ગુજરાતી ન્યૂઝ ગુજરાત સરકાર જાણવા જેવું

APL અને BPL રેશનકાર્ડ મળવાપાત્ર જથ્થો ચકશો ઘરે બેઠા ઓનલાઈન

રેશનકાર્ડ મળવાપાત્ર જથ્થો
Written by Gujarat Info Hub

રેશનકાર્ડ મળવાપાત્ર જથ્થો: મિત્રો આજે આપણે આ લેખ ની મદદથી રેશનકાર્ડમાં મળવાપાત્ર જથ્થો 2023 વિશે જાણીશું જેમાં તમને તમારા રેશનકાર્ડ પર સસ્તા ની દુકાનથી તમને કેટલું અનાજ મળવાપાત્ર થાય છે, તેની માહિતી હવે તમે ઘરે બેઠા મેળવી શકશો.

શું તમે એક રેશન કાર્ડ ધારક છો અને તમે તમારા ગામની વાજબી ભાવની દુકાન મારફતે અનાજને સસ્તા ભાવે ખરીદી કરો છો, પરંતુ સરકાર તરફથી તમને તમારા રેશનકાર્ડ થકી કઈ કઈ વસ્તુ અને કેટલી માત્રામાં મળે છે તે તમને ખબર હોતી નથી. રાજ્યમાં સસ્તા અનાજની દુકાનો ને સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા વિવિધ એજન્સી અંતર્ગત પુરવઠો પહોંચાડવામાં આવે છે. જેમાં જિલ્લામાં આવેલી જિલ્લા પુરવઠા અધિકારી અને તાલુકા લેવલે મામલતદારશ્રી દ્વારા મોનેટરી અને સુપરવાઇઝની કામગીરી કરવામાં આવે છે જેથી તમારે પણ જાણવું જરૂરી છે કે તમારા રેશનકાર્ડ પર લક્ષિત જાહેર વિતરણ પ્રણાલી અંતર્ગત દર મહિને કેટલો જથ્થો તમને મળવા પાત્ર થાય છે. જેથી તમે તમારા ભાગનું અનાજનો જથ્થો મેળવી શકો.

Ration Card Online Check Gujarat

વિભાગઅન્ન અને નાગરીક પુરવઠા વિભાગ
આર્ટીકલનું નામરેશનકાર્ડ મળવાપાત્ર જથ્થો 2023
પ્રક્રિયાઓનલાઈન અને ઓફલાઇન
રેશકાર્ડના પ્રકારAPL-1, APL-2, BPL, AAY
માહિતી અને ફરિયાદ માટેની નંબર1800 233 5500
સત્તાવાર સાઈટhttps://dcs-dof.gujarat.gov.in/

રેશનકાર્ડમાં મળવા પાત્ર જથ્થો ઓનલાઇન તપાસવાની રીત

જે રેશનકાર્ડ ધારકો પોતાનો મળવાપાત્ર અનાજના જથ્થા ની વિગત ઓનલાઈન ચકાસવા માંગતા હોય તેઓ નીચે આપેલ પગલા દ્વારા માહિતી મેળવી શકશે.

 •  સૌપ્રથમ તમારે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની સત્તાવાર સાઈટ પર જવાનું રહેશે
 • ત્યારબાદ તમને હોમપેજ પર “તમને મળવા પાત્ર જથ્થો જાણો “ નામનું ઓપ્શન દેખાશે તેના ઉપર ક્લિક કરો.
 • હવે એક નવું પેજ ખુલશે જેમાં તમારે તમારા રેશનકાર્ડ નંબર નાખવાનો રહેશે.
 • ત્યારબાદ નીચે આપેલ કેપ્ચા કોડ ઈમેજ જોઈ અને ભરવાનું રહેશે.
 •  હવે VIEW/જુઓ બટન પર ક્લિક  કરતા તમારી સામે તમને મળવા પાત્ર જથ્થો ની માહિતી તમારી સ્ક્રીન પર દેખાશે.

 આ રેશનકાર્ડ મળવાપાત્ર જથ્થો ની માહિતીમાં ચણા, ઘઉં, ચોખા, તુવેર દાળ, મીઠું વગેરે વસ્તુઓને સામે મળવા પાત્ર જથ્થો કિલોગ્રામ કે લિટરમાં જોવા મળશે. જે વિગત આધારિત તમે સસ્તા ની દુકાને આટલો જથ્થો મળવાપત્ર રહે છે.

રેશનકાર્ડ નંબર વગર મળવાપાત્ર જથ્થો કેવી રીતે તપાસવો

જે મિત્રો, પોતાનો રેશનકાર્ડ નંબર ભૂલી ગયા છે અથવા અત્યારે તેની કોપી તેમની પાસે હાજર નથી તો પણ તેઓ તેમનો મળવાપાત્ર જથ્થો ઓનલાઈન મેળવી શકે છે, જેની વિગત નીચે મુજબ છે.

 •  સૌપ્રથમ તમારે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની સત્તાવાર સાઈટ પર જવાનું રહેશે. ” https://dcs-dof.gujarat.gov.in/
 • ત્યારબાદ તમને હોમપેજ પર “તમને મળવા પાત્ર જથ્થો જાણો “ નામનું ઓપ્શન દેખાશે તેના ઉપર ક્લિક કરો.
 • હવે તમારી સામે નીચે મુજબનું પેજ ખુલશે જેમાં અથવા પછી ના ઓપ્શન પર જાઓ.
 • ત્યારબાદ તમારી પાસે “NFSA કાર્ડ હોય તો ” હા પસંદ કરો.
 • હવે તમે ગેસ કનેકશન ધરાવતા હોવ તો “હા” પસંદ કરો નહીં તો “ના” પસંદ કરો.
 • ત્યારબાદ તમારા રેશનકાર્ડમાં કુલ જન સંખ્યા કેટલી છે તે માહિતી નાખો.
 • પછી તમારી રેશનકાર્ડ કઈ કેટેગરીમાં આવે છે તે પસંદ કરો અને કેપ્ચા ઇમેજ બાજુ ના બોક્સ માં નાખો.
 • હવે “view/જુઓ” બટન પર ક્લિક કરતા તમારી સામે તમને કુલ મળવા પાત્ર જથ્થો દેખાશે.

મિત્રો, જો તમારી પાસે રેશનકાર્ડ ન્ંબર ઉપલબ્ધ હોય તો તેના દ્વારા મળવાપાત્ર જથ્થા ની વિગત તમે સચોટ રીતે મેળવી શકશો, જેથી તમને ખબર પડે કે તમને જથ્થો મળવાપાત્ર છે કે નહીં.

આ જુઓ:- આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી સાધન સહાય મેળવવા અરજી કરવાનું શરૂ

રેશનકાર્ડ મળવાપાત્ર જથ્થો 2023 કેવી રીતે ઘરે બેઠા તમારા મોબાઇલથી તપાસવો તેની સંપૂર્ણ માહિતી તમને મળી ગઈ હશે, જો ઓનલાઈન રેશનકાર્ડમાં મળવાપાત્ર જથ્થો ચેક કરતાં વખતે કોઈપણ પ્રકારની મુઝવણ કે સમસ્યાનો સામનો કરવો પડતો હોય તો અમને નીચે આપેલ કોમેન્ટ બોક્સ ની મદદથી જણાવી શકો છો, આભાર.

અગત્યની લિન્ક

રેશનકાર્ડ મળવાપાત્ર જથ્થો ચકાસવાઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો

FAQ’s

રેશનકાર્ડ મળવાપાત્ર જથ્થો તપાસવા માટે સત્તાવાર સાઇટ કઈ છે ?

રેશનકાર્ડમાં મળવાપાત્ર જથ્થો 2023 તપાસવા માટે સાઇટ – https://dcs-dof.gujarat.gov.in/

શું રેશનકાર્ડ નંબર વગર મળવાપાત્ર જથ્થા ની માહિતી મેળવી શકીએ.

હા, તમે રેશનકાર્ડ કેટેગરી, કુલ જન સંખ્યા, ગેસ કનેકશ વગેરેની માહિતી આધારિત મળવા પાત્ર જથ્થાની માહિતી મેળવી શકો છો પરતું આ માહિતી સચોટ ના પણ હોઈ શકે.


Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment