જાણવા જેવું ગુજરાત સરકાર

રેશનકાર્ડ વિભાજન ફોર્મ અને નવા રેશનકાર્ડ માટે અરજી કરવાની માહિતી અહીંથી મેળવો

રેશનકાર્ડ વિભાજન ફોર્મ
Written by Gujarat Info Hub

રેશનકાર્ડ વિભાજન ફોર્મ: શું તમે રેશનકાર્ડ વિભાજન ફોર્મ શોધી રહ્યા છો તો તમે અમારી વેબસાઈટ ની મદદથી નવું રેશનકાર્ડ કેવી રીતે મેળવવું અથવા નવા રેશનકાર્ડ માં નામ કેવી રીતે દાખલ કરો કે રેશનકાર્ડ વિભાજનની અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આ આર્ટીકલ ની મદદથી મેળવીશું.

રેશનકાર્ડ એ માત્ર અનાજ કે અન્ય પુરવઠો મેળવવાનું માધ્યમ નથી પરંતુ તે દરેક વ્યક્તિને રહેઠાણના પુરાવા તરીકે અગત્યનો દસ્તાવેજ કહી શકાય. રેશનકાર્ડને બે ભાગમાં વેચવામાં આવેલ છે જેમાં જે લોકો ગરીબી રેખાથી ઉપર જીવતા હોય તેઓ એપીએલ રેશનકાર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકે છે અને જે લોકો ગરીબી રેખાથી નીચે જીવે છે તેઓ બીપીએલ કાર્ડ ધારકોમાં સામેલ થઈ શકે છે .અત્યારના ડિજિટલ યુગમાં બારકોડ રેશનકાર્ડ માટેની ઓનલાઈન પ્રક્રિયા પુરવઠા વિભાગ દ્વારા ચાલુ કરવામાં આવે છે જેના માટે દરેક કાર્ડ ધારક પુરવઠા વિભાગની એનઆઇસી ની વેબસાઈટ પર જઈ ઓનલાઇન અરજી કરી શકે છે .જેમાં એપીએલ કાર્ડ ધારકો માટે બારકોડ રેશનકાર્ડ ઓનલાઈન આપવાની વ્યવસ્થા ચાલુ કરી દેવામાં આવી છે.

ગુજરાત રાજ્યમાં વસવાટ કરતો દરેક નાગરિકને રેશનકાર્ડ મેળવવાનો અધિકાર છે, જે માટે સરકાર દ્વારા નિયત કરાયેલા મુદ્દાઓને ધ્યાનમાં રાખી કુટુંબના વડા દ્વારા જરૂર ડોક્યુમેન્ટ જોડી તેમના વિસ્તારના તાલુકા મથકે રેશનકાર્ડ માટે અરજી કરવાની રહે છે 

રેશનકાર્ડ વિભાજન ફોર્મ

જે લોકો રેશનકાર્ડ વિભાજન માટે અરજી કરી નવું રેશનકાર્ડ મેળવવા માંગે છે તેઓએ સૌપ્રથમ પોતાનું નામ ચાલતું હોય ત્યાંથી નામ કમી કરાવી નવા રેશનકાર્ડ પણ નામ દાખલ કરવા બાબતે અરજી ફોર્મ અહીંથી ડાઉનલોડ કરી શકશે અને પરિશિષ્ટ 1/64 મુજબ માટે અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ વિગત અહીંથી સમજીશું

નવું રેશનકાર્ડ મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ 

જે વ્યક્તિ રેશનકાર્ડ વિભાજન માટેનું ફોર્મ ભરી પોતાને કુટુંબને નવું રેશનકાર્ડ મેળવવા માંગે છે તેઓને નીચે મુજબના જરૂરી પુરાવા વિભાજનથી મેળવવા માટેના અરજી ફોર્મ સાથે જોડવાનો રહેશે

  • અસલ રેશનકાર્ડ
  • રહેઠાણના પુરાવાની નકલ
  •  માલિકીના કિસ્સામાં આકારણી પત્રક, મિલકત વીરા ની પહોંચ, પ્રોપર્ટી કાર્ડની નકલ રજૂ કરવી
  •  ભાડાના કિસ્સામાં ભાડા કરાર,  મકાન માલિકની સંમતિ તથા મિલકતનો પુરાવો રજૂ કરો
  •  ઝૂંપડપટ્ટીના કિસ્સામાં આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ ની નકલ રજૂ કરવી 
  • નામ કમી કરાયા અંગેનો દાખલો
  • આધારકાર્ડ
  • રાધણ ગેસની પાસબુક
  • બેકની પાસબુક

આ જુઓ :- જાતિનો દાખલો કઢાવવા માટે ફોર્મ અને જરૂરી પુરાવા

નવું બારકોડ રેશનકાર્ડ વિભાજનથી મેળવવા માટેનું અરજી પ્રક્રિયા

જે લોકો રેશનકાર્ડ વિભાજન ફોર્મ ભરી પોતાનું નામ જે અગાઉના રેશનકાર્ડમાં ચાલતું હતું, તેમાંથી કમી કરાવ્યા અંગે નો દાખલો મેળવવા બાદ તેમને અમારી નીચે આપેલી લીંક પરથી નવું રેશનકાર્ડ વિભાજનથી મેળવવા માટેનું અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકે છે

ત્યારબાદ અરજી ફોર્મ માં માંગેલી વિગતો જેવી કે અગાઉ રેશનકાર્ડ નો નંબર તેમાં કુલ સભ્યોની વિગત, તેમાંથી કયા સભ્યોના નામ કમી થયા તે ક્રમ નંબર સાથે અને અલગ થયેલ કુટુંબના સભ્યો હાલ કયા નવા સ્થળે રહે છે તેની સંપૂર્ણ માહિતી આ ફોર્મ માં ભરવાની રહેશે

ત્યારબાદ જો રાધણ ગેસ કનેક્શન ધરાવતા હોવ તો એજન્સી નું નામ, ગામનું નામ, ગેસ કનેક્શન નંબર વગેરેની વિગત નાખવાની રહેશે

ત્યારબાદ તમારા બેન્ક એકાઉન્ટ ની વિગત બેંકનું નામ અને આઈએફએસસી કોડ વગેરે દાખલ કરવાની રહેશે.

હવે નવું  બારકોડ રેશનકાર્ડ વિભાજનથી મેળવવા માટેનું અરજી ફોર્મમાં તમારી સહી કરી ઉપરોક્ત જણાવેલ તમામ જરૂરી ડોક્યુમેન્ટ જોડી આ ફોર્મ ને તમારા તાલુકા મથકની મામલતદાર કચેરી ખાતે જમા કરાવવાનું રહેશે

આ નવા રેશનકાર્ડ ફોર્મ માટે એ એ વાય અને અગ્રતા ધરાવતા કુટુંબો સિવાયના તમામ કાર્ડ ધારકોને રેશનકાર્ડ વિભાજન બાદ નવું રેશનકાર્ડ મેળવવા માટે ₹20 અરજી ફી ભરવાની રહેશે અને આ અરજી મંજૂર કરવાની સત્તા મામલતદાર શ્રી અધિકારીશ્રીને રહેશે.

જો તમે નવું રેશન કાર્ડ માટે ઓનલાઈન અરજી કરવા માંગતા હોવ તો તમે સરકારની https://ipds.gujarat.gov.in/ વેબસાઇટ પર જઇ રેશનકાર્ડ મેળવવા માટેની ઓનલાઈન અરજી કરી શકો છો.

આ આર્ટિકલમાં અમે તમને રેશનકાર્ડ વિભાજન ફોર્મ અને વિભાજન સાથે નવું રેશનકાર્ડ કેવી રીતે મેળવવું તેની સંપૂર્ણ માહિતી તમારી સાથે સેર કરી છે, જો તમને રેશનકાર્ડ વિભાજન ફોર્મ કે ડૉક્યુમેન્ટ મેળવવામાં કોઈપણ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગતા હોવ તો નીચેના કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી અમને જણાવી શકો છો.

આ જુઓ :- હવે ખેડૂતોને મોબાઈલ ખરીદી પર 6000 રૂ. સહાય

આવી સરકારી યોજનાઓની માહિતી માટે અમારી વેબસાઈટ ની મુલાકાત લેતા રહો, અને ખેતી પદ્ધતી, ખેડૂત સહાય યોજનાની માહિતી, સામાની નાગરિકને મળતી લાભોની માહિતી માટે અમારા વોટ્સઅપ ગ્રૂપ માં જોડાઈ શકો છો.

About the author

Gujarat Info Hub

Leave a Comment