સરકારી યોજનાઓ

PM Svanidhi Yojana 2023: સ્વનિધિ યોજના અંતર્ગત 50 હજાર સુધિની લોન મેળવો ઘરે બેઠા

PM Svanidhi Yojana Gujarati
Written by Gujarat Info Hub

PM Svanidhi Yojana 2023: મિત્રો, આજે આપણે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના વિશે ચર્ચા કરીશું, જેમાં  પીએમ સ્વંનિધિ સરકારી યોજનામાં અરજી કેવી રીતે કરવી, લોન ની રકમ કેવી રીતે મેળવવી, કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે અને પીએમ સ્વ નિધિ પોર્ટલ ની સંપૂર્ણ વિગત આ બ્લોગથી મેળવીશું. 

PM Svanidhi Yojana 2023 in Gujarati: મિત્રો, આ યોજના અંતર્ગત સરકાર દ્વારા નાના અથવા મોટા ધંધાર્થીઓને રુપિયા ૫૦૦૦૦ ની લોન આપવામાં આવે છે. જેથી તેઓ આત્મનિર્ભર બને અને પોતાનો ધંધો શરૂ કરી શકે.આ યોજનાની શરુઆત ૧ જુન ૨૦૨૦ ના રોજ લોન્ચ કરવામાં આવી હતી. આ યોજના નુ બીજું નામ પીએમ સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ તરીકે પણ ઓળખાય છે.

પીએમ સ્વનિધિ યોજના 2023

મિત્રો, કોરોના માહામારી ના કારણે વર્ષ ૨૦૨૦ માં લોકડાઉન લાગ્યું હતુ જેના લિધે ઘણા બધા લોકોના ધંધા ઠપ પડી ગયા હતા અને તેમાં સૌથી વધુ મુશ્કેલી ગરીબ વર્ગના લોકોને ઝીલવી પડી હતી જેમાં જે લોકો દિવસ દરમિયાન હાર્ટ, લારી વગેરે ચલાવી પોતાનું જીવન ગુજરાન ચલાવતા હતા તે લોકો ને ફરીથી આત્મનિર્ભર બનાવવાં સરકાર દ્વારા આ યોજના વર્ષ ૨૦૨૦ માં જ લોન્ચ કરી હતી. 

પીએમ સ્વનિધિ યોજના ખાસ કરીને સ્ટ્રીટ વેન્ડર્સ, સડક કિનારે ગલ્લા વાળા અને લારીવાળા ને પોતાની દુકાનો કોરોના બાદ ફરીથી ચાલુ કરવા માટે સરકારે આ યોજના લોન્ચ કરી છે. જેની સમયમર્યાદા ડિસેમ્બર ૨૦૨૪ સુધીની કરવામાં આવેલ છે. હવે આપણે આ યોજનામાં લોન કેવી રીતે મેળવવી અને અરજી કેવી રીતે કરવી તેની માહિતી મેળવીશું

PM સ્વનિધિ યોજના ના લાભો (Benefits)

  • ભારતના કુલ ૫૦ લાખ કરતાઅ વધુ લોકોને આ યોજનાનો લાભ મળશે.
  • આ યોજના અંતર્ગત લાભાર્થીઓને રૂ. ૧૦ હજાર થી લઈને ૫૦ હજાર સુધીની ધંધા અર્થે લોન આપવામાં આવશે.
  • જો તમે પીએમ સ્વનિધિ યોજના નો હપ્તો દર મહિને ચુકવશો તો તમને તમારી લોનના ૭ ટકા સબસિડી મળશે.
  • એક મોટો ફાયદો કે તમે જો આ લોન ની રકમ ભરી નહી શકો તો તમને કોઈપણ પ્રકારનુ વ્યાજ કે સજા થશે નહીં.
  • તમારે આ લોન લેવા માટે કોઈ પણ પ્રકારના કોલેટરલ સિક્યુરિટી કે બોન્ડ આપવા પડતા નથી.

PM Svanidhi Yojana 2023 ની પાત્રતા

  • તમે ભારતના નાગરિક હોવા જોઈએ
  • આ યોજનાનો લાભર્થી સ્ટ્રીટ વેન્ડર એક્ટ ૨૦૧૪ ના આધાર પર નક્કી થાય છે જેમાં શાકભાજી લારી, વાળંદ, સુથાર, મોચી, ધોબી જેવા અલગ અલગ ધંધાર્થીઓનો સમાવેશ થાય છે. 
  • આ યોજનામાં કોઇપણ પ્રકારની વય મર્યાદા નક્કી કરવામાં આવેલ નથી.
  • તમારે વેન્ડિગ નું પ્રમાણપત્ર રજુ કરવું જરૂરી છે.
  • ભારત સરકારે આ યોજના અંતર્ગત રુ . ૫ હજાર કરોડ બજેટમાં ફાળવ્યા છે.

પીએમ સ્વનિધિ યોજનામાં ધિરાણ ક્યાંથી મેળવશો

તમે નીચે આપેલ ધિરાણ આપતી સંસ્થાઓ પાસેથી આ યોજના ની લોન મેળવી શકશો 

  • ગ્રામિણ બેંકો
  • સહકારી બેંકો
  • માઇક્રો ફાઈનાન્સ કંપનીઓ
  • સ્વસહાય જુથો (SHG) બેન્કો 

આ વાંચો :- પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના

સ્વનિધી યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ
  • ડોમેસાઈલ સર્ટીફિકેટ
  • આવકનો દાખલો
  • બેન્ક ખાતાની વિગત
  • બી.પી.એલ કાર્ડ
  • મોબાઈલ નંબર 
  • વેન્ડર અંગેનું પ્રમાણપત્ર

PM Svanidhi Yojana Online Apply 2023

મિત્રો, પીએમ સ્વનિધિ યોજનામાં અરજી કરવા માટે સરકાર દ્વારા PM Svanidhi Portal બનાવવમાં આવેલ છે જેમાં તમે ઓનલાઈન અરજી કરી શકશો જેના માટે તમે નીચેના સ્ટેપ જોઈને અરજી કરી શકો છો.

  • સૌ પ્રથમ pm svanidhi yojana ની ઓફીસીયલ વેબસાઈટ પર જાઓ 
  • ત્યાં તમારે “Login” બટન પર ક્લિક કરી મોબાઈલ નંબર નાખી “Request OTP” બટન પર ક્લિક કરો.
  • ખાસ નોધ :- તમારુ આધારકાર્ડ અને મોબાઈલ નંબર લીંક હોવા જરુરી છે.
  • હવે તમારા મોબાઈલ માં આવેલ “OTP” નાખી ને લોગીન કરો.
  • તમારી લોન મુજબ પાત્રતા છે કે નહીં તે ચકાસવું મહત્વનું છે.
  • હવે તમારી સામે “Planning to Apply for Loan” નુ પેજ ખુલશે જેમાં આપેલ માહિતી તમારે વાંચી જવી.
  • હવે ત્યા તમને પ્રથમ સ્ટેપ નીચે “View/ Download Form ” ઓપશન દેખાશે.
  • જેના પર ક્લિક કરી PM Svanidhi Yojana Form તમારે ડાઉનલોડ કરવાનું રહેશે.
  • અથવા આ યોજનાનુ ફોર્મ તમે આમરી નિચે આપેલ લિંક થી પણ ડાઉનલોડ કરી શક્શો.
  • હવે તમારે ફોર્મમાં આપેલ માહીતી ભરી સાથે જરુરી ડોક્યુમેન્ટ જોડી આ યોજના અંતર્ગત ની સંસ્થાઓ કે બેન્કો માં જઈ તમે તમારી અરજી ફોર્મ જમાં કરાવી શકો છો. 

આ વાંચો :- ઈ શ્રમ કાર્ડ ધરાવનાર ના ખાતામાં જમા થયાં 1000 રૂપિયા

PM સ્વનિધિ યોજના અરજી ફોર્મ

મિત્રો,PM Svanidhi Yojana માં બેંક શરુઆતમાં તમને ૧૦ હજાર ની લોન મંજુર કરશે અને તેના માટે કોઇપણ પ્રકારની ગેરંટી ની જરૂર રહેતી નથી. અને જો તમે સમયસર લોન ભરી શકશો તો બેંક તમને બીજી વાર લોનની રકમ વધારી આપશે. તો આ યોજના અરજી કરવા માટે પેએમ સ્વનિધી અરજી ફોર્મ ની લિંક અમે નીચે શેર કરેલ છે.

પીએમ સ્વનિધિ અરજી ફોર્મઅહીં ક્લિક કરો
પિએમ સ્વનિધિ પોર્ટલઅહીં ક્લિક કરો
હોમપેજ અહીં ક્લિક કરો

PM Svanidhi Yojana 2023 હેલ્પ લાઈન નંબર

મિત્રો, PM સ્વંનિધિ યોજના ની વધુ જાણકારી માટે તમે ઉપર આપેલ લિંક થી પીએમ સ્વનિધિ પોર્ટલ ની મુલાકાત લઈ શકો અથવા તેમના ટોલ ફ્રી નંબર પર કોલ કરીને પણ માહિતી મેળવી શકો છો. જો યોજના અંતર્ગત કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો તમે પીએમ પોર્ટલ ના “Contact US” પેજ થી વાત કરી શકો અથવા નીચે આપેલ હેલ્પ લાઈન નંબર પર કોલ કરીને સવાલ જવાબ કરી શકો છો.

હેલ્પલાઈન નંબર :- 01123062850 & 16756557 અથવા 1800 11 1979

ઈ-મેલ :- neeraj-kumars@gov.in

આ વાંચો :- પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના

FAQ’S

પીએમ સ્વનિધિ યોજના શું છે ?

પીએમ સ્વનિધિ યોજના ને સ્ટ્રીટ વેન્ડર યોજના પણ કેહવામાં આવે છે, જેમાં નાના ધંધાર્થીઓને લોન રુપે સહાય આપી વ્યવસાય શરુ કરાવામાં મદદ કરવાનો ઉદેશ છે.

પીએમ સ્વનિધી યોજના અંતર્ગત કેટલી લોન મળે છે ?

આ યોજના અંતર્ગત સ્ટ્રીટ વેન્ડરોને ૧૦ હજાર થી લઈને ૫૦ હજાર સુધીની લોન મળવાપાત્ર છે.

આ યોજનામાં વેન્ડર પ્રમાણપ્રત્ર જરૂરી છે?

હા, સ્વનિધિ યોજનામાં અરજી કરતી વખતે તમારે વેન્ડર નું પ્રમાણપત્ર રજુ કરવું પડશે.

PM Svanidhi Yojana માં કોનો સમાવેશ થાય છે?

આ યોજનામાં નાના ધંધાર્થીઓનો સમાવેશ થાય છે, જેમાં સ્ટ્રીટ વેન્ડર જેવા કે શાકભાજી વાળા, ફેરીયા, વાળંદ, ધોબી વગેરે નો સમાવેશ થઈ શકે છે.

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment