સરકારી યોજનાઓ ગુજરાતી ન્યૂઝ જાણવા જેવું

તમારા ગ્રામ પંચાયત માટે આવેલી ગ્રાન્ટ ની માહિતી મેળવો ઘરે બેઠા – Gram Panchayat Work Report Online

Gram Panchayat Work Report Online
Written by Gujarat Info Hub

Gram Panchayat Work Report Online: હવે તમે ઘરે બેઠા તમારી ગ્રામ પંચાયત માટે ફાળવેલ ગ્રાન્ટની માહિતી અને થયેલા કામની વિગત તમારા મોબાઈલથી ઓનલાઈન જોઈ શકો છો. ભારત સરકાર દ્વારા ગ્રામ પંચાયતમાં  થયેલી કામગીરની વિગતો, બાકી કામો, વર્ષિક ફાળવેલ ગ્રાન્ટ વગેરેની વિગત દર્શાવતુ પોર્ટલ શરુ કરવામાં આવેલ છે. 

મિત્રો, હવે તમે તમારા ગામમાં થયેલ વિકાસના કામો અંગેની માહિતી ઓનલાઈન જોઈ શકશો.અહીં અમે સરકાર દ્વારા શરુ કરવામાં આવેલ એક પોર્ટલની સંપુર્ણ વિગત તમારી સાથે સેર કરીશું. જેમાં તમે તમારી ગ્રામ પંચાયત માટે બજેટ 2023 માટે કેટલી ગ્રાંટ મળેલ છે અને છેલ્લા વર્ષોમાં કેટલી ગ્રાન્ટ પાસ થઈ અને તે કઈ કઈ જગ્યાએ વાપરવામાં આવી તેની માહિતી જોઈ શકાશે.

આ પોર્ટલની મદદથી ગામના દરેક લોકો પોતાના ગામમાં થયેલ વિકાસલક્ષી કામની વિગત જોઇ શક્શે. ગુજરાત સરકારના આ અભિગમથી નિચલા લેવલે થતા ભ્રષ્ટાચારને નાબુદ કરવાનો એક અભિગમ છે. જેથી તમે આ પોર્ટ્લ ની મદદથી તમારા ગામ, શેરી, અને શહેર માટે વિકાસના કામમાં  તમારું યોગદાન આપી શકો. તો આવો જાણીએ ગ્રામ પંચાયત કાર્યનો અહેવાલ ઓનલાઈને કેવી રીતે ચકાશવો અને તેનાથી શું ફાયદા થશે તેની વિગત અહીં જોઈએ.

Gram Panchayat Work Report Online – ગ્રામ પંચાયત રિપોર્ટ

  • દરેક ગામમાં થતા વિકાસલક્ષી કામો તે ગામની ગ્રામ પંચાયત ને લાગુ પડે છે અને તે વિકાસના કામો પુરા કરવાની જવાબદારી પણ ગ્રામ પંચાયતની રહે છે.
  • ગામમાં પાણીનો પુરવઠો પુરો પાડવાની જવાબદારી ગ્રામ પંચાયતની રહે છે.
  • એવી જ રીતે ગામની સ્કુલો, રોડો અને ગટરનું કામ કાજ ગ્રામ પંચાયત ના હસ્તક હોય છે.
  • ગામના વેરો ઉઘરાવવાની અને જમા કરવાની જવાબદારી પણ ગામ પંચાયત ની રહે છે.
  • સરકારની નવી યોજનાઓની જાણકારી લોકો સુધી પહોચતી કરી તેમને યોજનાનો મહત્તમ લાભ મળે તેવા પ્રયાસો કરવાની જવાબદારી રહે છે.
  • ભારત સરકાર દ્વારા ઈ-ગ્રામ સ્વારાજ પોર્ટલ ની શરુઆત કરવામાં આવી છે, જેમાં ગામનો કોઇપણ વ્યક્તિ ગ્રામ પંચાયતના કાર્યનો રિપોર્ટ મેળવી શકે છે.

ગ્રામ પંચાયતનો કાર્યનો અહેવાલ

મિત્રો તમે તમારા ગ્રામ પંચાયતની કાર્ય નો અહેવાલ, ગ્રામ પંચાયત બજેટ, ગામ પંચાયત સરપંચ અને સભ્યોની વિગત વગેરે ની માહિતી ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટલની મદદથી જોઈ શકશો. જેના માટે નિચેના સ્ટેપ ફોલોવ કરો.

  • સૌ પ્રથમ E-Gram Swaraj Portal પર જાઓ.
  • હવે હોમપેજ પર “પ્લાન પ્લસ” ઓપશન દેખાશે તેના પર ક્લિક કરો.
  • તમારુ રાજ્ય, જીલ્લો, તાલુકો અને ગ્રામ પંચાયત પસંદ કરો.
  • હવે તમારે જે વર્ષ નો રીપોર્ટ જોવો છે તે પસંદ કરો.
  • હવે અહેવાલ જોવા માટે “GET Report” બટન પર ક્લિક કરો.

જો, મિત્રો આવી રીતે તમે તમારા ગ્રામ પંચાયત ના કાર્યો નો રીપોર્ટ જોઈ શકો છો પરંતુ જો તમે તમારા ગ્રામ પંચાયતમાં મળેલ ગ્રાન્ટ અને વિકાસલક્ષી કામોની સંપુર્ણ વિગત મેળવવા માંગતા હોવ તો તમે નિચે આપેલ માહિતી જુઓ.

E-Gram Swaraj એપ ની મદદથી મેળવો ગ્રામ પંચાયતના ગ્રાન્ટની માહિતી

Gram Panchayat Work Report Gujarat: મિત્રો, તમારા ગ્રામ પંચાયત ને મળતી ગ્રાન્ટની માહિતી, ગામમાં ચાલી રહેલ વિકાસના કામો વગેરેની માહિતી આ એપની મદદથી જોવા માટે નિચેના સ્ટેપ ફોલોવ કરો.

  • સૌ પ્રથમ ગુગલ પ્લે સ્ટોર પર જઈ “eGramSwaraj” સર્ચ કરો અને એપને તમાર મોબાઈલમાં ડાઉનલોડ કરો.
  • હવે તમારા મોબાઈલમાં ઈ ગ્રામ સ્વરાજ એપ્લીકેશન ને ઇન્સ્ટોલ કરી ઓપન કરો.
E-Gram Swaraj
  • હવે તમને હોમપેજ પર ઘણા બધા ઓપશન દેખાશે. જેમાં તમારે ” ग्राम पंचायत रिपोर्ट ” પર ક્લિક કરો.
Gram Panchayat Work Report
  • હવે ગ્રામ પંચાયત રીપોર્ટ નુ નવુ પેજ ખુલશે જેમાં તમારે તમારુ રાજ્ય “ગુજરાત” પર ક્લિક કરતા નવુ પેજ નિચે મુજબ ખુલશે.
Gram Panchayat Work

આ પેજ માં સૌ પ્રથમ તમે નાણાકીય વર્ષ નો અહેવાલ જોવા માગો છો તે પસંદ કરો, ત્યારબાદ તમારો જિલ્લો, બ્લોક માં તમારો તાલુકો અને છેલ્લે જે ગ્રામ પંચાયતનો રીપોટ જોવા માગતા હોવ તે ગામ પસંદ કરી “Proceed” બટન પર ક્લિક કરો.

your Gram Panchayat Work Report
Gram Panchayat Work Report Online

હવે તમે તમારા ગામનો વિકાસલક્ષી કામોની સંપુર્ણ વિગત જોવા મળશે જેમાં તમે અલગ અલગ નાણાકીય વર્ષમાં થયેલ કાર્યની વિગત અને કુલ કેટલી ગ્રાન્ટ મળેલ, કેટલા લોકોને જોબ કાર્ડ રજીસ્ટર થયેલ વગેરેની વિગત સામેલ છે.

ઈ ગ્રામ સ્વરાજ એપના લાભો

e-Gram Swaraj App ના માધ્યમથી તમે તમારી ગ્રામ પંચાયતના વિકાસલક્ષી કર્યોનો રીપોર્ટ ઉપરાત ઘણા બધી બીજી માહિતી મેળવી શકો છો અને લાભો લઈ શકો છો જે નીચે મુજબ છે.

મિત્રો, ઈ ગ્રામ સ્વરોજ એપલીકેશન ની મદદથી તમે ઉપરના તમામ લાભો મેળવી શકો અને ગ્રામ પંચાયત ને લગતી તમામ માહિતી પણ મેળવી શકો છો.

આ પણ વાંચો :- હવે ઘરે બેઠા મેળવો જુના રેકર્ડ અને ૭/૧૨ ની નકલ 

તમને અહિથી Gram Panchayat Work Report Online ની સંપુર્ણ માહિતી મળી ગઈ હશે. જો આ માહિતી મેળવતા કોઈપણ પ્રકારની મુઝવણ હોય તો અમને કોમેન્ટ કરી જણાવી શકો છો. જો અમારો આ બ્લોગ પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે સેર કરો જેથી તેઓ પણ આવી માહિતીના જાણકાર થાય અને ગામના વિકાસની કામગીરી માટે સહભાગી બને, આભાર.

Spread the love

About the author

Gujarat Info Hub

5 Comments

Leave a Comment