Result

UPSC Result Gujarat : UPSC પરીક્ષામાં ગુજરાતના ઉમેદવારો ઝળકયા, સામાન્ય ખેડૂત પરિવારની દિકરીએ પિતાનું નામ ઉજળું કર્યું, જાણો સમગ્ર લીસ્ટ અહીથી

UPSC Result Gujarat 2024
Written by Gujarat Info Hub

UPSC Result Gujarat : UPSC પરીક્ષામાં ગુજરાતના ઉમેદવારો ઝળકયા, સામાન્ય ખેડૂત પરિવારની દીકરીએ પિતાનું નામ ઉજળું કર્યું, જાણો સમગ્ર લીસ્ટ અહીથી.

મિત્રો, ભારતીય સનદી સેવાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવા સારું લેવામાં આવતી અતિ મહત્વની UPSC પરીક્ષાનું પરિણામ જાહેર ગુજરાતના ઉમેદવારો ભારતમાં ઝળક્યા, 8 પાટીદાર ઉમેદવારોએ રંગ રાખ્યો જ્યારે ખેડૂત પરિવારની દીકરીએ સમગ્ર ભારતમાં પરિવાર સહિત ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. સફળ થનાર સૌ ભાઈ બહેનોને ખૂબખૂબ અભિનંદન !
મિત્રો નમસ્કાર સમગ્ર ભારતમાં સનદી સેવાઓ માટે પરીક્ષા લેનાર બંધારણીય સંસ્થા UPSC પરીક્ષાનું પરિણામ જાહેર થતાં,ગુજરાતના 25 ઉમેદવારોએ જ્વલંત સફળતા પ્રાપ્ત કરી વર્ષ 2014 ગુજરાતનો અગાઉનો રેકોર્ડ તોડી નાખ્યો છે. UPSC ભારતની મહત્વની સેવાઓ જેવી કે

UPSC ભારતની બંધારણીય સંસ્થા છે. જે ભારતની અતિ મહત્વની સનદી સેવાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવા પરીક્ષા લે છે. અતિ મહત્વની ભારતની સરકારી સેવામાં ભરતી કરવા માટે વિવિધ પરીક્ષાઓ યોજાતી હોય છે તેમાં સર્વોચ્ચ પદો પર અધિકારીઓની નિયુક્તિ માટે બધી પરીક્ષાઓની શિરમોર ગણાતી પરીક્ષા UPSC દ્વારા લેવામાં આવતી પરીક્ષા છે.

યુ.પી.એસ.સી.ની પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોને દેશની મહત્વની સેવાઓ જેવી કે IAS એટલે કે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, IRS રેલવે સર્વિસ,IFS એટલે કે ઇન્ડિયન ફોરેન સર્વિસ ઇન્ડિયન ઇન્ફર્મેશન સર્વિસ IIS, ઇન્ડિયન રેવન્યુ સર્વિસ IRS,ઇન્ડિયન પોલીસ સર્વિસ IPS, આમ દેશની મહત્વની સેવાઓ માટે મહત્વની ગણાતી પરીક્ષા પાસ કરવી એ ઘણા તેજસ્વી ઉમેદવારોનું સ્વપ્ન હોય છે. આ પરીક્ષા પાસ કરવી ઉમેદવાર માટે ગૌરવ પૂર્ણ અને યશ આપનાર ઉમેદવાર સમગ્ર ભારતમાં ખ્યાતિ પ્રાપ્ત બને છે.

ચાલુ વર્ષે સપ્ટેમ્બર માસમાં લેવાયેલી UPSC પરીક્ષા અને ત્યારબાદ ફેબ્રુઆરી માસમાં લેવામાં આવી આવેલી મૌખિક પરીક્ષાને અંતે ફાઈનલ રિઝલ્ટ આવતા એક સમયે જે લિસ્ટમાં ગુજરાતનું નામ નિશાન ન હતું. તે યુપીએસસી પાસ કરનાર સફળ ઉમેદવારોની યાદીમાં 25 જેટલા ઉમેદવારોએ નામ નોંધાવી સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવ્યું છે 25 ગુજરાતીઓ પૈકી પાટીદાર સમાજના આઠ ઉમેદવારોએ યુUPSC જેવી કઠિન પરીક્ષા પાસ કરીને સમાજ સહિત ગુજરાતને ગૌરવ અપાવ્યું છે.

આ માટે સરદાર ધામ સંસ્થાનો અને સ્પીપાના સહયોગથી પાટીદાર ઉમેદવારોએ ગૌરવપૂર્ણ પદ હાંસલ કર્યું છે. અત્રે યાદ આવે છે કે યુપીએસસી પરીક્ષા ચાલુ રાખવા સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયત્નો હતા. આજે સમગ્ર ગુજરાત ગૌરવાન્વિત બન્યું છે. કેમ કે 25 યુવા ભાઈ બહેનોએ કઠોર પરિશ્રમ અને એકજ લક્ષ્ય સાથે સફળતાનાં શિખરો હાંસલ કર્યા છે. ગુજરાતના સફળ 25 ઉમેદવારો :

UPSC Result 2024: યુપીએસસી પરીક્ષા ની આંકડાકીય માહિતી પર નજર કરવામાં આવે તો 1,016 ઉમેદવારો માંથી ટોપ 100 માં ત્રણ ગુજરાતી ઉમેદવારોએ આ ભાગ્યશાળી યાદીમાં સામેલ થયા છે. તે સહિત ગુજરાતના 25 ઉમેદવારો આ મુજબ છે.

UPSC Result Gujarat

કેટેગરી વાઈઝ સફળતા પ્રાપ્ત કરનાર ઉમેદવારો :

જનરલ સંવર્ગના 347 ઉમેદવારો
આર્થિક નબળા વર્ગના 115 ઉમેદવારો
સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના 303 ઉમેદવારો
અનુસૂચિત જાતિના 165 ઉમેદવારો
અનુસૂચિત જનજાતિના 86 ઉમેદવારો


ગુજરાતના સફળ ઉમેદવારોની યાદી :


વિષ્ણુ શશી કુમાર -31 મો રેન્ક
ઠાકુર અંજલી અજયકુમાર 43 મો રેન્ક
અતુલ ત્યાગી 62 મો રેન્ક
પટેલ મિતુલકુમાર અશ્વિનભાઈ 139 મો રેન્ક
રમેશચંદ્ર વર્મા 150 મો રેન્ક
પટેલ અનિકેત કમલેશભાઈ 183 મો રેન્ક
ઝા સમીક્ષા સત્યેન્દ્ર 362 મો રેન્ક
પટેલ હર્ષ રાજેશકુમાર 392 મો રેન્ક
ચંદ્રેશ શાંખલા 432 મો રેન્ક
કરણકુમાર મનસુખભાઇ પન્ના 480 મો રેન્ક
પટોલીયા રાજ ભીખુભાઈ 488 મો રેન્ક
દેસાઇ જૈનિલ જગદીશભાઇ 490 મો રેન્ક
કંચન માનસિહભાઈ ગોહિલ 506 મો રેન્ક
પારગી કેયૂર દિનેશભાઇ 936 મો રેન્ક
મીના માનશી આર 946 મો રેન્ક
ભોજ કેયૂર મહેશભાઇ 1005 મો રેન્ક
ચાવડા આકાશ અરવિંદભાઈ 1007 મો રેન્ક
સ્મિત નવનીતભાઈ પટેલ 562 મો રેન્ક
દીપ રાજેશભાઈ પટેલ 776 મો રેન્ક
નિતિશ કુમાર 767 મો રેન્ક
ઘાંચી ગઝાલ મોહમદ હનીફ 825 મો રેન્ક
અભય દિલીપભાઇ જાદવ 923 મો રેન્ક
પાર્થ યોગેશ ચાવડા 932 મો રેન્ક

UPSC EXAM 2024 માં સફળતા પ્રાપ્ત કરનાર તમામ ઉમેદવારોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ સમગ્ર ગુજરાતમાંથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.

સફળ ઉમેદવારોમાં બહેન કંચન માનસિંહને અપાર શુભ કામનાઓ અને પ્રસંસા થઈ રહી છે. કંચનબેન દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોડીનાર તાલુકાના એક સાધારણ ખેડૂત પરિવારની દીકરી છે. બહેન કંચન પોતાના કઠોર પરિશ્રમ અને એકજ લક્ષ્ય સાથે બીજા પ્રયત્નમાંજ સફળતા હાંસલ કરી છે.

તેમણે અમદાવાદમાં અભ્યાસ કર્યો છે. તેમાં તેમણે સ્પીપાના માર્ગદર્શન નીચે આ જ્વલંત સફળતા હાંસલ કરી છે. તેમણે સાબિત કર્યું છે કે મન હોયતો માળવે જવાય અને પરિશ્રમ એજ પારસમણી છે.તેમજ બનાસકાંઠાના થરાદની ગઝાલાબેન પણ UPSC પરીક્ષામાં સફળતા મેળવી છે. બહેનોને અમારી ટીમ ખૂબખૂબ અભિનદન સહ શુભકામનાઓ પાઠવે છે.

મિત્રો અમોને વિવિધ સ્રોતો માંથી મળતી માહિતી આપના માટે અમે શેર કરી છે. આજનો આ લેખ આપણે કેવો લાગ્યો તે અભિપ્રાયો કોમેંટમાં અચૂક જણાવશો આપનો આભાર !

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment