OJAS Confirmation Number: શું તમે તમારો તલાટી ફોર્મ ભર્યાનો OJAS કન્ફ્રમેશન નંબર ભુલી ગયા છો ? તો તમે અમારા આર્ટીકલના માધ્યમથી તમારો Talati Confirmation Number ઘરે બેઠા મેળવી શકશો.
મિત્રો, ઓજસ કન્ફર્મેશન નંબર કોઇપણ ભરતીના ફોર્મ ભરયાની સાથે દરેક ઉમેદવારને અલગ અલગ નંબર મળે છે, જે નંબર દ્વારા તમે તે ભરતીનો કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો. હમણા તલાટીની તારીખ જાહેર થતા સાથે નવા નિયમો મુજબ તલાટી પરીક્ષા માટે સંમતી ફોર્મ ભરવાની જાહેરાત બહાર પડેલ છે, જે અંતર્ગત ૨૦ એપ્રિલ સુધી જે લોકો સંમતી ફોર્મ ભરી સબમીટ કરશે તે લોકો તલાટી પરીક્ષાનો કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.પરંતુ આ સંમતી ફોર્મ ભરવા માટે તમારે તમારો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ વગેરેની વિગતની જરુર પડશે. તો ચાલો જાણીએ તમે તમારો તલાટીનો કન્ફર્મેશન નંબર કેવી રીતે મેળવશો.
OJAS Confirmation Number કેવી રીતે મેળવવો ?
મિત્રો, ઓજસ કન્ફર્મેશન નંબર જાણાવા માટેની બે રીતે છે એક મોબાઈલમાં OTP દ્વારા અને બીજી રીતે તમારા નામ દ્વારા સર્ચ કરી મેળવી શકો છો, તો ચાલો બન્ને સ્ટેપ ને વિગતવાર જોઈએ.
Talati Confirmation Number By OTP
સૌ પ્રથમ તલાટીનો કન્ફરર્મેશન નંબર મોબાઈલ ઓટીપી દ્વારા કેવી રીતે મેળવવો તેની વિગત જાણીએ.
- સૌ પ્રથમ OJAS પર જાઓ.
- ત્યાં નોટીસ બોર્ડ પર જઈ “તમારો કન્ફર્મેશન જાણવા પર ક્લિક કરો અથવા નિચેની લિંક પર ક્લિક કરો.
- હવે નિચે મુજબનુ પેજ ખુલશે જેમાં જો તલાટીનો કન્ફર્મેશન મેળવાવ માંગો છો તો જાહેરાત ક્રમાક માં ” GPSSB/202122/10 ” નાખો.
- હવે નીચે તમારો મોબાઈલ નંબર અને જન્મ તારીખ નાખો.
- ત્યારબાદ “Get Confirmation No” બટન પર ક્લિક કરો.
- જો તમે એક કરતા વધુ અરજી કરેલ હશે, તો તમારી છેલ્લી અરજી માન્ય રાખી તેનો કન્ફર્મેશન નંબર મળશે.
ઓજસ કન્ફર્મેશન નંબર મોબાઈલ દ્વારા મેળવવા :- અહીં ક્લિક કરો
ઓજસ કન્ફર્મેશન નંબર મેળવો ઉમેદાવારના નામ દ્વારા
મિત્રો,જો તમે મોબાઈલ ઓટીપીથી કન્ફમેશન ના મેળવી શક્તા હોવ તો નિચે મુજબના સ્ટેપ ફોલોવ કરી તમારા નામ અને અટક દ્વારા કંફર્મેશન નંબર મેળવી શકો છો.
- સૌ પ્રથમ ઓજસ સાઈટ પર જાઓ
- ત્યારબાદ નોટિસબોર્ડ પર જાઓ અને ત્યાં “કન્ફર્મેશન જાણવા પર ક્લિક કરો”
- હવે જમણી બાજુ સુચનાઓ નીચે “Click Here to Search Confirmation No. Without OTP” પર ક્લિક કરો અથવા અમારી નિચે આપેલ લીંક પર ક્લિક કરી ડાયરેક્ટ તે પેજ પર જાઓ.
- જો તમે તલાટીનો કન્ફર્મેશન મેળવવા માંગો છો, તો જાહેરાત નંબર માં ” GPSSB/202122/10 ” નાખો.
- ત્યારબાદ તમારી “Surname”, “First Name” , “Mobile No” અને જન્મ તારીખ નાખો.
- હવે “Get Confirmation No” બટન પર ક્લિક કરતા તમને તમારો OJAS Confirmation No મળી જશે.
ઓજસ કન્ફર્મેશન નંબર નામ અને અટક દ્વારા મેળવવા :- અહીં ક્લિક કરો.
ઉપરોક્ત બન્ને રીતેથી તમે OJAS Confirmation Number મેળવી શકો છો, આ નંબર મદદથી તમે તલાટી નું કન્ફર્મેશન ફોર્મ અને કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો.
મિત્રો, તલાટી કન્ફર્મેશન ફોર્મ અથવા સંમતી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૦ એપ્રિલ ૨૦૨૩ છે, અને જે ઉમેદવાર આ ફોર્મ નહી ભરે તેઓ તલાટી કમ મંત્રીની પરીક્ષા આપી શકશે નહીં. તો જલ્દીથી અમારી ઉપરની લીંક પર ક્લિક કરી સંમતી ફોર્મ ની સંપુર્ણ માહિતી મેળવો, અને જો ઓજસ કન્ફર્મેશન નંબર અને તલાટી કન્ફર્મેશન ફોર્મ ભરવામાં કોઈપણ પ્રકારની મુઝવણ હોય તો કોમેન્ટ કરી અમને જણાવી શકો છો, આભાર.