ગુજરાતી ન્યૂઝ India-News

Cyclone Tej: ‘તેજ’ ચક્રવાત મુંબઈમાં તબાહી મચાવશે! ગુજરાત પર તેની શુ અસર થશે?

Cyclone Tej
Written by Gujarat Info Hub

Cyclone Tej: અરબી સમુદ્રમાં સર્જાયેલ ચક્રવાત તેજ આગામી 24 કલાક દરમિયાન ગંભીર ચક્રવાતમાં ફેરવાય તેવી શક્યતા છે. અરબી સમુદ્રના દક્ષિણ-પશ્ચિમ ભાગથી 920 કિમી પૂર્વમાં અને ઓમાનના દક્ષિણ-પૂર્વમાં 1190 કિમી દૂર દબાણ વિસ્તાર રચાયો છે, જે આગામી 24 કલાક દરમિયાન અને 22 ઓક્ટોબરે તીવ્ર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે

ભારતીય હવામાન વિભાગ (IMD) એ અરબી સમુદ્રમાં સંભવિત ચક્રવાતી વાવાઝોડાને કારણે મહારાષ્ટ્ર શહેરમાં હવામાનમાં ફેરફાર અંગે ચેતવણી જારી કરી છે. સોમવારે આઇએમડીના હવામાન અપડેટમાં જણાવાયું છે કે આગામી 48 કલાકમાં દક્ષિણ-પૂર્વ અને નજીકના પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં નીચા દબાણનો વિસ્તાર વિકસિત થવાની સંભાવના છે. તમને જણાવી દઈએ કે ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી સમુદ્રના ગરમ તાપમાનને કારણે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ચક્રવાત થવાની સંભાવના છે.

Cyclone Tej ની ગુજરાત પર શુ અસર થશે?

હવામાન વિભાગે ગુજરાત પર વાવાઝોડાની અસર અંગે જણાવતા કહ્યુ છે કે, ‘ગુજરાત પર અસર અંગે હાલ કહેવું વહેલું છે. ગુજરાતના દરિયાકિનારે કોઈપણ પ્રકારની વોર્નિંગ નથી. વરસાદ થવાની પણ કોઈ શક્યતા નથી. વાતાવરણમાં કોઈ ફેરફાર થાય તેવી શક્યતા પણ નથી. પરંતુ જો Cyclone Tej ના પાથમાં ફેરફાર થાય તો આગામી દિવસોમાં દરિયા કિનારના વિસ્તારો પર વરસાદ પડી શકે તેવી સંભાવના વ્યક્ત કરી છે.

નવરાત્રિમાં વરસાદ વિઘ્ન બનાવાની વાતને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે.જેમાં હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ વરસાદની નહિવત શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ રાજ્યમાં તાપમાન યથાવત રહેશે.એટલે કે ખેલૈયાઓ હવે મન મુકીને ગરબા રમી શકશે.

અંબાલાલ ની આગાહિ

અંબાલાલ પટેલે અગાહી કરતા જણાવ્યુ કે અરબી સમુદ્રમાં તેજ વાવાઝોડું (Cyclone Tej) તારીખ ૨૧ ઓક્ટોમ્બર પછી મજબુત બનશે અને જેના લિધે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. જ્યાં ભારતની પુર્વે સાઈડ એટલે કે બંગાળાની ખાડી સાઈડ પણ એક વાવાઝોડું સક્રીય થઈ રહ્યુ છે જેના ભેજની અસર ગુજરાત સુધી પોહચી શકે છે. તદઉપરાંત દિવાળી પેહલા દેશના ઉત્તરિય પર્વતીય પ્રદેશમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસર થવાની શકયતાઓ રહેલી છે જેના લિધે ઠંડીનો અનુભવ થશે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે સર્જાયેલા આ ચક્રવાતને તેજ “Cyclone Tej” નામ આપ્યું છે.હાલમાં લો પ્રેશરનું ક્ષેત્ર બનેલું તે ચક્રવાતમાં ફેરવાય તેવી શક્યતા છે. તે યમન અને ઓમાન તરફ આગળ વધે તેવી સંભાવના છે.

હવામાન વિભાગ આના પર ચાંપતી નજર રાખી રહ્યું છે.અરબી સમુદ્રમાં સર્જાયેલા મજબૂત ચક્રવાતની દેશમાં કોઈ ખાસ અસર થવાની સંભાવના નથી, જો કે જો ચક્રવાત વધુ તીવ્ર બનશે તો તે યમનથી ઓમાન તરફ આગળ વધે તેવી શક્યતા વધુ છે. .

ચક્રવાતની અસરને કારણે પવનની ગતિ વધુ રહી શકે છે.અરબી સમુદ્રના દક્ષિણ-પશ્ચિમ અને પશ્ચિમ-મધ્ય ભાગોમાં પવનની ગતિ 45 થી 65 કિમીની ઝડપે રહી શકે છે.જો કે તેની અસરને કારણે , બંગાળની ખાડીના પશ્ચિમ મધ્ય વિસ્તારમાં પવનની ગતિ ઓછી રહી શકે છે. ઝડપ 40 થી 55 કિમીની હોઈ શકે છે.

હવામાન વિભાગે માછીમારોને 20 થી 23 ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રના પશ્ચિમ મધ્ય ભાગો દરિયામા ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે

અગત્યની લિંક

હોમપેજઅહી ક્લિક કરો
ગુગલ ન્યુઝ પર અમને ફોલો કરોઅહી ક્લિક કરો
અમારી WhatsApp ચેનલમાં જોડાવાઅહી ક્લિક કરો
Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment