Ramsar sites in Gujarat 2023 | ગુજરાતની રામસર સાઈટ લિસ્ટ | ગુજરાતના જળ પ્લાવિત વિસ્તારો | Wetland in Gujarat | જળ પ્લાવિત ક્ષેત્ર Gujarat
જલપ્લાવિત વિસ્તાર એટલે જળથી છલોછલ ભરાયેલા ,જળના ભરાવા વાળા વિસ્તારો ,આવા જે વિસ્તારો કે જેમાં બારે માસ પાણી ભરાયેલું રહેતું હોય અથવા ઋતુ જન્ય પાણી ભરાયેલાં રહેતાં હોય જે ક્યારેય ખાલી થતાં ના હોય સામાન્ય રીતે આ પાણી બહુ ઊંડા નહી પરંતુ છીછરાં અથવા પ્રમાણ સર ઊંડાઈ ધરાવતાં હોય .આવા વિસ્તારોકે જે હાઈડ્રોજનયુક્ત જમીનવાળો વિસ્તાર, જેમાં અનેક પ્રકારના વૈવિધ્ય વાળી વનસ્પતિઓ અને અનેક જીવો સર્જાતા હોય અને સમમૃધ થતા હોય . આવા વિસ્તારો અનેક જીવો માટેનું આશ્રય સ્થાન બનતા હોય છે .જેમાં કુદરતી અને માનવ સર્જિત સરોવર ,દરિયાની ભારતીનો કાદવવાળો પ્રદેશ ,કળણ ભૂમી વગેરેનો સમાવેશ થતો હોય છે . આવા જલપ્લાવિત વિસ્તારોમાં ગુજરાત અતિ સમૃધ્ધ છે .સમગ્ર ભારતમાં 23 % હિસ્સો ગુજરાત ધરાવે છે .વિસ્તારની દ્રષ્ટિએ વાત કરીએતો 34749.50 ચોરસ .કિ.મી. વિસ્તાર સાથે ગુજરાત 17.56 % જળ પ્લાવિત વિસ્તાર ધરાવે છે.
ગુજરાતના જળ પ્લાવિત વિસ્તારો
જળ પ્લાવિત વિસ્તારો પંખીઓ અને અનેક પ્રકારની જીવ સૃષ્ટી માટે આશ્રય સ્થાન બન્યા છે . ઉપરાંત માનવ સમુદાય માટે સામાજીક અને આર્થીક વિકાસ માટેના આધાર પણ બન્યા છે . ખેતી માટે સિંચાઇ ,પશુપાલન અને અનેક પ્રકારના વ્યવસાયો માટે ઉપકારક બન્યા છે . તો વળી જમીન માં પાણીના સ્તરને જાળવી રાખવા અને પૂર જેવા પ્રકોપને પોતાની અંદર સમાવી પૂરની વિનાશકતાને રોકે છે . જળ પ્લાવિત વિસ્તાર પર્યાવરણ નું એક અભિન્ન અંગ છે જે પોતાની આસપાસ એક ઇકોસિસ્ટમ ઊભી કરે છે .
રામસર સાઈટ ગુજરાત 2023 – Ramasar Wetlend in Gujarat
ગુજરાતના જળ પ્લાવિત વિસ્તાર નો બગાડ અને તેના તરફ દુર્લક્ષ સેવવાના ના લીધે યાયાવર પક્ષીઓ અને જીવસૃષ્ટિ તેમજ પર્યાવરણના નુકસાનને અટકાવવા માટે કેટલાક દેશોના પ્રતનિધિઓ એ જળપ્લાવિત વિસ્તારોના રક્ષણ અને સંવર્ધન માટેના પ્રયત્નો કરવાના ઉમદા હેતુથી ઈરાનના રામસર શહેરમાં સૌ પ્રથમ કરાર ઉપર હસ્તાક્ષર કર્યા .ત્યારથી આવી રક્ષિત સાઇટ માટે રામસર સાઇટ તરીકે ઉલ્લેખ થવાનો શરૂ થયો ગુજરાતમાં આવી રક્ષિત સાઇટ Ramsar wetlend Gujarat સાઇટ ગુજરાતમાં ચાર છે અને વધુ સાઇટ માટે સરકાર પ્રયત્નશીલ છે .
ગુજરાતની રામસર સાઈટ લિસ્ટ
ગુજરાતના ચાર જળ પ્લાવિત વિસ્તારોને રામસર સાઇટ તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો છે .
1 . નળ સરોવર (Nal Sarovar)
નળ સરોવર ગુજરાતના અમદાવાદ અને સુરેન્દ્રનગર જીલ્લાની હદમાં આવેલું છે . Nal Sarovar Wetland અમદાવાદ થી સાણંદ થઈ નળ સરોવર જઈ શકાય છે. નળ સરોવર 12000 હેક્ટર જેટલો વિસ્તાર ધરાવે છે . પાણીની વધુમાં વધુ ઊંડાઈ 2.7 મીટર જેટલી અને અનેક નાના નાના બેટ આવેલા હોઈ વનસ્પતિ વૈવિધ્ય ખૂબ સારું અને વિકસિત છે.પરિણામે અનેક જીવો અને દેશવિદેશ નાં લાખો પક્ષીઓ માટેનું આશ્રય સ્થાન બન્યું છે . સને 2020 માં આયાવર પક્ષીઓની સંખ્યા 315000 જેટલી નોધાઈ હતી . આ નળ સરોવર ગુજરાતના વન ખાતા દ્વારા રક્ષિત અભયારણ શ્રેણીમાં તેમજ રામસર સાઇટ માં સ્થાન પામ્યું છે. ગુજરાત સરકાર દ્વારા ઇકો ટુરીઝ્મ ક્ષેત્રે પણ સારો વિકાસ થયો છે .દેશ વિદેશ થી પક્ષી પ્રેમીઓ લાખોની સંખ્યામાં અહી સહેલગાહે આવે છે . તાજેતરમાં આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ દિવસની ઉજવણીના ભાગ રૂપે તારીખ 3 જાન્યુઆરી થી 6 જાન્યુઆરી સુધી ચાર દિવસનો વર્કશોપ ગુજરાત સરકારના વન અને પર્યાવરણનાં માનનીય મંત્રી શ્રી મુળુભાઇ બેરા ની ઉપસ્થિતિ યોજવામાં આવ્યો હતો .જેમાં જેમાં દેશ વિદેશના અનેક પ્રતિનિધિઓ હાજર રહ્યા હતાં .આ વિસ્તારમાં પોતાની સંસ્કૃતિ ધરાવતા આગવી પઢાર જાતિના લોકો વસવાટ કરે છે. તેમનું પઢાર નૃત્ય જાણીતું છે .
2 . વઢવાણા સરોવર (Wadhwana Sarovar)
વઢવાણા સરોવર (wadhwana Wetland) વઢવાણા ગામ પાસે આવેલું વડોદરા મહારાજા સયાજીરાવ ત્રીજાએ સિંચાઇ માટે બંધાવેલું સરોવર છે .જે વડોદરા જીલ્લાના ડભોઇ તાલુકાના વઢવાણા પાસે આવેલું મોટું સરોવર છે . તેનો વિસ્તાર 10.38 ચો .કિ.મી. જેટલો છે . આ સરોવર નો રામસર સાઇટમાં સમાવેશ થયેલો છે. જે અનેક જીવો તેમજ યાયાવર પક્ષીઓ માટેનું આશ્રય સ્થાન બન્યું છે . જેની ગણના ભારત અને ગુજરાતનાં અગત્યના જળ પ્લાવિત વિસ્તાર તરીકે થાય છે.
3 . થોળ રામસર સાઈટ (Thol lake)
મહેસાણા જીલ્લાના કડી તાલુકાના થોળ ગામ પાસે 38000 એકરમાં પથરાયેલું આ સરોવર Thol Wetland પક્ષી અભ્યારણ્ય thol bird sanctuary તરીકે જાણીતું અગત્યનું સરોવર અને તેનો આસપાસનો વિસ્તાર વિવિધ પ્રજાતિનાં પક્ષીઓ નું આશ્રયસ્થાન બન્યું છે . શિયાળામાં દરમ્યાન થોળ પક્ષી અભયારણ્યમાં દેશ વિદેશના અનેક યાયાવર પક્ષીઓ આવે છે જેમાં સારસ અને સુરખાબ ઉપરાંત બીજાં અનેક પ્રજાતિનાં પક્ષીઓ જોવા મળે છે.તે ગુજરાતના વન વિભાગ દ્વારા રક્ષિત પક્ષી અભ્યારણ્ય અને રામસર સાઇટ તરીકે ભારત અને ગુજરાતમાં મહત્વનું સ્થાન ધરાવે છે . વડોદરાના વઢવાણા સરોવર ની જેમ આ સરોવર પણ કૃત્રિમ સરોવર છે જેને ગાયકવાડ સમયમાં 1912 માં બાંધવામાં આવ્યું હતું . જેને 1988 માં પક્ષી અભયારણ્ય તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો છે .
4 . ખીજડીયા સરોવર (Khijadia Wetland )
ખીજડીયા પક્ષી અભયારણ્ય ગુજરાતના જામનગરથી 12 કીમીના અંતરે આવેલું 605 હેક્ટરમાં પથરાયેલું વૈવિધ્ય સાભર પક્ષીઓનું આશ્રય સ્થાન છે. અહી શિયાળામાં દેશ વિદેશથી અનેક પક્ષીઓ શિયાળો ગાળવા માટે અહી આવે છે . આ સ્થળને ગુજરાતના વન વિભાગ દ્વારા 6 નવેમ્બર 1982 ના રોજ પક્ષી અભયારણ્ય નો દરજ્જો આપવામાં આવ્યો છે .તેમજ 3 ફેબ્રુઆરી 2022 ના દિવસે રામસર સાઇટ નો દરજ્જો પણ મળ્યો છે. khijadiya ramsar ખીજડીયા ગુજરાતનું સૌથી મોટું પક્ષી અભયારણ્ય છે . અહી યાયાવર પક્ષીઓની જાતિઓમાં ઘણી વિવિધતા જોવા મળે છે .
ગુજરાતના અન્ય અગત્યના જળ પ્લાવિત વિસ્તારો
- કચ્છનું મોટું રણ
- કચ્છનું નાનું રણ
- નાની કાકરડ
- પારીજ
જુઓ :- ગુજરાતના વિશ્વ વારસાના સ્થળો
મિત્રો, ગુજરાતના રામસર સાઈટ વિશે સરકારી ભરતી માં ઘણા બધા પ્રશ્નો પુછાઈ ચુક્યા છે. તો તમારે પણ ગુજરાત જળ પ્લાવિત વિસ્તારો વિશે પ્રશ્નોતરી PDF ફોરમેટ માં મેળવવી હોય તો અમને કોમેંટ બોક્સ માં જણાવી શકો છો. તો અમે તમારી સાથે સેર કરીશુ અને વધુ માહિતી માટે અમારા વોટ્સઅપ ગ્રુપ માં જોઈન થઈ શકો છો.
Ha