નોકરી & રોજગાર

BSF Recruitment 2024 : બીએસએફમાં દસમું ધોરણ પાસ માટે ભરતી બહાર પડી , આજે જ અરજી કરો

BSF Recruitment 2024
Written by Gujarat Info Hub

BSF Recruitment 2024 : બીએસએફ ભરતી 2024 : બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં દસમું ધોરણ પાસ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. BSF દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ વિવિધ પદો માટે ભરતીની લાયકાત વય મર્યાદા અને શારીરીક ફિટનેસ વગેરેની  પાત્રતા ધરાવતા ઉમેદવારોએ 15 એપ્રિલ પહેલાં ઓન લાઈન અરજી કરવાની રહેશે.  

મિત્રો,જો તમે માત્ર દસમું ધોરણ પાસ થયેલ છો.અને સારી નોકરીની શોધમાં છો.તો આપના માટે આ એક સુંદર તક છે. BSF માં સારો પગાર ઉપરાંત દેશની સુરક્ષા માટે નોકરી કરવાની તક મળે છે. સન્માન અને આત્મ ગૌરવ પ્રાપ્ત થાય છે. આ નોકરી માટે 15 માર્ચ થી આવેદન ભરવાનું શરૂ થઈ ગયેલ છે. અમે અહી આપને BSF ભરતી ની વિવિધ પદો માટેની ભરતી વિશે  તમામ જરૂરી માહિતી આપી રહ્યા છીએ જેવીકે પદોની સંખ્યા ઉમેદવારની વય મર્યાદા,પગારની વિગતો તેમજ અરજી કરવાની રીત વગેરે જણાવવાના હોઈ આપ લેખના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેશો.

BSF Recruitment 2024

જગ્યાઓની માહિતી :

બીએસએફ દ્વારા વિવિધ કેટેગરી માટે  ભરતી જાહેરાત બહારપાડવામાં આવી છે. તે મુજબ એર વિંગમાં વિભાગમાં હેડ કોન્સ્ટેબલની વિવિધ પોસ્ટ સહિત એંજિનિયર જેવાં વિવિધ પદો ની 82 જગ્યાઓ માટે અરજી કરવાનું શરૂ થઈ ગયેલ છે. તમે તે માટેની શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા મુજબની યોગ્યતા ધરાવતા હોતો 15 એપ્રિલ સુધી BSF ભરતીની અધિકૃત વેબ સાઇટ પર ઓન લાઇન અરજી કરી શકો છો.

ઉમેદવારની વય મર્યાદા :

 બીએસએફ દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરાત મુજબ 15 એપ્રિલ 2024 ના રોજ ગણવામાં આવતાં ઉમેદવારની વય 18 વર્ષથી ઓછી નહી, તેમજ 25 વર્ષથી વધુ નહી તેટલી રાખવામાં આવી છે. જો તમે ઉપરોક્ત વય મર્યાદામાં આવો છો,તો ઉમેદવારી નોધાવી શકશો.  

પગાર ધોરણ :

બીએસએફની આ ભારતીમાં ઉમેદવારોને જુદી જુદી જગ્યાઓ માટે નિયત થયેલ સાતમા પગાર પંચ મુજબ જગ્યાને અનુરૂપ પગાર ધોરણના લાભ મળવા પાત્ર થશે.

અરજી ફી :

BSF ભરતી માટે ઉમેદવારી નોધાવવા માટે ઓન લાઇન અરજી સાથે અરજી ફી પણ ભરવી પડશે. સામાન્ય વર્ગના ઉમેદવારો,બક્ષી પંચના ઉમેદવારો તેમજ આર્થિક પછાત વર્ગની શ્રેણીમાં આવતા ઉમેદવારોમાટે અરજી ફી 100 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે મહિલાઓ સહિત અનુસુચિત જાતિ,અનુ.જનજાતિ ના ઉમેદવારોએ કોઈ ફી ભરવાની નથી. 

શૈક્ષણિક લાયકાત :

BSF ભરતી માટે ભરતીની જગ્યા અનુરૂપ શૈક્ષણિક યોગ્યતા માંગવામાં આવી છે. કોન્સ્ટેબલ જનરેટર,કોન્સટેબલ ઓપરેટર અને કોન્સટેબલ લાઇન મેન માટે ની જગ્યાઓ માટે એસ.એસ.સી. એટલે કે દસમા ધોરણ સુધીનો અભ્યાસ અને  જે તે જગ્યાને અનુરૂપ આઈટીઆઈ કરેલું હોવું જોઈએ. ઉપરાંત ત્રણ વર્ષનો અનુભવ પણ જરૂરી છે. જ્યારે એરવિંગની વિવિધ પોસ્ટ જેવીકે સહાયક વિમાન મિકેનિક ના પદ માટે તેમજ રેડિયો મિકેનિકના પદ માટે ડિપ્લોમા હોવો જરૂરી છે. ઉપ નિરીક્ષક (વર્ક )માટે સિવિલ ઈજનેરનો ડિપ્લોમાનો અભ્યાસ ઉમેદવારે કરેલો હોવો જોઈએ. જુનિયર ઇજનેર ઇલેક્ટ્રીકના પદ માટે ઇલેક્ટ્રીક ઇજનેરનો ડિપ્લોમા હોવો જરૂરી છે.

BSF ભરતીમાં પ્લંબર અને કાર્પેંટર ની જગ્યા માટે ધોરણ દસનો અભ્યાસ અથવા આઈ.ટી.આઈ. અથવા ત્રણ વર્ષનો આ કામનો અનુભવ હોવો જરૂરી છે. મિત્રો અરજી કરતાં પહેલાં તમારે જાહેરાતનું સત્તાવાર નોટિફિકેશન જોઈ લીધા પછી અરજી કરવી જોઈએ.

અરજી કરવાની રીત :

બીએસએફ ભરતી માટે ઉમેદવારોએ સૌ પ્રથમ ઓન લાઇન અરજી કરવા માટે BSF ની ભરતીની સત્તાવાર વેબ સાઇટ પર જઈ અરજી ફોર્મ ઓપન કરવાનું રહેશે.ત્યારબાદ ફોર્મમાં તમામ વિગતો કાળજી પૂર્વક ભરવાની રહેશે. અરજી પત્રક ભરાઈગયા પછી જરૂરી ડૉક્યુમેન્ટ પાસપોર્ટ સાઈઝનો ફોટો ઉમેદવારની સહી અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ ઉમેદવારોએ પોતાની કેટેગરી અનુસાર ફી ભરવાની થતી હોયતો ફી ભરવી અને અરજી અને ફીનું ચલણ પ્રિન્ટ કરી લેવું. ઉમેદવારોએ અરજી કરતાં પહેલાં જાહેરાતનું નોટિફિકેશન કાળજી પૂર્વક વાંચી પછી જ ફોર્મ ભરવું જરૂરી છે.

પરીક્ષા અને પસંદગી પ્રક્રિયા :

BSF ભરતી માટે સૌ પ્રથમ લેખિત પરીક્ષા યોજવામાં આવે છે. લેખિત પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારો માટે સર્ટિ ચકાસણી કર્યા પછી. શારિરીક ફિટનેસ કસોટીમાં સફળ થયેલા ઉમેદવારોની પસંદગી યાદી તૈયાર કરવામાં આવે છે.  વધુ માહિતી માટે સત્તાવાર વેબ સાઇટ પરથી માહિતી મેળવવા વિનંતી છે.

અગત્યની લિન્ક :

BSF ની સત્તાવાર જાહેરાત જોવા માટે તથા અરજી કરવા માટેઅહી ક્લિક કરો
આ પણ વાંચો : GETCO Recruitment 2024 : ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશનમાં,વિદ્યુત સહાયકની 153 જગ્યાઓ માટે ભરતી
Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment