એજ્યુકેશન જનરલ નોલેજ

ગુજરાતી અલંકાર અને તેના પ્રકાર ના ઉદાહરણો  ꠰ Gujarati Alankar pdf

Alankar Ane Tena Prakar
Written by Gujarat Info Hub

ગુજરાતી અલંકાર ( Gujarati Alankar ): મિત્રો ,સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવવા માટે ગુજરાતી વ્યાકરણ સારી રીતે આવડવું જરૂરી છે. આજે આપણે  ગુજરાતી વ્યાકરણ ની શરૂઆત અલંકારોથી કરીશુ. અલંકારોને સમજવા માટે ઉદાહરણ રૂપે આપવામાં આવેલાં વાક્યો સમજો એટલે અલંકાર શીખવા સરળ પડશે. અલંકારનો અર્થ ઘરેણું થાય છે .સાહિત્યમાં કોઈ પણ વાતને સચોટ રીતે રજૂ કરવી હોય તો સાહિત્યકાર સાહિત્યમાં અલંકારનો ઉપયોગ કરીને પોતાની કૃતિને રોચક બનાવે છે . અલંકારનો ઉપયોગ કરીને બનાવેલી કાવ્ય રચના ઉત્તમ કાવ્ય બને છે . આવી ઉત્તમ કાવ્ય રચનાઓ જ ભાવકને આનંદ આપે છે .આપણા પ્રાચીન સાહિત્યમાં પણ અલંકારો અનેરો મહિમા કહેવામાં આવ્યો છે .જેમ ઘરેણાં સ્ત્રીના સૌંદર્ય ને વધારે શોભા આપે છે તેમ અલંકાર સાહિત્ય કૃતિને વધુ રમણીય બનાવે છે . અહી આપણે ગુજરાતી અલંકાર અને અલંકારના પ્રકારોની ચર્ચા કરીશું .

અલંકાર એટલે શું ? । Gujarati Alankar

અલંકાર ની વ્યાખ્યા: અલંકાર એટલે સાહિત્યનું આભૂષણ અર્થાત ઘરેણું જેમ ઘરેણું વ્યક્તિના સૌંદર્યમાં વધારો કરે છે .તેમ સાહિત્યકાર પોતાની કૃતિમાં અલંકારનો ઉપયોગ કરીને કૃતિને વધુ રોચક બનાવી અભિવ્યક્તિને સચોટ રીતે રજૂ કરે છે .તેથી ભાવકને વધુ આનંદની અનુભૂતિ થાય છે .

અલંકારના પ્રકાર :

Gujarati Alankar: અહીં આપણે અલંકાર ના પ્રકાર જોઈશું, અને દરેક અલંકારના વ્યાખ્યા અને તેના ઉદાહરણો દ્વારા સંપુર્ણ માહિતી મેળવીશું.

 • શબ્દાલંકાર
 • અર્થાલંકાર

શબ્દાલંકાર :

જ્યારે વાક્યમાં ધ્વનિ સૌંદર્ય ,નાદ સૌંદર્ય કે ચમત્કૃતિ સૌંદર્યનો આધાર  “શબ્દ” હોય ત્યારે શબ્દાલંકાર બને છે . અહી ચમત્કૃતિ સર્જતો શબ્દ બદલાઈ જાય તો તેનું સૌંદર્ય ખલાસ થઈ જાય છે . 

શબ્દાલંકાર પ્રકાર નીચે મુજબ છે .

 • વર્ણાનુપ્રાસ (વર્ણ સગાઈ )
 • શબ્દાનુપ્રાસ (યમક)
 • પ્રાસ સાંકળી
 • અંત્યાનું પ્રાસ

અર્થાલંકાર :

જેમ શબ્દના કારણે સાહિત્ય પંક્તિના સૌંદર્યનો વધારો થાય છે .તેમ અર્થના કારણે સાહિત્ય કૃતિના સૌંદર્ય માં વધારો થાય ત્યારે અર્થાલંકાર બને છે . અર્થાલંકારમાં સૌંદર્યનો આધાર “અર્થ” છે . અર્થાલંકારના પ્રકારો નીચે મુજબ છે .

 • ઉપમા
 • ੩પક
 • ઉત્પ્રેક્ષા
 • અતિશયોક્તિ
 • વ્યતિરેક
 • શ્લેષ
 • સજીવારોપણ
 • વ્યાજ સ્તુતિ
 • અનન્વય

ઉપર જણાવેલ બધા અર્થાલંકાર છે. આપણે હવે દરેક અલંકાર વિશે વિગત વાર પરિચય મેળવીશું . અલંકારને સમજવા માટે આપવામાં આવેલાં ઉદાહરણો દ્વારા અલંકારને વધુ સારી રીતે સમજી શકીશું . 

શબ્દાલંકાર

ઉપર આપણે અલંકારના પ્રકાર જોયા, હવે આપણે શબ્દાલંકારમાં આવતા પ્રકારોની સંપુર્ણ માહિતી અલંકારના ઉદાહરણ સાથે જોઈશું.

વર્ણાનુપ્રાસ (વર્ણ સગાઈ ) અલંકાર :

એકનો એક વર્ણ (અક્ષર )વાક્યમાં વારંવાર પ્રયોજાઈ વાક્યમાં માધુર્ય અર્થાત રમણીયતા પ્રદાન કરે છે ત્યારે વર્ણાનુપ્રાસ અથવા વર્ણ સગાઈ અલંકાર બને છે .

ઉદાહરણ : કામિની કોકિલા કેલિ કૂંજન કરે

ઉપરોકત વાક્યમાં ક વર્ણ વારંવાર પ્રયોજાવાથી વાક્યમાં ચમત્કૃતિ અર્થાત મધુરતા પ્રગટાવે છે .તેથી અહી વર્ણાનુપ્રાસ અથવા વર્ણ સગાઈ અલંકાર બને છે .

વર્ણાનુપ્રાસનાં વધુ ઉદાહરણો :

 • સાગરે ભાસતી વ્ય રતી
 • રિયે દેખાતી ભવ્ય ભરતી 
 • કેડિએ કોયલ ગૂંથજો રે અમે કોમળ કોમળ

શબ્દાનુપ્રાસ (યમક ) અલંકાર :

એક સરખા ઉચ્ચારવાળા પણ જુદા જુદા અર્થવાળા  શબ્દ વાક્યમાં પ્રયોજાઈ વાક્ય અથવા કાવ્ય પંક્તિમાં માધર્ય પેદા કરે છે તેને  શબ્દાલંકાર કહેવામાં આવે છે .

ઉદાહરણ : આ તપેલી તપેલી છે ત્યાં તું તપેલી ક્યાં આવી .

ઉપરોક્ત વાક્યમાં તપેલી શબ્દ વારંવાર પ્રયોજાયો છે . પરતું એના અર્થ દરેક વખતે જુદા થાય છે . અહી પ્રથમ તપેલી વાસણ છે .ત્યારબાદ તપેલી એટલે ગરમ થયેલી અર્થમાં વપરાયો છે . ત્રીજી વખત તું તપેલી ક્યાં આવી એટ્લે કે ગુસ્સે થયેલી એમ અલગ અલગ વપરાવા થી અહી શ્બ્દાનુપ્રાસ અલંકાર બને છે .

શબ્દાલંકાર અથવા યમક અલંકાર ના વધુ ઉદાહરણ :

 • જવાની તો જવાની છે, થોડી રોકી રોકાવવાની છે .
 • અખાડામાં જવા મે ઘણા અખાડા કર્યા છે .
 • ગાયક ન લાયક, તું ફોગટ ફુલાણો છે .

અર્થાલંકાર : 

અર્થાલંકારના પ્રકારોમાં આપણે ઉપમા ,੩પક, ઉત્પ્રેક્ષા,અતિશયોક્તિ,વ્યતિરે,શ્લેષ, વ્યાજ સ્તુતિ , અનન્વય,સજીવારોપણ વગેરે અલંકાર વિશે ચર્ચા કરીશું .

ઉપમા અલંકાર :

અર્થાલંકારમાં અર્થના લીધે વાક્યમાં માધુર્ય કે ચમત્કારીતા સર્જાય છે . અહી સૌંદર્યનો આધાર અર્થ છે. ઉપમા અલંકારમાં ઉપમેયને સમાન ગુણ ધર્મોને લક્ષમાં રાખીને  ઉપમાન સાથે સરખાવવામાં આવે છે ત્યારે ઉપમા અલંકાર બને છે . એટલેકે વસ્તુને બીજી વસ્તુ સાથે સરખામણી કરવામાં આવે છે .આપણે ઉદાહરણ દ્વારા સમજીએ .

ઉદાહરણ :  દમયંતી નું મુખ ચંદ્ર જેવુ સુંદર છે . અહી મુખની ચંદ્ર સાથે સરખામણી કરવામાં આવી છે . મુખ એ ઉપમેય છે . અને જેની સાથે સરખામણી કરવામાં આવી છે .ચંદ્ર એ ઉપમાન છે .

ઉપમા અલંકારનાં વધુ ઉદાહરણ :

 • પાણીનાં મોજાં ઘોડાને દડા ની  જેમ ઉછાળે છે .
 • અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરીખા .
 •  ભમરા સમો આ ભમતો પવન

જેવુ ,સમોવડ ,સમું ,સરીખું ,સમાન,શું,પેઠમ વગેરે ઉપમા વાચક શબ્દો પ્રયોજાતા હોય છે .

શ્લેષ અલંકાર :

જ્યારે એક જ શબ્દના એકથી વધુ અર્થ થતા હોય અને તેને લીધે વાક્યમાં ચમત્કૃતિ સર્જાય છે . ભાવકને મધુરતાનો અનુભવ કરાવે છે, ત્યારે શ્લેષ અલંકાર બને છે .

ઉદાહરણ : મશકો ના હોવાથી શેઠે ઘણા ગ્રાહક ગુમાવ્યા .

અહી મશકો એટલે ખુશામત અને મશકો એટલે દહી  .એમ એક શબ્દના બે અર્થ થતાં શ્લેષ અલંકાર બને છે .

શ્લેષ અલંકારના વધુ ઉદાહરણ :

 • વર્ષા તમારી રાહ જુએ છે   (વર્ષા એટલે વરસાદ અને વર્ષા એક છોકરી )
 • ચોમાસું આવતાં શ્રુષ્ટિ નવું જીવન મેળવે છે . ( અહી જીવન શબ્દના બે અર્થ થાય છે ,જીંદગી અને પાણી )

સજીવારોપણ અલંકાર :

જ્યારે કોઈ જડ કે અમૂર્ત વસ્તુ પર સજીવનું આરોપણ કરવામાં આવે છે ત્યારે સજીવારોપણ અલંકાર બને છે .

ઉદાહરણ :  લળી લળીને હેત કરતાં વાંસ નાં ઝુંડ નાં ઝુંડ

અહી વાસ જડ અને અમૂર્ત વસ્તુને ચેતનની જેમ હેત કરતી બતાવાઈ વાક્યમાં મધુરતા પ્રગટાવે છે તેથી સજીવા રોપણ અલંકાર બને છે .

સજીવારોપણ અલંકારનાં વધુ ઉદાહરણ  :

 • સીમમાં ઊભી, વાટ એકલી રૂએ, આખી રાત
 • નદી દોડે ,સોડે ભડ ભડ બળે ,ડુંગર વનો
 • ખીણમાંથી સાગ છેક સૂર્ય સાથે હરીફાઈ કરવા મથે    

વ્યાજ સ્તુતિ અલંકાર :

જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિનાં નિંદા કરવાના બહાને વખાણ કે વખાણ કરવાના બહાને નિંદા કરવામાં આવે છે ત્યારે વ્યાજ સ્તુતિ અલંકાર બને છે .  

ઉદાહરણ :   અહો ! દુર્યોધન ! શી તમારી ન્યાય બળીહારી

                    પાંડવોને એક તસુ પણ જમીન ના મળે

આ વાક્યમાં દુર્યોધનની સ્તુતિ કરવામાં આવી છે પરતું પાંડવોને એક તસુ પણ જમીન નાં આપવાના બીજા પદ માં નિદા કરવામાં આવી છે .

વ્યાજ સ્તુતિ અલંકારનાં વધુ ઉદાહરણ :   

 • જાદવ સ્ત્રી તાળી દેઈ હસે ,ધન્ય નગર આવો નર વસે ,

           કીધાં હશે વ્રત તપ અપાર ,તે સ્ત્રી પામી હશે ભરથાર .

 • ગાંધીજી હિંસા અને અસત્યના કટ્ટા વેરી હતા .

આ પણ જુઓ :-

મિત્રો, ગુજરાતી અલંકાર ( Gujarati Alankar ) ની વ્યાખ્યા, પ્રકાર અને તેના ઉદાહરણો તમારી સામે શેર કર્યા છે, જે તમને કેવા લાગ્યા તે કોમેંટ કરી જણાવી શકો છો. અહીં હજું કેટલાક અલંકાર ના પ્રકાર સમજાવવાના બાકી છે, જેના gujarati alankar exmaples પણ અહીં મુકવામાં આવશે તથા અલંકારના પ્રશ્નો પણ મુકવામાંં આવશે, તો મિત્રો આવા જનરલ નોલેજ અને ગુજરાતી વ્યાકરણની માહિતી માટે અમારી વેબસાઈટ ને જોતા રહો.

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment