નોકરી & રોજગાર

BSNL Recruitment 2023: ભારત સંચાર નિગમ લિમિટેડ ભરતી ની જાહેરાત, અરજી કરવા અહીં ક્લિક કરો

BSNL Recruitment 2023
Written by Gujarat Info Hub

BSNL Recruitment 2023: ભારત સંચાર નિગમ લિમિટેડ દ્વારા કુલ ૪૦ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. BSNL Bharti માં અરજી કરવાની છેલ્લી તારીખ ૧૫, એપ્રિલ ૨૦૨૩ છે. જે ઉમેદવારો સરકારી ભરતી માટે અરજી કરવા માંગે છે, તે જલ્દીથી અમારું આ આર્ટીકલ વાંચી બી.એસ.એન.એલ ભરતી માં અરજી કેવી રીતે કરવી, શૈક્ષણિક લાયકાત શુ રહેશે, કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે વગેરેની માહિતી અહી થી મેળવી શકશે.

BSNL Recruitment 2023

નિગમભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)
અરજી કરવાની શરુઆત૨૪ માર્ચ ૨૦૨૩
અરજી કરવાની છેલ્લી તારીખ ૧૫ એપ્રીલ ૨૦૨૩
કુલ જગ્યાઓ૪૦
અરજીનો મોડઓનલાઈન
સત્તાવાર વેબસાઈટhttps://www.bsnl.co.in/

ભારત સંચાર નિગમ લિમિટેડ ભરતી 2023

BSNL Recruitment 2023: અહીં આપણે BSNL ભરતી ની સંપૂર્ણ માહિતી વિગતવાર જોઈશું જેમાં અરજી કરવાની રીત, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ વગેરેની માહિતી નીચે મુજબ છે.

શૈક્ષણિક લાયકાત 

  • અરજી કરવા માટે ઉમેદવારે ટેકનિકલ ડિપ્લોમા પૂર્ણ કરેલ હોવું જરૂરી છે, અથવા સ્નાતક ઉમેદવારો માં ટેકનિકલ અને નોન ટેકનિકલ વાળા પણ અરજી કરવા લાયક ગણાશે.
  • વધુ માહિતી માટે તમે ઓફિસિયલ નોટીફિકેશન વાંચી શકો છો.

વય મર્યાદા

  • ઉમેદવારની વધુમાં વધુ ઉમર ૨૫ વર્ષ સુધીની હોવી જોઈએ.
  • કેટેગરી મુજબ નીચે પ્રમાણે ઉંમરમાં છૂટછાટ આપવામાં આવેલ છે. 
    • SC – 05 વર્ષ
    • OBC – 03 વર્ષ
    • SC-PWD – 15 વર્ષ
    • OBC-PWD – 13 વર્ષ
    • Other PWD – 10 વર્ષ

પગાર ધોરણ

મિત્રો, એપ્રેન્ટિસ ભરતી માં પગાર ધોરણ હંમેશા નિચુ હોય છે, તે મુજ્બ ડિપ્લોમાં ઉમેદવારને ૮૦૦૦ રુપિયા પ્રતિમાસ અને સ્નાતક ઉમેદવારને ૯૦૦૦ રુપિયા પ્રતિમાસ ના ધોરણે સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.

જરૂરી ડોક્યુમેન્ટ

જે ઉમેદવાર BSNL Bharti 2023 માં અરજી કરવા માંગે છે તેની અરજી કરતા સમયે નીચે મુજબના ડોક્યુમેન્ટ ની જરૂર રહેશે.

  • ઉમેદવારનું આધારકાર્ડ PDF ના રૂપ માં , સાઈઝ 1 MB
  • સ્નાતક ડિગ્રી સર્ટી અને છેલ્લા વર્ષની માર્કશીટ PDF ના રુપ માં, સાઈઝ ૧ MB 
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • બેન્ક ખાતાની માહિતી
  • ઈ-મેલ આઈડી
  • મોબાઈલ નંબર 

ઉપરોક્ત ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે, વધુમાં જ્યારે તમારુ ડોક્યુમેન્ટ વેરિફિકેશન હોય ત્યારે તમારે તમારુ  આધારકાર્ડ, ૧૦ માંની માર્કશીટ, ૧૨ માંની માર્કશીટ, ડિગ્રી શર્ટી, અને જાતીનું પ્રમાણપત્ર લઈને જવું જરૂરી છે. 

BSNL ભરતી માટે અરજી કેવી રીતે કરવી ?

મિત્રો, BSNL Recruitment 2023 માં અરજી ની જાહેરાત નીચેથી ડાઉનલોડ કરી, જો તમે અરજી કરવા લાયક હોય તો નીચેના સ્ટેપ ફોલો કરી અરજી કરી શકો છો.

  • સૌ પ્રથમ એપ્રેન્ટીસ ની સત્તાવાર સાઈટ @http://portal.mhrdnats.gov.in/ પર જાઓ.
  • હવે તમને ત્યાં “Enroll” બટન દેખાય ત્યાં ક્લિક કરો.
  • હવે અરજી ફોર્મ ખુલશે જેમાં માંગેલી માહિતી ભરો.
  • હવે દરેક વિધાર્થી માટે યુનિક નંબર જનરેટ થશે.
  • તમારુ એનરોલમેન્ટ વેરીફીકેશન ૧ કે ૨ દિવસ માં થી જશે.
  • ત્યારબાદ ફરીથી હોમપેજ પર આવો અને ત્યાં લોગીન બટન પર ક્લિક કરો.
  • હવે તમારે લોગીન થયા બાદ “Establishment Request Menu” પર ક્લિક કરો.
  • હવે “Find Establishment” પર ક્લિક કરો.
  • હવે તમારે તમારા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • હવે તમારી પોસ્ટ પસંદ કરી, “Apply” બટન પર ક્લિક કરો.
  • હવે તમારું BSNL Bharti Form સબમીટ થયું ગયુ હશે.

આ પણ વાંચો :-

BSNL Bharti 2023 Important Links

ભરતીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો.
ઓનલાઈન અરજી કરવાઅહીં ક્લિક કરો.
હોમપેજઅહીં ક્લિક કરો.
BSNL Recruitment 2023 in Gujarati

મિત્રો, તો તમને હવે BSNL ભરતી 2023 ની સંપુર્ણ માહિતી મળી ગઈ હશે, જો નોકરી અને રોજગાર ની અપડેટ મેળવવા માંગો છો, તો અમારા વોટસઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, અને અમારી વેબસાઈટ ને જોતા રહો, આભાર.

About the author

Gujarat Info Hub

Leave a Comment