ગુજરાતના મેળાઓ ના નામ: મેળા ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ છે . ગુજરાત તેના વારસા, લોકજીવન, ઉત્સવો અને અને મેળાઓ અને ભાતીગળ ઉજવણીઓ માટે સમગ્ર વિશ્વમાં આગવું સ્થાન ધરાવે છે એક ધાર્યા જીવનમાં વૈવિધ્યતા અને ઉત્સાહ ભરવાનું કામ મેળા અને તહેવારો કરે છે. ગુજરાતના મેળા (Gujarat na Mela) આગવી પરંપરાઓ ધરાવે છે. દરેક ઉજવણી નું આગવું મહત્વ છે. ઉજવાતા મેળા સાથે ઇતિહાસ અને માન્યતાઓ જોડાયેલી હોય છે. કારતક માસ થી શરૂ કરી આસો વદ અમાસ એટલેકે દિવાળી સુધી ગુજરાતમાં 1521 જેટલા મેળાઓ ભરાય છે. સમય જતાં મેળાઓનું સ્વરૂપ બદલાતું જાય છે .તેમ છતાં ગુજરાતના લોક મેળાઓ ગુજરાતની લોક સંસ્કૃતિને સાચવી રાખનારું એક મજબૂત માધ્યમ છે. આપણે ગુજરાતમાં ભરાતા વિવિધ મેળાઓ વિશે જાણીએ.
ગુજરાતના મેળાઓ ના નામ
મિત્રો, અમે અહી ગુજરાતના મેળાઓ ના નામ સાથે તેમની સંપૂર્ણ માહિતી તમારી સાથે સેર કરીશું જે તમને પસંદ આવે તો કોમેન્ટ કરી જરૂરથી જણાવજો
ભાદરવી પૂનમનો મેળો અંબાજી : ભારતના સૌથી મોટા ધાર્મિક મેળાઓમાં ગણાય છે. ભાદરવા સુદ અગિયારસ થી પુનમ સુધીનો હોય છે લોકો દૂર દૂરથી પગપાળા માતાના દર્શને આવે છે .જેમાં રથ લઈને કે દંતવત કરતા કરતા કેટલાય શ્રાદ્ધધુઓ માતાના ગરબા અને જ્ય બોલાવતા આવે છે . સેંકડો કિલોમીટર સુધી રસ્તાઓ ભક્તિ ભાવ થી છલકી ઊઠે છે . રસ્તાઓ ઉપર શ્રધ્ધાળુઓ દાતાઓ અને વિવિધ સેવાભાવી સંગઠનો 24 કલાક સેવા કેમ્પો કરીને મફતમાં શ્રધ્ધાળુઓને ભોજન વિશ્રામ અને તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવે છે જિલ્લાનું સમગ્ર વહીવટી તંત્ર અને બનાસકાંઠા પોલીસ સ્ટેન્ડ બાય રહી ભાદરવી પૂનમનો મેળો અંબાજી ખૂબ ભક્તિભાવ અને શ્રધ્ધાપૂર્વક સંપન્ન થાય તે માટે અજોડ સેવાઓ આપે છે .
ભવનાથનો મેળો : મહાવદ તેરસનાશિવરાત્રીના દિવસે ભવનાથ મહાદેવ નો મેળો ભવનાથ મહાદેવ ના સાનિધ્યમાં જુનાગઢ ગિરનાર તળેટીમાં ભરાય છે .નાગા સન્યાસીઓ મુર્ગીકુંડમાં સ્નાન કરે છે . અને શોભા યાત્રા નીકળે છે .તેને રવાડી કહે છે . નાગા સાધુઓ દ્વારા યોજાતી શોભાયાત્રા જોવાલાયક હોય છે . ભજન મંડળીઓ ભજનની રમઝટ બોલાવે છે . ભજન અને ભોજન નો ખૂબ મહિમા ધરાવતો આ મેળો ખૂબ પ્રખ્યાત છે . જુનાગઢ ભવનાથનો મેળો અગિયારસથી ચાલુ થાય છે .
તરણેતરતરનો મેળો : ભાદરવા સુદ ચોથ પાંચમ છઠ ના ત્રણ દિવસ સુધી ચાલતો આ મેળો ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં . સુરેન્દ્રનગર જીલ્લાના તરણેતરમાં યોજાય છે . મેળામાં અનેક સ્પર્ધાઓ ,રગબેરંગી વેશભૂષા અને ભરત ભરેલી છત્રીઓનું આકર્ષણ જોવા મળે છે .
વૌઠાનો મેળો : કારતક સુદ અગિયારસથી પુનમ સુધી અમદાવાદ જીલ્લાના ધોળકા તાલુકાના વૌઠામાં સાત નદીઓના સંગમ સ્થાને વૌઠાનો મેળો. ભરાય છે . ગધેડાઓના ખરીદ વેચાણ માટે વૌઠાનો મેળો પ્રખ્યાત છે .
ગોળ ગધેડાનોમેળો : હોળી પછીની પાંચમ સાતમ કે બારમા દિવસે દાહોદ જિલ્લાના ગરબાડા મુકામે આદિવાસી સમુદાયનો મેળો ભરાય છે . જેમાં એક ઊંચો થાંભલો ઊભો કરી તેના પર ગોળ ની પોટલી બાંધવામાં આવે છે . યુવાનો આ ગોળની પોટલી લેવા માટે ઉપર ચડે છે .અને યુવતીઓ તેમને સોટીઓ મારીને નીચે ઉતારવા પ્રયત્ન કરે છે . તેમ છતાં જે યુવક થાંભલા પર ચઢી ગોળની પોટલી ઉતારી લાવે છે . તેને મનપસંદ કન્યા સાથે પરણવા મળે છે .
ચિત્ર વિચિત્રનો મેળો : સાબરકાંઠાના પોશીના તાલુકાના ગુણ ભાખરી ગામે હોળી પછીના પંદર દિવસે ભરાય છે . આદિવાસી સમુદાયનો પ્રખ્યાત મેળો છે . મહાભારતના ચિત્રવીર્ય અને વિચિત્ર વીર્યની કથા જોડાયેલી છે .
ધ્રાંગનો મેળો : કચ્છ જિલ્લાના ધ્રાંગ મુકામે સંત મેકરણ દાદાનું સ્થાનક આવેલું છે .કચ્છના રણમાં ભૂલા પડેલાને ખોરાક અને પાણીનો બંધોબસ્ત કરનાર મેકરણ દાદાના સમાધિ સ્થાને શિવરાત્રી પર મેળો યોજાય છે . મોટી સંખ્યામાં લોકો મેળામાં આવીને મેકરણ દાદાના સમાધિ સ્થાને દર્શન નો લાભ લે છે .
કાત્યોકનો મેળો : પાટણ જિલ્લાના સિધ્ધપુર મુકામે સરસ્વતી નદીના પટમાં કારતક સુદ પુનમના દિવસે મેળો ભરાય છે . તેને લોક બોલીમાં કાત્યોકનો મેળો કહેવામા આવે છે . સિધ્ધપુર માં આવેલા બિંદુ સરોવરમાં માતૃશ્રાધ્ધ કરવામાં આવે છે .
શામળાજીનો મેળો : વિષ્ણુ મંદિર (કાળીયા ઠાકર )ના સાનિધ્યમાં મેશ્વો નદીના કિનારે શામળાજીનો મેળો ભરાય છે કારતક સુદ અગિયારસ થી પુનમ સુધીના મેળામાં આદીવાસી સમુદાય મોટી સંખ્યામાં ઉમટી પડે છે .
માણેકઠારી પુનમનો મેળો : માણેકઠારી પુનમ એટલે આસો સુદ પુનમ ના દિવસે ડાકોરના રણછોડરાયનો મેળો ભરાય છે લાખો લોકો આ દિવસે ડાકોર ભગવાન રણછોડ રાયનાં દર્શન કરે છે .
પલલીનો મેળો : ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે આસોસૂદ ૯ ના દિવસે મેળો ભરાય છે તેમજ વરદાયીની માતાની પલ્લીમાં ઘી ચડાવવા માં આવે છે . લોકો દ્વારા ઘી ચડાવવાની માનતા રાખવામાં આવતાં સેંકડો મણ ઘી માતાજીની પલ્લી પર ચડાવવામાં આવે છે .
માધવરાયનો મેળો : આ મેળો પોરબંદરના માધવપુર ઘેડ પંથકમાં ભરાતો મેળો છે ભગવાન કૃષ્ણ અને રુકમણીના વિવાહ આ સ્થળે થયા હતા . તેથી રુકમણી વિવાહની યાદમાં આ મેળો યોજાય છે .અને ભગવાન કૃષ્ણનો સ્વયંવર યોજાય છે . વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે .
ચૂલનો મેળો : છોટા ઉદેપુર અને ભરૂચના આદિવાસી વિસ્તારમાં આ મેળો હોળી પછીના બીજા દિવસે એટલેકે ઘુલેટીના દિવસે ભરાય છે . જેમાં જમીન ઉપર એક લાંબી ચૂલ ખોદી તેમાં લાકડાના સળગતા કોલસા પર શ્રીફળ અને ઘડો લઈ લોકો ચાલે છે . તેમની માન્યતા છેકે આમ કરવાથી અગ્નિદેવની કૃપા થાય છે .અને તેમના પશુઓમાં કોઈ રોગ થતો નથી .
ચાડિયાનો મેળો : આ મેળામાં લાકડાનો એક ચાડિયો બનાવી તેને કપડાં વગેરે પહેરાવી ચાડિયો બનાવવામાં આવે છે અને તેને ઝાડ ઉપર ઊંચે બાંધવામાં આવે છે . યુવાનો દ્વારા ચાડિયાને નીચે ઉતારવાના પ્રયત્નો કરવામાં આવે છે .જે યુવાન તેને નીચે ઉતારે છે તેને યુવતીઓ ગીત ગાઈને સન્માનીત કરે છે .
ઝૂંડનો મેળો : ચોરવાડમાં ઝુંડ ભવાની માતાના મંદિરે ભાદરવા સુદ !ના દિવસે ઝૂંડનો મેળો ભરાય છે . મેળાની શરૂઆત ખારવા સમાજના આગેવાન દ્વારા માતાજીની પુજા કરીને શરૂ કરવામાં આવે છે ખારવા સમાજનો આ મેળો ત્રણ દિવસ ચાલે છે .
ખોડિયાર આઠમનો મેળો : મહાસુદ આઠમના રોજ ખોડિયાર જયંતિ ના દિવસે સમી તાલુકાના વરાણા ગામે ખોડિયાર માતાના સ્થાનનકે ખોડિયાર માતાનો મેળો ભરાય છે મહાસુદ એકમથી મહા વદ અમાસ સુધી એક માસ સુધી શ્રધ્ધાળુઓ માતા ના દર્શને આવે છે .તલની સાનીનો પ્રસાદ ચડાવવામાં આવે છે . ગુજરાતનો સૌથી વધુ દિવસ ચાલનારો મેળો છે .
સરખેજનો મેળો : સંત હજરત ખટ્ટુ ગંજ બક્ષ સાહેબની દરગાહ સરખેજ અમદાવાદ માં આવેલી છે જે સરખેજના રોજા તરીકે ઓળખાય છે . હજરત ગંજબક્ષ સાહેબના ઉર્સ માં આ મેળો ભરાય છે .
ડાંગનો મેળો : ડાંગનો મેળો ડાંગ દરબારના નામે ઓળખાય છે . આ મેળો બ્રીટીશ સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો .જે અંતર્ગત ડાંગના રાજાઓને વાર્ષિક સાલીયાણું આપી સન્માનિત કરવામાં આવતા હતા વર્તમાન માં ડાંગ કલેક્ટર દ્વારા આ મેળાનું આયોજન કરવામાં આવે છે .
આ પણ વાંચો :- ગુજરાતનાં જિલ્લા અને તાલુકા ની માહિતી
મિત્રો અમે અહી ગુજરાતના મેળાઓ ના નામ સાથે ગુજરાતના મેળા ( Gujarat na mela ) સંપૂર્ણ માહિતી અહી સેર કરવાનો પ્રયાસ કર્યો તો તમને ગુજરાતના મેળાનો આર્ટીકલ આપને કેવો લાગ્યો તે અમને અચૂક જણાવશો .અને કોમેન્ટ કરશો. આવા વધુ જનરલ નોલેજ ના પ્રશ્નો માટે આમારી વેબસાઇટ ના વોટ્સઅપ ગ્રૂપ માં જોડાઈ શકો છો.