સરકારી યોજનાઓ ખેતી પદ્ધતિ

ઓર્ગેનિક ખેતી તાલીમ મિશન મોડમાં શરૂ, પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે સરકારશ્રીએ યોજના અમલમાં મૂકી – Prakritik Kheti Talim 2023

Prakrutik kheti Talim
Written by Gujarat Info Hub

Prakritik Kheti Talim: પ્રાકૃતિક ખેતી તાલીમ મિશન મોડમાં ગુજરાતના સ્થાપના દિવસ થી શરૂ થઈ રહી છે. જો તમે ખેડૂત છો તો તમે આ પ્રાકૃતિક ખેતી તાલીમ માં જોડાઈ પ્રાકૃતિક ખેતીની વિવિધ જાણકારી અને ખેતી કરવાની રીત વિશે જાણી શકશો . (Prakrutik kheti) ઓર્ગેનિક ખેતી ! આજે ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીથી કોઈ અજાણ નથી. આધુનિક  કૃષિ ઋષિ, ખેતી વૈજ્ઞાનિક સુભાષ પાલેકરજીએ કરેલ સાંસોધન અને તેમની  પ્રેરણા થી સૌ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવવા લાગ્યા છે. પરંતુ હજી પણ કેટલાક લોકોને પ્રશ્ન થાય  એ સ્વાભાવિક છે . પ્રાકૃતિક એટલે શું ? એવો પ્રશ્ન થાય એ સ્વાભાવિક છે. અહીં પ્રાકૃતિક શબ્દ જ સૂચવે છે . એમ કુદરતી અને સંપૂર્ણ સ્વસ્થ ખેતી પધ્ધતિ. ઈશા ફાઉન્ડેશનના સદગુરુ,આદરણીય વડા પ્રધાન નરેંદ્ર મોદીએ  પણ પ્રાકૃતિક ખેતી માટે અપનાવવા પ્રેરણા આપી છે .ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીને એક ચળવળ ચલાવનાર આદરણીય રાજયપાલ  દેવવ્રતજી  સતત પ્રયત્નો કરી રહ્યા છે .ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગના  આત્મા પ્રોજેકટ હેઠળ પ્રાકૃતિક ખેતી માટે માર્ગદર્શન આપવામાં આવે છે .

ગુજરાતની તમામ ગ્રામ પંચાયત દીઠ 75 ખેડૂતો તાલીમબધ્ધ થાય અને પ્રાકૃતિક ખેતી અપનાવે તે પ્રોજેકટની સમગ્ર ગુજરાતમાં ખૂબ સફળતા પછી તારીખ 1 મે ગુજરાત સ્થાપના દિવસથી સમગ્ર ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી તાલીમમાં જોડવાના ભગીરથ કાર્યને મિશન મોડમાં શરૂ કરવામાં આવનાર છે .સમગ્ર ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તાલીમ મેળવે અને પ્રાકૃતિક કૃષિ કરતા થાય તે માટે યુધ્ધના ધોરણે કામ કરવાનું આહ્વાન તેમણે કર્યું છે. ગુજરાત પ્રાકૃતિક ખેતીમાં ભારતનું રોલ મોડલ બની રહ્યું છે . ગુજરાતના રાજયપાલ આદરણીય આચાર્ય દેવવ્રતજી ના પ્રયત્નો અને પ્રેરણાથી પ્રેરાઇને પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે ગુજરાત હરણફાળ ભરી રહ્યું છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા થી  સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ  વધારવા ભગીરથ પ્રયત્નો થઈ રહ્યા છે.

  પ્રાકૃતિક એટલે એવી ખેતી પધ્ધતિ જે  સંપૂર્ણ કુદરતી, પ્રકૃતિમય શુદ્ધ અને સાત્વિક પધ્ધતિ છે .જેને ગાય આધારિત ખેતી પધ્ધતિ પણ કહેવામાં આવે છે.  પ્રાકૃતિક ખેતી એટલે આપણા ઋષિઓએ આપેલી આપણી પ્રાચીન પરંપરા ગત ખેતી જે સંપૂર્ણ કુદરતી વસ્તુઓનો ઉપયોગ તેમજ ગૌ મૂત્ર,ગાયનું છાણ વગેરેનો ઉપયોગ તેમજ  તેમાં  કોઈપણ કેમિકલ કે રસાયણ નો ઉપયોગ કર્યા વગર પોતાની પાસે જે કુદરતી  વસ્તુઓ છે તેનો ઉપયોગ કરી કરવામાં આવતી ખેતી. જેને ગાય આધારિત ખેતી પણ કહેવામાં આવે છે. ખેડૂતને ખેતી માં ઉપયોગ કરવાનાં બીયારણ,ખાતર અને પાક સંરક્ષકો પોતે જાતેજ કુદરતી અને વિવિધ ગવ્ય માંથી બનાવે છે . ગુજરાતમાં સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા પ્રાકૃતિક ખેત પેદાશો ના વેચાણ માટીની વ્યવસ્થા પણ ઊભી કરવાની વ્યવસ્થા વિવિધ રીતે ઉપલબ્ધ કરાવવામાં આવે છે .

ગુજરાતમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય અને પ્રાકૃતિક ખેતીમાં ગાયનું ખુબજ મહત્વ છે .ગૌ મૂત્ર અને ગાયના ગોબર માંથી તૈયાર થતાં ખાતર અને પાક સંરક્ષક ખુબજ મહત્વના છે .ગાય વગર પ્રાકૃતિક ખેતી થઈ ના શકે તેથી ખેડૂતને ગાયનો નિભાવ કરવા સારું સરકાર દ્વારા પ્રતિ માસ રૂ 900 ની સહાય આપવામાં આવે છે. જેથી નાના અને ઓછી જમીન ધરાવનાર ખેડૂતને ગાય રાખવી પોસાઈ રહી છે .  

પ્રાકૃતિક ખેતી સ્વાસ્થ્ય પ્રદ અન્ન ઉત્પાદન કરવાનો એક માત્ર વિકલ્પ છે . અને તે વિવિધ રીતે ઉપયોગી છે . રસાયણ યુક્ત ખેતી જમીનની ફળદ્રુપતાને નષ્ટ કરી નાખે છે . જમીન બચાવવાનો એક માત્ર વિકલ્પ પ્રાકૃતિક ખેતી થી શક્ય બન્યો છે . પ્રાકૃતિક ખેતીમાં પર્યાવરણ જાળવણી નું પણ વિશેષ મહત્વ છે .  ટૂકમાં પ્રાકૃતિક ખેતી એટલે કુદરત તરફ પાછા ફરવું . અને તેના ફાયદા પણ ઘણા છે .   

આ પણ વાંચો :- વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવાની રીત

પ્રાકૃતિક ખેતી ના ફાયદા :

  • પ્રાકૃતિક કૃષિના ઉત્પાદન માં રાસાયણિક ખાતરો અને રાસાયણિક દવાઓ(પેસ્ટીસાઇડ)નો ઉપયોગ થતો નથી .પરિણામે ઉત્પાદન થતા મસાલા પાકો ,અનાજ ,ફળ અને શાકભાજી કુદરતી પોષક તત્વોથી ભરપૂર અને સ્વાસ્થ્ય પ્રદ હોય છે ,જેનાથી ઉત્તમ આરોગ્ય અને લાંબુ આયુષ પ્રાપ્ત થાય છે.
  • પ્રાકૃતિક કૃષિમાં વૃક્ષોનું મહત્વ હોઈ વાતાવરણ પ્રદૂષણ મુક્ત અને ઓછા વરસાદ ની સ્થિતિ સર્જાતી નથી.
  • પ્રાકૃતિક કૃષિમાં ગાયનું ગૌ મૂત્ર ,છાણ ,વનસ્પતિનાં પાંદડાં અને કુદરતી છાણીયા ખાતરનો ઉપયોગ થતો હોઈ જમીનમાં દેશી અળશિયાંની સંખ્યા વધે છે . અળશિયાં જમીનને ફળદ્રુપ અને પોચી બનાવનાર ખેડૂતના સાચા મિત્ર છે. જમીનમાં રહેલા ઉપયોગી બેક્ટેરીયા જમીનને તંદુરસ્ત રાખે છે . એટલેજ માટી બચાવો અભિયાન માં માત્ર   પ્રાકૃતિક કૃષિજ કારગત નીવડી શકશે.
  • પ્રાકૃતિક કૃષિમાં પિયત પધ્ધતિ પ્રમાણસર અને પધ્ધતિસર છે છોડને પાણી કરતાં ભેજ વધુ જરૂરી હોઈ મલ્ચીંગ પધ્ધતિથી ઓછા પાણી થી  પ્રાકૃતિક કૃષિ થઈ શકે છે .
  • પ્રાકૃતિક કૃષિમાં ખર્ચ થતો નથી. ઝીરો  બજેટ ખેતી હોઈ ખેડૂતને આર્થીક ફાયદો થાય છે .
  •  પ્રાકૃતિક કૃષિ ગાય આધારીત ખેતી હોઈ ખેડૂત પરિવાર દેશી ગાય પાળવી જરૂરી છે . ગાયના દૂધમાં અનેક પ્રાકૃતિક તત્વોથી ભરપૂર હોઈ પરિવારને ઉત્તમ દૂધ ,દહી ,માખણ અને ઘી મળી રહે છે . ખેતી માટે ગાયનું છાણ અને ગૌ મૂત્ર જ વધુ જરૂરી હોય છે અલબત ક્યારેક છાસ અને દૂધ પણ જરૂરી બને છે. ગાય પાળી ખેતી કરતા ખેડૂતો માટે ગુજરાત સરકાર ગાયના નિભાવમાટે માસિક રૂ.900 જેટલી સહાય પણ આપે છે .પરિણામે ખેડૂતને ગાય પાળવાનો ખર્ચ થતો નથી .
  • ખેડૂતે ઉત્પાદન કરેલ ખેત ઉત્પાદન વેચવાની વ્યવસ્થા અને બજારભાવ કરતાં પણ સારા ભાવ મળી શકે છે ,જેનાથી ખેડૂતને આર્થીક ફાયદો થાય છે.
  • જમીન ફળદ્રુપ બનતાં ઉત્પાદન વધતું જાય છે .
  •  પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂત પર્યાવરણ ,જમીન સ્વાસ્થ્ય  ,અને ગૌ પાલન માટે કાર્ય કરતો હોઈ રાષ્ટ્ર અને અધ્યાત્મ માટે કરેલા કામનો આનંદ અને સંતોષ મેળવે છે .મારે મન આ જ મહત્વનું છે.

આ પણ વાંચો :- ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કેવી રીતે શરૂ કરવી ?

ખેડૂત મિત્રો મે પણ ઓર્ગેનિક ખેતી અપનાવી છે .તમે પણ અપનાવો અને આ Prakritik Kheti Talim ને જોઈને કરી માહિતી મેળવો . પ્રાકૃતિક કૃષિ વિશે આપને કોઈ પણ માહિતીની જરુરીયાત હોય તો અમને કોમેંટમાં જણાવશો. અથવા તમારા જિલ્લાની આત્મા કચેરીનો સંપર્ક કરી શકો છો.  અમારો આર્ટીકલ વાંચવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર !

About the author

Gujarat Info Hub

Leave a Comment