જનરલ નોલેજ

ગુજરાતના અભયારણ્યો PDF – Gujarat na Abhyaran in Gujarati

ગુજરાતના અભ્યારણો PDF
Written by Gujarat Info Hub

Gujarat na Abhyaran List: મિત્રો, આજે આપણે ગુજરાતના અભયારણ્યો pdf અને તેની વિસ્તુર્ત માહિતી મેળવીશું. વધુમાં અહીં ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાન ના નામ પણ તમારી સાથે સેર કરીશું. અગાઉ આપણે જનરલ નોલેજ ની કેટેગરી માં ગુજરાતના બંદરો વિશે માહિતી જોઈ હવે આજે અહીં અમે ગુજરાતના અભ્યારણો ના નામ અને સ્થાન વિશેની માહિતી મેળવિશું.

ગુજરાતના અભયારણ્યો :

ભારતમાં કુલ ૫૩૨ અભયારણ્ય આવેલ છે, જેમાંથી ગુજરાતમાં કુલ ૨૩ અભયારણ્ય આવેલ છે. જેમાં સૌથી મોટું અભયારણ્ય સુરખાબ અભયારણ્ય છે. અને ગુજરાતનું પ્રથમ અભયારણ્ય ગીર અભ્યારણ્ય છે. હવે નિચે આપડે Gujarat na abhyaran list મુકેલ છે જેને વાંચો અને પીડીએફ પણ ડાઉનલોડ કરી શકશો.

બાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્ય :

 બાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્ય: બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકામાં માં આવેલું છે  જેની સ્થાપના 1989 માં  કરવામાં આવેલ છે.આ અભયારણ્ય રીંછ, ઝરખ અને નીલગાય માટેનું અભયારણ્ય છે. આ ઉપરાંત અનેક વન્ય જીવો અને વિવિધ પ્રજાતિનાં પંખીઓ અહી જોવા માહે છે .

જેસોર રીંછ અભયારણ્ય :

બનાસકાંઠા જિલ્લામાંઅરવલ્લીની ગિરિમાળાઓમાં જેસોરની ટેકરીયોમાં થરના રણની દક્ષિણે આવેલું છે. ગુજરાત રાજ્ય વન ખાતા દ્વારા વસવાટ અને જાતિ પ્રબંધન હેઠળ રીછ માટેનું રક્ષિત અભયારણ્ય છે જે 180.66 ચો.કિમી વિસ્તારમાં ફેલાયેલું છે . જેસોર રીંછ અભયારણ્ય રીછ ઉપરાંત ઝરખ ,નીલગાય માટેનું વસવાટ અભયારણ્ય છે . જેસોર રીંછ અભયારણ્ય ઇકબાલગઢ થી 9.2 કિમીના અંતરે આવેલું છે . વર્તમાનમાં રીછ ની સંખ્યા ભયજનક સ્થિતિમાં છે . કેદારનાથ મહાદેવનું મંદિર અહી આવેલું છે .

ઘુડખર અભયારણ્ય :

ગુજરાત રાજ્ય વન્ય જીવ માટે ખૂબ સમૃધ્ધ રાજ્ય છે . ગુજરાતમાં એશિયાટિક સિંહ, ઘુડખર જેવાં દુર્લભ પ્રાણીઓ માત્ર ગુજરાતમાં જોવા મળે છે . ઘુડખર સમગ્ર વિશ્વમાં માત્ર કચ્છના નાના રણ માંજ જોવા મળતું પ્રાણી છે . જે જંગલી ગધેડા પ્રકારનું પ્રાણી છે . 1986 માં તેના રક્ષણ માટે કચ્છના નાના રણ માં ઘુડખર અભયારણ્ય ની સ્થાપના કરવામાં આવેલી છે . ઘુડખર અભયારણ્ય 4954 કિમીમાં પથરાયેલું ભારતનું સૌથી મોટું અભયારણ્ય છે. 

સુરખાબ  અભયારણ્ય :

કચ્છના નાના રણમાં સુરખાબ નગર અભયારણ્ય આવેલું છે . જે ની સ્થાપના 1986 માં કરવામાં આવેલી છે . સુરખાબ  અભયારણ્ય 7506 ચોરસ કિમી માં પથરાયેલું આ અભયારણ્ય ચિંકારા અને વરુ માટેનું અભયારણ્ય છે .

નારાયણ સરોવર અભયારણ્ય :

નારાયણ સરોવર ભારતના પવિત્ર સરોવરો  પૈકીનું એક મહત્વનુ પવિત્ર સરોવર છે .જે કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું છે . નારાયણ સરોવર અભયારણ્ય માં  ચિંકારા ,નીલગાય ,અને હેણોતરો તેમજ વિવિધ પ્રકારનાં પક્ષીઓ માટેનું અભયારણ્ય છે . નારાયણ સરોવર અભયારણ્ય ની  સ્થાપના 1986 માં કરવામાં આવેલી છે . તેમજ નારાયણ સરોવર અભયારણ્ય 442 ચો .કિમી માં પથરાયેલું છે .

કચ્છ ઘોરાડ અભયારણ્ય :

ઘોરાડ સ્વભાવે શાંત અને વજનદાર પક્ષી છે . તે ગુજરાત સિવાય દેશના મહારાષ્ટ્ર અને બીજા કેટલાંક રાજ્યોમાં જોવા મળે છે . ઘોરાડ અભ્યારણ્ય નળીયા તાલુકાના જખૌ ગામ પાસે આવેલું છે . કચ્છ ઘોરાડ અભયારણ્ય ની  સ્થાપના 1992 માં કરવામાં આવેલી છે . તેમજ ઘોરાડ અને ચિંકારા માટેનું કચ્છ ઘોરાડ અભયારણ્ય  203 ચો.કિમી વિસ્તારમાં ફેલાયેલું છે .

ગાગા પક્ષી અભયારણ્ય :

ગાગા પક્ષી અભયારણ્ય અથવા મહાગંગા પક્ષી અભયારણ્ય દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં આવેલું પક્ષી અભયારણ્ય છે. ગુજરાતના અભ્યારણો માં ગાગા પક્ષી અભયારણ્યની સ્થાપના 1988 માં કરવામાં આવી છે ગાગા પક્ષી અભયારણ્ય 332.87 ચો. કિમી વિસ્તારમાં ફેલાયેલું પક્ષીઓ માટેનું અભયારણ્ય છે .જેમાં નીલગાય ,જંગલી બિલાડી અને શિયાળ જેવાં પ્રાણીઓ માટેનું અભયારણ્ય છે .

ખીજડીયા પક્ષી અભયારણ્ય  Khijadia Wetland 

ખીજડીયા પક્ષી અભયારણ્ય ગુજરાતના જામનગરથી 12 કીમીના અંતરે આવેલું 605 હેક્ટરમાં પથરાયેલું વૈવિધ્ય સાભર પક્ષીઓનું આશ્રય સ્થાન છે. અહી શિયાળામાં દેશ વિદેશથી અનેક પક્ષીઓ શિયાળો ગાળવા માટે અહી આવે છે . આ સ્થળને ગુજરાતના વન વિભાગ દ્વારા 6 નવેમ્બર 1982 ના રોજ પક્ષી અભયારણ્ય નો દરજ્જો આપવામાં આવ્યો છે .તેમજ 3 ફેબ્રુઆરી 2022 ના દિવસે રામસર સાઇટ નો દરજ્જો પણ મળ્યો છે. “Khijadiya Ramsar Site” ખીજડીયા પક્ષી અભયારણ્ય  ગુજરાતનું સૌથી મોટું પક્ષી અભયારણ્ય છે . અહી યાયાવર પક્ષીઓની જાતિઓમાં ઘણી વિવિધતા જોવા મળે છે .

પોરબંદર પક્ષી અભયારણ્ય :

પોરબંદર પક્ષી અભયારણ્ય પોરબંદર જિલ્લાના પોરબંદર શહેરના શાસ્ત્રી સર્કલ પાસે આવેલું પોરબંદર પક્ષી અભયારણ્ય માનવ વસ્તી વચ્ચે આવેલું પક્ષી અભયારણ્ય છે . આ જળ પ્લાવિત વિસ્તાર છે અને તેને 2010 થી પોરબંદર પક્ષી અભયારણ્ય તરીકે રક્ષિત કરવામાં આવેલ છે .

બરડા  અભયારણ્ય :

બરડા અભ્યારણ્ય પોરબંદર જિલ્લામાં આવેલું છે. અને તે એશિયાઈ સિંહો માટે તૈયાર કરવામાં આવ્યું છે. બરડા અભયારણ્ય જેને 1979 ના વર્ષે ગુજરાતના વન વિભાગ દ્વારા આરક્ષિત કરવામાં આવ્યું છે . બરડા અભ્યારણ્યમાં સિંહ ઉપરાંત નીલગાય જેવાં વિવિધ પ્રકારનાં તૃણાહારી પ્રાણીઓ અને દીપડા જેવાં પ્રાણીઓ માટેનું આશ્રય સ્થાન બન્યું છે. બરડા અભયારણ્ય 192 ચો .કિમી જેટલા વિસ્તારમાં પથરાયેલું છે .

હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય :

હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય રાજકોટ જિલ્લાના વીછીયા તાલુકાના હિંગોળગઢ ગામમાં આવેલું પ્રકૃતિ શિક્ષણ ગુજરાતના અભ્યારણો છે . આ અભયારણ્ય નો વિકાસ અને સંચાલન ગાધીનગર સ્થિત ગીર ફાઉન્ડેશન સંસ્થા કરે છે . “હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય” ખૂબ જ લીલોતરી ધરાવતો વનચ્છાદિત નાનકડો પ્રદેશ છે . અહી પ્રકૃતિ શિક્ષણની શિબીરો કરવામાં આવે છે .શિબીરાર્થીઓ માટે ટેન્ટ અને બીજી વ્યવસ્થાઓ કરવામાં આવેલ છે . ચોમાસા દરમ્યાન ઝરણાનું નયનરમ્ય દશ્ય પણ જોવા મળે છે . 654 ચોરસ કિમીમાં ફેલાયેલો આ વિસ્તાર 1984 થી હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય તરીકે આરક્ષિત કરવામાં આવેલ છે .    

નળ સરોવર પક્ષી અભયારણ્ય (nal sarovar )  :

નળ સરોવર ગુજરાતના અમદાવાદ  અને સુરેન્દ્રનગર જીલ્લાની હદમાં આવેલું છે . અમદાવાદ થી સાણંદ થઈ નળ સરોવર જઈ શકાય છે.  નળ સરોવર  12000 હેક્ટર જેટલો વિસ્તાર ધરાવે છે . પાણીની વધુમાં વધુ ઊંડાઈ 2.7 મીટર જેટલી અને અનેક નાના નાના બેટ આવેલા હોઈ વનસ્પતિ વૈવિધ્ય ખૂબ સારું અને વિકસિત છે.પરિણામે અનેક જીવો અને દેશવિદેશ નાં લાખો પક્ષીઓ માટેનું આશ્રય સ્થાન બન્યું છે સને 2020 માં આયાવર પક્ષીઓની સંખ્યા 315000 જેટલી નોધાઈ હતી . આ નળ સરોવર ગુજરાતના વન ખાતા દ્વારા રક્ષિત અભયારણ શ્રેણીમાં તેમજ રામસર સાઇટ માં સ્થાન પામ્યું છે. ગુજરાત સરકાર દ્વારા ઇકો ટુરીઝ્મ ક્ષેત્રે પણ સારો વિકાસ થયો છે .દેશ વિદેશ થી પક્ષી પ્રેમીઓ લાખોની સંખ્યામાં અહી સહેલગાહે આવે છે . તાજેતરમાં આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ દિવસની ઉજવણીના ભાગ રૂપે તારીખ 3 જાન્યુઆરી થી 6 જાન્યુઆરી સુધી ચાર દિવસનો વર્કશોપ ગુજરાત સરકારના વન અને પર્યાવરણનાં માનનીય  મંત્રી શ્રી મુળુભાઇ બેરા ની ઉપસ્થિતિ યોજવામાં આવ્યો હતો .જેમાં જેમાં દેશ વિદેશના અનેક પ્રતિનિધિઓ  હાજર રહ્યા હતાં .આ વિસ્તારમાં પોતાની સંસ્કૃતિ ધરાવતા આગવી પઢાર જાતિના લોકો વસવાટ કરે છે. તેમનું પઢાર નૃત્ય જાણીતું છે .

