જનરલ નોલેજ

ગુજરાતના બંદરો PDF ( Gujarat na Bandaro ) | Ports in Gujarat

ગુજરાતના બંદરો
Written by Gujarat Info Hub

“ગુજરાતના બંદરો” ( Gujarat na Bandaro ) : ગુજરાત દરિયા કિનારાની બાબતમાં ખૂબ સમૃધ્ધ છે . ગુજરાતને ભારતના કુલ દરિયા કિનારાની સરખામણીમાં સૌથી વધુ 1600 કી.મી.  લાંબો દરિયા કિનારો મળ્યો છે. જે ભારતના  કુલ દરિયા કિનારાના 28 ટકા જેટલો છે . તેમજ ગુજરાતનો દરિયા કિનારો ખાંચા ખૂંચી વાળો અને કિનારાનો મોટો  ભાગ પત્થરથી બનેલો અને ઊંડાઈ ધરાવતો હોવાથી બંદરો નો વિકાસ ખૂબ સારા પ્રમાણમાં થયો છે . પ્રાચીન કાળથી ગુજરાત દરિયામાર્ગે  પરદેશો સાથે  વેપારથી સંકળાયેલ હોવાના પુરાવા આપણને પ્રાચીન સિંધુ સભ્યતાના અવશેષો માંથી પ્રાપ્ત થયા છે . વર્તમાનમાં બંદરોના વિકાસમાં ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે . ગુજરાતના 15 જિલ્લાઓ દરિયાકિનારો ધરાવે છે.તેથી 42  જેટલાં નાનામોટાં બંદરો ગુજરાતમાં કાર્યરત છે.  તેમાં 23 સૌરાષ્ટ્રમાં 14 દક્ષિણ ગુજરાતમાં અને 4 બંદરો કચ્છ જીલ્લામાં આવેલાં છે .  જે ભારતના કુલ માલ વહનના 75 ટકાથી વધુ માલ વહન કરે છે.  અહી આપણે   ગુજરાતનાં બંદરો અને તેની વિશેષતાઓનો  વિશે જીલ્લાવાર અભ્યાસ કરીશું .

ગુજરાતના બંદરો PDF

 

હવે આપણે ગુજરાતના બંદરો ની વિગતવાર માહિતી જોઈશું જેમાં ગુજરાતના મહત્વના બંદરો જેવા કે કંડલા પોર્ટ, અલંગ, ઓખા વગેરે નો સમાવેશ થાય છે. ગુજરાતના બંદરો માં સૌથી વધુ બંદરો સૌરાષ્ટ્રમાં આવેલ છે અને ત્યાર બાદ દક્ષિણ ગુજરાતના બંદરોનો સમાવેશ થાય છે અને ક્ચ્છ માં કુલ ૪ બંદર આવેલ છે. ગુજરાતના બંદરો ની દેખભાળ ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા કરવામાં આવે છે.

કંડલા બંદર :

કંડલા બંદર કચ્છ જિલ્લામાં ગાંધીધામ નજીક આવેલું ગુજરાતનું સૌથી મોટું બંદર છે . જે કચ્છના અખાતમાં આવેલું છે .જેનો વહીવટ કેન્દ્ર સરકાર હસ્તકના કંડલા પોર્ટ ટ્રસ્ટ હેઠળ  સ્વતંત્ર ટ્રસ્ટ હેઠળ  છે. જેને મહા બંદર તરીકે વિકસાવવાના પ્રયત્નો થયા છે . ભારત પાકિસ્તાન ભાગલા બાદ કરાંચી પાકિસ્તાનને આપવામાં આવતાં ભારતને પોર્ટની જરૂર ઊભી થતાં 1955  થી મહાબંદર તરીકે કંડલા બંદરની સ્થાપના કરી. હાલમાં કંડલા બંદરનું નામ દિન દયાળ પોર્ટ કરવામાં આવ્યું છે . કંડલા બંદર વિસ્તારને સેઝ SEZ અને મુક્ત વ્યાપાર ઝોન તરીકે વિકસાવવામાં પણ આવ્યું છે .

અલંગ :

અલંગ બંદર ગુજરાતના દક્ષિણ કિનારે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં ખંભાતના અખાતમાં આવેલું છે . અલંગ બંદર જહાજો ભાગવાના ઉધોગ તરીકે સમગ્ર એશિયાખાંડ માંનું સૌથી મોટું બંદર છે દેશ વિદેશ થી દર વર્ષે હજારો જહાજ ભંગાવા માટે અલંગ બંદરે આવે છે . અહી જહાજના તમામ ભાગોને જુદા કરી લોખંડ ,એલ્યુમિનિયમ, શોફા ,રાચરચીલું વગેરે  વસ્તુઓને બજારમાં વેપાર અર્થે મુકવામાં આવે છે . જેને શીપ બ્રેકિંગ યાર્ડ તરીકે પણ ઓળખે છે .

ઓખા :

ઓખા બંદર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કચ્છના અખાતમાં આવેલું છે .જે ત્રણ બાજુ દરિયો ધરાવે છે . તે આંતર રાષ્ટ્રીય જલમાર્ગના સુએઝ માર્ગ નજીક  આવેલું બારમાસી બંદર છે . ઓખા બંદરના  બનાવનાર અને ઉદ્ઘાટક  સયાજીરાવ ગાયકવાડ હતા .

ઘોઘા :

ઘોઘા બંદર ખંભાતના અખાતમાં અરબી સમુદ્રમાં આવેલું મહત્વનુ બંદર છે . જે ઘોઘા થી ભરુચ જિલ્લાના દહેજ બંદરની ‘ ઘોઘા દહેજ રો રો ફેરી સર્વિસ’ માટે પણ ખૂબ ઉપયોગી બન્યું છે. અહી દીવાદાંડી પણ આવેલી છે .

જખૌ :

જખૌ બંદર કચ્છના અખાતમાં આવેલું મોસમી બંદર છે . તે બારોમાસ ચાલુ રહેતું નથી . ચોમાસા સમય દરમ્યાન બંધ રહે છે .તેનો વહીવટ ગુજરાત મેરી ટાઈમ બોર્ડ કરે છે .

દહેજ :

દહેજ ખંભાતના અખાતમાં  ભરુચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલું મહત્વનુ બંદર છે .જ્યાં ઘણી કંપનીઓ સ્થાપવામાં આવેલી છે . ઘોઘા દહેજ રોરો ફેરી માટે તેનો ઉપયોગ થઈ રહ્યો છે . આ બંદર ઉપરથી ગેસ અને રસાયણો તેમજ ખાતરો ,કોલસો ,તાંબુ વગેરેની  આયાત નિકાસ કરવામાં આવે છે . ગુજરાત મેરી ટાઈમ બોર્ડ દ્વારા આ બંદરનો વહીવટ કરવામાં આવે છે .

પીપા વાવ :

પીપાવાવ બંદર ખાનગી ક્ષેત્રનું ભારતનું સૌ પ્રથમ બંદર છે .જે અમરેલી જીલ્લામાં આવેલું છે . મોટા કન્ટેનર અને વાહનોની આયાત નિકાશ પીપાવાવ બંદર બંદરેથી કરવામાં આવે છે . પ્રવાહી માલ

સામાન ની આયાત નિકાશ માટે પીપાવાવ બંદર મહત્વનું બંદર ગણાય છે . ભગત પીપાજીના નામ પરથી આ ગામનું નામ પીપાવાવ પડયું છે . પીપાવાવ બંદરથી નજીક પીપાવાવ શીપયાર્ડ માં જહાજો બનાવવામાં આવે છે .

હજીરા :

સુરત શહેરથી દક્ષિણ પશ્ચિમ 20 કિમીના અંતરે આવેલું હજીરા બંદર હજીરા પોર્ટ પ્રાઈવેટ લીમીટેડ કંપની દ્વારા બાંધવામાં આવ્યું છે . જે ઊંડાઈ ધરાવતું બંદર છે . જ્યારે કાર્ગો બંદરનું કામ નિર્માણ હેઠળ છે .

મુંદ્રા :

કચ્છમાં આવેલું મુંદ્રા બંદર  એક મહત્વનુ બંદર છે . મુંદ્રા બંદરને ગુજરાત મેરી ટાઈમ બોર્ડ અને અદાણી ગ્રૂપ ના સંયુક્ત સાહસથી દ્વારા ખૂબ આધુનિક બંદર તરીકે વિકસાવવામાં આવ્યું છે .

માંડવી :

કચ્છમાં આવેલું માંડવી બંદર ઋકમાવતી નદીના મુખ પાસે  કચ્છના દરિયા કિનારે આવેલું છે . ઘણો નિક્ષેપ થતાં ભરતીના સમયમાં બંદરનો ઉપયોગ થઈ શકે છે .

  • આમ ગુજરાતમાં કચ્છનો અખાત ખંભાતનો અખાત અને અરબી સમુદ્રના દરિયા કિનારે નાના મોટાં કેટલાંક બારમાસી અને કેટલાક મોસમી બંદરો  આવેલાં છે.
  • વેરાવળ ગીર સોમનાથ જિલ્લાનું અરબી સમુદ્રનું ભારતનું સૌથી મોટામાં મોટું મત્સ્ય ઉધોગ માટેનું બંદર છે . વેરાવળ બંદરે શીતગૃહો અને માછલીઓ ના પ્રોસેસીંગ યુનિટો પણ છે .
  • ભાવનગર બંદર બારમાસી અને લોકગેટની સુવિધાવાળું બંદર છે .
  • પોરબંદર એલ .પી .જી આયાત કરનાર વિશ્વનું પ્રથમ બંદર છે .
  • દહેજબંદરે પ્રવાહી, વાયુમય અને ઘન પદાર્થો ની  વસ્તુઓના આયાત નિકાસની સુવિધાઓ ધરાવે છે .

ગુજરાતના બંદરો નું લીસ્ટ ( Gujarat Na Bandaronu List )

 

  • કચ્છ જીલ્લામાં : કંડલા ,માંડવી ,કોટેશ્વર ,મુંદ્રા ,જખૌ .
  • જામનગર જીલ્લામાં : સિક્કા ,બેડી ,જોડીયા .
  • દેવભૂમી દ્વારકા જીલ્લામાં : સલાયા ,બેટ ,રૂપેણ ,ઓખા ,પીંઢારા.
  • પોરબંદર જીલ્લામાં :પોરબંદર,નવી બંદર ।
  • જુનાગઢ જીલ્લામાં : માઢવાડ ,માંગરોળ ,રાજપરા .
  • ગીર સોમનાથ જીલ્લામાં : વેરાવળ
  • અમરેલી જીલ્લામાં : જાફરાબાદ ,પીપાવાવ ,કોટડા .
  • ભાવનગર જીલ્લામાં : ઘોઘા ,તળાજા ,ભાવનગર મહુવા ,ભાવનગર .
  • ભરુચ જિલ્લામાં : દહેજ અને ભરુચ.
  • સુરત જિલ્લામાં ભગવા ,મગદલ્લા .
  • નવસારી જિલ્લામાં : વાંસી બોરસી ,બીલીમોરા ,ઓંજલ .
  • વલસાડ જીલ્લામાં : ઉમરગામ, નારગોલ ,કોલક ,ઉમરસાડી .
  • આણંદ જિલ્લામાં : ખંભાત
  • રાજકોટ જિલ્લામાં : નવલખી
  • દીવ ( કેન્દ્ર સાસિત પરદેશમાં ) દીવ
  • દમણ ( કેન્દ્ર સાસિત પરદેશમાં ) દમણ

આ પણ વાંચો :-

મિત્રો અમારો ગુજરાતના બંદરો (Gujarat na Bandaro ) અથવા  ગુજરાતના બંદરો Pdf ( Gujarat Na Bandaro PDF List ) વિશેનો આર્ટીકલ કેવો લાગ્યો તે અમને કોમેંટમાં જણાવશો અને બીજા અવનવા જનરલ નોલેજ ને લગત આર્ટીકલ વાંચવા અમારી વેબ સાઇટ જોતા રહેશો ,આભાર !

Ports in Gujarat – FAQ’S

 

ગુજરાતનું કયું બંદર ભારતનું સૌ પ્રથમ SEZ (Specials Economic Zone) બન્યું હતું ?

ગુજરાતનું કંડલા બંદર એ ભારતનું સૌ પ્રથમ મુક્ત વ્યપાર ક્ષેત્ર તરીકે જાહેર થયેલ બંદર છે.

ગુજરાતમાં કુલ કેટલા બંદર આવેલ છે ?

ગુજરાતમાં કુલ ૪૨ બંદરો આવેલ છે જેમાં મુખ્ય કંડલા બંદર અને બાકીના ૪૧ માં ૧૧ મધ્યમ કક્ષાના અને ૩૦ નાના બંદરો આવેલ છે.

વિશ્વનું સૌથી પ્રાચીન બંદર કયું છે?

વિશ્વનું સૌથી પ્રાચીન બંદર લોથલ છે, જે ગુજરાતમાંથી મળી આવેલ છે.

ગુજરાતના બંદરોનો વહીવટ કોણ કરે છે ?

ગુજરાતમાં કંડલા પોર્ટ વગર બાકીનાઅ ૪૧ પોર્ટ નો વહીવટ “ગુજરાત મેરીટાઈમ બોર્ડ” કરે છે, જેની સ્થાપના ૧૯૮૨ માં કરવામાં આવી હતી.

ગુજરાત મેરીટાઈમ બોર્ડ ની સતાવાર વેબસાઈટ કઈ છે ?

ગુજરાત મેરીટાઈમ બોર્ડ ની સત્તાવાર સાઈટ – https://gmbports.org/

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment