નોકરી & રોજગાર કોલ લેટર ડાઉનલોડ

જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ અને કોલ લેટર – Junior Clerk Exam Date 2023

junior-clerk-exam-date
Written by Gujarat Info Hub

GPSSB Junior Clerk Exam Date 2023:- જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ 2023 જાહેર કરવામાં આવી .જાહેરાત ક્રમાંક 12/2021-2022 પંચાયત વિભાગ સેવા પસંદગી મંડળ ગાંધીનગર ગુજરાતની  જુનિયર કલાર્ક પરીક્ષા Gpssb Junior Clerk Exam ની તૈયારી કરતા ઉમેદવારો માટે આનંદ ના સમાચાર એ છે કે અગાઉ 29-01-23 ની રદ થયેલી જુનિયર ક્લાર્ક પરીક્ષા ની નવી તારીખ જાહેર કરવામાં આવી છે

જુનિયર કલાર્કની નવી તારીખ 09-04-2023 જાહેર થઈ છે .  Junior Clerk Exam Date 2023 અને પરીક્ષાનો સમય સવારે 12.30 થી 1.30 વાગ્યા સુધીનો છે .

પોસ્ટનું નામ (જગ્યાનું નામ )જુનિયર કલાર્ક (વહીવટ/હિસાબ)
વિભાગનુંનામ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ,ગાંધીનગર
પરીક્ષાની નવી તારીખ 09-04-2023
કોલ લેટર તારીખ ૩૧/૦૩/૨૩ થી ૦૯/૦૪/૨૩
સતાવાર વેબ સાઇટ Gpssb.gujarat .gov.in
કોલલેટર ડાઉનલોડ કરવાની વેબ સાઇટ Ojas.gujarat.gov.in

Junior Clerk Exam Date 2023: ગુજરાત પંચાયત સેવા મંડળ દ્વારા રાજ્યની પંચાયત વિભાગ હેઠળની જુદી જુદી કચેરીઓ માટેના હિસાબી સંવર્ગ અને વહીવટી સંવર્ગના ક્લાર્ક ની ભરતી માટે જાહેરાત નંબર :  12/2021-22 ભરતી માટે ની પરીક્ષા માટે તૈયારી કરતા ઉમેદવારો પરીક્ષાની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા. ત્યારે ગુજરાત પસંદગી મંડળ દ્વારા પરીક્ષાની તારીખ 08/01/2022 ની તારીખ પરીક્ષા લેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી . પરંતુ આ 08/01/2022 ના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ GPSC એ પણ વહીવટી સેવા વર્ગ :1 અને 2 તેમજ નગરપાલીકાના ચીફ ઓફીસર ની પરીક્ષા યોજવાનો કાર્યક્રમ જાહેર કરેલ હોય ,પંચાયત જુનિયર ક્લાર્ક (Panchayat Clerk) ની પરીક્ષા આજ તારીખે યોજવાની જાહેરાત થતાં બંને પરીક્ષામાં બેસનાર ઉમેદવારો વિચાર માં મુકાયા હતા . આ બાબતે Gujarat panchayat Seva Mandal ગુજરાત પંચાયત સેવા સેવા મંડળ દ્વારા તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે .

મિત્રો, જુનિયર કલાર્ક ની પરીક્ષા તારીખ ૨૯/૦૧/૨૦૨૩ ના રોજ લેવાની હતી જે રદ થઈ છે. અને તમામ મિત્રો junior clerk exam date 2023 ની રાહ જોઈને બેઠા છે. તો અમે તમને બતાવી દઈએ કે જુનિયર કલાર્ક ની નવી પરીક્ષા તારીખ ૯ એપ્રીલ 2023 ના રોજ લેવામાં આવશે જેના કોલ લેટર તમે માર્ચ ના છેલ્લા અઠવાડીયા થી ડાઉનલોડ કરી શકશો.

જુનિયર ક્લાર્ક પરીક્ષા કોલ લેટર

મિત્રો, Junior Clerk Call Letter Download કરવાની તારીખ જાહેર થઈ ગયેલ છે. જે મુજબ તમે જુનિયર કલાર્ક ના કોલ લેટર તારીખ ૩૧/૦૩/૨૦૨૩ થી લઈને ૯/૦૪/૨૦૨૩ સુધી OJAS પરથી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો.

          જો કોઇપણ કારણોસર તમે જુનિયર કલાર્ક ના કોલ લેટર ડાઉનલોડ ન થતા હોય તો તેવા ઉમેદવારોએ પરીક્ષા ફિ ભર્યાના ચલણની અસલ નકલ, ઓનલાઈન અરજીની પ્રિન્ટ, ૨ પાસપોર્ટ સાઈઝના ફોટા અને આધારકાર્ડ સાથે મંડળની કચેરી ખાતે તારીખ ૦૭/૦૪/૨૦૨૩ સુધીમાં રૂબરૂ સંપર્ક કરવા વિનંતી.

GPSSB Junior Clerk Call Letter 2023 Link

જુનિયર ક્લાર્ક પરીક્ષા ભાડુ

મિત્રો, જૂનિયર ક્લાર્ક ની પરીક્ષા રદ થતાં સરકાર દ્વારા વિધાર્થીઓને પરીક્ષાનું ભથ્થું ચૂકવવાની જાહેરાત કરવામાં આવેલ છે, જે અંતર્ગત પરીક્ષાર્થીઓ પોતાનું ટ્રાવેલ્સ આલાઉન્સ લેવા માટે એક અરજી ફોર્મ ભરવાનું રહેશે, જેની સમયમર્યાદા તારીખ 31 માર્ચ 2023 થી 9 એપ્રિલ 2023 સુધીની છે. તો જે મિત્રો કોલ લેટર ડાઉનલોડ કરે છે તેઓ સાથે ઓજસ પર જઈ પરીક્ષા ના વળતર અંગેનું ફોર્મ પણ ભરી શકે છે. આ ફોર્મ કેવી રીતે ભરવું તેની સંપૂર્ણ વિગત નીચેની લિન્ક પર ક્લિક કરી જોઈ શકો છો.

જુનિયર ક્લાર્ક પરીક્ષા ભાડુનું ફોર્મ ભરવા અહી ક્લિક કરો

આ પણ વાંચો :- તલાટી કમ મંત્રી પરીક્ષા તારીખ

મિત્રો, જુનિયર કલાર્ક ની પરીક્ષા ની નવી તારીખ ૯ એપ્રીલ ૨૦૨૩ છે, તો જે મિત્રો junior clerk exam date 2023 અને Junior clerk exam Call Letter ની ડાઉનલોડ કરવા માગે છે, તે અમારા વોટસઅપ ગ્રુપ માં જોડાઈ શકે જેથી તલાટી ના કોલ લેટર ની તારીખ આવતા ની સાથે તમને અમે અહી વેબસાઈટ માં તથા વોટ્સઅપ ગ્રુપ માં સેર કરીશું. ત્યા સુધી જેટ્લો ટાઈમ મળે છે એમાં તમારો junior clerk exam નો સિલેબસ પુરો કરી દો અથવા રિવીઝન બાકી હોય તો પુરૂ કરી દો, ધન્યવાદ.

junior clerk exam date 2023 in Gujarat – FAQ

1.પંચાયત સેવાના જુનિયર કલાર્કની પરીક્ષા ક્યારે છે ?

જવાબ –પંચાયત સેવાના ક્લાર્કની પરીક્ષા 29/01/2023 ના રોજ હતી તે રદ થતા નવી તારીખ ૯ એપ્રીલ ૨૦૨૩ છે.

2. તલાટી કમ મંત્રીની પરીક્ષા ની તારીખ કઈ છે ?

જવાબ-તલાટી કમ મંત્રીની પરીક્ષાની તારીખ જાહેર થઇ ગઈ છે જે તમે અહી ક્લિક કરી જોઈ શક્શો.

3. Junior Clerk Call Letter ક્યારથી ડાઉનલોડ કરી શકાશે ?

જવાબ – જુનિયર ક્લર્ક કોલ લેટર તમે તારીખ ૩૧ માર્ચ ૨૦૨૩ ના ૧ વાગ્યાથી ૦૯ એપ્રિલ ૨૦૨૩ ના ૧૨ વાગ્યા સુધી ડાઉનલોડ કરી શકશો.

4. જુનિયર ક્લાર્ક કોલ લેટર ક્યાથી ડાઉનલોડ કરી શકાશે ?

જવાબ :- જુનિયર કલાર્ક કોલ લેટર તમે OJAS પરથી ડાઉનલોડ કરી શકશો.

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment