સરકારી યોજનાઓ એજ્યુકેશન

Namo Lakshmi Yojana: હવે શાળાઓની વિધાર્થીનીઓને મળશે કુલ 50000 ની સહાય, જાણો નમો લક્ષ્મી યોજનાની સંપુર્ણ માહિતી

Namo Lakshmi Yojana
Written by Gujarat Info Hub

Namo Lakshmi Yojana: ગુજરાત સરકારના શિક્ષન વિભાગ દ્વારા માધ્યમિક અને ઉચ્ચ્તર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિધાર્થિનીઓ માટે નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનમાં જે વિધાર્થીનીઓ ધોરણ ૮ નો અભ્યાસ પુર્ણ કરીને ધોરણ ૧૨ સુધી અભ્યાસ પુર્ણ કરતા સુધી તેમને કુલ ૫૦૦૦૦ હજારની સહાયની રકમ મળશે. આ સહાયની રકમ દરેક ધોરણ પ્રમાણે અલગ અલગ રહેશે જેમ કે વિધાર્થીનીઓને ધોરણ ૯ અને ૧૦ ની બોર્ડની પરીક્ષા પાસ કરેથી કુલ ૨૦૦૦૦ નિ સહાય રકમ ચુકવવામાં આવશે.

Namo Lakshmi Yojana

યોજનાનું નામનમો લક્ષ્મી યોજના
લાભાર્થી ધોરણ ૯ થી ૧૨ માં ભણતી વિધાર્થીનીઓ
સહાય ધોરણ 9 અને 10 માટે વાર્ષિક 20000
ધોરણ 11 અને 12 માટે વાર્ષિક 30000
આવક મર્યાદા ૬ લાખ

તો આજે આપ્ને નમો લક્ષ્મી યોજનાની લાયકાત અને કયાં વર્ષે કેટલી રકમ મળવા પાત્ર થશે તેની સંપુર્ણ માહિતી આ લેખની મદદથી મેળવીશું.

લાભાર્થીની પાત્રતા

જે વિધાર્થીનીઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધયમિક શિક્ષણ બોર્ડ્ની અને કેંદ્રિય માધ્યમિક બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓમાં આભ્યાસ કરતી હોય તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.

રાજ્યની સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ ૮ નો અભ્યાસ પુર્ન કરી ધોરણ ૯ માં પ્રવેશ મેળવેલ હોય.

રાજ્યની માન્ય ખાંગી પ્રાથમિક શાળામાં RTE અંતર્ગત પ્રવેશ મેલવી ધોરણ ૧ થી ૮ નો અભ્યાસ પુર્ણ કરી ધોરણ ૯ માં પ્રવેશ મેળવેલ હોય અથવા જે વિધાર્થી ધોરણ ૮ પુર્ણ કર્યા બાદ ધોરણ ૯  માં પ્રવેશ મેળવેલ હોય પરંતુ તેમની વાર્ષિક આવક ૬ લાખ કે તેથી ઓછી હોય તેવી વિધાર્થીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહે છે.

આ પણ વાંચો:- જમીન માપણી માટે ઓનલાઈન iORA પોર્ટલ પર અરજી કેવી રીતે કરવી, જાણો સંપુર્ણ માહિતી

નમો લક્ષ્મી યોજનામાં મળવાપાત્ર સહાય

જે વિધાર્થીનીઓએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનો અભ્યાસ પુર્ણ કરેલ છે તે દરેક્ને 50000 સુધીની સહાય મળે છે જેની ગણતરી નિચે મુજબ છે.

ધોરણ ૯  અને ૧૦ નિ વિધાર્થીનીઓને કુલ 20000 ની સહાય ચુકવાવામાં આવશે જેમાં જે વિધાર્થીની ધોરણ ૯ અને ૧૦ માં ભણતી હોય તેમને શિક્ષણીક વર્ષ દરમિયાન ૧૦ મહિનાના ૫૦૦ રુપિયા લેખે ૫૦૦૦ રુપિયા પેટે એટલે કે બન્ને વર્ષના કુલ 10000 રુપિયા ચુકવવામાં આવશે. જ્યારે બાકિના 10000 રૂપિયા ધોરણ ૧૦ ની બોર્ડની પરીક્ષા પાસ કયા બાદ મળશે.

આવી જ રીતે ધોરણ ૧૧ અને ૧૨ ના કુલ મળીને 30000 રૂપિયાની સહાય ચુકવવામાં આવશે જેમાં ધોરણ ૧૧ અને ૧૨ ના શૈક્ષણિક વર્ષ દરમિયાન ૧૦ માસ માટે એટલે કે માસિક ૭૫૦ રુપિયા લેખે વાર્ષિક ૭૫૦૦ રુપિયા એટલે કે બન્ને વર્ષના કુલ 15000 રુપિયા તથા બાકીના 15000 રુપિયા ધોરણ ૧૨ ની બોર્ડની પરીક્ષા પાસ કર્યાથી મળવાપાત્ર રહેશે.

આ યોજનાની સહાયની રકમ વિધાર્થીનીઓના ડાયરેક્ટ બેનીફિટ ટ્રાન્સફર (DBT) ના માધ્યમથી વિધાર્થીનીઓની માતાના બેંક ખાતામાં જમાં કરવામં આવશે. જો વિધાર્થીની માતા હયાત ના હોય તો તેવા કિસ્સમાં ડાયરેક્ટ વિધાર્થીનીના ખાતમાં પૈસા જમા થશે.

સરકારે આ યોજના માટે “નમો લક્ષ્મી” પોર્ટલ શરૂ કર્યુ બનાવશે જે પોર્ટલ પર વિધાર્થીનીઓની યાદી અપલોડ કરવામાં આવશે. ત્યારબાદ જે તે શૈક્ષણિક વર્ષમાં દરેક મહિનાની સહાયની રકમ મહિનાની ૧૦ તારિખે સંબધિત લાભાર્થીના ખાતામાં જમા કરવામાં આવશે.

આ પણ વાંચો:- Gujarat Police Bharti 2024: ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપોઇની કુલ 12472 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment