GSEB HSC Result 2023 Declared: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 14 થી 29 માર્ચ દરમિયાન યોજાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું રિઝલ્ટ આજ રોજ જાહેર કરવામાં આવ્યું છે, ધોરણ 12 નું આ વર્ષનું કુલ રિઝલ્ટ 73.27% આવ્યું છે જે ગયા વર્ષ કરતા 13.64 ટકા ઓછું છે. આ વર્ષે ધોરણ 12 ના સામાન્ય પ્રવાહની પરીક્ષામાં કુલ 4,79,289 ઉમેદવારો પોતાનું ઉમેદવારી નોંધાઈ હતી.જે પૈકી 4,77,392 ઉમેદવારો પરીક્ષા ખંડમાં હાજર રહ્યા હતા, જેમાંથી 3,49,792 પરિક્ષા પાસ કરી ઉત્તીર્ણ થયેલ છે અને જેનું પરિણામ 73.27% આવેલો છે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામ જાહેર
GSEB દ્વારા પોતાની સત્તાવાર સાઇટ www.gseb.org પર આજ રોજ એટલે કે તારીખ 31 મે 2023 ના સવારે 8:00 કલાકે ધોરણ 12 નું પરિણામ જાહેર કરાયેલ છે. તેમજ બોર્ડ દ્વારા WhatsApp નંબર શેર કરાયેલ છે જેના પર વિદ્યાર્થી પોતાનો સીટ નંબર વોટસઅપ મેસેજ દ્વારા મોકલી પોતાનું રીઝલ્ટ મેળવી શકે છે.
પુનરાવર્તિત ઉમેદવારો નું પરિણામ
આ વર્ષે પુનરાવર્તિત ઉમેદવારો ની સંખ્યા 29,974 હતી જે પૈકી 28,321 ઉમેદવારો ધોરણ 12 ની સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 11,2005 ઉમેદવારો સફળ થયા છે એટલે કે પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 49.56 ટકા આવેલ છે
ખાનગી નિયમિત ઉમેદવારો નું પરિણામ
ધોરણ 12 ની પરીક્ષા માં આ વર્ષે 34,533 ખાનગી નિયમિત ઉમેદવારો પણ નોંધાયા હતા જે પૈકી 31,988 ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 10,830 ઉમેદવારોએ ધોરણ 12 ની સામાન્ય પ્રવાહને પરીક્ષા ઉત્તીર્ણ કરી છે તો ખાનગી નિયમિત ઉમેદવારોનું પરિણામ 33.86 ટકા આવેલ છે જ્યારે ખાનગી પુનરાવર્તિત ઉમેદવારો 11,833 ઉપસ્થિત રહ્યા હતા જેમાંથી 3425 ઉમેદવાર સફળ થયા છે.
જેલ ના બંદીઓએ પણ ધોરણ 12 ની પરીક્ષા આપી
વર્ષ 2022-23 માટે રાજ્યમાં આવેલ જુદી જુદી જેલોમાં રહેલા બંદીવાનોની પરીક્ષા જેલની અંદર જ આપી શકે તે માટે પરીક્ષા કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં કુલ 56 બંદીવાનોએ ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી, જેમાંથી 22 ઉમેદવારો ધોરણ 12 ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ છે
GSEB HSC Result 2023 Declared
ધોરણ 12 સામાન્ય પ્રવાહ ના રિઝલ્ટ પર એક નજર
ધોરણ 12 નું પરિણામ માં સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો કચ્છ છે, જેનું કુલ રિઝલ્ટ 84.59% છે જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો દાહોદ છે જેનું રીઝલ્ટ 54.67% રહ્યું છે.
સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર વાંગધ્રા છે જેનું પરિણામ 95.85% છે જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર દેવગઢ બારીયા છે, જેનું પરિણામ 36.28% છે
ધોરણ 12 ના શાળાઓના પરિણામ ની વાત કરવામાં આવે તો ગુજરાતમાં કુલ 311 શાળાઓનું પરિણામ 100% છે જ્યારે 44 જેટલી શાળાઓનું પરિણામ 10% કરતા પણ ઓછું છે.
આ વખતે પણ વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીનીઓ નું પરિણામ ૧૩ ટકા વધુ છે જ્યાં વિદ્યાર્થીઓનું કુલ પરિણામ 67.03% અને વિદ્યાર્થીનિઓનું કુલ પરિણામ 80.79% રહ્યું છે
કુલ 5000 થી વધુ વિધાર્થીઓને 99 કરતાં વધુ Percentile Rank
ધો. 12 સામન્ય પ્રવાહમાં કુલ 5093 વિધાર્થીઓને 99 કરતાં વધુ Percentile Rank, જ્યારે વ્યવસાયલક્ષી પ્રવાહમાં કુલ 5 વિધાર્થીઓ અને ઉચ્ચ. ઉત્તર બુનિયાદી પ્રવાહ માં કુલ 7 વિધાર્થીઓને 99 કરતાં વધુ Percentile Rank મળેલ છે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ કેવી રીતે તપાસવું ?
ધોરણ 12 સામાન્ય પ્રવાહ નું પરિણામ તમે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ની સત્તાવાર સાઈટ પર જઈ નીચે આપેલ સ્ટેપ ફોલોવ કરી મેળવી શકશો
- સૌ પ્રથમ GSEB બોર્ડ ની સત્તાવાર વેબસાઈટ www.gseb.org પર જાઓ.
- ત્યારબાદ હોમપેજ પર તમને ધો. 12 સામાન્ય પ્રવાહ રીઝ્લ્ટ 2023 ની લિંક દેખાશે તેના પર ક્લિક કરો.
- હવે તમારો સિરીયલ નંંબર પસંદ કરો અને બેઠક નંબર દાખલ કરો.
- ત્યારબાદ “GO” બટન પર ક્લિક કરો.
- હવે તમને GSEB Class 12th Result 2023 તમારી સ્ક્રીન પર દેખાશે.
- જે તમે ડાઉનલોડ કરી અને પ્રિંટ નિકાળી શકો છો.
ધોરણ 12 નું પરિણામ જાહેર થતાં તમામ વિધાર્થીઓ પોતાનું રિઝલ્ટ ની જોવા માટે ઉત્તસૂક હશે, તમે તમારું રીઝલ્ટ ગુજરાત HSC બોર્ડ ના વોટ્સએપ નંબર 6357300971 પર તમારો બેઠક નંબર મોકલીને પણ મેળવી શકો છો. વધુ માહિતી માટે તમે અમારી નીચેની લિન્ક ને ફોલોવા કરી શકો છો.
આ જુઓ :- ધોરણ 12 ના પરિણામ જોવા માટે અહીં આપેલ લિંક પર ક્લિક કરો
ધોરણ 12 નું પરિણામ તો આવી ગયું હવે શું કરવું ? તેની મુઝવણ દરેક વિધાર્થી મિત્રો ને હશે તો અમે અહી ધોરણ 12 પછીના બેસ્ટ કોર્સ લઈને આવ્યા છીએ જેની મદદથી તમે તમારી પસંદનો કોર્સ કરી શકો.
આ જુઓ :- ધોરણ 12 પછી શું ? તો આ રહ્યા Best Course after 12 in Gujarati અને બનાવો તમારી કારકીર્દિ