નોકરી & રોજગાર

VMC Bharti 2024: વડોદરા મહાનગર પાલીકામાં ભરતી આજે જ અહીથી અરજી કરો

VMC Recruitment 2024
Written by Gujarat Info Hub

VMC Bharti 2024 I વડોદરા મહાનગર પાલીકા ભરતી 2024 :  વડોદરા મહા નગરપાલીકામાં અર્બન હેલ્થ પોગ્રામ અંતર્ગત UPHC અને CHC માટે વિવિધ કેટેગરીની જગ્યાઓ પર ભરતી કરવા અને ભવિષ્યમાં પાડનાર ખાલી જગ્યા પર ભરતી કરવા સારું પસંદગી યાદી તૈયાર કરવા અને 2 વર્ષના સમયગાળા માટે પ્રતિક્ષા યાદી તૈયાર કરવા સારૂ માત્ર ઓન લાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.

VMC Bharti 2024 :

         ક્રમાંકજગ્યાનો હોદ્દોકુલ જગ્યાઓ
1આયુષ મેડિકલ ઓફિસર કરાર આધારિત6  
2જુનિયર ક્લાર્ક (આઉટ સોર્સિંગ )8
3કેશ રાઈટીંર (આઉટ સોર્સિંગ )19
4પટાવાળા (આઉટ સોર્સિંગ )13
5આયાબેન (આઉટ સોર્સિંગ )21
6ડ્રેસર (UCHC આઉટ સોર્સિંગ )6

અરજી કરવાનો સમય ગાળો  :

મિત્રો, ઉપરોક્ત તમામ જગ્યાઓ 11 માસના કરાર આધારિત છે. તેમજ તેમાની ક્રમાંક 2 થી 6 ની જગ્યાઓ આઉટ સોર્સિંગથી ભરવાની હોય રસ ધરાવતા ઉમેદવારો તારીખ : 13/03/2024 બપોરે 1.00 કલાક થી 22/03/2024 સમય 23.59 કલાક સુધીમાં  www.vmc.gov.in વડોદરા મહા નગર પાલિકાની વેબ સાઇટ પર માત્ર ઓન લાઇન અરજી કરી શકશે  

શૈક્ષણિક લાયકાત :

                જગ્યાનો હોદ્દોશૈક્ષણિક લાયકાત
આયુષ મેડિકલ ઓફિસર કરાર આધારિતઆયુર્વેદ કે હોમિયોપેથી માં સ્નાતક
જુનિયર ક્લાર્ક (આઉટ સોર્સિંગ )કોઈ પણ વિષયમાં સ્નાતક,કોમ્પ્યુટર એપ્લિકેશનમાં ડિપ્લોમા અથવા સર્ટિફિકેટ્સ કોર્ષ, MIS સિસ્ટમનો 3 થી 5 વર્ષનો અનુભવ
કેશ રાઈટર (આઉટ સોર્સિંગ )ઓછામાં ઓછું 12 પાસ આરોગ્ય વિભાગમાં વર્ગ 4 તરીકે કામ કરવાનો 5 વર્ષનો અનુભવ
પટાવાળા (આઉટ સોર્સિંગ )ઓછામાં ઓછું 8 પાસ અંગ્રેજી જાણકારને પ્રધાન્ય
આયાબેન (આઉટ સોર્સિંગ )ઓછામાં ઓછું ધોરણ  4 પાસ,3 વર્ષનો કામગીરીનો અનુભવ  
ડ્રેસર (UCHC આઉટ સોર્સિંગ )ધોરણ 7 પાસ ગુજરાતી ભણેલા અને કામનો અનુભવ

પગાર ધોરણ :

  • આયુષ મેડિકલ ઓફિસરને માસિક રૂપિયા 22000 ફિક્સ દર માસે ચૂકવવામાં આવશે.
  • જુનિયર ક્લાર્ક,કેશ રાઇટર,પટાવાળા,આયાબેન અને ડ્રેસરને  શ્રમ અને રોજગાર વિભાગના નિયમ મુજબ પ્રતિ માસે ફિકસ પગાર ચૂકવવામાં આવશે.

વય મર્યાદા :

  • આયુષ મેડિકલ ઓફિસર,જુનિયર ક્લાર્ક અને કેશ રાઇટરની વય 58 વર્ષથી વધુ હોવી જોઈએ નહી તેમજ નિવૃત વ્યક્તિ અરજી કરી શકશે નહી.
  • પટાવાળા,આયાબેન અને ડ્રેસરની જગ્યા માટે અરજી કરનાર ઉમેદવારની વય 45 વર્ષ કરતાં વધુ હોવી જોઈશે નહીં તેમજ નિવૃત કર્મચારીઓ અરજી કરી શકશે નહીં.

અરજી કરવાની રીત :

  • અરજી કરતાં પહેલા ઉમેદવારોએ જગ્યા માટેનું નોટિફિકેશન કાળજી પૂરક વાંચી લીધા પછીજ અરજી કરવી.
  • અરજી કરતાં પહેલાં સત્તાવાર નોટિફિકેશન માં દર્શાવ્યા મુજબ ફોટો કોમ્પ્યુટરમાં તૈયાર કરી રાખવો.
  • અરજી પત્રક ભરવા માટે www.vmc.gov.in સાઇટ ઓપન કરી દરેક કૉલમ કાળજી પૂર્વક ભારવાં.
  • અરજી પત્રકમાં મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈડી દર્શાવવું જેથી અગાઉની માહિતી પ્રાપ્ત થઈ શકે.

અગત્યની લિંક્સ :

જગ્યાનું સત્તાવાર નોટિફિફેશન ડાઉનલોડ કરવા માટેઅહી ક્લિક કરો
અરજી કરવા માટેઅહી ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહી ક્લિક કરો
આ પણ વાંચો : GSSSB Call Letter : ગૌણ સેવા પસંદગી મંડળની વિવિધ 5554 જગ્યાઓ માટે ઉમેદવારો આ તારીખથી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે

મિત્રો,વધુ માહિતી માટે વડોદરા નાગર પાલિકાની સત્તાવાર વેબ સાઈટ પરથી જાહેરાતનું નોટિફિકેશન અને અરજી કરવા સબંધી સૂચચાઓ કાળજી પૂર્વક વાંચી સમજી અરજી કરવા વિનંતી છે.

About the author

Gujarat Info Hub

Leave a Comment