નોકરી & રોજગાર

Unjha Nagarpalika Recruitment 2024 : ઊંઝા નગર પાલિકામાં માત્ર લખીવાંચી શકતા ઉમેદવારોને નોકરીની તક, અહીથી અરજી ફોર્મ ડાઉનલોડ કરો

Unjha Nagarpalika Recruitment 2024
Written by Gujarat Info Hub

Unjha Nagarpalika Recruitment 2024 : ઊંઝા નગર પાલિકા દ્વારા ઓછું ભણેલા નોકરી ઈચ્છતા ઉમેદવારોને નોકરી કરવાની ઉત્તમ તક આપી છે. વાંચતાં લખતાં આવડતું હશે તો પણ તમને મળશે સરકારી નોકરી અને સાતમા પગાર પંચ મુજબનો સારો પગાર આ રહી માહિતી.

મિત્રો નમસ્કાર ! તમે ઓછું ભણેલા છો અને સરકારી નોકરી મેળવી સારો પગાર મેળવવા માગો છો તો તમને પણ નોકરી મળી શકે છે. ઊંઝા નગરપાલિકા દ્વારા માત્ર વાંચી અને લખી શકે તેવા ઉમેદવાઓ માટે નોકરીની જાહેરાત કરી છે. જો મિત્રો તમે બે ત્રણ ચોપડી ભણેલા હશો. તો પણ લખી વાંચી શકતા હશો. તો આ તક તમારા માટે બેસ્ટ છે. તમે ઊંઝા નગર પાલિકાની જાહેરાતમાં જણાવ્યા મુજબ વય મર્યાદામાં સમાવેશ થઈ રહ્યા છો તો આજેજ અરજી ફોર્મ ભરીદો અરજી ફોર્મ અને ફીની વિગત અરજી કરવાનું સરનામું વગેરે વિગતો અમે તમને જણાવીશું તમે અમારો પૂરો લેખ વાંચી લેશો.

Unjha Nagarpalika Recruitment

જાહેરાત મુજબ સંસ્થાનું નામઊંઝા નગર પાલિકા
જગ્યાની પોસ્ટસ્વીપર /ડ્રેનેજ સફાઈ કામદાર
પગાર ધોરણ૧૪૮૦૦-૪૭૧૦૦ પે મેટ્રિક્સ લેવલ ૧
અરજી કરવાની છેલ્લી તારીખ 14/04/2024
જાહેરાત જોવા માટે અહી ક્લિક કરો
અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટેhttps ://Unjhanagarpalika.org

જગ્યાની વિગત :

ઊંઝા નગર પાલિકામાં સ્વીપર અને ડ્રેનેજ ક્લીનર (સફાઈ કામદાર )ની જગ્યાઓ માટે અરજી પત્રકો મંગાવ્યા છે. જગ્યાઓની સંખ્યા પણ 73 છે. એટલે આપને પણ નોકરી મળી શકે છે. નગર પાલિકાની આ ૭૩ જગ્યાઓમાં અનામત સંવર્ગમાં આવતા ઉમેદવારો માટે અનામત જગ્યાઓ પણ રાખવામાં આવી છે. આપને અરજી કરતાં પહેલાં ઊંઝા નગર પાલિકાનું જાહેરાતનું નોટીફીકેશન વાંચી પછીજ અરજી કરવી જોઈએ.

ઉમેદવારનો અભ્યાસ  :

ઉપર જણાવ્યા મુજબ લખી વાંચી શકે તેવા ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકશે. તમે પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી માંડી ગમે તેટલો અભ્યાસ કરેલ હોય એટલું પૂરતું છે. તમારે અભ્યાસ કરેલ હોવા બાબતનું પ્રમાણપત્ર આપવું પડશે. તમે માત્ર પ્રાથમિક શાળામાં જ ભણેલા હશો તો શાળા છોડયાના દાખલામાં અભ્યાસની વિગત લખેલી હશે. તમે શાળા છોડયાના દાખલાની નકલ પુરાવા તરીકે આપી શકશો.

ઉમેદવારની ઉમર :

ઊંઝા નગર પાલિકાની ભરતી માટે સરકારશ્રી દ્વારા નિયત થયેલ વય મર્યાદા રાખવામાં આવી છે. ઉમરની ગણતરી તારીખ : ૦૧/૦૩/૨૦૨૪ ની સ્થિતિએ કરવાની રહેશે.

પગાર ધોરણ :

હાલ ઉમેદવારોને સરકારના નિયમો મુજબ પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર દર મહિને મળશે પરંતુ પાંચ વર્ષ પછી પૂરા પગારમાં સાતમા પગાર પંચ મુજબ ૧૪૮૦૦-૪૭૧૦૦ પે મેટ્રિક્સ લેવલ ૧ અને મળવાપાત્ર અન્ય લાભો પણ મળશે.

અરજી ફી :

સામાન્ય ઉમેદવારોએ રૂપિયા ૩૦૦ નો બેકનો ડિમાન્ડ ડ્રાફ્ટ અરજી સાથે જોડાવાનો રહેશે. અનામત સંવર્ગના ઉમેદવારોએ કોઈ ફી ભરવાની નથી.

અરજી કરવાની રીત ;

ઊંઝા નગર પાલિકાની કચેરી તરફથી રૂપિયા પાંચ ભરીને અરજી ફોર્મ મેળવી શકશો અથવા ઊંઝા નગર પાલિકાની વેબ સાઇટ પરથી ડાઉનલોડ કરી શકશો.  તે સારા અક્ષરે ભરી સાથે જન્મ તારીખ,અભ્યાસની વિગત,જાતિ અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર,આધારકાર્ડ વગેરે જેવાં ડૉક્યુમેન્ટ,રંગીન પાસપોર્ટ સાઈઝનો ફોટો અને લાગુ પડતું હોય ટો ફી નો બેંક ડ્રાફ્ટ જોડી અહી જણાવેલ સરનામે રજીસ્ટર એડી થી અરજી મોકલી આપવાની છે. અને અરજીના કવર ઉપર સ્વીપરની અરજી એમ લખવાનું રહેશે.

અરજી મોકલવાનું સરનામું :

ચીફ ઓફિસર

ઊંઝા નગર પાલિકાની કચેરી

ઊંઝા

આ પણ વાંચો : Gujarat Police Bharti 2024 : પોલીસ ભરતી માટે ઉમેદવારી ફોર્મ ભરનાર ઉમેદવારો,ભરતી બોર્ડની આ સૂચનાઓ પણ વાંચી લેજો

About the author

Gujarat Info Hub

Leave a Comment