સરકારી યોજનાઓ

ફ્રી શીપ કાર્ડ યોજના દ્વારા પ્રાઈવેટ કોલેજમાં મેળવો મફત એડમિશન – Freeship Card Yojana Gujarat for SC & ST Students

gujarat-freeship-card-yojana-sc-st
Written by Gujarat Info Hub

Freeship Card Yojana for Sc Students, Freeship Card for ST Student, digital gujarat Freeship Card, Freeship Card Yojana Form PDF in Gujarati, ફ્રી શીપ કાર્ડ યોજના ગુજરાત

ભારત સરકાર દ્વારા અનુસુચિત જાતી અને જનજાતી ના વિધાર્થીઓ માટે પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપ યોજના ચલાવવામાં આવે છે, જેમાં વિધાર્થીઓ ફ્રી શિપ કાર્ડ બનાવીને તેના ઉપયોગથી કોઈપણ પ્રાઈવેટ કોલેજ કે યુનિવર્સિટીમાં મફત એડમીશન મેળવી શકે છે. 

ફ્રી શીપ કાર્ડ યોજનાની મદદથી  અનુસુચિત જાતિના વિધાર્થીઓ કોલેજ ફી, સાથે ટ્યુશન ફિ અને હોસ્ટેલ ફી પણ ચુકવવાની રહેતી નથી. આ યોજના અંતર્ગત ફી નું ભારપાન કેંદ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને કરશે.

તો આજે આપણે  Freeship card Yojana gujarat શું છે?, ફ્રી શીપ કાર્ડ કેવી રીતે બનાવવું, તેની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી વગેરેની માહિતી આ લેખમાંથી મેળવીશું.

ફ્રી શીપ કાર્ડ શું છે ?  ( What is Freeship card )

ભારત સરકારની પોસ્ટ મેટ્રીક યોજના અંતર્ગત અનુસુચિત જાતીના વિધાર્થીઓ માટે કોઇપણ પ્રાઈવેટ કોલેજ માં ફ્રી માં એડમીશન મળે છે. હવે આ યોજનામાં તમારે ” ફ્રી શીપ કાર્ડ ” માટે જિલ્લાની સમાજ કલ્યાણ કચેરી ખાતે રજી કરવાની રહેશે. ત્યારબાદ તમે Free Ship Card ની મદદથી તમે જે તે સેલ્ફ ફાયનાન્સ કોલેજ કે યુનિવર્સિટીમાં એડમીશન મેળવવાં મેળવી શકશો.

ફ્રી શીપ કાર્ડ યોજના ફોર્મ – Freeship Card Application Form PDF

ફ્રી સીપ કાર્ડ યોજના ફોર્મ તમે નજીકની સમાજ કલ્યાણ કચેરી ખાતે જઈ મેળવી શકો છો, ત્યારબાદ જુરૂરી દસ્તાવેજ જોડવાના રહેશે જેનું લિસ્ટ અમે નીચે સેર કરેલ છે. 

Required Documents for Freeship Card Application – જરૂરી ડોક્યુમેન્ટ

ફ્રી શીપ કાર્ડ યોજના માટે અરજી કરવા નીચે મુજબના દસ્તાવેજની જરૂર રહેશે.

  • આધારકાર્ડ અને રેશનકાર્ડ ની નકલ
  • જાતીનું પ્રમાણપત્ર ( મામલતદાર અથવા સમકક્ષ અધિકારીનું)
  • L.C ( લિવિંગ સર્ટીફિકેટ) ની નકલ
  • ૧૨ પાસ માર્કશીટ ની નકલ
  • વિધાર્થીનો પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • બેંક ખાતાની પાસબુક ની નકલ
  • પાછળના વર્ષનો આવકનો દાખલો 
  • જો વિધાર્થીના માતા કે પિતા નોકરી કરતા હોય તો કચેરી/સંસ્થાનો ગત વર્ષનો આવકનો દાખલો
  • જો SSC બાદ કોઈપણ વર્ષ ડ્રોપ પડેલ હોય અને તે ૧ વર્ષ કરતા વધુ સમયગાળો હોય અને તે સમયગાળામાં નોકરી અથવા કોઈપણ પ્રકારની શિષ્યવ્રુત્તિ મેળવેલ નથી તે અંગેનું એકરાર નામુ રજુ કરવાનું રહેશે.

આ પણ વાંચો :- વિદેશ અભ્યાસ લોન યોજના

ફ્રી શીપ કાર્ડ ઓનલાઈન અરજી – Free Ship Card Online Application Form

ફ્રી સીપ કાર્ડ યોજના માટે તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે, જેના માટે તમે Freeship Card Form ઉપર આપેલ લીંક દ્વારા ડાઉનલોડ કરી અથવા જિલ્લાની સમાજ ક્લ્યાણ કચેરી ખાતેથી ફોર્મ મેળવી તેની સંપુર્ણ વિગત ભરી, જરુરી ડોક્યુમેન્ટ જોડી, આ ફોર્મ ને જીલ્લાની સમાજ કલ્યાણ કચેરી ખાતે જમાં કરવાનું રહેશે.

ફ્રી શીપ કાર્ડ ફોર્મ જમાં કરાવ્યા બાદ ૧ અઠ્વાડીયામાં તમારુ ફોર્મ બરાબર હશે અને તમે FreeShip Card Yojana ને લાયક હશો તો તમને ફ્રિ શીપ કાર્ડ મળી જશે.

જો વિધાર્થીનું શૈક્ષણિક સત્ર ચાલુ થઈ ગયા બાદ જો Freeship card Gujarat SC અને ST કેટેગરીના વિધાર્થી આ યોજના અંતગર્ત ફ્રિ શીપ કાર્ડ મેળવશે તો જો જે તે સંસ્થા દ્વારા ચાલુ સત્રની ફી લિધેલ હોય તો આ યોજના અંતર્ગત વિધાર્થીને તેની ફી ની રકમ પરત કરવાની થશે.

આ પણ વાંચો :-

Freeship card Gujarat SC – FAQ’s

Freeship Card શું છે ?

ફ્રી શીપ કાર્ડ એ એક એવું કાર્ડ છે જેની મદદથી અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ ના વિધાર્થીઓ કોઇપણ પ્રાઈવેટ કોલેજમાં મફત એડમીશન મેળવી શકે છે.

ફ્રી શીપ કાર્ડ માટે આવક મર્યાદા કેટલી છે ?

ફ્રી શિપ કાર્ડ મેળવવા માટે વિધાર્થી ના કુટુબની આવક મર્યાદા ૨.૫૦ લાખ થી વધુ ના હોવી જોઈએ.

ફ્રી શીપ કાર્ડ માટે અરજી ક્યા કરવાની ?

Gujarat Freeship Card માટે તમારે જીલ્લાની સમાજ કલ્યાણ કચેરી ખાતે ફોર્મ જમાં કરવાનું રહેશે.

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment