નોકરી & રોજગાર Trending ગુજરાતી ન્યૂઝ

હવે ધોરણ ૧૨ પાસ વિધાર્થી તલાટીની પરીક્ષા નહીં આપી શકે, તલાટી કમ મત્રી બનવા માટે ગ્રેજ્યુએશન જરૂરી – Talati Cum Mantri Qualification

Talati Cum Mantri Qualification
Written by Gujarat Info Hub

Talati Cum Mantri Qualification: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રીની પરીક્ષાને લઈને કેટ્લાક ફેરફાર કરવામાં આવ્યા છે, જેમા નવા નિયમો મુજબ પરીક્ષા આપવા માટે હવે ઉમેદવારો ગ્રેજ્યુએશન સુધીની લાયકાત ધરાવતા હોવા જરૂરી છે. અગાઉ તલાટી કમ મંત્રીની ભરતી ધોરણ ૧૨ પાસ પર કરવામાં આવતી જે નિયમો રદ કરી અને નવા નિયમો લાગુ કર્યા છે.

Talati Cum Mantri Qualification

  • તલાટી કમ મંત્રી પરીક્ષાની શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર
  • હવેથી ગ્રેજ્યુએશન થયેલા ઉમેદવારો જ પરીક્ષા આપી શકશે
  • વય મર્યાદા ૩૩ વર્ષથી વધારી ૩૫ વર્ષ સુધી કરવામાં આવી
  • પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયો નિર્ણય

અગાઉ મે મહિનામાં લેવાયેલી તલાટી કમ મંત્રીની ભરતી ધોરણ ૧૨ પાસ પરની છેલ્લી ભરતી હતી અને હવે જે ઉમેદવારો ૧૨ પાસ કરેલ છે અને તલાટીની ભરતીની તૈયારી કરી રહ્યા છે તેઓ પોતાની ગ્રેજ્યુએશન ડિગ્રી પુરી કરી પરીક્ષા આપી શકશે. આ નિયમ સાથે તલાટી કમ મંત્રીની વય મર્યાદા ૩૩ વર્ષથી વધારીને ૩૫ વર્ષ કરવમાં આવી છે.

રાજ્ય સરકારના પંચાયત વિભાગ દ્વારા તારીખ ૧૧ ડિસેમ્બરના રોજ એક નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ છે જેમાં લેવાયેલ નિર્ણયનું અમલીકરણ અધિક્રુત ગેજેટમાં પ્રકાશિત થયાની તારિખથી તેનું અમલીકરણ ગણાશે. જેના અતંર્ગત તલાટી ભરતી માટે ઉમેદવારોએ કેંદ્ર અને રાજ્ય સરકારની માન્યત્તા ધરાવતી યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી કે તેના સમકક્ષા લાયકાત ધરાવતા હોવા જરુરી છે.

થોડા સમય પહેલા લેવાયેલી છેલ્લી ૧૨ પાસ પરની ભરતીના નિમણુક પત્રકો રાજ્યના CM ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉમેદવારોને મહાત્મા મંદિર ગાંધિનગર ખાતે એનાયત કરાયા હતા અને હવે પછીની તમામ તલાટીની ભરતી માટે લાયકાત ગ્રેજયુએશન રહેશે.

હવેથી સ્નાતક થયેલા ઉમેદવારો જ તલાટી કમ મંત્રી બની શકશે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરાતા હજારો વિદ્યાર્થીઓને તેની અસર થશે. તો મિત્રો પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ આ નિર્ણય તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરી જણાવી શકો છો.

અગત્યની લિંક

ઓફિશીયલ નોટીફિકેશન માટે અહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો
અમેન ગુગલ ન્યુઝ પર ફોલો કરોઅહીં ક્લિક કરો
Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment