવારો માટે 
અ.નં શારીરીક કસોટી માપદંડ વિગતસમય અને માપ
  માજી સૈનિક સિવાયમાજી સૈનિક
1100 મીટર દોડ6 મિનિટ6.30 મિનિટ
2ઊંચો કૂદકો4 ફૂટ અને 3 ઇંચ4 ફૂટ
3લાંબો કૂદકો15 ફૂટ14 ફૂટ
4પુલપ્સ (હથેળી પોતાની તરફ રહે તે રીતે .ઓછામાં ઓછા  8ઓછામાં ઓછા  8
5  રસ્સા ચઢ18 ફૂટ18 ફૂટ

Women Forest Guard Physical Test

 મહિલા ઉમેદવારો માટે 
અ.નંશારીરીક કસોટી માપદંડ વિગતસમય અને માપ
  માજી સૈનિક સિવાયમાજી સૈનિક
1800 મીટર દોડ4 મિનિટ4.20 મિનિટ
2ઊંચો કૂદકો3 ફૂટ2.ફૂટ 9 ઇંચ
3લાંબો કૂદકો9 ફૂટ8 ફૂટ

વનરક્ષક ભરતી વોકિંગ ટેસ્ટ 

વન રક્ષક ભરતી માટે  ઉમેદવારો લેખિત અને શારીરીક કસોટીમાં ઉત્તીર્ણ  થયેલા  છે અને જે ઉમેદવારો પસંદગી લાયક છે . તેમણે  કોઈ મૌખિક ઇન્ટરવ્યુ આપવાનું નથી. પરંતુ તેમણે વોકિંગ ટેસ્ટ પાસ કરવો પડશે . આ ટેસ્ટ માટેનાં ધોરણો એટલે કે માપદંડ પણ શારીરીક કસોટીની જેમ પુરુષ ઉમેદવારો ,મહિલા ઉમેદવારો અને માજી સૈનિકોની જેમ  અલગ અલગ રહેશે .  જે નીચે મુજબના રહેશે.

  • પુરુષ ઉમેદવારોએ  4 કલાક ના  સમયમાં 25 કિલોમીટરનું અંતર કાપવાનું રહેશે .
  • મહિલા ઉમેદવારોએ 4 કલાકમાં 14  કિલોમીટરનું  અંતર કાપવાનું  રહેશે .

આ વોકિગ ટેસ્ટ  પ્રથમ પ્રયત્ન માં પાસ નાં કરી શકનાર અથવા ગેરહાજર રહેનાર ઉમેદવારને બીજી તક પણ આપવામાં આવશે પરંતુ બે વખતથી વધારે તકો આપવામાં આવશે નહી .

Read More :- બિન સચિવાલય ક્લાર્ક સિલેબસ 2023

  
Read More :-  તલાટી કમ મંત્રી પરીક્ષા તારીખ   


Read More :- Forest Guard Syllabus in English

સમગ્રતહ ઉમેદવારો પરીક્ષાના Forest Guard Syllabus અભ્યાસક્રમના માળખાને ધ્યાને લઈ  ખૂબ સારી મહેનત કરવાની સાથે સાથે શારીરીક કસોટી માં ઉત્તીર્ણ થવા અને વોકિગ ટેસ્ટમાં પાસ થવા નિયમિત મહાવરો કરતાં રહે એ પાન વનરક્ષક ભરતીમાં સફળ થવા માટે ખૂબ જરૂરી છે .

ઉમેદવારી નોધાયેલ ઉમેદવારોએ વન રક્ષક પરીક્ષા માટે અને પોતાને જરૂરી  માર્ગદર્શન  અને વખતો વખતની સૂચનાઓ થી માહિતગાર રહેવું પણ ખૂબ જરૂરી છે  તેમજ વિગતવાર સૂચનો માટે જાહેરાત ક્રમાંક: FOREST/202223/1 ના નોટી ફીકેશનનો ધ્યાન પૂર્વક અભ્યાસ કરવો  જરૂરી છે

Forest Guard Bharti 2022 – FAQ’s

પ્રશ્ન ૧ : વન રક્ષક ની કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી છે ?

જવાબ : ફોરેસ્ટ ગાર્ડ ભરતી માં કુલ ૮૨૩ જગ્યાઓ માટે પરીક્ષા લેવામાં આવસે.

પ્રશ્ન ૨ : વન રક્ષક પેપર કુલ કેટલા માર્ક ની રહેશે ?

જવાબ : ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા કુલ ૨૦૦ માર્ક ની રહેશે ત્યારબાદ શારીરિક કસોટી લેવામાં આવશે.

પ્રશ્ન ૩ : વન રક્ષક પરીક્ષા ક્યારે લેવામાં આવશે ?

જવાબ : બીટ ગાર્ડ પરીક્ષા માર્ચ અથવા મે ૨૦૨૩ માં લેવામાં આવશે.

મિત્રો અમારો આ Forest Guard Syllabus ,Forest Gauard Bharati , ફોરેસ્ટ ગાર્ડ સીલેબસ, Beat Guard Bharati, બીટ ગાર્ડ ભરતી આર્ટીકલ આપને કેવો લાગ્યો તે અચૂક જણાવશો ,અને બીજા આવા આર્ટીકલ વાંચવા અમારી વેબ સાઇટ જોતા રહેશો .

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment