સરકારી યોજનાઓ

સિલાઈ મશીન યોજના ફોર્મ 2023 | PM Silai Machine Yojana Online Form

Silai Machine Yojana Online Form
Written by Gujarat Info Hub

PM Silai Machine Yojana 2023: પ્રધાનમંત્રી સિલાઈ મશીન યોજના નો મુખ્ય ઉદેશ ભારતની મહિલાઓ ઘરે બેઠા રોજગાર મેળવી શકે. મફત સિલાઈ મશીન યોજના માં ગરીબ અને આર્થિક રીતે પછાત વર્ગની મહિલાઓ ને ફ્રી માં સિલાઈ મશીન આપવામાં આવે છે. આ યોજના એ માનવ કલ્યાણ માં આવતી યોજના છે. જેમાં સરકાર દ્વાર ૧૦૦% સબસિડી આપવામાં આવે છે.

આ યોજના અંતર્ગત મહિલા સિલાઈ કામ અને ભરતકામ ઘરે બેઠા કરી પોતાનું ગુજરાન ચલાવી શકે અને આ યોજનાનો લાભ ૨૦ થી ૪૦ વર્ષની વચ્ચે ના વયજુથ્થ અરજી કરી શકે. ફ્રી સિલાઈ મશીન યોજના ફોર્મ કેવી રીતે મેળવવું અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આ બ્લોગથી મેળવીશું

Pradhan Mantri Silai Machine Yojana Overview

યોજનાનું નામ સિલાઈ મશીન યોજના
વિભાગસામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ
લાભસિલાઈ મશીન પર 100 ટકા સબસિડી
વય મર્યાદા૨૦ થી ૪૦ વર્ષની મહિલાઓ
સત્તાવાર વેબસાઈટhttps://esamajkalyan.gujarat.gov.in

મફત સિલાઈ મશીન યોજનાનો ઉદેશ – Mafat Silai Machine Yojana 2

મિત્રો, ગુજરાત સિલાઈ મશીન યોજના અંતર્ગત સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, તથા વિચરિત અને વિમુક્તિ જાતીની મહિલાઓને આર્થિક રીતે સહાય કારવા સરકાર દ્વારા માનવ ગરીમા યોજનાઓ ચલાવવામાં આવે છે. તેમાંની આ એક યોજના છે.

PM silai machine yojana અંતર્ગત વર્ષ ૨૦૨૩ માં કુલ ૫૦ હજાર મહિલાઓને સિલાઈ મશીન મળવા પાત્ર થશે. જેના માટે તમારે પ્રધાનમંત્રી સિલાઈ મશીન યોજનાનું ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ જોડી અરજી કરવાની થશે.

આ યોજનાથી ઘરે ફ્રી બેઠી મહિલાઓને ઘરે બેઠા રોજગારી મેળવવાની તક મળશે. અને તેમને આત્મનિર્ભર બનાવશે. આ યોજના ગ્રામ્ય અને શહેરી બન્ને વિસ્તારની મહિલાઓ માટે લાગુ પડશે.

પ્રધાનમંત્રી સિલાઈ મશીન યોજનાની પાત્રતા

PM Silai Machine Yojana 2023 : આ યોજનામાં અરજી કરતા પહેલા તમારે તેના માપદંડ વાચી લેવા જરૂરી છે, કેમ કે આમા ગરીબ મહીલાઓને લાભ મળવાપાત્ર રહેશે જેના માપદંડ નીચે મુજબ છે.

  • મહિલાની ઉમર ૨૦ થી ૪૦ સુધીની હોય તો અરજી કરવા પાત્ર થશે.
  • કુટુબની વાર્ષિક આવક ૧૨ હજાર થી વધુ ના હોવી જોઈએ.
  • વિધવા અને વિકલાંગ મહિલાઓ આ યોજના માટે પાત્ર ગણાશે.
  • આર્થિક રીતે પછાત મહિલાઓ આ યોજના માપદંડ મુજબ અરજી કરી શકશે.
  • કુટુબના સભ્યને સરકારી નોકરી ના હોવી જોઇએ.

પીએમ સિલાઈ મશિન યોજના ડોક્યુમેન્ટ । Gujarat silai machine yojana Documents

જે બહેનો પ્રધાનમંત્રી સિલાઈ મશીન યોજના માટે પાત્રતા ધરાવે છે અને અરજી કરવા માટે લાયક છે તેમણે અરજી કરતી વખતે નીચે મુજબના દસ્તાવેજો ની જરૂર પડશે.

  • મહિલાનું અધારકાર્ડ
  • ઉંમર અંગેનો પુરાવો
  • રેશનકાર્ડ
  • આવકનો દાખલો
  • વિધવા બહેનો માટે પુન:લગ્ન નથી કર્યા તેનું પ્રમાણપત્ર
  • વિકલાંગ બહેનો માટે અપંગતા નું સર્ટિફિકેટ
  • પાસપોર્ટ સાઇઝના ફોટા
  • આધાર સાથે લિંક હોય તે મોબાઈલ નંબર

આ વાંચો :-

ગુજરાત યોજના સિલાઈ મશીન રજીસ્ટ્રેશન । Gujarat silai machine yojana registration

મિત્રો, માનવ ગરીમા સિલાઈ મશીન યોજના નું રજીસ્ટ્રેશન માટે તમારે પાત્રતા અને માપદંડ ચકાશી ને જો અરજી કરવા લાયક છો તો નિચે આપેલ વિગત જોઈ અરજી કરી શકો છો.

  • સૌ પ્રથમ તમારે ગુજરાત સરકારની માનવ કલ્યાણ માટેની સત્તાવાર વેબસાઈટ પર જાઓ. – https://e-kutir.gujarat.gov.in/
  • હવે તમારે ત્યાં રજીસ્ટ્રેશન કરાવું પડશે અને ત્યારબાદ લોગીન થાઓ.
  • હવે ત્યા સિલાઈ મશીન યોજના પસંદ કરી અરજી ફોર્મ પસંદ કરો.
  • હવે આપેલ બધી માહીતી ધ્યાનપુર્વક વાંચી ઓનલાઈન ફોર્મ ભરો.
  • હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • છેલ્લે તમારુ ફોર્મ ને સબમીટ કરો.
  • મિત્રો, નિચે અમે સિલાઈ મશીન યોજનાનું ફોર્મ PDF સેર કરી છે તે ડાઉનલોડ કરી શકો

યોજનાનું ફોર્મ PDF – PM Silai Machine Yojana Form Online

મિત્રો, અહિ અમે નિચે પ્રધાનમંત્રી સિલાઈ મશીન યોજનાનું ફોર્મ PDF ડાઉનલોડ લિંક મુકી છે, જેના પર ક્લિક કરી તમે ફોર્મ ડાઉનલોડ કરી શકો છો.

  • PM Silai Machine Yojana Form Online Download

ઉપર આપેલ “Download” બટન પર ક્લિક કરી ફ્રી સિલાઈ મશીન યોજના ફોર્મ તમે પીડીએફ ના રુપ માં ડાઉનલોડ કરી શકો છો. ત્યાર બાદ ફોર્મ માં જણાવેલ જરુરી ડોક્યુમેન્ટ જોડી નજીકની સમાજ કલ્યાણ કચેરી ખાતે તમારુ ફોર્મ જમાં કરવી દો, આવી રીતે તમે ઓફલાઈન પણ મફત સિલાઈ મશિન યોજન માટે રજીસ્ટ્રેશન કરવી શકો છો.

આ પણ વાંચો :-  કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ

FAQ’s

પીએમ સિલાઈ મશીન યોજના શું છે ?

પ્રધાનમંત્રી સિલાઈ મશીન યોજનાનો મુખ્ય ઉદેશ આર્થિક રીતે પછાત વર્ગ ની મહિલાઓને ફ્રી માં સિલાઈ મશીન આપી તેમને રોજગારીની તક ઉભી કરવી.

આ યોજનાની વયમર્યાદા કેટલી છે?

આ યોજનામાં ૨૦ થી ૪૦ વર્ષ સુધિની બહેનો અરજી કરી શકે છે.

ગુજરાત સિલાઈ મશીન યોજનામાં કોણ કોણ અરજી કરી શકે ?

આર્થિક રીતે પછાત બહેનો કે જેમના કુટુબની વાર્ષિક આવલ ૧૨ હજારથી વધુ ના હોવી જોઇએ અને બહેનોની ઉમર ૨૦ થી ૪૦ વર્ષ સુધીની હોવી જોઈએ. જેમાં વિધવા અને વિક્લાંગ બહેનો માટે ઉમર મર્યાદા લાગુ પડતી નથી.

આ યોજનામાં કેટલી મહિલાને સિલાઈ મશિન મળશે ?

આ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૩ માં ગુજરાતની કુલ ૫૦ હજાર મહિલાઓને સીલાઈ મશિન મળશે.

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment