સરકારી યોજનાઓ

Ration Card Applying Process : રેશન કાર્ડ બનાવવાનું હવે બન્યું સરળ આ રીતે કરો અરજી

Ration Card Applying Process
Written by Gujarat Info Hub

Ration Card Applying Process : સરકારની કોઈ પણ અન્ન યોજનાનો લાભ મેળવવા ઈચ્છો છો તો તમારી પાસે રેશન કાર્ડ હોવું ખૂબ જરૂરી છે. રેશન કાર્ડ વગર તમે સરકારની અન્ન યોજનાનો લાભ મેળવી શકશો નહી. રેશનકાર્ડ અન્ન યોજનાઓ માટે તો જરૂરી છે.

આ ઉપરાંત રહેણાંક ના પુરાવા માટે પણ ખૂબ જરૂરી ગણવામાં આવે છે સરકારની વિવિધ યોજનાઓનો અમલ કરવા કરવા માટે અન્ય દસ્તાવેજો જેવા કે ડ્રાઇવિંગ લાઇસન્સ,પાનકાર્ડ,આધારકાર્ડ ચૂંટણી કાર્ડની જેમજ રેશનકાર્ડને પણ ખૂબ મહત્વનો દસ્તાવેજ ગણવામાં આવે છે. તેથી રેશન કાર્ડ હોવું ખૂબ જરૂરી ગણવામાં આવે છે. આજના આ આર્ટિકલમાં અમે તમને રેશનકાર્ડ બનાવવા માટે અરજી કેવી રીતે કરવી અને તેમાટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે વિશે વિગતે જણાવવા જઈ રહતા છીએ આપ લેખના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેશો.


રેશનકાર્ડ બનાવવા માટે જરૂરી પ્રક્રિયા કરવાથી તમને સરકાર દ્વારા રેશન કાર્ડ મળી શકશે તમે તમારા તાલુકાની મામલતદાર કચીરીમાં જઈ રેશનકાર્ડ માટે કાર્યવાહી કરી શકો છો. પરંતુ તેમાં સમયનો વધુ બગાડ થાય છે. આજના ડિજિટલ યુગમાં રેશન કાર્ડ બનાવવું ખૂબ સરળ પડશે.

Ration Card Applying Process

ઓન લાઇન રેશન કાર્ડ માટે અરજી કરવા માટે તમારે તમે જે રાજયમાં રહો છો તે રાજ્યની અન્ન અને નાગરિક પુરવઠાની સત્તાવાર વેબ સાઇટ પર જઈ અરજી કરવાની રહેશે. આપણે ગુજરાત રાજયમાં રહીએ છીએ તેથી આપણે ગુજરાત રાજ્યની અન્ન અને નાગરીક પુરવઠાની સાઇટ પર જઈને ઓન લાઇન અરજી કરવાની રહે છે.


ઓન લાઇન અરજી કરવાથી સક્ષમ અધિકારી દ્વારા તમારાં ડૉક્યુમેન્ટ વગેરેની ચકાસણી કરવામાં આવશે ત્યારબાદ આ પ્રક્રિયામાં 30 દિવસ જેટલો સમય લાગી શકેછે. તમારી અરજીની વિગતો અને ડૉક્યુમેન્ટ ચકાસણી સંતોષકારક અને ખરી જણાતાં તમને 45 દિવસ જેટલા સમયમાં રેશનકાર્ડ આપવામાં આવશે.

અગત્યની લિંક્સ :

રેશનકાર્ડ માટે વધુ માહિતી મેળવવા માટે : અહી ક્લીક કરો
આ પણ વાંચો : સોલાર રૂફટોપમાં 78000 રૂપિયાની સબસીડી સરકારની પીએમ સૂર્યઘર યોજનાનો લાભ લો
Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment