કોલ લેટર ડાઉનલોડ ગુજરાતી ન્યૂઝ નોકરી & રોજગાર

Talati Exam 2023: પંચાયત સેક્રેટરી (પંચાયત તલાટી) પરીક્ષા વિશે જાણીલો આ ઉપયોગી માહિતી.

Panchayat Talati Cum Mantri Exam 2023
Written by Gujarat Info Hub

Talati Exam 2023 : ગ્રામ પંચાયત સેક્રેટરી (પંચાયત તલાટી) તલાટી ની પરીક્ષા માટે ઉપયોગી માહિતી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા  કન્ફર્મેશન ફોર્મ બહાર પાડવામાં આવ્યું છે . અને તે ફોર્મ પરીક્ષા આપવી હોય તે ઉમેદવારોએ ભરવું પડશે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના સચિવ શ્રી હસમુખ પટેલ સાહેબ પરીક્ષાના ઉત્તમ આયોજન ,વ્યવસ્થા અને સરકારી સંસાધનોનો કાળજી પૂર્વક્નો ઉપયોગ કરી ઉત્તમ પરીક્ષા વ્યવસ્થા માટે  ખૂબ પ્રસંસનિય કાર્ય કરી રહ્યા છે . તેમણે ટ્વીટ કરીને જણાવ્યું છે . પરીક્ષા આપનાર ઉમેદવારો સંમતિ પત્ર અચૂક ભરી લે તેમજ છેલ્લા દિવસો માં ભરવાને બદલે વહેલી તકે ઉમેદવારો કન્ફર્મેશન ફોર્મ ભરી દે એવી સૂચના તેમણે ઉમેદવારો ને આપી છે તેમજ તેમણે એમ પણ જણાવ્યું હતું કે કોઈ પણ સંજોગોમાં કન્ફર્મેશન ભરવાની તારીખ લંબાવવામાં આવશે .

પંચાયત તલાટી પરીક્ષા કન્ફર્મેશન ફોર્મ એટલે કે સંમતી પત્રક ભરવાની મુદત પૂરી થવાને હવે બે જ દિવસ બાકી છે ત્યારે જે ઉમેદવારોએ સંમતિ પત્ર ભર્યું નથી, અને પરીક્ષા આપવાના છે. તે ઉમેદવારો તરતજ સંમતી પત્ર ભરી દે 20 એપ્રિલ 2023 સવારના 11.00 વાગ્યા સુધી આ કન્ફર્મેશન ફોર્મ ભરી શકશે . ત્યાર બાદ સમય મર્યાદા વધારવામાં આવશે નહી તેવી સૂચના પણ મંડળ તરફથી આપવામાં આવી છે . તેથી  વિલંબ કર્યા વગર વહેલી તકે કન્ફર્મેશન ફોર્મ  ભરી દેવું જોઈએ . પંચાયત સેવાના પંચાયત સેક્રેટરી એટલે  તલાટી કમ મંત્રીની પરીક્ષાની  તારીખ 7 મે ફાઈનલ થઈ ગઈ છે. અને થોડા દિવસોમાં કોલ લેટર શરૂ પણ થશે . તલાટી પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા માટે “કોડ” પણ મેળવવો પડશે જે સંમતિ પત્ર ભર્યા પછીજ જનરેટ થાય છે . અને કોલ લેટર ડાઉનલોડ કરવા માટે આ કોડ સાચવી રાખવો પડશે .

ઘણા ઉમેદવારો ને દ્વિધા હતી કે સંમતિ પત્રક ભર્યા પછી કોઈ અગત્યનાં કારણોસર પરીક્ષા આપવા ના જઈ શકાય તો શું થાય .તો તેનો જવાબ પણ મંડળ દ્વારા આપવામાં આવ્યો છે . પરીક્ષાનું સંમતિ પત્ર ભર્યા પછી કોઈ કારણોસર . પરીક્ષા ના આપી શકાય તો ઉમેદવાર વિરુધ્ધ કોઈ  શિક્ષાત્મક કાર્યવાહી થશે નહી .પરંતુ મંડળ દ્વારા ઉત્તમ વ્યવસ્થા માટે શરૂ કરવામાં આવેલ સંમતિ પત્રનો પ્રયોગ સફળ બનાવીએ  અને થતાં વ્યયને અટકાવીએ તે આપણા સૌના હિતમાં છે . તેથી જે ઉમેદવારો પરીક્ષા નથી આપવાના તે સંમતિ ભરે નહી .

ઘણા ઉમેદવારો ને પ્રશ્ન હતો કે સંમતિ પત્રક ભર્યા પછી સંમતિ પત્રક રસીદ ખોવાઈ જાય તો શું  કરવું તો મંડળ દ્વારા સૂચના આપવામાં આવી છે કે સંમતિ પત્રક પાવતી ખોવાઈ જાયતો ઉમેદવાર ફરીથી Ojas વેબ સાઇટ ઉપર જન્મ તારીખ અરજીનો કન્ફર્મેશન નાખી ફરીથી પાવતી ડાઉનલોડ કરી શકશે . સંમતિ પત્ર પરીક્ષા ખંડમાં લાવવાની જરૂર નથી પરંતુ સાચવી રાખવા ભલામણ છે .  

પરીક્ષા ખંડમાં કોઈ પણ સંજોમમાં પ્રશ્નપત્ર વહેલું આપવામાં આવશે નહી .પ્રશ્ન પત્ર તેના નિયત સમયે જ આપવામાં આવશે એટલે કે 12.30 કલાકે આપવામાં આવશે . પરતું ઉમેદવારની અંગૂઠાની છાપ તેમજ  ઉમેદવારની સહી વગેરે પ્રશ્નપત્ર વહેચણી પહેલાં થઈ જાય તે માટે  ઉમેદવારોએ વહેલું આવવું પડશે . આમ ઉમેદવારોના હિતમાં તેમને કોઈ મુશ્કેલી ના પડે તે માટે મંડળના સચિવ હસમુખ પટેલ સાહેબદ્વારા સતત માર્ગદર્શન આપવામાં આવ્યું છે . તે ઉમેદવારો ને ઉપયોગી થાય તે હેતુથી અહી મૂકવામાં આવ્યું છે .

પંચાયત સેક્રેટરી (તલાટી)કોલ લેટર ( Panchayat Talati Call Letter )

પરીક્ષા અગાઉ દસ પંદર દિવસમાં કોલ લેટર ડાઉનલોડ કરવાની સૂચના મંડળ દ્વારા આપવામાં આવશે . ત્યારે પંચાયત સેક્રેટરી (પંચાયત તલાટી ) પરીક્ષાના કોલ લેટર તમે ડાઉનલોડ કરી શકશો .

પંચાયત તલાટી પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ નીં સંપુર્ણ માહિતી માટે – અહીં ક્લિક કરો.

અહીથી જુઓ આજનું નોટીફીકેશન :

panchayat-talati-exam-2023

પંચાયત તલાટી પરીક્ષા – Panchayat Talati Exam 2023 FAQS :

પ્રશ્ન : 1 પંચાયત તલાટી પરીક્ષા ક્યારે લેવાશે ?

જવાબ : પંચાયત તલાટી પરીક્ષા 7 મે ના રોજ લેવામાં આવશે .

પ્રશ્ન : 2 પંચાયત તલાટી પરીક્ષા માટેનું સંમતિ પત્ર ભરવાની છેલ્લી તારીખ ક્યારે છે ?

જવાબ : પંચાયત તલાટી સંમતિ પત્ર ભરવાની છેલ્લી તારીખ : 20 એપ્રિલ સવારના 11.00 કલાક સુધી છે .

પ્રશ્ન : 3 સંમતિ ભર્યા પછી કોઈ કારણસર પરીક્ષા ના આપી શકાય તો શું થાય ?

જવાબ ; સંમતિ પત્ર ભર્યા પછી કોઈ કારણસર પરીક્ષા ના આપી શકાતો કોઈ શિક્ષાત્મક કારવાહી થશે નહી .

પ્રશ્ન : 4 તલાટી કોલ લેટર ક્યારે ડાઉનલોડ થશે ?

જવાબ:- તલાટી પરીક્ષા કોલ લેટર તમે ૨૬ એપ્રિલ ૨૦૨૩ થી ૭ મે ના રોજ ૧૨:૦૦ કલાક સુધી ડાઉનલોડ કરી શકશો.

આ પણ જુઓ :-  તલાટી કમ મંત્રી કોલ લેટર આજથી ડાઉનલોડ કરી શકશો,

મિત્રો ,પંચાયત તલાટી પરીક્ષા 2023 એટલે કે Panchayat Talati Exam 2023 માટે ઉમેદવારોને ઉપયોગી થાય તેવી સુચનાઓ અહી મૂકવામાં આવી છે . આશા છે કે તે આપને ગમશે . જે સુચનાઓ અમોને જુદાં જુદાં  માધ્યમો દ્વારા અમોને મળેલ છે .તે આપને ઉપયોગી થાય તે હેતુ થી શેર કરી છે .તેમ છતાં આપ મંડળની સતાવાર વેબ સાઇટ અને મંડળના હેલ્પ લાઇન ફોન નંબરનો ઉપયોગ કરી માહીતી મેળવી શકો છો . આભાર !

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment