જનરલ નોલેજ

ગુજરાતના વિશ્વ વારસાના સ્થળો – GUJARAT HERITAGE SIGHT 2023

ગુજરાતના વિશ્વ વારસાના સ્થળો
Written by Gujarat Info Hub

GUJARAT HERITAGE SIGHT 2024 :ગુજરાતના વિશ્વ વારસાના સ્થળો: ભારતીય સંસ્કૃતિ તેના ભવ્ય ઐતિહાસિક અને પ્રાકૃતિક  વારસા અને વિરાસતો માટે વિશ્વમાં જાણીતી છે. અનાદિકાળથી ભારતે વિશ્વને અહિસા અને શાંતિનો સંદેશ આપ્યો છે. वसुधैव कुटुंबकम  એ ભારતનો જીવન મંત્ર છે. ભારત પાસે સમૃધ્ધ ઐતિહાસિક અને પ્રાકૃતિક વારસો છે.

શિલ્પ,સ્થાપત્ય અને કલાના આ ભવ્ય વારસાનું આપણને ગૌરવ છે. વારસો એ આપણી  ઓળખ છે. આપણી આ ભવ્ય વિરાસતોની  જાળવણી અને રક્ષણ કરવું એ દરેક નાગરિકની ફરજ છે. વિશ્વ વિરાસત સમી અતિ મહત્વની ધરોહરને યુનેસ્કો એની યાદીમાં સ્થાન આપી તેની જાળવણી અને સુરક્ષા માટે  પ્રયત્નો કરે છે. આવી સાંસ્કૃતિક વિરાસત કે પ્રાકૃતિક વિરાસત ની યુનેસ્કોની યાદીમાં ભારત છઠા સ્થાને 40 જેટલી વિશ્વ વિરાસતો ધરાવે છે.

જ્યારે ગુજરાત ભારતમાં બીજા સ્થાને  4 વિશ્વ વિરાસત ધરાવે છે. ગુજરાતનાં આ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત કરનાર સ્થાપત્ય નીચે મુજબ છે.

યુનેસ્કો શું છે ?UNESCO full form in Gujarati

UNESCO – UNITED NATIONS EDUCATIONAL ,SCIENTIFIC AND CULTURAL ORGANIZATION

યુનેસ્કો  વિશ્વના  બધા દેશો માટે  કેળવણી,વિજ્ઞાન, અને સાંસ્કૃતિક વિરાસતના  મુલ્યોની સુરક્ષા અને સ્થાપના માટે કાર્ય  કરતી સંયુક્ત રાષ્ટ્રની  અનૌપચારિક સંસ્થા છે.

  • સ્થાપના :16 નવેંબર 1945
  • હેડ ક્વાટર : પેરીસ (ફ્રાંસ )

Read More ગુજરાતની જમીનના પ્રકાર વિશે સંપુર્ણ માહિતી | Gujarat Ni Jamin Na Prakar

ગુજરાતની વર્લ્ડ હેરિટેજ સાઇટ

૧. ચાંપાનેર

ચાંપાનેર -પાવાગઢ આર્કિઓલોજીકલ પાર્ક : ચાંપાનેર પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકા માં આવેલું છે. તે વડોદરાથી ૪૭ કિ.મી રોડ માર્ગ થી જોડાયેલું છે તે પ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટીથી છે. કિલોમીટરના અંતરે આવેલું છે. ચાંપાનેર ચાવડા વંશના રાજા વનરાજ ચાવડાએ તેના મિત્ર અને સેનાપતિ ચાંપાની યાદમાં વસાવ્યું હતું. સમય જતાં તે વખતના ચૌહાણ રાજાને હરાવી  ગુજરાતના સુલતાન મહમદ બેગડાએ ચાંપાનેર જીતી લઈ ચાંપાનેરને તેની રાજધાની બનાવી હતી.

ચાંપાનેર તેના ભવ્ય ઐતિહાસિક કિલ્લા,જામી મસ્જિદ,મોતી મસ્જીદ વગેરે ઐતિહાસિક ધરોહર ના કલા વારસાને ધ્યાને લઈ વર્ષ 2004 માં ગુજરાતની સૌ પ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે યુનેસ્કોની યાદીમાં સ્થાન પામ્યું છે. કિલ્લાની બહાર ભવ્ય જામા મસ્જિદ તેની બેનમૂન કોતરણી માટે જાણીતું છે. આ ઉપરાંત કેવડા મસ્જિદ,નગીના મસ્જિદ અને અન્ય ઐતિહાસિક સ્થાપત્યો આવેલા છે. 

પ્રકૃતિથી ભરપૂર પાવાગઢ અને તેના પર બિરાજમાન મહાકાળી માતાનું  મંદિર આવેલું છે.તાજેતરમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વરદહસ્તે મહાકાળી માતાજીના ધ્વજારોહણનો ભવ્ય કાર્યક્રમ કરવામાં આવેલ, વર્તમાન સમયમાં ગુજરાત સરકાર દ્વારા મંદિરના વિકાસ માટેનું ઉત્તમ કાર્ય થઈ રહ્યું છે.સમગ્ર વિશ્વમાંથી શ્રધ્ધાળુ અને પર્યટકો અહી દર્શને આવે છે.

૨. રાણી કી વાવ

રાણી કી વાવ પાટણ જિલ્લાના મુખ્ય મથક પાટણમાં સરસ્વતીના કિનારે  સહસ્ત્રલિંગ તળાવ ની નજીકમાં આવેલી  ઐતિહાસિક વિશ્વ વારસાની ધરોહર છે. પાટણ અમદાવાદથી રેલમાર્ગે અને સડક માર્ગે જોડાયેલું છે. શહેર છે.પાટણ તેની આ ઐતિહાસિક સાંસ્કૃતિક અને કલાના ક્ષેત્રે જાણીતું શહેર છે. પ્રસિદ્ધ જૈનાચાર્ય સિદ્ધહેમ શબ્દાનુંશાસન ગ્રંથના રચયિતા હેમચંદ્રાચાર્ય  ની કર્મભૂમિ અને સિધ્ધરાજ જયસિંહની રાજધાની નું શહેર છે.પાટણ પટોળાં નગરી તરીકે પણ જાણીતું છે પાટણના પટોળાં વિશ્વભરમાં જાણીતાં છે.

૧૦૬૩ માં ભીમદેવ પહેલાની પત્ની, રાણી ઉદયમતી એ તેના પતિની યાદમાં આ વાવ  બંધાવી હતી.  પૂર્વાભિમુખ આ વાવ સાત માળની છે.  વાવમાં ઉતરવા માટે પગથિયાં છે. ઝરૂખાઓ અને સ્તંભો વચ્ચેથી પસાર થતાં બંને બાજુએ  ૮૦૦ જેટલી  દશાવતાર ,વિષ્ણુ અને દેવ-દેવીઓ સહિત શ્રુંગારસજતી  અપ્સરાઓની  અતિ સુંદર શિલ્પકૃતિઓ છે. છેલ્લે કૂવો છે. કૂવાના થાળાની સામેની તરફ આડા પડેલા શેષાશયી   વિષ્ણુની સુતેલી સુંદર પ્રતિમા છે.

રાણીની વાવ જયા પ્રકારની વાવ છે.સરસ્વતી નદીના કિનારે આવેલી આ વાવ  સમય જતાં તે નદીના પૂરને ને લીધે પુરાઈ ગયેલ હતી.1980 માં  પુરાતત્વ ખાતા દ્વારા તેનું ખોદકામ કરી અસલ સ્વરૂપમાં વાવ ને કાઢવામાં આવી. આ વાવ અદ્ભુત શિલ્પો અને સ્થાપત્યનો  ઉત્તમ નમૂનો છે. નજીકમાં જ પાટણના પ્રસિદ્ધ રાજવી સિદ્ધરાજ જયસિંહ  દ્વારા બાંધવામાં આવેલું 1008 શિવના મંદિરો વાળુ સહસ્ત્રલિંગ તળાવ પણ આવેલું  છે.

આ સ્થાપત્યોને વર્ષ 2014 માં વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળતાં સમગ્ર વિશ્વમાંથી પર્યટકો અહીં આવે છે. ભારતની  રિઝર્વ બેન્ક દ્વારા 100  રૂપિયાની નવી  ચલણી નોટ પર રાણકી વાવની  તસવીર છાપી  આ વાવનું બહુમાન કરી ગૌરવ વધાર્યું છે. રાણીએ બનાવેલી આ વાવ ને લીધે લોકો તેને રાણીની વાવ અથવા રાણકીવાવ ના નામથી ઓળખે છે .

૩. અમદાવાદ શહેર

અમદાવાદ ગુજરાતની આર્થિક રાજધાની અને વ્યાપારનું મહત્વનુ કેન્દ્ર છે. ભારતના મોટા શહેરોની ગણતરી એ વસતિની દ્રષ્ટિએ સાતમું સ્થાન ધરાવે છે.  સાબરમતીના કિનારે આવેલું અમદાવાદ  આર્થિક સાંસ્કૃતિક  અને ઐતિહાસિક  ધરોહર  ધરાવતું મહત્વનું શહેર છે. 1411 માં અહમદશાહે  અમદાવાદ શહેર વસાવ્યું હોવાથી તેનું નામ અમદાવાદ પડયું.

અમદાવાદનો આસપાસનો વિસ્તાર આશાપલ્લી તરીકે જાણીતો હતો. અને અહી આશાવાલ નામના રાજાનું રાજ્ય હતું.  કર્ણદેવ સોલકી એ આશાવલને હરાવી આ નગર જીતી લઈ તેનું નામ કર્ણાવતી પાડયું એવી પણ માન્યતા છે.

સાબરમતી રીવર ફ્રન્ટ ,બી.આર.ટી.એસ ,ગાંધી આશ્રમ ,મોરારજીભાઇ દેસાઈની સમાધિ (અભયઘાટ ) ઝૂલતા મીનારા ,હઠીસીંગનાં દેરાં,સીદી સૈયદની જાળી ,કાંકરીયા ,સરખેજનો રોજો ,જામા મસ્જિદ,સ્વામીનારાય મંદિર ,અને આમદવાવાદની આગવી ઓળખસમી પોળો અમદાવાદની ભવ્ય સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહર છે. અમદાવાદ શહેરને 2017 માં વિશ્વ ધરોહર તરીકે યુનેસ્કોએ સ્થાન આપી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. 

હેરીટેજ વોક

 અમદાવાદમાં પ્રાચીન મધ્યકાલીન અને અર્વાચીન સ્થાપત્યોનો સમન્વય થયેલો જોઈ શકાય છે. પોળો અમદાવાદની આગવી ધરોહર છે. આ ધરોહર ને જોવી જાણવી અને સાચવવી ખૂબ જરૂરી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વોકનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વામિનારાયણ મંદિરથી વિવિધ સ્થાપત્યો અને પોળો થઈને મસ્જિદ સુધી જતી આ વોકને મંદિરથી મસ્જિદ ની વોક પણ કહે છે.

૪. ધોળાવીરા

ધોળાવીરા ગુજરાતની પશ્ચિમે કચ્છ જીલ્લાના ભચાઉ તાલુકામાં ખદીર બેટમાં આવેલું છે. 3500 વર્ષ પહેલાનું ભવ્ય નગર રચનાના અવશેષો ધરાવતું સિંધુ સભ્યતાનું નગર. તે ક્ચ્છ જીલ્લાના મુખ્ય મથક ભુજ થી સડક માર્ગથી જોડાયેલું છે . ધોળાવીરા  મહત્વનું  હડડ્પીયન  સંસ્કૃતિનું  ભવ્ય  નગરનિયોજન  ધરાવતું નગર છે.

 હડ્પ્પીયન સંસ્કૃતિનું આ નગર તેની ભવ્ય નગર રચના, પાણીના એક એક ટીંપાનો સંગ્રહ કરી શકાય તેવી ઉત્કૃષ્ઠ પાણીની સંગ્રહ વ્યવસ્થા,ગટર વ્યવસ્થા, મકાનોનું પત્થર દ્વારા બાંધકામ. નગરની અંદર અને બહારની રચના. હસ્તકલાઓથી સ્મૃદ્ધ હોવાના પુરાવા પણ સાંપડે છે.

તાંબુ,સીસું,અકીક,ચૂનો વગેરે પદાર્થોનો વેપાર અને ઉપયોગ અહી થયો હોવાના અને બહારના દેશો સાથે વેપાર કરવાના વ્યવસાયીક મહત્વને લઈ આ સ્થળે નગર અસ્તિત્વમાં આવ્યું હશે. કેમ કે સિંધુ સભ્યતાનાં નગર નદીના કિનારે અને મેદાનોના પ્રદેશમાં  વસાવેલા છે. ફક્ત ધોળાવીરા તેમાં અપવાદ છે.  અહી 1500 વર્ષ સુધી આ નગર અસ્તિત્વ ધરાવતું હશે.યુનેસ્કોએ વર્ષ 2021માં તેને વિશ્વ વિરાસત તરીકે માન્યતા આપતાં ગુજરાતનાં ચાર સ્થળોનો વિશ્વ હેરીટેજ સાઇટમાં સમાવેશ થયો છે.

Read More : ગુજરાત વિશે માહિતી ગુજરાતીમાં ꠰ Gujarat Vishe Mahiti

ગુજરાતના વિશ્વ વારસાના સ્થળો – યુનેસ્કોની ટેન્ટેટિવ યાદી

૧. વડનગર

ગુજરાતમાં મહેસાણા જીલ્લામાં આવેલું વડનગર  મહેસાણા થી 37 કી.મી. સડક માર્ગે જોડાયેલું છે. વડનગર તેના ભવ્ય સાંસ્કૃતિક વારસા અને પ્રાચીન નગર તરીકેની ઓળખ ધરાવે છે. પ્રાચીન નામ આનંદપુર કે આનર્તપૂર  તરીકે ઓળખાતું ક્ષત્રપ કાળ સમયના બૌધ અવશેષો ધરાવતું નગર. બૌધ અને જૈન ધર્મનું કેન્દ્ર પણ હતું . 

શિલ્પ સ્થાપત્યનો અજોડ નમૂનો ધરાવતું કિર્તિ તોરણ,હાટકેશ્વર મંદિર,શર્મિષ્ઠા તળાવ અને અનેક સાંસ્કૃતિક ધરોહર ધરાવતું ઐતિહાસિક નગર ને  તારીખ: 13/12/2022 ના રોજ  યુનેસ્કોની ટેન્ટેટિવ યાદીમાં સ્થાન મળ્યું છે.  અહીયાં ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે તાના રીરી સંગીત સમારોહ યોજાય છે.

૨ .મોઢેરા

મહેસાણા જીલ્લાના બેચરાજી તાલુકામાં મહેસાણાથી 25 કી.મી. અને અમદાવાદ થી 106 કી.મી. અંતરે સડક માર્ગથી જોડાયેલું છે.  મોઢેરા પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. મોઢેરાનું સૂર્ય મંદિર 1026 માં સોલંકી વંશના પ્રતાપી રાજા ભીમદેવ પહેલાએ બંધાવ્યું હતું . આ સૂર્ય મંદિર મારુ ગુર્જર શૈલી માં બાંધવામાં આવેલું તે  ત્રણ ભાગમાં બાંધાયેલું  છે.તેમાં પ્રથમ ગર્ભગૃહ ,સભામંડપ અને પવિત્રકુંડ .એમ ત્રણ ભાગ પડે છે. જેમાં ઉત્તમ શિલ્પો વડે શોભાયમાન છે.  તેને તારીખ : 22/12/2022 ના તેને યુનેસ્કોની ટેંટેટીવ યાદીમાં સ્થાન મળ્યું છે.

ગુજરાત સરકારના પ્રવાસન ખાતા દ્વારા દર વર્ષે જાન્યુઆરી માસમાં સંગીત નૃત્યનો ભવ્ય કાર્યક્રમ ઉતરાર્ધ મહોત્સવ યોજાય છે.

જુઓ :- માટી બચાવો અભિયાન

યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ – FAQs

1  ગુજરાતનાં કયાં સ્થળોને વિશ્વ વિરાસત સ્થળો તરીકે જાહેર કરેલ છે .

જવાબ –ગુજરાતમાં ચાંપાનેર ,રાણીકી વાવ ,અમદાવાદ શહેર અને ધોળાવીરા ને વિશ્વ વિરાસત તરીકે સ્થાન મળ્યું છે?

2  ગુજરાતનાં કેટલાં સ્થળોને વિશ્વ વારસા તરીકે સ્થાન મળ્યું છે?

જવાબ- ગુજરાતના કુલ ૪ સ્થળોને વિશ્વા ધરોહર સ્થળ તરીકે સ્થાન મળ્યું.

3  ચાંપાનેર કયા જીલ્લામાં આવેલું છે?

જવાબ –ચાંપાનેર પંચમહાલ જીલ્લામાં આવેલું છે?

4  રાણીકી વાવ કોણે બંધાવી હતી ?

ભીમદેવ પહેલાની રાણી ઉદયમતી એ રાણી કી વાવ બંધાવી હતી .

5  રાણી કી વાવ ક્યાં આવેલી છે?

જવાબ- રાણી કી વાવ  પાટણ શહેરમાં આવેલી છે .

6  સહસ્ત્ર લીગ તળાવ કોણે બંધાવ્યું હતું  ?

જવાબ : સહસ્ત્રલીંગ તળાવ સિધ્ધરાજ જયસિંહે બંધાવ્યું હતું .

7  સહસ્ત્રલીંગ તળાવ ક્યાં આવેલું છે ?

જવાબ-સહસ્ત્રલીંગ તળાવ પાટણ શહેરમાં આવેલું છે .

8  પટોળાં માટે કયું શહેર જાણીતું છે?

જવાબ- પટોળાં માટે પાટણ શહેર જાણીતું છે .

9  સિદ્ધહેમ શબ્દાનુંસાસન ગ્રંથ  કોણે લખ્યો છે?

જવાબ- સિદ્ધહેમ શબ્દાનુંશાસન ગ્રંથ  હેમચંદ્રાચાર્યે લખ્યો છે .

10   રાણીની વાવનું ચિત્ર કેટલા રૂપિયાની નોટ પર છાપવામાં આવ્યું છે ?

જવાબ –રાણીકી વાવનું ચિત્ર 100 રૂપિયાની નોટ પર છાપવામાં આવ્યું છે

11  અમદાવાદ શહેરની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી ?

જવાબ :1411 માં અમદાવાદ શહેરની સ્થાપના કરવામાં આવી હતી .

12  અમદાવાદ શહેરની સ્થાપના કોણે કરી હતી ?

જવાબ : અહમદશાહે અમદાવાદ ની સ્થાપના કરી હતી .

13  અણહિલપુર પાટણની સ્થાપના કોણે કરી હતી ?

જવાબ- અણહિલપુર પાટણની સ્થાપના વનરાજ ચાવડાએ કરી હતી .

14  મોરારજીભાઇ દેસાઈની સમાધિ સ્થળનું નામ શું છે ?

જવાબ – મોરારજીભાઇ દેસાઈની સમાધિ સ્થળનું નામ અભયઘાટ છે ?

15  મોરારજીભાઇ દેસાઈની સમાધિ ક્યાં આવેલી છે ?

જવાબ- મોરારજીભાઇ દેસાઈની સમાધિ અમદાવાદ માં આવેલી છે?

16  ગુજરાતમાં હેરીટેજ વોક ક્યાં શરૂ કરવામાં આવેલી છે?

જવાબ –  હેરીટેજ વોકઅમદાવાદ માં શરૂ કરવામાં આવી છે.

17  ઘોળાવીરા કયા તાલુકામાં આવેલ છે?

જવાબ –ધોળાવીરા ભચાઉ તાલુકામાં આવેલ છે ?

18  ધોળાવીરા કયા બેટ માં આવેલું છે?

જવાબ –ધોળાવીરા ખદીર બેટમાં આવેલું છે .

19  વડનગરનું  પ્રાચીન નામ કયું છે ?

જવાબ –વડનગરનું પ્રાચીન નામ આનંદપુર કે આનર્તપુર છે .

20  તાના રી રી  મહોત્સવ ક્યાં યોજાય છે ?

જવાબ –તાનારીરી મહોત્સવ વડનગરમાં યોજાય છે.

21  મોઢેરા કઈ નદીના કિનારે આવેલું છે?

જવાબ –મોઢેરા પુષ્પાવતી નદીના  કિનારે આવેલું છે .

22  મોઢેરાનું સૂર્ય મંદિર કોણે બંધાવ્યું હતું ?

જવાબ- મોઢેરાનું સૂર્ય મંદિર ભીમદેવ પહેલાએ બંધાવ્યું હતું?

23  મોઢેરાનું સૂર્ય મંદિર કઈ સાલમાં બાંધવામાં આવ્યું ?

જવાબ -1026

24  મોઢેરાનું સૂર્ય મંદિર કઈ શૈલીમાં બાંધવામાં આવ્યું છે?

જવાબ –મોઢેરાનું સૂર્ય મંદિર મારુ ગુર્જર શૈલીમાં બાંધવામાં આવ્યું છે.

25  યુનેસ્કોની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી ?

જવાબ- યુનેસ્કોની સ્થાપના સન 1945 માં કરવામાં આવી

26  યુનેસ્કોનું વડું મથક ક્યાં આવેલું છે ?

જવાબ –યુનેસ્કોનું વડું મથક પેરીસ (ફ્રાંસ) માં આવેલું છે .

26. યુનેસ્કો નું ફૂલ ફોર્મ શું છે ?

જવાબ :- UNITED NATIONS EDUCATIONAL ,SCIENTIFIC AND CULTURAL ORGANIZATION.

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment