Manav Garima Yojana Beauty Parlour Kit: માનવ ગરીમા યોજના હેઠળ આર્થિક રીતે પછાત વર્ગના મહિલાઓને ધંધો ચાલુ કરવા માટે બ્યુટી પાર્લર કીટ સહાય યોજના શરૂ કરવામાં આવી છે. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા મહિલાઓ માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમાં સિલાઈ મશીન યોજના અને બ્યૂટી પાર્લર લોન સહાય જેવી ઘણી બધી યોજનાઓ દ્વારા મહિલાઓ પોતાના ધંધો ચાલુ કરી રોજગાર મેળવી શકે.
ગુજરાત માનવ કલ્યાણ યોજના 2023 અંતર્ગત ૨૭ જેટલા સાધનો માટે સહાય આપવામાં આવે છે, જેમાં દરેક સાધન યોજનાની માહિતી તમે અમારી વેબસાઇટ પર થી મેળવી શકશો. આજે આપણે કુલ ૨૭ સાધનમાં થી બ્યુટી પાર્લર કીટ યોજના માં અરજી કેવી રીતે કરવી? લાભ કોણ મેળવી શકે? અને યોજનાના ફોર્મ સાથે કયાં કયાં ડોક્યુમેન્ટ ની જરૂર પડશે તેની સંપૂર્ણ માહિતી આ બ્લોગ દ્વારા મેળવીશું.
Manav Garima Yojana Beauty Parlour Kit
વિભાગ | સામાજિક ન્યાય અને અધિકારિકા વિભાગ, ગુજરાત |
યોજનાનું નામ | માનવ ગરીમા યોજના બ્યુટી પાર્લર કીટ |
યોજનાનો ઉદેશ | મહિલાઓને નવો ધંધો ચાલુ કરવામાં આર્થિક રીતે મદદ કરવાનો |
કેટેગરી | સરકારી યોજનાઓ |
અરજીની શરુઆત | ૧ એપ્રિલ ૨૦૨૩ |
અરજી પ્રકીયા | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઈટ | @e-kutir.gujarat.gov.in |
બ્યુટી પાર્લર કીટ સહાય યોજના નો ઉદેશ
આ યોજના ગુજરાત ના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ દ્વારા શરુ કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદેશ ગુજરાતના મહિલાઓને નવો વ્યવસાય શરૂ કરવા માટે મફતમાં બ્યુટી પાર્લર કિટ આપવામાં આવે છે. આ યોજના માનવ કલ્યાણ યોજના નો એક ભાગ છે જેમાં ૨૭ પ્રકારના અલગ અલગ સાધન આપી, મહિલાઓ ઘરે બેઠા રોજગાર મેળવી શકે.
માનવ કલ્યાણ યોજના ની પાત્રતા
Manav Garima Yojana Beauty Parlour Kit Eligibility: સરકારના કુટિર અને ગ્રામ ઉધોગ વિભાગ દ્વારા બ્યુટી પાર્લર કીટ મેળવાવા માટે નું એક ધોરણ નક્કી કરેલ છે, જે નિચે મુજબ છે.
- બ્યુટી પાર્લર કીટ સહાય મેળવવા માટે મહિલા ની ઉંમર ૧૬ થી ૬૦ વર્ષની સુધીની હોવી જરૂરી છે,
- અરજદાર મહિલાના કુટુંબ ની વાર્ષિક આવાક ગ્રામ્ય વિસ્તાર માટે ૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તાર ની મહિલાઓ માટે ૧,૫૦,૦૦૦ હજારથી વધુ ના હોવી જોઈએ.
- વિધવા અને વિકલાંગ મહિલા અરજદારોને પહેલુ પ્રાધ્યાન અપવામાં આવશે.
બ્યુટી પાર્લર કીટ સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજ
Manav Garima Yojana Beauty Parlour Kit Documents: ઉપરોક્ત આપણે યોજનાની પાત્રતા જોઇ, જેના મુજબ તમે અરજી કરવા લાયક છો, તો કુટિર અને ગ્રામોધોગ ખાતે અરજી કરતા પહેલા નીચેના ડોક્યુમેન્ટ જરુરી છે.
- જો તમે બ્યુટી પાર્લર ની તાલીમ અથવા અનુભવ હોય તો તેનું પ્રમાણપત્ર
- અરજદારનું આધાર કાર્ડ
- જન્મ નો દાખલો
- લાભાર્થીનું રેશનકાર્ડ
- ઉમર અંગે નો પુરાવો
- જાતીનુ પ્રમાણપત્ર
- જો BPL ધારક હોવ તો સ્કોર સાથે દાખલો
- આવકનો દાખલો
- રહેઠાણ નો પુરાવો
- મોબાઈલ નંબર
- જો મહિલા વિધાવા હોય તો પુન: લગ્ન નથી કરેલ તેવો દાખલો
- જો મહિલા વિકલાંગ હોય તો તબીબી પ્રમાણપત્ર
મિત્રો, તમે જ્યારે ઓનલાઈન અરજી કરો છો ત્યારે ઉપરોક્ત બધા ડોક્યુમેન્ટ ઓરીજનલ સ્કેન કરી અપલોડ કરવા રહેશે.
Manav Garima Yojana Beauty Parlour Kit Form PDF
બ્યુટી પાર્લર કીટ યોજના ફોર્મ PDF ડાઉનલોડ કરવા માટે તમે કમિશ્નર કુટિર અને ગ્રામોધોગ કચેરીએથી અથવા તેમની ઓફીસીયલ વેબસાઈટ http://www.cottage.gujarat.gov.in/ પર જઈને માનવ ક્લ્યાણ યોજના નું ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. અમે અહી નિચે માનગ ગરીમા યોજના ફોર્મ ની ડાયરેક્ટ લીંક પણ સેર કરેલ છે, જ્યાથી પણ તમે મેળવી શકો છો.
- માનવ કલ્યાણ યોજના ફોર્મ ડાઉનલોડ કરવા માટે – અહીં ક્લિક કરો.
માનવ કલ્યાણ યોજના 2023 ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?
મિત્રો, બ્યુટી પાર્લર કીટ સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટે માનવ કલ્યાણ ની તમામ યોજનાઓની ઓનલાઈન પ્રકીયા એક જ છે, જેમાં તમે e-Kutir Portal પર જઈ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેના માટે નીચે ના સ્ટેપ ફોલોવ કરો.
- સૌ પ્રથમ “E-Kutir Gujarat Portal” ગુગલ માં સર્ચ કરી ખોલો.
- હવે આ પોર્ટલના હોમ પેજ પર “Commissioner of Cottage and Rural Industries” ઓપ્શન દેખાશે. તેના પર ક્લિક કરો.
- ત્યાં તમને નિચે બધી યોજનાઓમાં પ્રથમ ” માનવ કલ્યાણ યોજના ” દેખાશે.જ્યાથી તમે એકરારનામાં નુ ફોર્મ ડાઉનલોડ કરી શકો છો.
- જો તમે અગાઉ માનવ કલ્યાણ ની યોજનાઓ માટે તમારા યુઝર આઈડી બનાવેલ છે, તો તમે જમણી સાઈડ મા પોર્ટલ લોગીન પર જઈ “User Id” અને “Password” નાખી લોગીન થવાનું રહેશે.
- હવે લોગીન થયા બાદ તમારી સામે અલગ અલગ યોજના નું લિસ્ટ દેખાશે.
- જેમાં “ બ્યુટી પાર્લર કીટ સહાય યોજના ” પસંદ કરી તેના માટે અરજી કરવાની રહેશે.
- હવે તમારે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો રહેશે, જેમ કે અનુભવનુ પ્રમાણપત્ર વગેરે.
- બીજા પેજમાં માગેલ બીજા ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો રહેશે જેમ કે આવકનો દાખલો, અધારકાર્ડ, રહેઠાણ નો પુરાવો વગેરે.
- હવે તમારી બધી માહિતી એક વાર વાંચી લો, જો બરાબર હોય તો “Confirm Application” પર ક્લિક કરવાનું રહેશે.
- હવે તમારી અરજી સબમીટ થતા સાથે તમને તમારા “Application Number” મળશે જેને સેવ કરી રાખો.
હવે તમને ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના બ્યુટી પાર્લર કીટ વિશે સંપુર્ણ માહિતી મળી ગઈ હશે. જો તમને આ યોજનાને લગતો કોઇપણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી જણાવી શકો છો અને મહિલાઓને લગતી બિજી યોજનાઓની માહિતી માટે તમે અમારા વોટસઅપ ગ્રુપમાંં જોડાઈ શકો છો.
FAQ’s :
મફત બ્યુટી પાર્લર કીટ યોજના શું છે ?
બ્યુટી પાર્લર કીટ યોજના એ એક માનવ કલ્યાણ યોજના છે, જેમાં મહિલાઓને પોતાનો વ્યવસાય ચાલુ કરવા માટે સરકાર દ્વારા મફત સાધન સહાય આપવમાં આવે છે.
આ યોજનામાં કોઈ અરજી કરી શકે છે ?
બ્યુટી પાર્લર કીટ માટે ગુજરાતની આર્થિક રીતે પછાત, વિધાવા અને અપંગ મહિલાઓ અરજી કરવા લાયક ગણાશે.
માનવ કલ્યાણ યોજનામાં અરજી કેવી રીતે કરવી ?
બ્યુટી પાર્લર યોજનામાં અરજી કરવા તમે @e-kutir.gujarat.gov.in ની વેબસાઈટ પર જઈ અરજી કરી શકો અથવા ઓફલાઈન અરજી કરવા માટે યોજનાનું ફોર્મ ભરી જીલ્લા ઉધોગ કેન્દ્ર ખાતે જમાં કરાવી શકો છો.
બ્યુટી પાર્લર યોજનાની આવક મર્યાદા શું છે ?
આ યોજનામાં મહિલાના કુટુબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે ૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તાર માટે ૧,૫૦,૦૦૦ સુધીની રહેશે.
Manav Garima Yojana Beauty Parlour Kit ની સત્તાવાર સાઈટ કઈ છે?
Beauty Parlour Kit Yojana ની ઓફીસીયલ વેબસાઈટ https://e-kutir.gujarat.gov.in/ છે.
Rajkot 150fit ring road, marvel hospitalnipachhal, sivampark 2,crystal residendi flet, B-204 mavdi
Ha