વઢવાણા પક્ષી અભયારણ્ય ( wadhwana Wetland ) :

વઢવાણા સરોવર “wadhwana Wetland”  વઢવાણા ગામ પાસે આવેલું વડોદરા મહારાજા સયાજીરાવ ત્રીજા એ સિંચાઇ માટે બંધાવેલું સરોવર છે .જે વડોદરા જીલ્લાના ડભોઇ તાલુકાના વઢવાણા પાસે આવેલું મોટું સરોવર છે . તેનો વિસ્તાર 10.38 ચો .કિ.મી. જેટલો છે . આ સરોવર નો રામસર સાઇટમાં સમાવેશ થયેલો છે. જે અનેક જીવો તેમજ યાયાવર પક્ષીઓ માટેનું આશ્રય સ્થાન બન્યું છે . જેની ગણના ભારત અને ગુજરાતનાં આગત્યના Wetland વિસ્તાર તરીકે થાય છે.

થોળ પક્ષી અભયારણ્ય   (Thol lake) :

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના થોળ ગામ પાસે 38000 એકરમાં પથરાયેલું  સરોવર “Thol Lake “ પક્ષી અભ્યારણ્ય “thol bird sanctuary” તરીકે જાણીતું અગત્યનું સરોવર અને તેનો આસપાસનો વિસ્તાર વિવિધ પ્રજાતિનાં પક્ષીઓ નું આશ્રયસ્થાન બન્યું છે . શિયાળામાં દરમ્યાન થોળ પક્ષી અભયારણ્યમાં દેશ વિદેશના અનેક યાયાવર પક્ષીઓ આવે છે જેમાં સારસ અને સુરખાબ ઉપરાંત બીજાં અનેક પ્રજાતિનાં પક્ષીઓ જોવા મળે છે.તે ગુજરાતના વન વિભાગ દ્વારા રક્ષિત પક્ષી  અભ્યારણ્ય અને રામસર સાઇટ તરીકે ભારત અને ગુજરાતમાં  મહત્વનું સ્થાન ધરાવે છે . વડોદરાના વઢવાણા સરોવર ની જેમ આ સરોવર પણ કૃત્રિમ સરોવર છે જેને ગાયકવાડ સમયમાં 1912 માં બાંધવામાં આવ્યું હતું . જેને 1988 માં પક્ષી અભયારણ્ય તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો છે .

પાણીયા અભયારણ્ય :

પાણીયા અભયારણ્ય ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશના અમરેલી જિલ્લામાં આવેલું સિંહ માટેનું મહત્વનું અભયારણ્ય છે. પાણીયા અભયારણ્ય સિંહ ,ચિકારા, નીલગાય,દીપડો,ઝરખ વગેરે પ્રાણીઓ તેમજ અનેક વિધ પક્ષીઓ માટેનું નિવાસ સ્થાન બન્યું છે . પાણીયા અભયારણ્યની સ્થાપના 1989 માં કરવામાં આવી છે. તેમજ તે 39.63 ચોરસ કિમી વિસ્તારમાં પથરાયેલું અભયારણ્ય છે .

રામપરા અભયારણ્ય :

ગુજરાતના મોરબી જિલ્લામાં આવેલું રામપરા અભયારણ્ય અનેક વિધ જંગલી પ્રાણીઓ માટેનું આશ્રય સ્થાન બન્યું છે . જે ખાસ કરીને ચિંકારા, વરુ અને નીલગાય માટેનું અભયારણ્ય છે . રામપરા અભયારણ્ય માં ઝાડી ,ઝાંખરાં અને ઊંચા ઘાસના આ વિસ્તારને 1988 થી વન્ય જીવ માટે આરક્ષિત કરવામાં આવ્યો છે જેનું ક્ષેત્રફળ 15.01 ચોરસ કિમી જેટલું છે .

શૂલપાણેશ્વર વન્યજીવન અભયારણ્ય : ( Shoolpaneshwar Wildlife Sanctuary )

શૂલપાણેશ્વર વન્યજીવન અભયારણ્ય દક્ષિણ ગુજરાતમાં વિધ્યાચલ અને સાતપુડાની ટેકરીઓના પશ્ચિમ ભાગે  અને નર્મદા નદીના  દક્ષિણ કિનારે  આવેલું છે . મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સીમાઓ સાથે તેની સીમાઓ જોડાયેલી છે . તે 607.7 ચોરસ કિમી વિસ્તારમાં પથરાયેલું છે . લીલાં છમ ગાઢ જંગલો અને સાગનાં વૃક્ષો ધરાવતું આ અભયારણ્ય ઝરણાં,ઘોધ  અને જળાશય ધરાવતું આ શૂલપાણેશ્વર વન્યજીવન અભયારણ્ય 1982 માં સ્થાપવામાં આવ્યું છે . જેમાં ચીત્તા,માંકડું ,કીડીખાઉ ,હરણ,ચોશીંગા ,શાહુડી શરીસૃપોની અનેક પ્રજાતિઓ અને પોપટ ,ઊડતી ખિસકોલી  પ્રજાતિના ઘણાં પક્ષીઓ માટેનું આશ્રય સ્થાન બન્યું છે . પરંતુ હાલ ચિત્તાની કોઈ પ્રજાતિ અસ્તિત્વમાં નથી .

જાંબુઘોડા અભયારણ્ય :

જાંબુ ઘોડા અભયારણ્ય પંચમહાલ જીલ્લામાં આવેલું છે . આ અભયારણ્યની સ્થાપના 1990 ના વર્ષ માં કરવામાં આવી છે . જાંબુઘોડા અભયારણ્ય 130.38 ચો .કિમી વિસ્તારમાં પથરાયેલું છે . તેમજ તેમાં રીંછ દીપડા ,હરણ વગેરે અનેક પશુ પંખીઓનું આશ્રય સ્થાન બન્યું છે .

 રતનમહાલ રીંછ અભયારણ્ય  :

રતનમહાલ અભ્યારણ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં આવેલું અભ્યારણ છે . 19 માર્ચ 1982 ના દિવસે રતનમહાલ અભ્યારણની સ્થાપના કરવામાં આવેલી છે . 55.68 ચોરસ કિમીમાં ફેલાયેલું આ રાતનમહાલ રીછ અભયારણ્ય માં સાગ ,સીસમ,વાંસ સહિત અસંખ્ય પ્રકારના વૃક્ષો થી ઘેરાયેલું છે . આ અભયારણ્ય રીંછ માટે નું મહત્વનુ અભયારણ્ય છે . અહી દીપડો ,ઝરખ,હરણ માંકડાં અને બીજા અનેક પ્રકારનાં વન્યજીવો અને પંખીઓ માટેનું આશ્રય સ્થાન છે .  

મીતીયાળા વન્યજીવન અભયારણ્ય :

મીતીયાળા વન્યજીવન અભયારણ્ય ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશમાં દક્ષિણે અમરેલી જીલ્લામાં આવેલું છે મીતીયાળા વન્યજીવન અભયારણ્ય એશિયાઈ સિંહ માટે બનાવવામાં આવેલું છે . આ અભયારણ્ય અહી મોટાં વૃક્ષોની સરખામણી એ ઘાસનો પ્રદેશ વધુ છે . પ્રમાણસર ઊંચાઈ ધરાવતું ધાસ સિંહને માટે ખૂબ અનુકૂળ હોય છે . આ વિસ્તાર 18.22 ચોરસ કીમી જેટલા ક્ષેત્રફલ માં છે . મીતીયાળા વન્યજીવન અભયારણ્યની સ્થાપના 2004 ના વર્ષમાં કરવામાં આવી છે . તેમજ અહી સિંહ, હરણ ,દીપડો અને બીજા અનેક નાના પ્રાણીઓ નું નિવાસ્થાન બન્યું છે .

પુર્ણા અભયારણ્ય  :

પુર્ણા અભયારણ્ય ગુજરાતના દક્ષિણ ભાગના ડાંગ જિલ્લાના પુર્ણા નદી અને તેની ઉપનદી ગીરા નદીના આસપાસના પ્રદેશમાં આવેલું પુર્ણા અભ્યારણ્ય 160.84 ચોરસ કિમીમાં લીલાછમ વૃક્ષો થી આચ્છાદિત વન પ્રદેશ ઝરખ,દીપડો અને બીજા અનેક નાનાં મોટાં વન્યજીવો માટેનું આશ્રય સ્થાન બન્યું છે . પુર્ણા અભયારણ્યની સ્થાપના 1990 ના વર્ષમાં કરવામાં આવી છે .

ગુજરાતના અભ્યારણો

ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાન :

ગુજરાતમાં નીચે જણાવ્યા મુજબનાં ચાર રાષ્ટ્રીય ઉદ્યાન નો દરજ્જો ધરાવતાં ગુજરાતના અભ્યારણો છે ,જેની ચર્ચા અલગથી કરેલ છે.

  • ગીર અભ્યારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન   
  • વેળાવદર કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન  
  •  દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન (મરીન નેશનલ પાર્ક)
  • વાંસદા રાષ્ટ્રીય ઉધાન

આ વાંચો :- ગુજરાતના મેળાઓ ના નામ 

ગુજરાતના અભયારણ્યો PDF

અહીં અમે ગુજરાતના અભયારણ્યો pdf લીંક તમારી સાથે સેર કરી છે જેના પર ક્લિક કરી તમે ગુજરાતના અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉધાનો ની માહિતીની પીડીફ ના રુપ માં તમારા મોબાઈલ થી ડાઉનલોડ કરી શકશો.

મિત્રો ,અમારો આ આર્ટીકલ “ ગુજરાતના અભયારણ્યો pdf “ અથવા અભયારણ્યો ના નામ  આપને કેવો લાગ્યો તે અમોને કોમેંટમાં અચૂક જણાવશો અને બીજા આવા જ આર્ટીકલ વાંચવા અમારી વેબ સાઇટ જોતા રહેશો , આભાર !

Gujarat na Abhyaran FAQ’s

ગુજરાતમાં કુલ કેટલા અભ્યારણો આવેલ છે ?

ગુજરાતમાં કુલ ૨૩ અભયારણ્યો આવેલ છે.

ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય ક્યું છે અને તે ક્યા આવેલ છે?

ગુજરાતનું સૌથી મોટું અભયારણ્યો સુરખાબ અભ્યારણ છે જે કચ્છ જીલ્લાના રાપર તાલુકામાં આવેલ છે.

ગુજરાતમાં સૌથી નાનું રાષ્ટ્રીય અભયારણ્યો કયું છે?

ગુજરાતનું સૌથી નાનુ અભ્યારણ પોરબંદર પક્ષી અભ્યારણ છે.

ગુજરાતમાં કેટલા રાષ્ટ્રીય ઉધાન છે અને કયાંં કયાં ?

ગુજરાતમાં કુલ ૪ રાષ્ટ્રિય ઉધાન છે, જેમાંં ગીર નેશનલ પાર્ક, વેળાવદર નેશનલ પાર્ક, વાસંદા નેશનલ પાર્ક અને દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન (મરીન નેશનલ પાર્ક) નો સમાવેશ થાય છે.

ગુજરાતનું પ્રથમ અભયારણ્યો ક્યુંં છે?

ગુજરાતનું પ્રથમ અભ્યારણ ગીર અભયારણ્યો છે જેની સ્થાપના ૧૯૬૫ માં થઈ હતી.

About the author

Gujarat Info Hub

Leave a Comment