જનરલ નોલેજ એજ્યુકેશન નિબંધ લેખન

વર્ષ 2023 ની આંતરરાષ્ટ્રીય બરછટ અનાજ વર્ષ તરીકે ઉજવાશે – International Year of Millets 2023 in Gujarati

International Year of Millets 2023 in Gujarati
Written by Gujarat Info Hub

International Year of Millets 2023 in Gujarati: યુએન દ્વારા વર્ષ 2023 ને ઈન્ટરનેશનલ મિલેટ યર તરીકે જાહેર કર્યું છે, જેમાં બરછટ અનાજ એટ્લે કે જાડાં ધાન્ય નો સામાન્ય પરિચય અને ફાયદાની વાત કરી છે. આજે આપણે આવા બરછટ અનાજ જેવા કે બાજરી ,જુવાર ,મકાઇ ,નાગલી વગેરેની ચર્ચા અને ફાયદાઓ અહી થી જાણીશું.

જીવન ટકાવવા માટે અનાજ જરૂરી છે . આપણને  સૌ પ્રથમ બાજરીનો ઉલ્લેખ સિંધુ ખીણની સંસ્કૃતિના ઈતિહાસમાં  મળે છે . ભારતીય  સંસ્કૃતિમાં આદર્શ જીવન માટે ઋષિઓએ જીવન જીવવાની રીતભાત અને સ્વાસ્થ્ય પ્રદ ખોરાક નો સમન્વય કરી  નિરામય આરોગ્ય અને સુખી જીવન માટે જગતને હમેશાં માર્ગદર્શન આપ્યું છે . વર્ષો પહેલાં આપણી થાળીમાં અનાજની વૈવિધ્ય સભર  વાનગીઓ પીરસાતી ,દરેક ઋતુ મુજબ ઉજવાતા તહેવારની  એક ચોક્કસ વાનગી સાથે જોડી માનવના સ્વાસ્થ્ય  અને આરોગ્ય  નો ખ્યાલ રાખવામાં આવ્યો . ઉતરાણ માં તલની વાનગી , શીતળા સાતમ ના તહેવારે દહી અને બાજરીને ખાંડીને બનાવવામાં આવતો ઠૂંબરો તો શરદ પુર્ણિમાએ દૂધ પૌઆ. તેની પાછળનો હેતુ આરોગ્ય સાથે જોડાયેલો હતો . લોકો શશક્ત અને નીરોગી  હતા. એનું કારણ સ્વાસ્થ્ય પ્રદ ખોરાક હતું .

અનાજમાં બાજરી ,જુવાર ,મકાઇ ,નાગલી ,બંટી વગેરેનો ભરપૂર ઉપયોગ થતો ,બંટીમાં થી બનતી ઘેંસ સવારે નાસ્તામાં તો બપોરે બાજરીના રોટલા, આમ પરંપરાગત જાડાં અનાજનો ઉપયોગ આપણા ભોજનમાં હતાં ,પરિણામ સ્વરૂપ વાવેતર વિસ્તાર અને ઉત્પાદન પણ વધારે હતું ,આજના બદલાતા યુગમાં આપણી ખાનપાનની રીતો માં ઘણો બદલાવ આવ્યો . ઘઉં અને ચોખાનો ઉપયોગ વધતો ગયો એમાંય છેલ્લા દસકાઓમાં તો મેંદા માંથી બનતી વાનગીઓ ,ફાસ્ટફૂડ ખાવાની ટેવો શહેરી વિસ્તારો માં ખૂબ વધી.  પરિણામે લોકોના આરોગ્યના ઘણા પ્રશ્નો ઊભા થયા છે . નાની ઉંમર માં જ અતિશય મેદસ્વીતા નો ભોગ બનેલાં બાળકો આપણને જોવા મળે છે . મેંદા યુક્ત ખોરાકનું પ્રમાણ વધતાં કોલેસ્ટ્રોલ અને હ્રદય રોગ , બ્લડપ્રેશર  અને  ડાયાબીટીશ જેવા રોગો નું પ્રમાણ વધ્યું છે.    

ભારતે વર્ષ 2018 ને રાષ્ટ્રીય બાજરી (National year 2018) વર્ષ તરીકે ઉજવ્યું . લોક કલ્યાણ માટે ભારતે હમેશાં વિશ્વનું માર્ગદર્શન કર્યું છે. આપણા વડાપ્રધાનશ્રી  આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ જગતને પરંપરાગત બરછટ  અનાજ  નો ખોરાક તરીકે ઉપયોગ કરી સ્વસ્સ્થ જીવન  માટેનો સંદેશ આપ્યો . તેમણે સંયુક્ત રાષ્ટ્રસંઘ ને 2023 ના વર્ષને વર્ષ 2023ની આંતરરાષ્ટ્રીય બરછટ અનાજ વર્ષ (international year of Millets) તરીકે ઉજવવા પ્રસ્તાવ મોકલ્યો . (un 2023 year of Millets) અને   સંયુક્ત રાષ્ટ્રસંઘે આ પ્રસ્તાવ સ્વીકારી 2023ના વર્ષને આંતરાષ્ટ્રીય બરછટ અનાજ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું . ભારતના કૃષિ મંત્રાલયે સાંસદ પરીસરમાં ખાધ ઉત્સવ નું આયોજન કરી બરછટ અનાજની વાનગીઓ નો સ્વાદ માણી ભારતીયોને જાડાં ધાન્ય નો ખોરાકમાં ઉપયોગ કરી આરોગ્ય પ્રદ જીવન માટેનો સંદેશ આપ્યો . જાડાં ધાન્ય ઘઉં કરતાં અનેક ઘણાં સ્વાસ્થ્ય પ્રદ છે .અનેક પોષક તત્વોથી ભરપૂર છે . તો આવો આપણે સૌ ફરીથી બરછટ અનાજ ના ઉપયોગ થી સ્વસ્થ ભારતનું નિર્માણ કરીએ.

જાડા ધાન્ય International Year of Millets 2023 in Gujarati

જાડા ધાન્ય એટલે કે બરછટ અનાજ જેમાં બાજરી ,જુવાર ,મકાઇ ,નાગલી ,બંટી વગેરે સામીલ થાય છે જે પોષક તત્વોથી ભરપૂર છે ઘણાં ખરાં અનાજ માં ફાઈબર ,કેલ્શિયમ ,પ્રોટીન અને અન્ય જરૂરી તત્વો અને વિટામીનોથી ભરપૂર છે . વળી તે ઉત્પાદમાં તમામ પ્રકારની જમીન મધ્યમસર વરસાદ માં થઈ શકે છે . આ અનાજ માં રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ કરવો પડતો નથી. એ રીતે પણ વધુ સ્વાસ્થ્ય પ્રદ છે . અહી અમે બરછટ અનાજ (જાડાં ધાન્ય ) નો સામાન્ય પરિચય અને ફાયદાની વાત કરી છે . વધુ માહીતી માટે . આપ અમને કોમેંટમાં જણાવશો .અમારો આ લેખ વાંચવા બદલ ધન્યવાદ .  

બરછટ અનાજ ની વિગતવાર માહિતી

જુવાર ની માહિતી

 ભારતમાં ડાંગર અને ઘઉં પછીનો ત્રીજા નંબરે  આવતો અગત્યનો ખાધાન્ન પાક છે. જુવાર નો સૌથી વધુ  અનાજ તરીકે ખાવામાં અને પશુના ખોરાકમાં  ઉપયોગ કરવામાં આવે છે ભારતમાં જુવાર ખરીફ અને રવિ એમ બંને સીઝનમાં લેવામાં આવતો પાક છે .જુવારને કાળી ચીકણી જમીન અને મધ્યમ અથવા ઓછો વરસાદ માફક આવે છે .બીનપિયત પાક પણ લેવામાં આવે છે. જુવારનું સૌથી વધુ વાવેતર મહારાષ્ટ્ર માં કરવામાં આવે છે . ભારતના કુલ વાવેતરના 16 % વાવેતર મહારાષ્ટ્ર કરે છે . આ સિવાય ગુજરાત અને અન્ય રાજ્યો પણ જુવારનું ઉત્પાદન કરે છે .

 જુવારના ફાયદા

જુવાર એક ઉત્તમ પ્રકારનું પોષક તત્વોથી ભરપૂર અનાજ છે .જુવારની પ્રકૃતિ ઠંડી છે .ગરમ પ્રકૃતિવાળા લોકોએ ઉનાળામાં જુવારના રોટલાનો ખોરાકમાં ઉપયોગ કરવાથી ગરમીમાં રાહત આપે છે . આરોગ્યની દષ્ટિ એ જુવાર માં ફાઇબરનું પ્રમાણ વધુ હોવાથી કબજીયાત દૂર કરી કોલેસ્ટ્રોલ લેવલ ઓછું કરે છે .વજન નિયંત્રણ માં રાખી હ્રદય રોગનું જોખમ ઘટાડે છે . વળી જુવારમાં કેલ્શિયમ નું પ્રમાણ વધુ હોવાથી દાંત અને હાડકાં મજબુટ બનાવે છે પ્રોટીનનો ખૂબ સારો સ્રોત ધરાવતી જુવાર ખરેખર ખૂબ આરોગ્યપ્રદ અનાજ છે .

બાજરી ની માહિતી

બાજરી પણ એક અગત્યનું અનાજ છે . બાજરીનો ઉપયોગ ખાધાન્ન અને પશુના ખોરાક માટે ઉપયોગમાં આવેછે. શારીરીક શ્રમ કરનાર ખેડૂતો અને શ્રમિકો બાજરીનો રોટલો ખૂબ પસંદ કરે છે .બાજરી ખુબજ બળશાળી અનાજ છે તે વજનને વધવા દેતી નથી .તે કોલેસ્ટ્રોલ કારક નથી . બાજરી ને મધ્યમસરની હલકી રેતાળ જમીન માફક આવે છે 25 થી 30 ડીગ્રી ઉષ્ણતામાન અને મધ્યમસરનો વરસાદ અનુકૂળ આવે છે બાજરી ખરીફ સિઝનમાં, ચોમાસા અને ઉનાળામાં એમ બે વખત લેવામાં આવે છે .ભારતના કુલ વાવેતર વિસ્તારના 7 % જમીનમાં બાજરી નો પાક લેવામાં આવે છે . ગુજરાતમાં બનાસકાંઠા જીલ્લો બાજરીના ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ગુજરાત પછી રાજસ્થાન અને અન્ય રાજ્યોમાં પણ બાજરીનો પાક લેમામાં આવે છે.

બાજરીના  ફાયદા

બાજરી ગરમ પ્રકૃતિ ધરાવતું અનાજ છે.  બાજરી ખાવાથી ગરમી અને શક્તિ મળે છે ,બાજરી આરોગ્ય માટે ઉત્તમ ગુણ ધરાવે છે .વધારે શ્રમ કરનાર  ખેડૂતો અને શ્રમિકો બાજરીના રોટલાનો ખાવામાં વધારે ઉપયોગ કરે છે . બાજરી કોલેસ્ટ્રોલને  નિયંત્રણ માં રાખી  ડાયાબીટીસ અને હ્રદય રોગને દૂર રાખે છે . બાજરીમાં રહેલા પોટેશિમ અને મેગ્નેશિયમ જેવા તત્વો બ્લડપ્રેશર નિયંત્રણ માં રાખે છે. તેમજ માનસિક સ્વાસ્થ્ય માટે ઉત્તમ ખોરાક છે .   

દેશી મકાઈ (Maize )

મકાઇ પણ એક અગત્યનું અનાજ છે. ઘણા વિસ્તારોમાં મકાઈનો ખાધાન્ન તરીકે ઉપયોગ કરવામાં આવે છે .  મકાઈની પીળી અને સફેદ જાતો સામાન્ય છે . મકાઈને મેદાનોની કાંપવાળી  ફળદ્રુપ જમીન અને 70 થી 75 મીમી વરસાદ અનુકૂળ રહે છે .ગુજરાત રાજસ્થાન પંજાબ અને બિહાર ઉપરાંત દક્ષિણ ભારત માં મકાઇ નો પાક લેવામાં આવે છે . મકાઇ માં ગ્લુકોઝ નું પ્રમાણ વધુ હોવાથી પશુના ખોરાકમાં વધુ પ્રમાણમાં  ઉપયોગ લેવામાં આવે છે .  

મકાઈ ના ફાયદા 

મકાઈના રોટલા બનાવી ખાવા ઉપરાંત  અનેક વાનગીઓ જેવીકે  ,ઘાણી ,ચેવડો અને બીજી અનેક વાનગીઓ મકાઈના લોટમાંથી બને છે. મકાઇ પોષણયુક્ત અને આરોગ્ય વર્ધક અનાજ છે . મકાઈમાં રહેલ ફાઈબર કોલેસ્ટ્રોલને નિયંત્રણ માં રાખી હ્રદય રોગને દૂર રાખનનાર ,કબજીયાત દૂર કરી ,પાચન તંત્રને સુધારનાર અને વજનને નિયંત્રણ માં રાખનાર અનાજ છે . મકાઈમાં રહેલ એન્ટી ઓકસીડંટ શરીરમાં રહેલાં ઝેરી તત્વોને દૂર કરે છે .  ડાયાબીટીશ ના દર્દીઓએ મકાઈનો ઉપયોગ તેમના ચિકિત્સક ની સલાહ મુજબ કરવો જોઈ

જવ ની ખેતી (Barley )

જવ પણ એક પ્રકારનું અનાજ છે. જવ પણ અનાજ તરીકે ખાવામાં અને પશુઓના ખોરાકમાં ઉપયોગ કરવામાં આવે છે . ભારતમાં જવનું ઉત્પાદન ઓછું કરવામાં આવે છે. માત્ર 2% જમીનમાં જ જવનો પાક લેવામાં આવે છે . જવના પાકને વધુ ઉષ્ણતામાન માફક આવતું નથી . જવના ઉત્પાદનમાં ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન મોખરે છે .

જવ ના ફાયદા

જવ પણ એક અગત્યનું અનાજ છે જવમાં ભરપૂર માત્રામાં રહેલું ફાઈબર કબજીયાત દૂર કરી પાચન તંત્ર સુધારે છે . જવ માં રહેલું ફાઈબર ધમનીઓની દીવાલો માં જામેલા ખરાબ કોલેસ્ટરોલ ને દૂર કરી હ્રદય રોગને દૂર રાખવામાં મદદરૂપ બને છે .જવ ડાયાબીટીશ ને નિયંત્રણમાં રાખે છે . આ સિવાય તેમાં રહેલ વિટામીન બી શરીરના આરોગ્ય માટે અને ખાસ કરીને માનસિક સ્વાસ્થય માટે  ખૂબ જરૂરી છે . જવ પથરી દૂર કરવા  માટે પણ ખૂબ ઉપયોગી છે . એકલા જવની રોટલી ફાઈબર વધુ હોવાથી પાચન તંત્રને નુકસાન પહોચાડી શકે છે .તેથી જવ નાં ઉપરનાં છોતરાં કાઢી નાખી ઉપયોગ કરવો . આમ શરીર સ્વાસ્થ્ય માટે જવ એક ઉત્તમ અનાજ છે .  

નાગલી અથવા રાગી (Ragi)

નાગલી એક પ્રકારનું હલકું અનાજ છે . નાગલી અથવા રાગી ચોમાસા દરમ્યાન લેવામાં આવતો વરસાદ આધારીત ખરીફ પાક છે.ઓછી ફળદ્રુપ અને ઢોળાવવાળી જમીનમાં ,ગોરાડું અને કાળી જમીનમાં પણ નાગલીનો પાક લઈ શકાય છે . ભેજવાળું હવામાન માફક આવે છે .  ગુજરાતના વલસાડ ,ડાંગ અને અન્ય વિસ્તારો ઉપરાંત દક્ષિણ ભારત માં નાગલીનું ઉત્પાદન લેવામાં આવે છે .

નાગલી (રાગીના ફાયદા )

ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં નાગલીના રોટલા નો  ખોરાક તરીકે  વધારે પ્રમાણમાં ઉપયોગ થાયછે .નાગલી પોષક તત્વોથી ભરપુર હોઈ ,શરીર માટે ખૂબ ગુણકારી છે . નાગલીમાં ફાઈબર ,પ્રોટીન અને આર્યન નું પ્રમાણ વધુ માત્રામાં હોય નાના બાળકો અને સ્તનપાન કરાવતી માતાઓ માટે નાગલી ખૂબ મહત્વપૂર્ણ ખોરાક છે. આજકાલ વજન વધવાની અને હિમોગ્લોબીન ની ઉણપ બધુ હોવાની તકલીફો ઘણા લોકોને હોય છે .તેમના માટે હિમોગ્લોબીન વધારી વજનને નિયંત્રણ કરનાર રાગી એક ઉત્તમ અનાજ છે . ફાઇબરનું પ્રમાણ વધુ હોવાથી કબજીયાત ને દૂર કરે  છે . ડાયાબીટીશ ,રક્તચાપ ,કોલેસ્ટ્રોલ જેવી અનેક બીમારીઓને દૂર કરી શરીરને સ્વસ્થ રાખનાર નાગલી એક ઉત્તમ આહાર છે . આજના યુગમાં પરંપરાગત ખોરાક કરતાં અવનવી વાનગીઓ ખાવાનો નવી પેઢીનો જે ક્રેઝ છે . તે રીતે પણ નાગલીમાંથી અવનવી પુલાવ ,ઇડલી ,શીરો, વગેરે વાનગીઓ પણ બને છે . આ ઉપરાંત બેકરીની આઈટમો જેવીકે બિસ્કિટ ,ટોસ ,નાનખટાઈ પણ બનાવી શકાય .

મિત્રો, તમને અહીથી બરછટ અનાજ એટ્લે કે જાડાં ધાન્ય વિષે સંપૂર્ણ માહિતી મળી હશે. યુએન દ્વારા વર્ષ ૨૦૨૩ ને પણ ઈન્ટરનેશનલ મિલેટ યર ( International Year of Millets 2023 in Gujarati ) તરીકે જાહેર કર્યું છે, તો આપણા માટે આ ધાન્યો કેટલા મહત્વના છે તે ઉપરની માહતી પરથી જાણવા મળ્યું. આવી અવનવી માહિતી માટે અમારી વેબસાઇટ જોતા રહો.

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment