નોકરી & રોજગાર

NMMS Scholarship Exam Fees: નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા પરીક્ષાની ફી ભરવાનો સમય ગાળો લંબાવ્યો

NMMS Scholarship Exam Fees
Written by Gujarat Info Hub

        

NMMS Scholarship Exam Fees :  N.M.MS. પરીક્ષા 2022  કે જે  નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા 2022  માટે લાભાર્થી વિધાર્થીઓની પસંદગી કરવા સારું ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડના તા :  07/10/2022    ના જાહેર નામા મુજબ યોજાવાની છે. સંભાવિત ડિસેમ્બર જાન્યુઆરી માસમાં યોજાવવાની છે . ચાલુ શૈક્ષણિક વર્ષ માં ધોરણ : 8 માં અભ્યાસ કરતા વિધાર્થીઓએ બહોળી સંખ્યામાં પરીક્ષામાં બેસવા માટેનું તેમનું અરજી ફોર્મ પણ ઓનલાઈન સબમીટ કર્યું છે . અને બોર્ડ દ્વારા તેમનું અરજી ફોર્મ  કન્ફર્મ  થઈ પણ  ગયેલ છે .પરંતુ તેઓ ની ફી ભરવાની બાકી રહી ગઈ હોય કે પછી ટ્રાનજેકશન  રદ થવાથી ફી ભરાઈ નથી .  તેમના માટે  રાહતના સમાચાર એ છે કે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગરના  પત્ર ક્રમાંક :રાપબો/NMMM/2022 /12729-12822 તા:15/12/2022   અંતર્ગત ફી ભરવાનો સમયગાળો લંબાવવામાં આવ્યો છે . તો આવા વિધાર્થીઓએ બોર્ડની વેબ સાઇટ પર તારીખ :16/12/2022  સવારે 11.30 કલાકથી તારીખ 17/12/2022 ના રાત્રીના 11.59 કલાક સુધી પરીક્ષા ફી ઓનલાઈન ભરી શકશે તો, વિધાર્થી મિત્રો જેમણે ફોર્મ કન્ફર્મ થવા છતાં ફી ભરી શક્યા  નથી તેમણે તરત રાજ્ય પરીક્ષાબોર્ડ ની વેબ સાઇટ પર જઈ  ફી  ભરી  ઈ રીસીપ્ટ  પ્રિન્ટ કરી લેવી  . નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ વિધાર્થીઓ માટે ખૂબ સારી શિષ્યવૃતિ ની યોજના છે .  તો વિધાર્થી મિત્રોએ ખૂબ સારી, પધ્ધતિસર મહેનત કરી મેરીટમાં આવવા પ્રયત્નો કરવા જોઈએ .  પરીક્ષા સબંધી અન્ય સૂચનાઓ  પરીક્ષાના જાહેરનામા મુજબ રહેશે.

NMMS Scholarship Exam Fees Important link:

NMMS પરીક્ષાનું જાહેરનામું જોવા માટે અહી  ક્લીક કરો – Click Here

પરીક્ષા ફી ભરવા માટેનો સમયગાળો વધારવા બાબતની જાહેરાત જોવા અહી કલીક કરો – Click Here

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડની વેબ સાઇટ પર જવા માટે અહી ક્લીક કરો – Click Here

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment