એજ્યુકેશન

જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ પરીક્ષા 2023 – JNV EXAM STD 6

જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ પરીક્ષા
Written by Gujarat Info Hub

JAVAHAR NAVODAYA EXAM 2023 | jawahar navodaya vidyalaya admission form 2023-24 class 6th | JNV Class 6 Admission Form

 જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ પરીક્ષા ૨૦૨૩ : Jawahar Navodaya Vidyalaya ભારત સરકારના માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય ની ગુણવતા સભર શિક્ષણ માટેની યોજના હેઠળ શરૂ કરવામાં આવેલી છે .  જે અંતર્ગત દેશમાં 550 કરતાં વધારે જવાહર નવોદય વિધાલયો કાર્યરત છે . જે વિધાર્થીને સંપૂર્ણ મફત શિક્ષણ આપે છે . ધોરણ : 6 અને 9 માં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે . આ પરીક્ષા  તેઓના સને 2023-2024 ના છ્ઠા ધોરણ માટેનાં ઓનલાઈન આવેદનપત્ર ભરવાનું શરૂ થઈ ગયેલ છે. જે ઉમેદવારો આ પરીક્ષામાં બેસવા ઇચ્છા ધરાવે છે . તેના માટેની લાયકાત નીચે મુજબ છે . તેઓ  ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2023 સુધી ઓનલાઈન આવેદન કરી શકશે . આ માટેની પ્રવેશ પરીક્ષા 29/04/2023 ના રોજ જે તે વિધાર્થીના જીલ્લાની  નવોદય વિધાલય દ્વારા લેવામાં આવશે. અને પરીક્ષા કેન્દ્ર પણ જેતે જીલ્લામાં જ હોય છે .વિધાર્થી આ પરીક્ષા માં સફળ થઈ જવાહર નવોદય વિધાલયમાં પ્રવેશ મેળવેતો ધોરણ 12 સુધી ઉત્તમ ગુણવતા વાળું શિક્ષણ રહેવા જમવાની સગવડ સાથે મફતમાં મેળવી શકે છે . જવાહર નવોદય વિધાલયનો તમામ ખર્ચ ભારત સરકાર ઉઠાવે છે .

પરીક્ષા માં બેસવા માટેની યોગ્યતા

Who are eligible for Navodaya Vidyalaya?

  • ઉમેદવાર સરકારી અથવા સરકારમાન્ય શાળામાં થી ધોરણ :  3 અને 4 માં પાસ થઈ ધોરણ 5 માં અભ્યાસ કરતો હોવો જોઈએ .
  • અગાઉ ક્યારેય જવાહર નવોદય પરીક્ષામાં બેઠેલ હોવો જોઈએ નહી .
  • ઉમેદવારની જન્મ તારીખ 01/05/2010 થી 30/04/2014 (બંને દિવસ સામેલ ) હોવી જોઈએ .

(તમામ કેટેગીરી ના ઉમેદવારો સહિત)

જવાહર નવોદય વિદ્યાલય ધોરણ ૬ નુ પ્રશ્નપત્ર નું માળખું

પ્રશ્નપત્ર 100 ગુણનું અને હેતુલક્ષી પ્રશ્ન સ્વરૂપનું રહેશે. તેમજ કસોટીનો સમય 2 કલાક અને 30 મિનિટનો રહેશે . તેમજ સિલેબસ નીચે મુજબ રહેશે .

ક્રમવિષયગુણ
1માનસિક ક્ષમતા કસોટી50
2ગણિત25
3ભાષા25
 કુલ ગુણ100

અરજી કરવાની રીત

How to apply Navodaya Vidyalaya Admission 2023 Class 6th?

  • અરજીપત્રક ઓનલાઈન કરતાં પહેલાં જવાહર નવોદય વિધાલય દ્વારા આપવામાં આવેલ સૂચનાઓ વાંચી પછીજ અરજીપત્રક ઓનલાઈન કરવું જોઈએ .
  • ઓનલાઈન કરવાની પ્રક્રિયા  એક જ ચરણમાં કરવામાં આવે છે.
  • જે ઉમેદવારો કેન્દ્રની આરક્ષણ જાતીની સૂચીમાં છે તે સિવાયના ઉમેદવારોએ સામાન્ય કેટેગીરી ના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ઓનલાઈન ભરવું .
  • અરજી કરતાં પહેલાં ઉમેદવાર (વિધાર્થી )નો પાસપોર્ટ સાઈઝનો ફોટો અને સહીનો નમૂનો અપલોડ કરવા સ્કેન કરી તૈયાર રાખવો ફોટો અને સહીનો નમૂનો 10 kb થી 100 kb સુધીનો રાખવો .
  • માતાપિતા અને ઉમેદવારના હસ્તાક્ષર વાળું ઉમેદવાર જે શાળામાં અભ્યાસ કરે છે તે શાળાના આચાર્યનું  પ્રમાણપત્ર ભરીને અપલોડ કરવા માટે તૈયાર રાખવું આ પ્રમાણપત્રની સાઇઝ 50 kb થી 300 kb સુધીની રાખવી .
  • ઉમેદવારને આધારકાર્ડ ના હોયતો સક્ષમ અધિકારીનું રહેઠાણ ના પુરાવાનું પ્રમાણ પત્ર તૈયાર રાખવું .
  • ઉમેદવાર માત્ર એકજ વખત પરીક્ષા માટે અરજી કરી શકે છે .જો અગાઉનો ડેટા ચેક કરતાં ઉમેદવારનું ફોર્મ રદ થવા પાત્ર હશે, અને રદ  થશે તો તેમને  મોબાઈલ મેસેજ  દ્વારા જાણ કરવામાં આવશે.
  • બધી માહીતી એકત્રીત કરી જવાહર નવોદયની વેબ સાઇટ પર જઇ ઓનલાઈન અરજી  કરવાની રહેશે .

જવાહર નવોદય વિધાલય

  • દરેક જીલ્લામાં સહ શિક્ષણ વાળી શાળાઓ.
  • કુમાર અને કન્યાઓ માટે અલગ અલગ છાત્રાલયની વ્યવસ્થા
  • રહેવા જમવાની અને શિક્ષણ ની મફત સુવિધા
  • માઈગ્રેશન સ્કીમ હેઠળ અલગ અલગ સાંસ્કૃતિક આદાન પ્રદાન
  • એન.સી.સી /એન.એન.એસ /રમતગમત /સ્કાઉટ વગેરે જેવી પ્રવૃતિઓને પ્રોત્સાહન .

જવાહર નવોદય ની સિધ્ધીઓ

  • સને 2021 JEE (MAIN) ના 10247 વિધાર્થીઓ માંથી 4292 વિધાર્થીઓ સફળ   
  • સને 2021 JEE (ADVANCED ) ના 2770  વિધાર્થીઓ માંથી 1121 વિધાર્થીઓ સફળ  
  • સને 2021 NEET ના 17520 વિધાર્થીઓ માંથી 14025  વિધાર્થીઓ સફળ  
  • સને 2021-2022 ધોરણ 10 પરિણામ 99.71 %  જ્યારે ધોરણ 12 નું પરિણામ 98.93 %

જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ પરીક્ષા 2023

  • પ્રવેશપત્ર માટેનું ધોરણ :-  6 (છઠ્ઠું)
  • ઓનલાઈન અરજી શરૂ થયાની તારીખ :- 01/01/2023
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ :- 31/01/2023
  • પ્રવેશ પરીક્ષા (કસોટી )ની તારીખ :- 29/04/2023

જવાહર નવોદય પરીક્ષા ઓનલાઈન અરજી કરવા માટે

જવાહર નવોદય વિધાલય પ્રવેશ પરીક્ષા 29/04/2023 ના રોજ લેવામાં આવશે. જેનુ રિઝલ્ટ જુન મહીનામાં જાહેર થશે. નવોદયા ધોરણ ૬ ની અરજી ફોર્મ પ્રકિયા ની છેલ્લી તારીખ ૩૧/૦૧/૨૦૨૩ છે.

તો જે મિત્રો, અરજી કરવા માગે છે, તે વેહલી તકે વેબસાઇટ પર જઈ ઓનલાઈન અરજી કરી શકે છે.

About the author

Gujarat Info Hub

Leave a Comment