ગુજરાતી ન્યૂઝ Trending

ગુજરાતમાં 3 દિવસ અતિભારે વરસાદની આગાહી, આ જીલ્લોમાં તૂટી પડશે વરસાદ જુઓ વરસાદ નો ચાર્ટ

વરસાદની આગાહી
Written by Gujarat Info Hub

Gujarat rain forecast: ગુજરાતમાં છેલ્લા 1 મહિનાથી વરસાદે સંપૂર્ણ વિરામ લીધા બાદ હવે જ્યારે રાજયમાં ફરી એક વાર વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની વરસાદની આગાહી મુજબ વેલ માર્ક એરીયા સક્રિય થતાં આગામી 3 થી 4 દિવસ સુધી રાજયમાં ભારેથી અતિભાએ વરસાદની આગાહી કરવામાં આવેલ છે. તારીખ 17 સપ્ટેમ્બર ના રોજ દાહોદ, મહીસાગર, પંચમહાલ અને ખેડા જીલ્લામાં અતિભારે વરસાદી આગાહી કરવામાં આવી છે જ્યારે 18 સપ્ટેમ્બર ના રોજ બનાસકાંઠા, સાબારકાંઠા અને અરવલ્લી જીલાઓમાં હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસાદી આગાહી કરવામાં આવેલ છે.

હવામાન વિભાગ દ્વારા તારીખ 18 થી 21 જુલાઈનો વારસાદનો ચાર્ટ જાહેર કરવામાં આવેલ છે, તો આજે આપણે આ વરસાદી આગાહીના નકશા મુજબ કઈ તારીખ કયા જીલ્લોમાં અતિભારે વરસાદ પડી શકે તેની માહિતી વિગતવાર મેળવીશું.

આજની વરસાદની આગાહી

હવામાન વિભાગ, અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, વેલ માર્ક લો પ્રેશર પશ્ચિમ મધ્યપ્રદેશમાં સક્રિય છે. જેના કારણે ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે અને ભારે વરસાદની સંભાવના છે. વેલ માર્ક લો પ્રેશરને કારણે આગામી 3 દિવસ અતિભારે વરસાદની આગાહી છે.

આજે 18 સપ્ટેમ્બરે ક્યાં ક્યાં વરસાદની આગાહી

18 સપ્ટેમ્બર ની વરસાદની આગાહિ જોઇએ તો બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમા રેડ એલર્ટ આપવામા જાહેર કરાયેલ છે. આ જિલ્લાઓમા ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહિ કરવામા આવી છે.

જયારે ઉતર ગુજરાત ના જિલ્લાઓ જેવા કે પાટણ, મહેસાણા, ગાંધીનગર અને મહીસાગરમાં જિલ્લાઓમા ઓરેન્જ એલર્ટ આપવામા આવ્યુ છે. આ જિલ્લાઓમા ભારે વરસાદ પડવાની આગાહિ કરવામા આવી છે.

જયારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમા ગ્રીન એલર્ટ આપવામા આવ્યુ છે. જેમા હળવા વરસાદી ઝાપટા પડવાની આગાહિ કરવામા આવી છે.

વરસાદ નો ચાર્ટ 19 સપ્ટેમ્બર

19 સપ્ટેમ્બર ની વરસાદી આગાહી ની વાત કરવામાં આવે તો વરસાદી ચાર્ટ મુજબ કચ્છ, પાટણ અને બનાસકાંઠા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જેથી આ જીલાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જયારે મોરબી.સુરેન્દ્રનગર,મહેસાણા અને ગાંધીનગર જિલ્લાઓમા યલ્લો એલર્ટ આપવામા આવ્યુ છે. જેથી આ જિલ્લાઓમા ભારે વરસાદ પડવાની આગાહિ કરવામા આવી છે.

20 સપ્ટેમ્બરનો વરસાદી ચાર્ટ

20 સપ્ટેમ્બર ની વરસાદી આગાહી ની વાત કરવામાં આવે તો વરસાદી ચાર્ટ મુજબ કચ્છ જીલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જેથી આ કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જયારે 20 તારીખે દેવભુમિ દ્વારકા અને જામનગર જિલ્લાઓમા યલ્લો એલર્ટ આપવામા આવ્યુ છે. આ જિલ્લાઓમા ભારે વરસાદ પડવાની આગાહિ કરવામા આવી છે.

રાજ્યમાં વરસાદના લેટેસ્ટ અપડેટ અનુસાર, રાજ્યમાં સવારે છ થી આઠ વાગ્યા દરમિયાન 91 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ જુનાગઢના મેદરડામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. જૂનાગઢના જ વિસાવદરમાં પોણા ચાર ઇંચ વરસાદ ખાબક્યો. જૂનાગઢના વંથલીમાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તો બનાસકાંઠાના ધાનેરા, મહેસાણાના મહેસાણા સીટી, સાબરકાંઠાના ઈડર અને મોરબીના હળવદમાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment