ગુજરાત સરકાર

Gujarat Vidhan Sabha Speaker – ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ
Written by Gujarat Info Hub

15 મી ગુજરાત વિધાન સભાના અધ્યક્ષ (Gujarat Vidhan Sabha Speaker )

                    ડિસેમ્બર 2022 માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પુરી થતાં અને ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય અને ઐતિહાસિક વિજય થતાં ગુજરાતના નવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બન્યા છે. તેઓ 18 મા મુખ્ય મંત્રી બન્યા છે . ૧૫મી ગુજરાત વિધાનસભા ની રચના કરવા સારું મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી એ પ્રોટેમ સ્પીકર Protem speaker માટે વડોદરા જીલ્લાના માંજલપુરના ધારાસભ્ય શ્રી યોગેશ પટેલ ની નિમણૂક કરી, તેમને શપથ લેવડાવ્યા હતા . આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સંસદીય બાબતોના મંત્રી શ્રી ઋષિકેશ પટેલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.  યોગેશ પટેલ સૌથી વરિષ્ઠ ધારાસભ્ય છે . તેમણે  ધારાસભ્યોને વિધાનસભા ગૃહમાં પદ અને ગોપનીયતાના  શપથ લેવડાવ્યા  . તેમજ મહામહિમ રાજ્યપાલ શ્રીનું ઉદબોધન તેમના અધ્યક્ષ સ્થાને હોય છે . જ્યાં સુધી ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ નીનિમણુક થતી નથી ત્યાં સુધી પ્રોટેમ સ્પીકર (Protem speaker) પોતાના પદ પર ચાલુ રહે છે. વિધાનસભાના અધ્યક્ષ Vidhan Sabha Speaker ની નિમણુક થાય કે તરતજ તેમને તેમનું સ્થાન સોપવામાં આવે છે . અગાઉના ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રીમતી નિમાબેન આચાર્ય નવા અધ્યક્ષની નિમણુક થાય ત્યાં સુધી વિધાનસભા અધ્યક્ષ ના હોદ્દા પર ચાલુ રહે છે, પરતું તેઓ વિધાનસભા ગૃહમાં પ્રવેશ કરી કાર્યવાહી માં ભાગ શકતાં નથી.

૧૫ મી વિધાનસભાના અધ્યક્ષ  (15th Vidhan Sabha Speaker)

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમતી સાથે જન સમર્થન મળતાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ના પદ માટે બનાસકાંઠાના થરાદ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી શંકરભાઇ ચૌધરી ને પસંદ કર્યા છે . નિયમાનુસાર વિધાનસભાના અધ્યક્ષ માટે ફોર્મ ભરતા પહેલા  શ્રી શંકરભાઈ ચૌધરી એ પક્ષમાંથી તેમનું રાજીનામું ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજીને આપ્યા બાદ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ (speaker)ના પદ માટે ઉમેદવારી નોધાવી હતી . વિધાનસભાનું સત્ર મળતા વિધાન સભામાં શ્રી શંકરભાઈ ચૌધરી  ની સર્વાનુમતે  વરણી થતા તેઓ ૧૫ મી વિધાનસભા (15th  Vidhan Sabha Speaker)ના અધ્યક્ષ બન્યા છે . જ્યારે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ (dy speaker) પદે પંચમહાલ જીલ્લાના શહેરા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ ને નિયુક્ત કરવામાં આવ્યા છે . વિધાનસભા મળ્યાના પ્રથમ દિવસથી વિધાનસભાના સભ્યો (MLA )ને નિયમાનુસારની મળતી સવલતો શરૂ થાય છે.

શ્રી શંકરભાઈ લગધીરભાઈ ચૌધરી

શ્રી શંકરભાઇ લગધીરભાઈ ચૌધરી  પાટણ જીલ્લાના રાધનપુર તાલુકાના નાનકડા ગામ વડનગર ના  એક  ખેડૂત પરિવાર માં  જન્મેલા શ્રી શંકરભાઇ ચૌધરી એ નાનપણથીજ   લોક સેવાના અને અને ગરીબ બાળકોના શિક્ષણ થી  સેવાની   શરૂઆત કરી આજસુધી  છેવાડા ના ગરીબ લોકો માટે કામ કરતા રહ્યા છે .ખેડૂતો, પશુપાલકોની દુકાળ કે અતિવૃષ્ટિ ની મુશ્કેલી હોય કે કુદરતી આપદા હોય હમેશાં તેઓ પ્રજાની પડખે ઊભા રહ્યા છે . યુવા વયથી જ રાષ્ટ્ર ભક્તિના રંગે રંગાયા અને 1997 માં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલા સામે રાધનપુર થી વિધાનસભાની ચૂંટણી માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પ્રથમ વખત ચૂંટણી માં ઉમેદવારી નોધાવી . પણ જીત ના થઈ . ત્યારબાદ 1998 માં રાધનપુર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે અને 2014 માં રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી તરીકે ઉત્કૃષ્ઠ સેવાઓ આપી બનાસકાંઠાની મધ્યસ્થ સહકારી બેંક (Banas Bank )ના ચેરમેન તરીકે સેવા આપી.કુશળ વહીવટકર્તા  તરીકે  બેકનું આધુનિકરણ કર્યું .બનાસકાંઠાના ખેડૂતોની જીવાદોરી સમાન બનાસડેરીના કુશળ વહીવટનો વિશ્વને પરિચય કરાવ્યો . હવે ખૂબ હકારાત્મક અને ટેક્નોલોજીના વધુ ઉપયોગ થકી  ગુજરાતના ઉજ્જવળ ભવિષ્ય માટે હમેશાં પ્રત્નશીલ રહી  ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ના સંવિધાનિક  પદ ને વધુ ગૌરવાન્વિત કરશે  તેવી પૂર્ણ શ્રધ્ધા અને  આશાવાદ  જાગ્યો છે .

ગુજરાત વિધાનસભાના  ઉપાધ્યક્ષ ( Vidhan Sabha Deputy Speaker )

ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે પંચમહાલ જીલ્લાની શહેરા વિધાનસભા મતવિસ્તાર ના ધારાસભ્ય શ્રી જેઠાભાઇ ભરવાડ ની 15 મી ગુજરાત વિધાન સભા (15th  vidhansabha) ના (dy speaker) તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી છે . શ્રી જેઠાભાઇ ભરવાડ પંચમહાલ જીલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ ના ચેરમેન તરીકે પણ સેવાઓ આપી રહ્યા છે .

ગુજરાતનું મંત્રીમંડળ

Read More

ગુજરાત વિધાનસભાના  દંડક (Gujarat Vidhan sabhana Dandak)

  • વિધાનસભાના એક મુખ્ય દંડક અને 4  નાયબ દંડકશ્રીઓ  તરીકે નિમણુક કરવામાં આવે છે તે પૈકી  વડોદરા ના રાવપુરા ના  વિજેતા ધારાસભ્ય શ્રી બાલકૃષ્ણભાઈ શુકલ ની વિધાનસભાના મુખ્ય દંડક તરીકે નિમણૂક કરવામાં આવી છે.
  • શ્રી કૌશિકભાઈ વેકરીયા ધારાસભ્ય શ્રી અમરેલીની  નાયબ મુખ્ય દંડક તરીકે નિમણુક કરી છે .
  • શ્રી જગદીશભાઇ મકવાણા નાયબ મુખ્ય દંડક તરીકે નિમણૂક કરવામાં આવી છે.
  • બોરસદ વિધાનસભાના વિજેતા ધારાસભ્ય શ્રી રમણભાઈ સોલંકી ની  નાયબ મુખ્ય દંડક તરીકે નિમણુક કરવામાં આવી છે .  
  •  ડાંગના ધારાસભ્ય  શ્રી વિજયભાઇ પટેલ ની દંડક તરીકે નિમણૂક કરી છે .

Gujarat Vidhan Sabha Speaker FAQS :

પ્રશ્ન : 1 ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ કોણ છે ?

જવાબ : ગુજરાત વિધાન સભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ એલ .ચૌધરી છે .

પ્રશ્ન :2 ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ કોણ છે ?

જવાબ : ગુજરાત વિધાન સભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડ છે .

પ્રશ્ન :3 ગુજરાત વિધાનસભાના પ્રોટેમ સ્પીકર કોણ હતા ?

જવાબ: ગુજરાત વિધાનસભાના પ્રોટેમ સ્પીકર યોગેશ પટેલ હતાં .

પ્રશ્ન : 4 ગુજરાતના હાલના રાજ્યપાલ કોણ છે ?

જવાબ : ગુજરાતના હાલના રાજયપાલ મહામહિમ આચાર્ય દેવવ્રત છે .

પ્રશ્ન: 5 ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક કોણ છે ?

જવાબ: ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુકલ છે .

પ્રશ્ન: 6 ગુજરાત વિધાનસભાના નાયબ દંડક કોણ છે ?

જવાબ : ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી કૌશિકભાઈ વેકરીયા , જગદીશભાઇ મકવાણા ,શ્રી રમણભાઈ સોલંકી અને શ્રી વિજયભાઈ પટેલ છે .

મિત્રો ,અમારો આ Gujarat Vidhan Sabha Speaker – ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ આર્ટીકલ આપને ખૂબ ઉપયોગી થશે જેમાં આપને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ,ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ ,પ્રોટેમ સ્પીકર , વિધાનસમાના મુખ્ય દંડક અને વિધાન સભાના નાયબ દંડકનો પરિચય આપવામાં આવ્યો છે . આ આર્ટીકલ આપને કેવો લાગ્યો તે અચૂક જણાવશો અને આવા બીજા આર્ટીકલ વાંચવા માટે અમારી વેબ સાઇટ જોતા રહેશો, આભાર !

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment