નોકરી & રોજગાર

Home Guard Bharti 2023: ગુજરાત હોમગાર્ડ ભરતી માટેનું ફોર્મ તથા અરજી કરવાની છેલ્લી તારીખ જાણો

ગુજરાત હોમગાર્ડ ભરતી 2023
Written by Gujarat Info Hub

Home Guard Bharti 2023: ગુજરાત હોમગાર્ડ ભરતી માટેનું નોટિફિકેશન તારીખ 14 સપ્ટેમ્બર 2023 ના રોજ બહારા પાડવામાં આવલે છે. જે ઉમેદવારો નોકરીની શોધમાં છે. તેમના માટે પોતાના જીલ્લામાં સરકારી નોકરી મેળવવાની આ એક ઉત્તમ તક છે. આ હોમગાર્ડ ભરતી પ્રક્રિયા ઓફલાઈન માધ્યમથી કરવામાં આવશે. દરેક જિલ્લાના હોમગાર્ડ કમાન્ડન્ટ દ્વારા નિમણૂક અંગેની જાહેરાત પ્રસિદ્ધ કરવાની રહેશે. આ Gujarat Home Guard Bharti 2023 માટે ઉમેદવારની લાયકાત ઓછામાં ઓછી સ્નાતક કક્ષાની હોવી જરૂરી છે. તો આજે આપણે હોમગાર્ડ ભરતી ફોર્મ, અરજી કરવાની રીત, લાયકાત, વય મર્યાદા તેમજ શારીરિક યોગ્યતાની સંપૂર્ણ માહિતી આ આર્ટીકલના માધ્યમથી મેળવીશું.

Home Guard Bharti 2023

સંસ્થાનું નામગુજરાત હોમ ગાર્ડ ભરતી (Home Guard Bharti 2023)
પોસ્ટનુ નામહોમગાર્ડ કમાન્ડન્ટ
નોકરીનું સ્થળગુજરાત
અરજીનું માધ્યમઓફલાઈન
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ15 સપ્ટેમ્બર, 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ25 સપ્ટેમ્બર, 2023
સત્તાવાર વેબસાઈટhomeguards.gujarat.gov.in

અગત્યની તારીખ

ગુજરાત હોમગાર્ડ ભરતી 2023 માટે તારીખ 14 સપ્ટેમ્બર ના રોજ નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ છે, જે મુજબ આ ભરતી માટે લાયકાત ધારવતા ઉમેદવાર તારીખ 15 સપ્ટેમ્બર 2023 થી લઈને 25 સપ્ટેમ્બર 2023 સુધી ઓનફલાઇન અરજી ફોર્મ ભરી શકશે.

વયમર્યાદા

આ ભરતી માટે ઉમેદવાર ની જન્મતારીખ તથા અરજીની તારીખનાં રોજની ઉમર 35 વર્ષ થી 55 વર્ષ સુધીની હોવી જોઈએ.

શૈક્ષણિક લાયકાત

ઓછામાં ઓછી સ્નાતક કક્ષાની લાયકાત ધરાવતા ઉમેદવારને પહેલી પસંદગી કરવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

  • શારીરિક કસોટી
  • ઇન્ટરવ્યૂ

આ હોમગાર્ડ ભરતી માટે સૌ પ્રથમ તમારે શારીરીક કસોટી પાસ કરવી પડશે જેની વિગત નીચે મુજબ છે. ત્યારબાદ તમારૂ ઇન્ટરવ્યુ માટે પસંદગી પામશો.

શારીરિક કસોટી લાયકાત

હોમગાર્ડ શારીરિક કસોટી માટે તમારે નીચે મુજબના શારીરિક યોગ્યતા ધરાવતા હોવા જોઈએ .

home-guard-bharti-2023

ઉપરોક્ત લાયકાત મુજબ તમારી શારીરિક લાયકાત અરજી ફોર્મ માં પણ દર્શાવાની રહેશે.

ગુજરાત હોમ ગાર્ડ ભરતી માટે જરૂરી ડોકયુમેન્ટ

  • 3 પાસપોર્ટ સાઈઝ ફોટો
  • આધારકાર્ડ / રાશનકાર્ડ / ચૂંટણીકાર્ડ
  • માર્કશીટ
  • લિવિંગ સર્ટિફિકેટ (L.C)
  • સ્નાતક સર્ટિફિકેટ
  • તથા અન્ય જેવા કે NCC, CCC સર્ટિફિકેટ

ગુજરાત હોમગાર્ડ ભરતી માટે અરજી કરવાની રીત

  • અરજી કરવા માટે સૌ પ્રથમ નીચે આપેલ લિંકની મદદથી હોમગાર્ડ અરજી ફોર્મ ડાઉનલોડ કરો.
  • ત્યાર બાદ જરૂરી માહિતી ભરો જેવી કે નામ , સરનામું, લાયન્સન, શૈક્ષણિક લાયકાત અને શારીરિક માપદંડ વગેરે
  • ત્યારે બાદ જરૂરી આધાર પુરાવાઓ જોડો અને જો અન્ય વિશેષ લાયકાત ધરાવતા હોવ તો તે ફોર્મમાં દર્શાવી તેના ડૉક્યુમેન્ટ પણ જોડો.
  • હવે તમારા જિલ્લા ની જિલ્લા માનદ કમાન્ડન્ટ હોમ ગાર્ડ્સ કચેરી ખાતે આ અરજી ફોર્મ રૂબરૂ આધાર પુરાવા સાથે જમા કરવી દો
  • ભવિષ્યના અનુસંધાને હોમગાર્ડ અરજી ફોર્મ ની એક નાકલ તમારી પાસે પણ રાખી લો.

અગત્યની લિન્ક

હોમગાર્ડ અરજી ફોર્મ PDFઅહીં ક્લિક કરો
સત્તાવાર સાઈટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

About the author

Gujarat Info Hub

Leave a Comment