ગુજરાતી ન્યૂઝ India-News

Ambalal Patel Agahi : અંબાલાલ પટેલની વાવાઝોડાની આગાહી, ક્યા થશે અસર જાણો

અંબાલાલ પટેલની વાવાઝોડાની આગાહી
Written by Gujarat Info Hub

અંબાલાલ પટેલની વાવાઝોડાની આગાહી: અત્યારે ગુજરાતમા સર્વત્ર વરસાદી માહોલ છે. રાજ્યમા આગામી દિવસોમા કેટ્લાક જિલ્લાઓમા વરસાદી ઝાપટા સાથે ઝ્રરમર વરસાદ પડવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે. તો સ્પ્ટેમ્બેર મહિનાના અંતે ચુમાસુ વિદાય લઈ શકે છે. જોકે ઓક્ટોમ્બર મહિનામાં વાવાઝોડાની આગાહી હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરાઈ છે. આ વાવાઝોડાની શરૂઆત બંગાળના ઉપસાગરમાં થી થઈ શકે પરંતુ તેની અસર અરબ સાગરમાં થવાની સંભાવના અંબાલાલ પટેલની વાવાઝોડાની આગાહી માં સુચવે છે. તો ચાલો જાણિએ વાવાઝોડાની આગાહી વિશે અંબાલાલ પટેલે બીજુ શુ કહ્યું છે.

અંબાલાલ પટેલની વાવાઝોડાની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહિ કરતા જણાવ્યું છે કે, આગામી ઓક્ટોબર મહિનામાં બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું આવી શકે છે અને અરબ સાગરમાં પણ વાવાઝોડાની હળવી અસર જોવા મળે તેવી શકયતાઓ દેખાઇ રહી છે. જોકે, ગુજરાતમાં ચોમાસુ નબળુ પડી રહ્યુ છે છતાં ગુજરાતના જુદા-જુદા ભાગમાં હળવા વરસાદી ઝાપટા આવવાની શકયતાઓ રહેલી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં સારો એવો વરસાદ પડવાની શકયતાઓ રહેલી છે.

અંબાલાલની સપ્ટેમ્બેર મહિનાની વરસાદી આગાહી

  • અંબાલાલ પટેલએ જણાવ્યુ કે ભાવનગર, અમરેલી, જામનગર, રાજકોટમાં વરસાદ પડશે જ્યારે કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્તિ કરી છે.
  • હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી મુજબ બંગાળની ખાડી અને અરબ સાગરમાં વાવાઝોડાની સિસ્ટમ સક્રિય થઈ શકે છે

બંગાળના ઉપસાગરમાં મ્યાનમાર તરફથી આવતી વરસાદી સિસ્ટમ હવે ધીરે-ધીરે એકટીવ થશે અને 30 સપ્ટેમ્બર સુધીમાં પશ્ચિમ બંગાળ ઉપસાગરના ભાગોમા આવી શકે છે. જેના લીધે દક્ષિણ પૂર્વ કાંઠા ના વિસ્તારોમા ભારે પવન ફૂંકાવાની શકયતાઓ રહેલી છે. આ સિસ્ટમ 5000 ફૂટની ઊંચાઈએ સમુદ્રમાંથી વરાળ ઠંડી થતાં વાદળોનો સમૂહ પશ્ચિમ બંગાળ અને ત્રિપુરા તરફ થઈને પૂર્વ મધ્ય પ્રદેશના ભાગોમાં થઈ ઉત્તર તરફના ભાગોમાં જવાની સંભાવના રહેલી છે. જોકે, આ બાબતે હજુ ઠોસ કઇ નક્કી કહી શકાય નહીં. હજુ દેશના કેટલાક ભાગોમાં લો પ્રેશર બનવાની આગાહિ કરવામા આવી છે. આ સિસ્ટમ ને લીધે મધ્યપ્રદેશના ભાગોમાં તથા ગુજરાતના ભાગોમાં વરસાદ વરસાવી શકે છે.

હવામાન વિભાગની વરસાદી આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં 7 થી 11 ઓક્ટોબર, હરિયાણામાં 8 થી 9 ઓક્ટોબર, પૂર્વી રાજસ્થાનમાં 7 થી 9 ઓક્ટોબર અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં 7 થી 10 ઓક્ટોબર વચ્ચે ભારે વરસાદની શક્યતા છે. આ સિવાય પૂર્વ મધ્ય પ્રદેશમાં 7 થી 11 ઓક્ટોબર સુધી વરસાદ થવાની છે.

ઉત્તરાખંડ અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં 7 થી 9 ઓક્ટોબર દરમિયાન ભારે વરસાદ પડશે. આ સિવાય 7 ઓક્ટોબરે પૂર્વી ઉત્તર પ્રદેશના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન આકાશ પણ વાદળછાયું રહેશે.

આ જુઓ:- 24 ઓક્ટોબરથી આ એન્ડ્રોઈડ ફોન્સ પર વોટ્સએપ બંધ થઈ જશે – આ છે ફોનની યાદી

અન્ય રાજ્યોની વાત કરીએ તો, ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યાનમમાં 7 થી 9 ઓક્ટોબર દરમિયાન વાવાઝોડા સાથે ભારે વરસાદ પડશે. કોંકણ, ગોવા અને તેલંગાણામાં આજે એટલે કે 7 ઓક્ટોબરે ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

અગત્યની લિંક

અંબાલાલ પટેલની વાવાઝોડાની આગાહી વિડિયોઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો
ગૂગલ ન્યુઝ પર અમને ફોલો કરો અહીં ક્લિક કરો
Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment