CRS App Registration: કેન્દ્ર સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલ CRS એપ દ્વારા જન્મ અને મૃત્યુની નોંધણીની પ્રક્રિયા ઘણી સરળ બની છે. આ એપની મદદથી તમે ઘરે બેઠા જ ઓનલાઇન જન્મ અને મૃત્યુના પ્રમાણપત્રો મેળવી શકો છો. ચાલો જાણીએ કે આ એપનો ઉપયોગ કેવી રીતે કરવો.
જન્મ મરણ નોંધણી માટે જરૂરી દસ્તાવેજો:
- જન્મ નોંધણી:
- માતા-પિતાએ એક ઘોષણાપત્ર
- સરનામાનો પુરાવો (પાન કાર્ડ, રાશન કાર્ડ)
- મૃત્યુ નોંધણી:
- પરિવારના સભ્યએ એક ઘોષણાપત્ર
- મૃતક વ્યક્તિનો સરનામાનો પુરાવો આપવો પડશે.
CRS એપ નોંધણીની પ્રક્રિયા:
- સૌ પ્રથમ CRS વેબસાઇટ પર જાઓ: જેના માટે અહીં ક્લિક કરો
- હવે રજીસ્ટ્રેશન પેજમાં તમારું નામ, મોબાઇલ નંબર, ઇમેઇલ આઇડી અને અન્ય જરૂરી માહિતી ભરો.
- ત્યારબાદ નોધણી પ્રક્રિયા પુર્ણ કરવા સારૂ સબમિટ બટન પર ક્લિક કરીને નોંધણી પૂર્ણ કરો.
જન્મ મરણ નોંધણી માટે મહત્વની તારીખો:
- જન્મ કે મૃત્યુ થયાના 21 દિવસની અંદર નોંધણી કરવી જરૂરી છે. જો તમે નિયત સમયમાં નોંધણી ન કરાવો તો દંડ ભરવો પડશે.
જો મિત્રો તમે હવે આ એપની મદદથી ઘરે બેઠા જ જન્મ મરણ નોંધણી કરાવી શકો છો. તેમજ સમયની બચત સાથે કાગળીય કામમાં ઘટાડો કરી અને તમે ઓનાલાઈન અરજી કરી શકો છો.
CRS એપ દ્વારા જન્મ અને મૃત્યુની નોંધણીની પ્રક્રિયા ખૂબ જ સરળ અને ઝડપી બની છે. આ એપનો ઉપયોગ કરીને તમે સરળતાથી જન્મ અને મૃત્યુના પ્રમાણપત્રો મેળવી શકો છો.
મિત્રો તો તમને અમારી આ માહિતી પસંદ આવી હશે અને તમે તમારી જરૂરીયાત મુજબ તેમાં ફેરફાર કરી શકો છો અને આ માહિતી તમારા મિત્રો સાથે સેર કરજો જેથી તે પણ જન્મ મરણ નોંધણી ઘરે બેઠા જ કરી શકે.