નોકરી & રોજગાર

RMC Recruitment 2024: રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી આજે જ અરજી કરો

Rmc Recruitment 2024
Written by Gujarat Info Hub

RMC Recruitment 2024: રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ જગ્યાઓની ભરતી કરવા માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે મહાનગર પાલિકાની વેબ સાઇટ પર  ઓન લાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. અમે તમને ભરતી માટેની જગ્યાઓનું નામ,સંખ્યા અને લાયકાત,પગાર તેમજ જરૂરી વિગતો અહી જણાવી રહ્યા છીએ. તમે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી માટે ઇચ્છુક છો અને તે માટેની લાયકાત ધરાવતા હોવ તો આ લેખ આપને ખૂબ ઉપયોગી થશે. આપ છેલ્લે સુધી અમારી સાથે જોડાયેલા રહેશો.

RMC Recruitment

ભરતી કરનાર સંસ્થાનું નામરાજકોટ મહા નાગર પાલિકા
અરજી કરવાની પધ્ધતિઓન લાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ26/03/2024
જાહેરાત જોવા માટેઅહિં ક્લિક કરો
ભરતીનું સત્તાવાર સાઈટwww.rmc.gov.in

જગ્યાનું નામ :

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં  ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટ ની 1  જગ્યા જ્યારે મેનેજરની 8 જગ્યાઓ આસીસ્ટંટ એકાઉન્ટન્ટ 3 જગ્યા અને વોર્ડ ઓફિસર ની 3 જગ્યાઓ એમ નીચે દર્શાવેલ કુલ 15  જગ્યાઓ માટે ભરતી  માટે ઑઁ લાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.

પોસ્ટનું નામ       સંખ્યા
ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટ1
મેનેજર8
આસીસ્ટંટ એકાઉન્ટન્ટ3
વોર્ડ ઓફિસર3
ભરવા પાત્ર કુલ જગ્યાઓ15

અરજી કરવાની રીત  :

ઉપરોક્ત જગ્યાઓ માટે  RMC ની વેબ સાઇટ પર જઈ માત્ર ઓન લાઇન અરજી જ કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ : 26/03/2024 મંગળવાર સુધી રાખવામાં આવી છે. ઉપરોક્ત કેદારની લાયકાત,વય મર્યાદા,પરીક્ષા ફી તેમજ ભરતી અંગેની વિગતવાર માહિતી રાજકોટ મહા નગર પાલિકાની વેબ સાઇટ પર મૂકવામાં આવી છે. એનેક્ષર એ ડાઉનલોડ કરી મેળવી લેવાની રહેશે.

અનામત જગ્યાઓ :

રાજકોટ મહા નાગર પાલિકા દ્વારા ભરતી કરવામાં આવનાર ઉપરોત જગ્યાઓ માટે નિયમોનુસાર કેટલીક જગ્યાઓ અનામત રાખવામાં આવેલ છે. તે મુજબ મેનેજરની 2 જગ્યાઓ આ.ન.વ. અને 2 જગ્યાઓ સા.શૈ. પછાત વર્ગ તેમજ 1 જગ્યા અનુ.જન.જાતિ. માટે 2 જગ્યાઓ માજી સૈનિક તથા તે પૈકી 1 જગ્યા મહિલાઓ માટે અનામત રાખવામાં આવેલ છે.

આસીસ્ટંટ એકાઉન્ટન્ટની 1 જગ્યા સા.શૈ. પછાતવર્ગ તેમજ 1 જગ્યા અનુ.જન. જાતિ માટે અનામત રાખવામાં આવેલ છે. તેમજ વોર્ડ ઓફિસરની 1 જગ્યા આ.ન.વ. 2 જગ્યા અનુ.જન.જાતિ તેમજ 2 જગ્યાઓ માજી સૈનિકો માટે અનામત રાખવામાં આવેલ છે. આમ કુલ 10 જગ્યાઓ અનામત કેટેગીરીના ઉમેદવારો માટે અનામત રાખવામાં આવેલ છે.

મિત્રો,અરજી કરતાં પહેલાં રાજકોટ નગરપાલિકાની વેબ સાઇટ પરથી સૂચનાઓનું એનેક્ષર એ ડાઉનલોડ કરી કાળજી પૂર્વક વાંચી લીધા બાદ જ અરજી કરવા વિનંતી.

આ જુઓ:- I Khedut Bagayat Sahay Yojana: ખેડૂત મિત્રો સરકારની બાગાયત સહાય યોજનાનાં ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે, અહીથી ફોર્મ ભરો

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment