Trending ગુજરાતી ન્યૂઝ

ફેબ્રુઆરી માસમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલની આગાહીથી ખેડૂતોમાં ચિંતાનાં વાદળો

કમોસમી વરસાદ
Written by Gujarat Info Hub

ફેબ્રુઆરી માસમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલની આગાહીથી,ખેડૂતોમાં ચિંતાનાં વાદળો છવાયાં છે.

અંબાલાલ પટેલે ફેબ્રુઆરીમાસમાં કરેલી આગાહી મુજબ કમોસમી માવઠું અને તાપમાન માં થનારા ફેરફારોને લઈ ખેડૂતોમાં ચિંતાનાં વાદળો છવાયાં છે. ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્ર સહિતના કેટલાક વિસ્તારોમાં તારીખ 5 અને 6 ફેબ્રુઆરીએ હળવા વરસાદ સહિતના છાંટા અને કમોસમી માવઠાની અંબાલાલ પટેલે કરેલી આગાહીના લીધે ખેડૂતોમાં તેમના પાકને લઈ ચિંતાઓ સતાવી રહી છે. આમ પણ ફેબ્રુયારી માસની શરૂયાતે વાદળવાળું વાતાવરણ થવાથી રાયડાના પાકમાં મોટા પ્રમાણમાં મોલો મશી ના રોગના ઉપદ્રવને લીધે ઉત્પાદનમાં મોટો ઘટાડો થવાની ભીતી સેવાઇ રહી છે.

કમોસમી વરસાદની આગાહી

  • ફેબ્રુઆરી માસમાં ગુજરાતના ઉત્તરગુજરાતના ભાગો, કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવાથી છૂટા છવાયા છાંટા પડવાની આગાહી
  • રાજયમાં વાદળછાયું વાતાવરણ અને ઠેર ઠેર કમોસમી વરસાદની શક્યતા
  • કમોસમી વરસાદના પગલે ફેબ્રુઆરી માસમાં તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા.

ઉત્તર ગુજરાતમાં થયેલા હવામાન ના ફેરફારોને લીધે બે રૂતુ જેવો માહોલ સર્જાયો છે. દિવસે તાપમાન માં વધારો અને રાત્રીના તાપમાન માં તફાવત અને વાદળછાયું વાતાવરણ રહેવાથી  એરંડા અને જીરાના પાકમાં ચરમી અને મશીનો ઉપદ્રવ પણ થવાની પણ આશંકા સેવાઇ રહી છે. આમ શિયાળની વિદાય જેવુ વાતાવરણ સર્જાતાં ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરેલી આગાહી મુજબ વાતાવરણમાં પશ્ચિમી વિક્ષોભને કારણે તારીખ 5 અને 6 ફેબ્રુઆરીએ ગુજરાતના કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગોમાં છૂટા છવાયા વરસાદ ની કરેલી આગાહીને કારણે  જીરુંનું વાવેતર કરનાર ખેડૂતો માં ચિતા જોવા મળે છે. હાલમાં જીરુનો પાક દાણો બેસવાની સ્થિતિએ જોવા મળી રહ્યો છે. જો વરસાદ થાયતો ચરમી,મેલો,મશી જેવા રોગોનો ઉપદ્રવ થઈ શકે છે.

આપને એ પણ જણાવીએ કે ગુજરાતની પશ્ચિમ સીમાએ રાજસ્થાનમાં જેસલમેર,ફલોદિ,ગુડામાલાની વગેરે સમગ્ર પટ્ટામાં 4 ફેબ્રુઆરીએ વિવિધ વિસ્તારોમાં વરસાદ થવાના વાવડ જાણવા મળ્યા છે. જીરાના નાજુક છોડ વરસાદમાં પડી જવાના અને ભાગી જવાના સમાચાર જાણવા મળી રહ્યા છે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ પશ્ચિમી વેસ્ટર્ન ડિસ્ટબના કારણે રાજયના તાપમાન માં ફેબ્રુઆરી માસમાં ઘટાડો થવાની શક્યતાઓ પણ જણાવી છે. તેમણે  કરેલી ઠંડીની આગાહીના પગલે ગુજરાતના ઉત્તર ગુજરાત સહિતના ભાગોમાં વાતાવરણ 6 ડીગ્રી નીચે જવાની અને મધ્યગુજરાતના અમદાવાદ ગાંધીનગરના  વિસ્તારોમાં વાતાવરણ 13 ડીગ્રી સુધી નીચે  જવાની ધારણાઓ વ્યક્ત કરવામાં આવી છે.  આમ ફેબ્રુઆરીમાસમાં વરસાદી છાંટા અને તાપમાનમાં ઘટાડો થવાની આગાહી કરવામાં  આવતાં ફેબ્રુઆરીમાસમાં હળવો વરસાદ,તાપમાનમાં ઘટાડો અને વાદળછાયું વાતાવરણ રહી શકે છે.

મિત્રો અમોને વિવિધ સ્રોત તરફથી મળેલી આ માહિતી આપના સુધી પહોચાડી રહ્યા છીએ આપને હવામાન ખાતાની આગાહીઓને અનુસરવાની વિનંતી કરી રહ્યા છીએ. અમારો આ આર્ટીકલ વાંચવા બદલ આપનો ખૂબખૂબ આભાર !   

આ જુઓ:- સરકારી ફ્રેન્ચાઈઝી સાથે ઓછા રોકાણ સાથે બમ્પર કમાણીનો વ્યવસાય શરૂ કરો.

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment